હકારાત્મક વિચારસરણી

જીવનનો પ્રવાહ નિરંતર પરિવર્તનશીલ હોય છે, અત્યંત આનંદ અને યાતના એકબીજાના પૂરક છે. હંમેશા અત્યંત આનંદની પાછળ અત્યંત દુઃખ આવે છે અને આ ચક્કર પાછું ફરે છે. આ એક અનંત (અંત વગરનું) ચક્ર છે. આપણા સંજોગો આપણા કર્મ પર પૂર્વનિર્ધારિત છે, તેથી ત્યાં નકારાત્મક સંજોગો, (ભૌતિકદ્રષ્ટિએ) દેખીતી રીતે ટાળવા શક્ય નથી, પરંતુ તમારી જાતને ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે બચાવવા માટે અને નકારાત્મક પરિસ્થિતિને લાભદાયીમાં ફેરવી શકે એવો એક માર્ગ છે. શું તમે આ નિરંતર ચડતીપડતીના અત્યંત ભયંકર ઘટના ચક્રમાંથી ખરી છટકબારી શોધી રહ્યા છો? તો તેની ચાવી પોઝિટિવ રહેવું તે છે. આ દુનિયામાં, ફક્ત હકારાત્મકતા (પોઝિટિવિટિ) જ તમને સુખ આપશે, જયારે નકારાત્મકતા (નેગેટિવિટિ) તમને માત્ર દુઃખ જ નહિ આપે, પરંતુ તમારો વિનાશ પણ કરશે. તમારો દરેક વિચાર, આવનારા કાર્યનું બીજ છે. તેથી આપણે શા માટે હકારાત્મક ના રહેવું જોઈએ? કે જેથી તમને તેનું સારું ફળ મળે. જયારે મુશ્કેલ સમયમાં તમે હકારાત્મક વિચારો છો ત્યારે, તે તમારા કડવા સંજોગોને મધુર સંજોગોમાં ફેરવી શકે છે. જયારે તમારું મન હકારાત્મક બની જાય છે ત્યારે તમે દિવ્ય બનો છો, કારણ કે હકારાત્મકતા એ ચિત્તની શુદ્ધિ છે, અને શુદ્ધચિત્ત એ અંતિમ સ્થિતિ છે. ભગવાન મહાવીર સમજાવે છે કે, જે લોકો પોઝિટિવ (હકારાત્મક) છે તે મોક્ષ તરફ જશે, તેથી જ નકારાત્મકતાને દૂર રાખવી ખુબ જ અગત્યની છે.

જ્યારે દુ:ખ ભરી પરિસ્થિતિ આવે છે ત્યારે હકારાત્મક (પોઝિટિવ) રહેવું ખુબ જ મુશ્કેલ છે, તો તમે કેવી રીતે નકારાત્મકતાનો સામનો કરશો જેથી તે તમારો વિનાશ ના કરે? તમે નકારાત્મક સંજોગોમાં તણાય ના જાવ તેવું કેવી રીતે કરશો? તમારી પરિસ્થિતિને તમારા અભિગમથી જુદી રાખવામાં તમે કેવી રીતે માસ્ટર બની શકો?

દાદાશ્રીના તત્વજ્ઞાન અને સાધનો, એક વ્યક્તિને બધી દુન્યવી પરિસ્થિતિમાં સમભાવ જાળવવામાં મદદ કરે છે, જે હકારાત્મકતાનો સાર છે.

કોઈ પણ કપરી પરિસ્થિતિમાં તમે હકારાત્મકતા કેળવવામાં કેવી રીતે પારંગત થશો? તમારા કપરા સંજોગોમાં નિરપેક્ષ સત્યની યોગ્ય સમજણ અને દાદાશ્રીના જ્ઞાન દ્વારા તમે હકારાત્મક રહેશો અને શુદ્ધચિત્તની આત્યંતિક સ્થિતિને પામશો.

પોઝિટિવ દ્રષ્ટિ

પોઝીટીવ દ્રષ્ટિ આપણને સુખ આપે છે. નેગેટીવમાંથી બહાર નીકળો અને પોઝીટીવ તરફ જાવ. સમ્યક દ્રષ્ટિ આત્મા તરફ લઈ જનારી છે. આત્મા દ્રષ્ટિ મળે તો આ સંસાર કોઈ રીતે દુઃખદાયી થાય નહિ. પોઝીટીવ દ્રષ્ટિ બુદ્ધિ થી રહી શકે છે અને આત્મ દ્રષ્ટિ જ્ઞાનથી રહી શકે છે.

play
previous
next

Top Questions & Answers

  1. Q. શા માટે હકારાત્મક (પોઝિટિવ) સુખ આપે છે અને નકારાત્મક (નેગેટિવ) દુઃખ આપે છે?

    A. પોઝિટીવ 'બોલ'ની, પોઝિટીવ અસરો! એક ભાઈ મને પૂછે કે, 'તમારા જેવી મીઠી વાણી ક્યારે થશે?' ત્યારે મેં... Read More

  2. Q. નકારાત્મક (નેગેટિવ) અને હકારાત્મક (પોઝિટિવ) શબ્દોની અસરો સામેવાળા અને તમારી જાત પર શું થાય છે?

    A. સામાની સમજણ શોધાય? સામો મોટી ઉંમરનો હોય તો ય એને કહેશે 'તમારામાં અક્કલ નથી.' આમની અક્કલ માપવા... Read More

  3. Q. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, આપણી દ્રષ્ટિ નકારાત્મક (નેગેટિવ) સંજોગો સાથે વ્યવહાર કરવા માટે કેવી રીતે વિસ્તૃત (વિશાળ) થાય છે? અને તેની હકારાત્મક બાજુ જુએ છે?

    A. સંજોગ સુધારીને મોકલો દાદાશ્રી: કેમ છે તમારાં બાની તબિયત? પ્રશ્નકર્તા: આમ તો સારું છે પણ કાલે જરા... Read More

  4. Q. શા માટે મારી સાથે ખોટું થાય છે? હકારાત્મક (પોઝિટિવ) ઊર્જા અને નકારાત્મક (નેગેટિવ) ઊર્જા કેવી રીતે કામ કરે છે?

    A. પરિણામ નિયમન એ કઈ શક્તિના આધારે? પ્રશ્નકર્તા: મારા પત્ની સાથેનું મારું જીવન ઘણું સુખી હતું, તો શું... Read More

  5. Q. જે નકારાત્મક (નેગેટિવ) છે તે, ધીમે ધીમે હકારાત્મક બની જાય છે. આની પાછળ કારણ શું છે?

    A. ત્યારે કરેક્ટ પોઝિટિવ ઉપર આવે ત્યારે... પ્રશ્નકર્તા: દાદા, પણ એવું છે ને કે નેગેટિવ આખી જિંદગી... Read More

  6. Q. શું હકારાત્મક (પોઝિટિવ) અભિગમ ભગવાન તરફનું છે?

    A. પોઝિટિવ લાઈન એ ભગવાન પક્ષ                    પ્રશ્નકર્તા: નેગેટિવવાળો પછી નાસ્તિક થઈ... Read More

  7. Q. હકારાત્મક (પોઝિટિવ) અહંકાર અને નકારાત્મક (નેગેટિવ) અહંકારના પરિણામો શું છે?

    A. પરિણામ 'અહંકાર', પોઝિટિવ કે નેગેટિવમાં શોર્ટકટ માં કહેવું હોય તો આરોપિત ભાવ, 'હું *ચંદુલાલ છું' એ... Read More

  8. Q. નકારાત્મક (નેગેટિવ) વિચારોની મર્યાદા શું હોવી જોઈએ?

    A. નેગેટિવ વિચારવાની પણ હદ શક્તિઓ તો મહીં ભરી પડી છે. એ કહે કે 'મને નહીં થાય', તો તેવું થાય. આ... Read More

  9. Q. નકારાત્મક (નેગેટિવ) વિચારોને હકારાત્મક વિચારો દ્વારા કેવી રીતે દૂર કરી શકાય?

    A. નેગેટિવને ઉડાડી દો પોઝિટિવથી                  પ્રશ્નકર્તા: પણ જેવું પોઝિટિવ વિચાર કરે તો સારું થાય... Read More

  10. Q. શું ખુલ્લું મન હકારાત્મક (પોઝિટિવ) બનવામાં મદદ કરે છે? શું ખુલ્લું મન એ હકારાત્મક મન છે?

    A. ઓપન માઈન્ડ એ પોઝિટિવ ગુણ જેટલું ઓપન માઈન્ડ (ખુલ્લું મન) રાખે એ સમજ્યા કહેવાય. જેટલું ઓપન માઈન્ડ... Read More

  11. Q. કેવી રીતે વસ્તુઓ હકારાત્મક (પોઝિટિવ) લેવી?

    A. સમ્યક્ દ્ષ્ટિએ નુકસાનમાંય નફો મહાવીર ભગવાને એમના શિષ્યોને શીખવાડ્યું કે તમે બહાર જાવ છો ને લોકો... Read More

  12. Q. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, શું જીવન હકારાત્મક (પોઝિટિવ) તરફ વળે છે?

    A. જાગૃતિ એ જ, જે દેખાડે પોતાના જ દોષો પ્રશ્નકર્તા: જ્ઞાન આવ્યા પછી જાગૃતિ આવી જાય, એમાંથી ધીમે ધીમે... Read More

Spiritual Quotes

  1. જગતમાં 'પોઝિટિવ' જ સુખ આપશે અને 'નિગેટિવ' બધું દુઃખ આપશે.
  2. વેપારની ખબર ચાર-પાંચ દહાડાથી ખરાબ આવતી હોય તો અહીં આગળ પોસ્ટમેન પેઠો કે તરત મન બતાવે આજ શેની ખબર આવશે? ત્યાં આપણે શું કરવું? પોઝિટિવ રહેવું જોઈએ કે આજે સરસ ખબર આવશે. પેલાને બોલાવીએ અહીં આગળ પછી મહીં કાણ નીકળે, તે પછી બાજુએ મૂકી દેવાની. પણ પોઝિટિવ રાખવું આપણે તો.
  3. આ જગતમાં દરેક વાતને પોઝિટિવ લેવાની છે. નેગેટિવ તરફ વળ્યા કે પોતે અવળો ચાલશે ને સામાનેય અવળો ચલાવશે.
  4. આપણે એક જ વસ્તુ 'પોઝિટિવ' જોવાનું. જગત 'પોઝિટિવ' અને 'નેગેટિવ'ને રસ્તે છે. જ્યારે ત્યારે તો એ 'નેગેટિવ'ને 'પોઝિટિવ' કરશે. તો આપણે પહેલેથી 'પોઝિટિવ' કેમ ના રહીએ?
  5. નેગેટિવ ભાંગવામાં જેટલો ટાઈમ નકામો જાય છે, એના કરતાં 'પોઝિટિવ'માં તરત જ 'જોઈન્ટ' થઈ જાય છે, 'ઓટોમેટિકલી'. અશુભ કર્મો દૂર કરવામાં નકામો ટાઈમ શું કરવા બગાડે છે?!
  6. બે જ વસ્તુ છે : 'પોઝિટિવ' ને 'નેગેટિવ'. 'નેગેટિવ' રાખીએ તો કુદરત 'હેલ્પ' કોને કરે? આપણી 'ડિક્ષનરી'માં 'નેગેટિવ' ના હોવું જોઈએ.
  7. 'અમે' 'નેગેટિવ'ને 'પોઝિટિવ'થી જીતીએ છીએ.
  8. 'હા' શબ્દમાં બહુ બધી શક્તિ છે અને 'ના' શબ્દમાં બહુ અશક્તિ છે.
  9. 'નો' (ફ્ં) થી જગત અટકયું છે.
  10. 'નો' (ફ્ં) કહેવાવાળા પુદ્ગલ પક્ષના છે અને 'યસ' (ળ્ફૂ) કહેવાવાળા મોક્ષ પક્ષના છે.
  11. સત્સંગ એટલે સત્ નો યોગ થવો, સારી વસ્તુનો, પોઝિટિવ વસ્તુનો યોગ થવો તે. અને નેગેટિવ વસ્તુનો સંયોગ થવો દુઃખદાયી છે.
  12. 'બિલકુલ' નેગેટિવ બોલે, તેના અંતરાય પડે ને 'પોઝિટિવ'ના અંતરાય ના પડે.
  13. હંમેશાં પોઝિટીવ બોલો. મહીં આત્મા છે, આત્માની હાજરી છે. માટે પોઝિટીવ બોલો. પોઝિટીવમાં નેગેટીવ ના બોલાય. પોઝિટીવ થયું, એમાં નેગેટીવ બોલીએ એ ગુનો છે અને પોઝિટીવમાં નેગેટીવ બોલે છે, એટલે આ બધી મુશ્કેલી ઊભી થાય છે. ‘કાંઈ જ બગડ્યું નથી’ એમ બોલતાંની સાથે મહીં કેટલો ય ફેરફાર થઈ જાય. માટે પોઝિટીવ બોલો.

Related Books

×
Share on