Related Questions

પ્રતિક્રમણ એટલે શું?

દાદાશ્રી : પ્રતિક્રમણનો અર્થ શું? એ તમે જાણો છો?

પ્રશ્નકર્તા : ના

દાદાશ્રી : તમે જેવું જાણતા હો તેવું કહો.

પ્રશ્નકર્તા : પાપથી પાછા વળવું.

દાદાશ્રી : પાપથી પાછા વળવું! ભગવાને કેવો સરસ ન્યાય કર્યો છે કે પાપથી પાછા વળવાનું એનું નામ પ્રતિક્રમણ ! પણ હજુ પાપ તો ઊભા જ રહ્યા છે, તેનું શું કારણ!

પ્રશ્નકર્તા : એ તો તમે જ સમજાવો. એક તો આલોચના, બીજું પ્રતિક્રમણ અને ત્રીજું છે પ્રત્યાખ્યાન, આ ત્રણ શબ્દો કમ્પ્લીટ હજી મને ક્લીયર નથી થતા.

દાદાશ્રી : પ્રત્યાખ્યાન એટલે હું એ વસ્તુને આજે છોડી દઉં છું, ત્યાગ કરું છું એ એનો ભાવાર્થ છે. વસ્તુને છોડી દેવી હોય તો પ્રત્યાખ્યાન કરું છું.

પ્રશ્નકર્તા : પસ્તાવો કરું છું એ પ્રતિક્રમણ અને કહે કે આ પ્રમાણે નહીં કરું એ પ્રત્યાખ્યાન ?

દાદાશ્રી : હા. પસ્તાવો એ પ્રતિક્રમણ કહેવાય. હવે પ્રતિક્રમણ કર્યું તો પછી ફરી એવું અતિક્રમણ ન થાય. તો 'ફરી હવે નહીં કરું' એનું નામ પ્રત્યાખ્યાન. ફરી નહીં કરું, એનું પ્રોમીસ આપું છું, એવું મનમાં નક્કી કરવાનું અને પછી ફરીવાર એવું થાય તો એક પડ તો ગયું, તે પછી બીજું પડ આવે, તો એમાં ગભરાવાનું નહીં, વારેઘડીએ આ કાર્ય જ કરવાનું.

પ્રશ્નકર્તા : મનમાં માફી જ માંગી લેવાની.

દાદાશ્રી : હા, માફી માંગી લેવાની.

કોઈ ગાળ ભાંડે અને અસર થાય તો પોતાની જાતની જ ભૂલ છે એવું પોતાને લાગ્યા કરે અને પોતે પ્રતિક્રમણ કર્યા કરે તો એ ભગવાનનું મોટામાં મોટું જ્ઞાન છે. આ જ મોક્ષે લઇ જાય ! આટલો શબ્દ, અમારું એક જ વાક્ય જો પાળે ને તો મોક્ષે જતો રહે !

×
Share on