www.dadabhagwan.in
                   


   નાના પુસ્તકો

 
નાના પુસ્તકો
સંક્ષિપ્ત પુસ્તકો
ગ્રંથ
આપ્તવાણી
 
 

જીવનનો ધ્યેય

આ સંસાર આપણને પોસાતો હોય તો કશું સમજવાની આગળ જરૂર નથી અને સંસાર આપણને કંઇ હરકતકર્તા થતો હોય તો આપણે અધ્યાત્મ જાણવાની જરૂર છે. અધ્યાત્મમાં 'સ્વરૂપ' ને જાણવાની જરૂર છે. 'હું કોણ છું' એ જાણ્યું કે બધા પઝલ સોલ્વ થઇ જાય.

-દાદાશ્રી
 
   

ચિંતા કાર્યને અવરોધક

ચિંતા થવા માંડે કે સમજો કાર્ય વધારે બગડવાનું. ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય બગડવાનું નથી. ચિંતા કાર્યને અવરોધક છે. ચિંતાથી તો ધંધાને મોત આવે. કેટલાક તો ધંધાની ચિંતાઓ કર્યા જ કરે છે, એ શાથી ચિંતા કરે છે ? મનમાં એમ લાગે છે કે 'હું જ ચલાવું છું', તેથી ચિંતા થાય છે. 'એ કોણ ચલાવનાર છે' એવું કંઇ સાધારણ પણ, કોઇ પણ જાતનું અવલંબન લેતો નથી. ચિંતા એ મોટામાં મોટો ઇગોઇઝમ છે.

-દાદાશ્રી
 
   

ક્રોધ કરતાં શીલનો તાપ વિશેષ !

આ ક્રોધ, માન, માયા, લોભ એ જ બધી નિર્બળતાઓ છે. બળવાન હોય તેને ક્રોધ કરવાની જરૂર જ ક્યાં રહી ?! પણ આ તો ક્રોધનો જેટલો તાપ છે એ તાપથી પેલાને વશ કરવા જાય છે, પણ જેને ક્રોધ નથી એની પાસે કંઇ હશે ખરુંને ? એનું શીલ નામનું જે ચારિત્ર છે એનાથી જાનવરો પણ વશ થઇ જાય. વાઘ, સિંહ, દુશ્મનો બધા, આખું લશ્કર બધું વશ થઇ જાય.

-દાદાશ્રી
 
   

માનવધર્મ અપનાવો જીવનમાં !

માનવધર્મ એટલે હરેક બાબતમાં એને વિચાર આવે કે, મને આમ હોય તો શું થાય ? કો'કે મને ગાળ ભાંડી તે ઘડિએ હું એને ગાળ ભાંડુ તે પહેલા મારા મનમાં એમ થાય કે 'જો મને જ આટલું દુઃખ થાય છે તો પછી હું ભાંડીશ તો એને કેટલું દુઃખ થશે !' એમ માની તે માંડવાળ કરે તો નિવેડો આવે. માનવધર્મની પહેલી-ફર્સ્ટ નિશાની આ. ત્યાંથી માનવધર્મ શરૂ થાય છે. એટલે આ પુસ્તક જ છપાવીને, બધી સ્કૂલો-કોલેજોમાં ચાલુ થઇ જવા જોઇએ. આખું પુસ્તકરૂપે વાંચે-સમજે ત્યારે એમના મનમાં એમ લાગે કે આ બધું આપણે માનીએ છીએ, તે ભૂલ છે આ બધી. હવે સાચું સમજીને માનવધર્મ પાળવાનો છે. માનવધર્મ તો બહુ શ્રેષ્ઠ વસ્તુ છે.

-દાદાશ્રી
 
       

ફળ, સેવા તણા...

જગતનું કામ કરો, તમારું કામ થયા જ કરશે. જગતનું કામ કરશો ત્યારે તમારું કામ એમ ને એમ થયા કરશે ને ત્યારે તમને અજાયબી લાગશે. મનુષ્ય જ્યારથી કોઇને સુખ આપતો થયો ત્યારથી ધર્મની શરૂઆત થઇ. પોતાના સુખનું નહીં, પણ સમાની અડચણ કેમ કરીને દૂર થાય તે જ રહ્યા કરે, ત્યાંથી કારુણ્યતાની શરૂઆત થાય. અમને નાનપણથી જ સામાની અડચણ દૂર કરવાની. પોતાના માટે વિચારેય ના આવે તે કારુણ્યતા કહેવાય. તેનાથી જ 'જ્ઞાન' પ્રગટ થાય.

-દાદાશ્રી
   
     
       

દાનનાં વહેણ

ચાર પ્રકારના દાન છે - એક આહારદાન, બીજું ઔષધદાન, ત્રીજું જ્ઞાનદાન અને ચોથું અભયદાન. ભૂખ્યા માણસને ખવડાવ્યું તે અન્નદાન. માંદા માણસને દવા ફ્રી ઓફ કોસ્ટ લાવી આપીએ તે ઔષધદાન. લોકોને સમજણ પાડીને સાચા રસ્તેવાળે અને લોકોનું કલ્યાણ થાય એવાં પુસ્તકો છપાવવા એ જ્ઞાનદાન. અને કોઇ જીવમાત્રને ત્રાસ ન થાય એવું વર્તન રાખવું, એ અભયદાન.

-દાદાશ્રી
   
     
       

વર્તમાન તીર્થંકરશ્રી સીમંધર સ્વામી

ઘેર ઘેર સીમંધર સ્વામીના ફોટા પૂજાશે ને આરતીઓ થશેને ઠેર ઠેર સીમંધર સ્વામીનાં દેરાસરો બંધાશે ત્યારે દુનિયાનો નકશો કંઇ ઓર જ હશે !!

-દાદાશ્રી
   
     
       

સાર, તમામ શાસ્ત્રોનો !

ક્રમિક માર્ગમાં આવડું મોટું શાસ્ત્ર વાંચે અને આ એકલી નવ કલમો બોલે, બહુ થઇ ગયું ! નવ કલમોમાં એટલી બધી ગજબની શક્તિ મૂકી છે. આ નવ કલમો એ શાસ્ત્રોમાં નથી, પણ અમે જે પાળીએ છીએ ને કાયમ અમારા અમલમાં જ છે, એ તમને કરવા આપીએ છીએ. માટે હવે તમે નવ કલમો તો ખાસ કરજો. આખા વીતરાગ વિજ્ઞાનનો સાર છે આ નવ કલમો !

-દાદાશ્રી
   
     
       

એડજસ્ટ એવરીવ્હેર-દાદા ભગવાન પ્રરૂપિત

સંસારમાં બીજું કશું ના આવડે, તેનો વાંધો નથી. પણ 'એડજસ્ટ' થતાં તો આવડવું જોઇએ. સામો 'ડિસ્એડજસ્ટ' થયા કરે ને આપણને અનુકૂળ થતાં આવડે, તો કોઇ દુઃખ જ ન હોય. માટે 'એડજસ્ટ એવરીવ્હેર'. દરેક જોડે 'એડજસ્ટમેન્ટ' થાય એ જ મોટામાં મોટો ધર્મ. આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ, તે 'એડજસ્ટ' થયા વગર કેમ ચાલે ? અમે આ સંસારની બહુ સૂક્ષ્મ શોધખોળ કરેલી. છેલ્લા પ્રકારની શોધખોળ કરીને અમે આ બધી વાતો કરીએ છીએ ! વ્યવહારમાં કેમ કરીને રહેવું, તે ય આપીએ છીએ અને મોક્ષમાં કેવી રીતે જવાય, તે ય આપીએ છીએ. તમને અડચણો કેમ કરીને ઓછી થાય એ અમારો હેતુ છે.

-દાદાશ્રી
   
     
       

અથડામણ ટાળો-દાદા ભગવાન પ્રરૂપિત

જેમ આ રોડ ઉપર આપણે કાળજીપૂર્વક ચાલીએ છીએ. પછી સામો માણસ ગમે તેવો ખરાબ હોય અને આપણને અથાડી જાય અને નુકસાન કરે એ જુદી વાત છે. પણ આપણો નુકસાન કરવાનો ઇરાદો ન હોવો જોઇએ. આપણે એને નુકસાન કરવા જઇએ તો આપણને જ નુકસાન થવાનું છે. એટલે હંમેશાં દરેક અથડામણમાં બન્નેને નુકસાન થાય. તમે સામાને દુઃખ આપો ને તેથી સાથે તમને દુઃખ એમ ને એમ, ઓન ધી મોમેન્ટ પડ્યા વગર રહે જ નહીં ! એ અથડામણો છે. એટલે મેં આ દાખલો આપ્યો છે કે રોડ ઉપરના વાહનવ્યવહારનો શો ધર્મ છે કે અથડાશો તો તમે મરી જશો. અથડાવામાં જોખમ છે. માટે કોઇની જોડે અથડાશો નહીં. એવી રીતે આ વ્યવહારિક કોર્યોમાં પણ અથડાશો નહીં. અથડામણ ટાળો !

-દાદાશ્રી
   
     
       

ભોગવે એની ભૂલ-દાદાભગવાનપ્રરૂપિત

'આ ગજવું કપાયું, એમાં ભૂલ કોની ? આના ગજવામાંથી ના કપાયું ને તારું જ કેમ કપાયું ? તમારા બેમાંથી અત્યારે ભોગવે છે કોણ ?' 'ભોગવે એની ભૂલ !' 'ભોગવે એની ભૂલ' એ કાયદો મોક્ષે લઇ જશે. કોઇ પૂછે કે મારી ભૂલો કેવી રીતે ખોળવી ? તો અમે એને શીખવાડીએ કે, 'તને ક્યાં ક્યાં ભોગવટો આવે છે, એ તારી ભૂલ. તારી શી ભૂલ થઇ હશે, તે આવું ભોગવવાનું આવ્યું, એ ખોળી કાઢજે.' આ તો આખો દહાડો ભોગવટો આવે છે તે ખોળી કાઢવું જોઇએ કે શી શી ભૂલ થઇ છે !
આ તો આપણી ભૂલે બંધાયા છીએ. કંઇ લોકોએ આવીને બાંધ્યા નથી. તે ભૂલ ભાંગે પછી મુક્ત !

-દાદાશ્રી
   
     
       

બન્યુ તે જ ન્યાય-દાદાભગવાનપ્રરૂપિત

કુદરતના ન્યાયને જો સમજો કે બન્યું તે જ ન્યાય. તો તમે આ જગતમાંથી છૂટા થઇ શકશો. નહીં તો કુદરતને સહેજ પણ અન્યાયી સમજો કે તમારું જગતમાં ગૂંચાવાનું સ્થાન જ એ. કુદરતને ન્યાયી માનવી, એનું નામ જ્ઞાન. 'જેમ છે તેમ' જાણવું, એનું નામ જ્ઞાન. 'જેમ છે તેમ' નહીં જાણવું, એનું નામ અજ્ઞાન. 'બન્યું એ ન્યાય' જાણે તો આખા સંસારનો પાર આવી જાય એવું છે. દુનિયામાં એક સેકન્ડ પણ અન્યાય થતો નથી. ન્યાય જ થઇ રહ્યો છે. એટલે બુધ્ધિ આપણને ફસાવે છે કે આને ન્યાય કેમ કહેવાય ? એટલે અમે મૂળ વાત કહેવા માંગીએ છીએ કે કુદરતનો આ ન્યાય છે. માટે બુધ્ધિથી તમે જુદા પડી જાવ. એક ફેરો જાણી લીધા પછી બુધ્ધિનું આપણે માનીએ નહીં. બન્યું એ જ ન્યાય.

-દાદાશ્રી
   
     
       

મૃત્યુ સમયે પહેલાં ને પછી...

અંતિમ દિવસોમાં ઓક્સીજન પર છતાં..... મુક્ત હાસ્યમાં

-દાદાશ્રી

   
     
       

દાદાભગવાન

એવા વિરલ જ્ઞાની કે જેમણે આ કળિકાળને અનુરૂપ 'ઈન્સ્ટન્ટ' આત્મજ્ઞાન પ્રાપ્તિનો અદ્ભૂત માર્ગ ખુલ્લો કર્યો, જે 'અક્રમ' તરીકે ઓળખાયો ! 'અક્રમ' એટલે અહંકારનો ફૂલસ્ટોપ માર્ગ ને 'ક્રમ' એટલે અહંકારનો કૉમા માર્ગ.

-દાદાશ્રી
   
     
       

નિષ્પક્ષપાતી ત્રિમંત્ર

ભગવાન નિષ્પક્ષપાતી હોય છે. ભગવાનને વૈષ્ણવ સાથે કે શિવ સાથે કે જૈન સાથે કંઈ લેવાદેવા નથી. વીતરાગોને ત્યાં પક્ષાપક્ષી ના હોય. જ્યાં અમારો-તમારો ભેદ પડ્યો છે તે વીતરાગનો માર્ગ ન્હોય.

-દાદાશ્રી
   
 
   
google
Web www.dadabhagwan.in