|
અર્પ્યું જગને 'જ્ઞાની'એ અદ્ભુત આ વાણીનું વિજ્ઞાન સંપાદકીય શું વાણી વગર જગત વ્યવહારની કલ્પના કરી શકાય ? મનુષ્ય જીવન વાણીના વ્યવહારમાં જ્યારે આટલું બધું ઓતપ્રોત છે ત્યારે શું આપણને વિચાર સુદ્ધા આવ્યો છે ખરો કે આ વાણી કેવી રીતે બોલાય છે ? તેનું ઉદ્ભવસ્થાન શું હશે ? તેનું સ્વરૂપ શું હશે ? પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી)એ વ્યવહાર તેમજ ધર્મ-અધ્યાત્મ સંબંધી વાણીને લગતા તમામ સૈદ્ધાંતિક ફોડ વૈજ્ઞાનિક રીતે આપી જગત ઉપર એક મહાન ઉપકાર કર્યો છે તે કેમ ભૂલી શકાય ? દાદાશ્રી કહેતા કે આ જે બોલે છે તે હું નથી બોલતો પણ ઓરીજીનલ ટેપરેકર્ડ બોલે છે. વાણી એ આત્માનો ગુણ નથી, પણ અહંકારની પ્રેરણાથી ભાવસંજ્ઞા રૂપે કોડીંગ થાય છે, પછી એ સૂક્ષ્મમાંથી સ્થૂળ થાય છે, જે વાણી રૂપે ઉદયમાં આવે છે. અને ઉદયમાં આવેલી એ વાણીના પોતે માલિક નથી થતા કે નથી ગર્વ લેતા. દાદાશ્રી કહે છે કે અમે વાણીના નિરંતર જ્ઞાતા-દ્રષ્ટા હોઈએ ને જ્યારે વાણી ના બોલાતી હોય ત્યારે દાદા ભગવાન જે ૩૬૦ ડિગ્રી છે તેની સાથે અભેદ ભાવે હોઈએ અને એ.એમ.પટેલ ૩૫૬ ડિગ્રી ઉપર છે એટલે ટેપરેકર્ડ ૪ ડિગ્રી કચાશવાળી હોય તેને અમે જાણીએ અને એમની પાસે પ્રતિક્રમણ કરાવીએ. મહીં જે દર્શન ભું થયું છે તેના આધારે વાણી નીકળે તેમાં પોતે નિર્લેપ હોય, નિરંતર જુદા શુદ્ધ ઉપયોગમાં હોય, પરમાનંદમાં હોય અને આ નિરાલંબ વાણી સાહજિક નીકળ્યા કરે. દાદાશ્રી વિશેષ ફોડ પાડતા કહે છે કે અમે ડુંગરની ટોચ ઉપર રહીને બોલીએ છીએ, કેવળજ્ઞાનમાં જોઈને બોલીએ છીએ. આ ચેતનને સ્પર્શ કરીને નીકળેલી સાક્ષાત્ સરસ્વતી છે. જે ફરી શાસ્ત્રો લખવા લાયક હોય. જ્ઞાની પુરુષ તો 'વર્લ્ડની ઓબ્ઝર્વેટરી' કહેવાય. અને તેથી જ લાખો પ્રશ્નોના સમાધાનકારી, સૈદ્ધાંતિક ફોડ આપ્યા અને તે પણ હુંપણા કે મારાપણાના માલિકીભાવ વગર. ખરેખર આ છેલ્લા સ્ટેશનની વાતો છે અને છેલ્લું વિજ્ઞાન પ્રશ્નોત્તરી રૂપે હોય અને તેજ સત્ધર્મ પમાડે. જ્ઞાનીની સહજ વાણી દેશના રૂપે હોય. જ્યારે અહંકાર સંપૂર્ણ વિલય થઈ જાય છે ત્યારથી દેશનાની શરૂઆત થાય. અમારી આ દેશનાની શરૂઆત કહેવાય ત્યાંથી તીર્થકરોની વાણીરૂપી ટેપરેકર્ડ એ છેવટની દેશના છે. આ દાદા ભગવાન પોતે કેવળજ્ઞાન સ્વરૂપ છે, એમની પાસે ૩૬૦ ડિગ્રીનું કેવળજ્ઞાન છે. તેથી જ કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભાય એવી નિષ્પક્ષપાતી, સહુને મંત્રમુગ્ધ કરી દે તેવી આ જ્ઞાન સરવાણી કલ્યાણનું મોટું નિમિત્ત બની રહી. આ કાળના મનુષ્યોની પુણ્યે તો જુઓ! ચોવીસ તીર્થંકરોના જ્ઞાનનું સરવૈયું વિજ્ઞાન રૂપે અને તે પણ સહુને સરળતાથી સમજાય તેવી તળપદી ભાષામાં અક્રમ વિજ્ઞાની થકી પ્રાપ્ત થયું ! એવાં આ જ્ઞાનીના વાણી સંબંધી અદ્ભુત વિજ્ઞાનને સમજીને આત્મસાત્ કરવાનો પુરુષાર્થ આદરીએ તેમજ જ્ઞાનીની વીતરાગ વાણી યુગો સુધી મોક્ષપંથને અજવાળતી રહે એવી હ્રદયની ભાવના ભાવી કૃતાર્થ થઈએ. દીપકભાઈ દેસાઈ અર્પ્યું જગને 'જ્ઞાની'એ અદ્ભુત આ વાણીનું વિજ્ઞાન વાણી એ ઓરિજીનલ ટેપરેકર્ડ દાદાશ્રી : આ બોલે છે તે કોણ બોલે છે ? પ્રશ્નકર્તા : તમે, દાદા ભગવાન બોલો છો. દાદાશ્રી : આ દેખાય છે એ ભાદરણના પટેલ છે અને મહીં 'દાદા ભગવાન' પ્રગટ થયેલા છે. તેમની સાથે હું રહું છું એકતાથી. અને આ જે બોલે છે એ ટેપરેકર્ડ છે, હું જાતે નથી બોલતો. મારી બોલવાની શક્તિ જ નથીને ! આ તો ઓરિજિનલ ટેપરેકર્ડ બોલી રહી છે. એના પરથી બીજી ટેપરેકર્ડ ઉતારવી હોય તો તરે, ત્રીજી તરે, ચોથી તરે... અને તને તો એમ જ છે ને કે 'હું જાતે બોલું છું'? જાતે બોલે છે એટલે એ 'પઝલ'માં છે અને હું 'પઝલ'ને 'સોલ્વ' કરીને બેઠો છું. આ જે વાણી બોલે છે, એ 'ઓરિજિનલ ટેપરેકોર્ડર' છે. તમારીય (વાણી) 'ઓરિજિનલ ટેપરેકોર્ડર' છે. પણ તમને અહંકાર છે એટલે 'હું બોલ્યો', 'હું બોલ્યો' કર્યા કરો છો ! અમને અહંકાર ના હોય એટલે આ કશી ભાંજગડ ના હોય. વાણી નથી આત્માનો ગુણ પ્રશ્નકર્તા : તો શું આત્મા બોલતો નથી ? દાદાશ્રી : આત્મા બોલી શકે એવો છે જ નહીં. આત્મામાં વાણી નામનો ગુણધર્મ જ નથી. શબ્દ એ આત્માનો ગુણધર્મ નથી ને પુદ્ગલનોય ગુણધર્મ નથી. જો એમનો એ ગુણ હોય તો કાયમનો હોય. પણ આનો તો નાશ થાય છે. ખરી રીતે શબ્દ એ પુદ્ગલનો પર્યાય છે. એ પુદ્ગલની અવસ્થા છે. બે પરમાણુઓ અથડાય એટલે અવાજ ઉત્પન્ન થાય. આ મોટરનું હોર્ન આમ દબાવીએ તો શું થાય ? વાણી (અવાજ) નીકળે. પ્રશ્નકર્તા : આમ દબાવીને જે વાણી (અવાજ) નીકળે એ તો યાંત્રિક વાણી નીકળી કહેવાય. પણ જ્ઞાનીની વાણી યાંત્રિક વાણી નીકળી નથી ને ? દાદાશ્રી : અમારી વાણી ટેપરેકર્ડ છે ને તમારીય વાણી ટેપરેકર્ડ છે. માત્ર 'જ્ઞાની'ની વાણી સ્યાદ્વાદ હોય. પ્રશ્નકર્તા : તો સ્યાદ્વાદ એ ચેતનવાણી કહેવાય ? દાદાશ્રી : વાણી ચેતન હોઇ શકે જ નહીં; પછી તે અમારી હોય કે તમારી. હા, અમારી વાણી સંપૂર્ણ શુદ્ધચેતનને સ્પર્શ કરીને નીકળે છે એટલે ચેતન જેવી ભાસે છે. પ્રશ્નકર્તા : 'વાણી જડ છે' એવું કહેવાય ખરું ? દાદાશ્રી : 'વાણી જડ છે' એવું કહેવાય, પણ 'ચેતન છે' એવું તો ના જ બોલાય. મોટરનું હોર્ન દબાવીએ તો એ બોંગેડે કે ના બોંગેડે ? આમ દબાવ્યું તે મહીં જે પરમાણુઓ હતા તે દોડધામ દોડધામ કરી મેલે, એકબીજાને ઘસાય, એનાથી અવાજ થાય છે આ બધો. વાજામાંથી કેવું નીકળે છે ? તેવું આમ વાજામાંથી જ ઘસાઇ ઘસાઇને નીકળે છે બધું. આ બધું 'મિકેનિકલ' છે. આત્મા પોતે પરમાત્મા સ્વરૂપ છે. વાણીનું ટેપિંગ પ્રશ્નકર્તા : આપ કહો છો કે આ હું નથી બોલતો પણ ટેપરેકર્ડ બોલે છે, તો તે કઇ રીતે, તે સમજાવો. દાદાશ્રી : એના ગુણધર્મ ઉપરથી. આત્માના આમાં ગુણધર્મો નથી ને પુદ્ગલનાય ગુણધર્મ નથી. એ પુદ્ગલની અવસ્થા છે. વાણી અહંકારની પ્રેરણાથી ટેપ થાય છે. અહંકાર પોતે તે ટેપ નથી કરતો. માત્ર તેની પ્રેરણાથી ટેપ થાય છે. મહીં અહંકાર પ્રેરણા કરે કે, કોર્ટમાં આમ બોલવું છે, તેમ બોલવું છે ત્યારે પછી તેવી ટેપ નીકળે. પ્રશ્નકર્તા : આપની વાણી ક્યારે ટેપ થઇ હશે ? દાદાશ્રી : ગયા ભવમાં ટેપ થયેલી, તે આ ભવમાં બોલાય છે. પ્રશ્નકર્તા : વાણી એ સૂક્ષ્મનું સ્થૂળ થયેલું છે ? દાદાશ્રી : હા, સૂક્ષ્મનું સ્થૂળ થયેલું છે. પ્રશ્નકર્તા : શરૂઆતમાં સૂક્ષ્મ ક્યાંથી ભું થયું ? દાદાશ્રી : એ પેલા સ્થૂળમાંથી પાછું સૂક્ષ્મ ઉત્પન્ન થાય છે. સ્થૂળ હોય તેમાં રાગદ્વેષ થવાથી પાછું ફરી નવું સૂક્ષ્મ ભું થાય છે. જો એક જ અવતાર વીતરાગ રહો તો ખલાસ થઇ ગયું બધું ! પણ પાછું બીજ નાખ્યા જ કરે છે. પ્રશ્નકર્તા : આપ જે બોલો છો તે ભાષાને સમાધિ ભાષા ના કહેવાય? દાદાશ્રી : તમારે સમાધિ ભાષા કહેવી હોય તો સમાધિ ભાષા કહો. સ્યાદ્વાદ કહો તો સ્યાદ્વાદ છે. અમારી ભાષા કોઇનેય દુઃખદાયી ના હોય, દરેકને સુખદાયી થઇ પડે. આ વાણી અમારી માલિકીની છે જ નહીં. અહંકાર આખો શૂન્ય થઈ જાય ત્યારે રેકર્ડ ચોખ્ખી થઇ જાય. અમને જ્ઞાન થયા પછી રેકર્ડ ચોખ્ખી થઇ ગઇ. આ તો ટેપરેકર્ડ બોલે છે શ્રીમદ્ રાજચંદ્રે શું કહ્યું ? કે જેને ભગવાન વશ થઈ ગયા છે, એવા જ્ઞાની પુરુષ એમને કયા કયા ગુણો ના હોય ? ગર્વ, ગારવતા, અંતરંગ સ્પૃહા ના હોય, ઉન્મત્તતા ના હોય. પ્રશ્નકર્તા : એ પણ સૂક્ષ્મરૂપે પડી રહે. પણ એ બહુ ચે જાવ ત્યારે એ જાય, ત્યાં સુધી ના જાય. દાદાશ્રી : એ જતા રહ્યા પછી જ જ્ઞાની કહેવાય. એ જતા રહ્યા પછી જ અમે કહીએ કે આ ટેપરેકર્ડ બોલે છે. ન અહંકાર, તેથી ન બોલનાર 'અમે' પ્રશ્નકર્તા : અંબાલાલ પટેલને કે જ્ઞાનીને આ ટેપરેકર્ડ બોલવામાં સહારો લેવો પડે કે ? દાદાશ્રી : સહારો લેવો ના પડે. આ ટેપરેકર્ડ તો એની મેળે જ બોલ્યા કરે. એવું છે ને, આ તો પોતાને બોલવું હોય તોય બોલાય નહીં. એવું નથી બનેલું ? પ્રશ્નકર્તા : હા, કેસ તૈયાર કરીને જાય છતાંય ત્યાં ના બોલાય અને કોઈ વખત વગર તૈયારીએ સારું જ બોલાઈ જાય. દાદાશ્રી : માટે આ ટેપરેકર્ડ બોલે છે. આ તો ફક્ત અહંકાર કરે છે કે 'હું બોલ્યો'! આ અમે એકલાં જ બોલ્યા છીએ કે 'આ ટેપરેકર્ડ બોલે છે.' આ અંબાલાલ મૂળજીભાઈની જુદી વાણી અને 'દાદા ભગવાન'ની જુદી વાણી એવું કશું છે નહીં. આ તમે બોલો છો તેય ટેપરેકર્ડ છે. એટલે મને પૂછવાની જરૂર નથી કે આ અંબાલાલ મૂળજીભાઈ બોલે છે કે નહીં, તે ? મારા જ્ઞાનમાં જ આવી ગયેલું કે આ બોલવું એ બધી ટેપરેકર્ડ જ છે અને આ અહંકાર ડી ગયો, બોલનારો ડી ગયો. અમને એ ભૂમિકા યાદ જ ના હોય. 'અમે' અમારા સ્વરૂપમાં જ રહીએ. આ તમારી જોડે વાત કરીએ એટલો વખત અહીં આવવાનું, તેય જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપે. બાકી અમે નિરંતર ચોવીસેય કલાક, નિરંતર સ્વરૂપમાં જ રહેવાના. કુદરતી બળે નીકળે આ વાણી પ્રશ્નકર્તા : આપ જે બોલો છો, તે મહેનત વગર બોલો છો ? દાદાશ્રી : તેથી હું ટેપરેકર્ડ કહું છું ને. લોકો મને કહે છે કે તમે કેમ કરીને આટલું બધું બોલ બોલ કરો છો ? આ તો ટેપ બોલે છે, એટલે મને આમાં મહેનત નથી. હું બોલતો જ નથી એટલે મારી ફ્રેશનેસ જતી નથી. પ્રશ્નકર્તા : ઘણીવાર વિચાર કરીએ કે કલાક અમે બોલીએ, બહુ ત્યારે બે કલાક, તો કોઈ વચ્ચે બ્રેક પાડે. પછી ભા થઈ જઈએ. બીજે આંટા મારી આવીએ. જ્યારે અહીંયા સતત રીતે આવું ચાલે છે. દાદાશ્રી : અને તે ઘણાં વખત તો દસ-દસ કલાક સુધી વાણી નીકળ્યા જ કરે છે. એક જ જગ્યાએ સ્થિર બેસી રહીએ, એય પાછળ કુદરતી બળ હશે ને ! સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે ને ! આ ગપ્પું ન્હોય. ઘણાં લોકોનું કલ્યાણ થવાનું હોય ત્યારે આવું ઉત્પન્ન થાય. નહીં તો આવું ઉત્પન્ન થાય નહીં ને ! આ બોલે છે તે હું નહીં પ્રશ્નકર્તા : હવે મને એ સમજ પાડો કે આ ઉંમરે, આપ સતત બોલો છો, આટલું ફરો છો, તે આ શક્તિ કઈ છે, એ મારે જાણવું છે. દાદાશ્રી : એવું છે, રાજાને શક્તિ ના હોય તો ચાલે. લશ્કરનાં માણસોને શક્તિ જોઈએ. રાજા તો 'ઓર્ડર' કરે કે 'ભઈ, તમે હવે ફલાણા જોડે લડો.' બસ, એટલું બોલ્યો ને એટલે પેલા લોકો પોતાની શક્તિથી લડે. પણ એ 'બાય ઓર્ડર ઓફ ધી રાજા' હોય. એટલે 'બાય ઓર્ડર' બધું થાય છે. આ સત્સંગ એકુંય દહાડો બંધ નથી રહ્યો. કારણ કે એમ બોલ્યા હોત તો અમારે બોલાય એવું ન હતું. અવાજ નીકળતો ન હતો. અત્યારે રોફભેર નીકળે છે પાછો. ટેપરેકર્ડ આમ પીન ઘસાઈ ગઈ હોય એવી બોલતી હતી. જ્યારે અત્યારે પીન નવી નાખી હોય એવું મને લાગે છે. પીન બહુ વપરાઈ જાય. આ તો ટેપરેકર્ડ બોલે છે એટલે શક્તિ નથી વપરાતી. બે કલાકથી માણસ વધારે બોલી શકે નહિ. (રાત્રે) સાડા અગિયાર સુધી બોલું છું, ટેપરેકર્ડ છે એટલે ! માલિકી વગરની વાણી એક માણસ કહે છે કે '(આમ તો) કલાકથી વધારે માણસ બોલી શકે નહીં ને તમે કેટલા કલાક બોલ બોલ કરો છો !' મેં કહ્યું, 'આ ટેપરેકર્ડ છે એટલે વાગે છે, નહીં તો બોલનારો તો થાકી જાય.' 'હું બોલું છું' કહું તો થાકી જાય કે ના થાકી જાય ? અને આ તો ટેપરેકર્ડ વાગ્યા જ કરે. એની મેળે ! પ્રશ્નકર્તા : અમારે ત્યાં બધા વાત કરતા હતા કે દાદા ભગવાન દેખાય છે તો બરાબર આવા (પાતળા), પણ જ્યારે જ્ઞાન આપ્યું ત્યારે એમનો અવાજ તો સિંહગર્જના જેવો લાગ્યો. દાદાશ્રી : એવો અવાજ જ ના હોય ને, (બીજા) માણસમાં ! હું આમ બોલું નહીં ત્યાં સુધી અમારું વચનબળ કામ કરે નહીં ને ! ત્યાં સુધી એને ખ્યાલ રહે નહીં અને આ તો મહીં શબ્દ પેસી ગયો, તે પછી નીકળે નહીં. હું જ્ઞાન બોલાવું છું (જ્ઞાનવિધિ વખતે) ત્યારે બધાને કલાક બોલવાનું હોય છે. તે વખતે મહીં મોટા મોટા મજબૂત માણસો હોય, તેય છેલ્લા છેલ્લા વાક્યોમાં તો થાકી જાય, તે પછી વાક્ય મનમાં બોલે, મોટેથી બોલાય નહીં. કારણ કે એ પોતે બોલે છે. એટલે થાકી જાય બિચારો અને મારે ૭૯ વર્ષે, જુઓને ! મોટી જબરજસ્ત ટેપરેકર્ડ વાગે છે ને ! કારણ કે માલિકી વગરની વાણી છે. એટલે થાક લાગવાનો નહીં એટલે મશીનરી પ્યૉર રહે, સરસ રહે. આ તો કુદરતી ગિફટ અમારી વ્યવહારિક વાણી સિવાય જે બધી અમારી વાતો હોય ને, એને કોઈ ચેકી શકે નહીં. ત્રિકાળ સત્ય ! હું આ (જ્ઞાનનું) જ્યારથી બોલું છું ને, ત્યારથી એકુંય શબ્દ ચેકવો જ નથી પડ્યો. આ હું બોલું છું ને, ત્યારથી શબ્દેશબ્દ સાચો છે. તો આ મારું ડહાપણ છે ? આપણું આ વિજ્ઞાન એ કંઈ મારું ડહાપણ નથી, આ તો ગિફ્ટ છે. મારું ડહાપણ એટલું બધું હોતું હશે ? કાગળ લખવો હોય ને, તોય મને નથી આવડતો. લોકોનું કલ્યાણ થવાનું નિમિત્ત, પણ ગિફ્ટ છે એ અને એ ગિફ્ટને માટે મારી બધી તૈયારી છે. પ્રશ્નકર્તા : એનાં માટે પાત્ર હોય તો જ ગીફ્ટ આવે ને ? દાદાશ્રી : હા, બાકી મારું ગજું નહીં આ. અને આ વાણીની બહુ હાઈ ક્વૉલિટિની છે. આ વેલ્ડિંગ જુદી જાતનું છે. પ્રશ્નકર્તા : બધાને સમજાય એવું અને સાદી-સરળ ભાષામાં. દાદાશ્રી : હા, સાદી ભાષામાં. પણ એ ભાષા પર અમારો કાબુ નથી, કારણ કે એ ભાષા ઉપર આધાર રાખતું નથી. વેલ્ડિંગ બહુ ચું અને આ હ્રદયસ્પર્શી વાણી. એક શબ્દથી તો સામા માણસના કેટલાંય રોગ નીકળી જાય, એવા વેલ્ડિંગ ! 'ભગવાન' 'અમને' વશ પ્રશ્નકર્તા : આપની નિખાલસ વાણી ને નિખાલસ હાસ્ય, એનું રહસ્ય શું છે ? દાદાશ્રી : ભગવાન મને વશ થઈ ગયા છે. આખા ચૌદ લોકનો નાથ, જેને આખું જગત માની રહ્યું છે તે એ ભગવાન મને વશ થઈ ગયેલા છે. અમે સ્વતંત્ર સુખ ભોગવી રહ્યા છીએ. મારો ઉપરી વર્લ્ડમાં (જગતમાં) કોઈ નથી અને જે ભગવાન છે એ તો મને વશ થઈ ગયેલા છે. શા માટે વશ થઈ ગયેલા ? મારી ગરજે કે એમની ગરજે ? એમની ગરજે વશ થાય મને. હું તો 'એ ઉપરી છે, તે સારા છે' એમ કહું. પણ એ ક્યાં જાય હવે ? એમને જે કામ કરવું છે, તે શી રીતે કામ થાય ? પ્રશ્નકર્તા : એમને શું કામ કરવાનું છે, દાદા ? દાદાશ્રી : આ જગતના લોકોનું જે કલ્યાણ થવાનું છે, એમનું જે કામ કરવાનું છે, તો એને માટે વાણી કોણ બોલે ? જ્ઞાન કોણ આપે ? એમનામાં વાણી છે નહીં. (જ્યારે અહીં) આ ટેપરેકર્ડ બોલ્યા કરે છે. વાણી કેવી જોઈએ ? માલિકી વગરની વાણી હોય તો જ મોક્ષ થાય. ટેપરેકર્ડ, અહંકાર ને મમતા વગરની આ વાણી વર્લ્ડને સ્વચ્છ કરશે. કારણ કે આ વાણી મારી નથી. આ વાણી 'એ. એમ. પટેલ'ની ન હોય. જો આ 'મારી વાણી' કહું તો મને ભ્રાંતિ છે. મમતા હોય તો 'મારી વાણી' એમ બોલે. આ વાણી 'એ. એમ. પટેલ'ની હોય તો તો એ ઇગોઈઝમ કહેવાય. 'હું કેવું બોલ્યો' એ ઇગોઈઝમ છે. મારે ઇગોઈઝમ જતો રહ્યો, એટલે હવે કોણ માલિક રહ્યો બોલનારો ? ટેપરેકર્ડ રહી. અહંકાર ગયા પછી જે બોલે છે ને, તે શેના આધારે બોલે ? એટલે આ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે. જેનો 'હું' ના હોય, 'હું' ખલાસ થઈ ગયો હોય, ત્યાં ઓરિજિનલ ટેપરેકર્ડ છે. અમારે અહંકાર હોય નહીં. અમારે મમતા નથી. અમારામાં અહંકાર ને મમતા શૂન્યતાને પહોંચેલા હોય. એટલે હું કહું છું કે આ ટેપરેકર્ડ બોલી રહી છે. 'હું બોલ્યો' ને આ 'મારી વાણી' હોય નહીં, માટે એ ટેપરેકર્ડ છે અને આ ટેપરેકર્ડમાં અહંકાર ને મમતા બેઉ નથી, એટલે પ્યૉર છે. માલિક નહીં, પાડોશી જેમ રહ્યા એટલે આ વાતો કરીએ છીએ, આ ટેપરેકર્ડ વાગ્યા કરે છે (વાણી નીકળે છે) અને હું સમાધિમાં (આત્મસ્વરૂપમાં) છું. અઠ્ઠાવીસ વર્ષથી અમે આત્માની બહાર નીકળ્યા નથી. અમે અત્યારેય આત્મામાં જ છીએ. આ વાણીમાં હું રહેતો નથી, આ દેહમાં હું રહેતો નથી અને આ મનમાં હું રહેતો નથી. આ ત્રણેયનાં પાડોશી તરીકે રહું છું. ત્રણેયના માલિકીપણાના દસ્તાવેજ કોઈ જાતના નથી. આ બધા માલિકીપણાનાં ટાઈટલ ફાડી નાંખેલાં છે. વીતરાગ વાણી રૂપી ધન આ દેહમાં એટલી બધી શક્તિ છે કે તે અત્યારે રાતના ત્રણ વગાડો તોય કશી બૂમ ના હોય. સત્સંગ હોવો જોઈએ, સત્સંગ કરનારા હોવા જોઈએ, તો કશુ બૂમ ના હોય. અને મનમાં એમેય થાય નહીં કે ચાલો, હવે સૂઈ જઈએ. લટું વધારે ફ્રેશ થાય. જેમ જેમ સત્સંગ કરે ને, તેમ ફ્રેશ થાય. પૂરબહારમાં ખીલે. કારણ કે અંદર ભાવના છે કે કોઈ પણ રીતે આ વસ્તુ લોકો પામો. લોક પામે છે અને પછી અહોભાવ અનુભવે છે બિચારા. અત્યાર સુધી ગૂંચાયેલો હતો. તે ગૂંચવાડો છૂટી ગયો એટલે અહોભાવને પામે ને ! નહીં તો લાખ રૂપિયા આપીએ તોય કોઈનાં દુઃખો જાય નહીં. એ તો ફરી વધારે ગૂંચવાડો ભો કરીને રહે. ગૂંચવાડો જાય તો દુઃખ જાય. એટલે ધન તો વીતરાગોનું જ. એની કિંમત બહુ ને ! એ વીતરાગ વાણી રૂપી ધન આપીએ, એનાથી કામ નીકળી જાય. બુદ્ધિનીય કરામત તો જુઓ એક ભાઈ મને કહે છે, 'બુદ્ધિ વગર (કોઈ) શીખવાડી ના શકે.' મેં કહ્યું, 'વાત સાચી છે. બુદ્ધિવાળા જ શીખવાડી શકે.' ત્યારે એ મને કહે, 'તો તમે શી રીતે શીખવાડી શકો છો ?' મેં કહ્યું, 'આ ટેપરેકર્ડ શીખવાડે છે.' કારણ કે જે દહાડે બુદ્ધિ હતીને, તે દહાડે આ ટેપરેકર્ડ તૈયાર થઈ હતી. હવે અમારી બુદ્ધિ જતી રહી. એટલે તે ટેપરેકર્ડ આજે કામ કરે છે. અને આ તો બુદ્ધિજન્ય જ્ઞાન છે, તે આ ટેપરેકર્ડમાં નીકળે છે. પ્રશ્નકર્તા : તો પછી આ બુદ્ધિ ૩૬૦ ડિગ્રીનું વિજ્ઞાન નીકળે એટલી બધી ટોપ પર ગયેલી તે દહાડે ? દાદાશ્રી : ના જાય. પ્રશ્નકર્તા : તો પછી ? દાદાશ્રી : ૩૫૬ ડિગ્રી ઉપર છે. તો ચાર ડિગ્રી મારું ઓછું છે. પ્રશ્નકર્તા : આપે કહેલું કે એટલી બધી મારી વાણી ચી નીકળશે, એવું કોઈ નિમિત્ત ભેગું થશે ત્યારે, આ ડિગ્રીની વાત પણ નીકળી જશે. દાદાશ્રી : હા, વાત બધી નીકળશે. એટલે અમુક સિવાય બીજી બધી જ જાણકારી કાઢશે. અમુક ભાગ બાકી છે, એટલે બુદ્ધિમાં છે. 'અમે આ બધું બોલીએ છીએ', ત્યાં સુધી એ બુદ્ધિમાં છે. પ્રશ્નકર્તા : આ ટેપ અત્યારે નીકળે છે, એ પાછલી બુદ્ધિના આધારે ? દાદાશ્રી : હા, તે દહાડે ટેપ થયેલું. પ્રશ્નકર્તા : તો અત્યારે આ ટેપ એટલું બધું હાઈ લેવલનું બોલી શકે છે ? દાદાશ્રી : એ તો હાઈ લેવલની ટેપ થઈને જ આવેલી છે. પ્રશ્નકર્તા : તો એ બુદ્ધિ વડે, તે દહાડે એવી હાઈ લેવલ પર ગયેલી ? દાદાશ્રી : હા, ગયેલીને ! ગયેલી ત્યારે તો આ ટેપ આવી નીકળી. નહીં તો જ્ઞાનમાં અવાય શી રીતે ? પ્રશ્નકર્તા : એટલે બુદ્ધિ પણ એકદમ ટોપ પર જઈ શકે છે ? દાદાશ્રી : હા. અહીં વડોદરાથી ૮૦મો માઈલ જોઈ લઈએ, એટલે આપણે અમદાવાદ બહુ ખોળવાનું હોય ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યાં આવ્યો જ હોય એનો કિનારો. ના આવ્યો હોય ? એટલે બુદ્ધિ આવી ટોપ ઉપર જાય, જાણે કે હવે પેલું જ્ઞાન તો આવી જ રહ્યું છે સામું. પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન એટલે બુદ્ધિ એકદમ છેલ્લી ડિગ્રી સુધી પેરેલલ જઈ શકે એવું છે ? દાદાશ્રી : હા, બુદ્ધિ તો વિવરણ કરે ને તો બહુ કામ કાઢે. પણ કોઈ માણસ એટલું બધું વિવરણ કરી શકે નહીં ને ! અમારું એકુંય વાક્ય વિશેષ ભાવવાળું ના હોય. કુદરતી રીતે જ નીકળ્યા કરે. કારણ કે અમારી 'રેકર્ડ' હોય ને ! તમારી વાણી 'રેકર્ડ' થાય પછી વાંધો નહીં. 'રેકર્ડ' થાય એટલે પછી થઈ રહ્યું. શબ્દે શબ્દનો ફોડ આપે જ્ઞાની જો જ્ઞાની પુરુષ બોલે છે તે ટેપરેકર્ડ છે, તો બીજા શું જાતે બોલ્યા ? એના પરથી આપણે ના સમજી જઈએ ? એટલે આ બધી બહુ ઝીણી વાતો છે. આવી વાતો શાસ્ત્રમાંય ના હોય, પુરાણમાં નથી કહ્યું, વેદાંતમાં નથી કહ્યું. આ બધા ફોડ જ્ઞાની જાણે. કેટલાંક મને કહે છે કે, 'તમે આ વાણીને ટેપરેકર્ડ કહો છો, તે મોટી જોખમદારી લો છો.' મેં કહ્યું, 'જોખમદારી નહીં, પણ એક્ઝેક્ટ બોલી રહ્યો છું.' જોખમદારી તો કોઈ માણસ લે જ શી રીતે ? મને કહે છે કે, 'આ ટેપરેકર્ડ છે એવું ના કહો ને ! એ વાત કહેવાની બંધ રાખો ને ! ના બોલો તો સારું.' મેં કહ્યું, 'અત્યાર સુધી હકીકત વાત જ બહાર નથી પડી, ને નથી પડી ત્યારે તો આ કહું છું અને તે રોફભેર કહું છું. આવો, મારી જોડે રહીને પુરવાર કરી આપું, છ મહિનામાં.' પુરવાર તો કરવું જ પડે ને, જે બોલ્યા એ તો ? અને હું તો કહું છું કે 'આ જે અઠ્ઠાવીસ વર્ષથી અત્યાર સુધી બધું બોલાયું છે, તેના એકેએક શબ્દનું પ્રૂફ આપવા હું તૈયાર છું, એટ એની ટાઈમ.' કારણ કે આ વોટરપ્રૂફ કે ફાયરપ્રૂફ ન હોય આ ! ઓલ પ્રૂફ છે આ !! ટેપની ભૂલ જડે, જોનારાને પ્રશ્નકર્તા : ઓરિજિનલ ટેપરેકર્ડમાં ભૂલ હોય ખરી ? દાદાશ્રી : હા, કોઈક વખતે ભૂલ થઈ જાય પણ તે જોવાની. હવે અમારો શું ગુનો થતો હશે ? અમારો કોઈ જાતનો ગુનો થાય નહીં. કારણ કે આ શરીરમાં જ હું રહેતો નથી. અઠ્ઠાવીસ વર્ષથી આ શરીરમાં ફર્સ્ટ નેબરર તરીકે રહું છું. તો પછી અમારા ગુના ક્યાં આગળ આવ્યા ? છતાંય આ 'પટેલ'ના ગુના છે. આ 'એ. એમ. પટેલ' ૩૫૬ ડિગ્રી ઉપર છે અને 'ભગવાન' પોતે ૩૬૦ ડિગ્રી પર છે. 'એ. એમ. પટેલ'ને ચાર ડિગ્રી ઓછી છે, એટલે કંઈ ભૂલ થવાનો સંભવ તો ખરો જ. ઓરિજિનલ ટેપરેકર્ડ ચાર ડિગ્રી કમીવાળી છે, પરફેક્ટ નથી. એટલે 'મારે' જોતાં રહેવું પડે. 'જોનાર' છે તે પૂરી ડિગ્રીથી જુએ છે એટલે એ ભૂલચૂક હોય તે સુધારી આપે. 'એની' ભૂલો ભાંગશે એટલે કમ્પ્લીટ થઈ જશે. અત્યારે આ બોલાય છે, તેની જોખમદારી મારી નથી. કારણ કે હું આમાં જુદો છું. આ રેકર્ડ બોલી રહી છે, એટલે જોખમદારી નથી રહેતી. પણ જો ભૂલ થયેલી હોય તો અમે તરત નોંધ કરીએ. લોકોની પાસે ભૂલવાળી વાણી બોલવાની નથી. વાણી એકદમ ક્લિયર (ચોખ્ખી) હોવી જોઈએ, બિલકુલ ભૂલ વગરની હોવી જોઈએ. એક સેન્ટ પણ ભૂલ ના હોવી જોઈએ. એક સેન્ટ જેટલી ભૂલથી લાખો માણસોને નુકસાન થઈ જાય. આખા દહાડામાં એકાદ ભૂલ નીકળે વખતે, તોય અમારી નોંધ હોય. હા, ભૂલ તો ચાલવી (થવી) જ ના જોઈએ. ભૂલ ભાંગવી જ પડશે. આ પુદ્ગલની પણ ભૂલ ભાંગવી પડશે. આત્મામાં ભૂલ છે જ નહીં. ભૂલ કોની ભાંગવાની છે ? પ્રશ્નકર્તા : પુદ્ગલની. દાદાશ્રી : હા. પુદ્ગલ કોનું ? આપણું ભું કરેલું. ભલે અત્યારે આપણે માલિક ના હોઈએ, પણ કોનું ભું કરેલું ? જવાબદારી કોની ? હુ ઈઝ રીસ્પોન્સિબલ ? પ્રશ્નકર્તા : આપણે પોતે જ. દાદાશ્રી : હા. માટે હવે આપણી ભૂલ એક પણ રહેવી ના જોઈએ. એ ભૂલોમાં કોઈ માણસની કે કોઈને દુઃખ આપવાની ક્રિયા જ નથી હોતી. ફક્ત અહીંથી વાણી જરા કઠણ નીકળી હોય અને એ ભાઈને વાગે, તો એ ભૂલ કહેવાય. વાણી સહેજ પણ વાગવી ના જોઈએ. સાચી વાત હોય તોય પણ વાગવી ન જોઈએ. એક અક્ષરેય અવળો ના બોલાય. એક અક્ષર તો શુંનું શું કરી નાખે. એટલે કોઈને દુઃખ થાય એવી વાણી નીકળી હોય તો મને ખબર પડી જાય તરત જ, કે 'આ ટેપરેકર્ડ કેવી તરી છે, આમાં કોનો દોષ ?' પછી દોષવાળાને કહી દઉં કે 'તમે માફી માગી લો. તમે આમ કેમ કર્યું ? તમે ભૂલ કરી છે.' એટલે માફી મંગાવી લઉં. કો'કને દુઃખ કરવા માટે આ ટેપરેકર્ડ નથી, સુખ કરવા માટે છે. શુદ્ધ ઉપયોગ, બોલતી વખતેય કોની વાણી સારી નીકળે ? કે જે ઉપયોગપૂર્વક બોલતો હોય. હવે ઉપયોગવાળો કોણ હોય ? જ્ઞાની હોય. એ સિવાય ઉપયોગવાળા હોય નહીં. આ અમે જે બોલીએ તે ઉપયોગપૂર્વકનું. આ રેકર્ડ બોલે, તેના પર અમારો ઉપયોગ રહેવાનો. શું શું ભૂલ છે ને શું નહીં ? આ સ્યાદ્વાદમાં કંઈ ભૂલ છે તે અમે જોયા કરીએ બારીકાઈથી અને આ બોલે છે તે રેકર્ડ છે. લોકોનેય બોલે છે રેકર્ડ, પણ એ મનમાં એમ જાણે છે કે હું બોલ્યો. અમે નિરંતર શુદ્ધાત્મા ઉપયોગમાં રહીએ છીએ, તમારી જોડે વાત કરતાં કરતાં પણ. પ્રશ્નકર્તા : લક્ષ બે થાય ? દાદાશ્રી : ના, બે લક્ષ ના થાય. લક્ષ એક જ થાય. વાતો કરવાની, એમાં મારે કશું કરવાનું નહીં. અમે તો વાતોમાં શું થઈ રહ્યું એ જ જોયા કરીએ. અમે એક ઘડીવારેય, એક મિનિટેય ઉપયોગની બહાર ના હોઈએ. આત્માનો ઉપયોગ હોય જ. અવિરત જ્ઞાતા-દ્રષ્ટા કોઈ વખત બહાર નીકળીને અંબાલાલ સાથેય એક તાર થાઉં છું. બેઉ બાજુ વ્યવહાર કરવા દેવો પડે. આ અત્યારે વ્યવહારમાં આવ્યો કહેવાય. નહીં તો મહીં પોતે અભેદ રહે. પ્રશ્નકર્તા : આપને દ્રષ્ટાભાવની સ્થિતિ કાયમ રહે ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા સ્થિતિ કાયમ રહે. આ વાત ટેપરેકર્ડ કરે છે અને અંદર શુદ્ધ ઉપયોગ રહે. આ શું બોલ્યા ને શું નહીં, એટલું જ જોયા કરીએ. આ વાતેય ચાલતી હોય ને શુદ્ધ ઉપયોગ રહે. પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા ભાવ સાથે પરમાનંદ ભાવ હોય ને ? દાદાશ્રી : પરમાનંદ જ હોય, નિરંતર પરમાનંદ. એટલે નિરંતર જુદા જ રહેવાનો વ્યવહાર છે. અમે એક સેકંડ પણ પુદ્ગલ ભાગમાં રહેતા નથી. હું તો ક્ષેત્રજ્ઞ તરીકે જોયા કરું છું. 'હું' મારા ક્ષેત્રમાં જ રહું છું. પ્રશ્નકર્તા : અમે તમને પ્રશ્નોત્તરી કરીએ ત્યારે તમે શેમાં હો ? દાદાશ્રી : અમે એના જ્ઞાતા-દ્રષ્ટા રહીએ એ જ અમારો ઉપયોગ. આ શબ્દો નીકળે તે રેકર્ડ બોલે છે, એમાં અમારે કંઇ લેવાદેવા નહીં. એના પર ઉપયોગ રહે એટલે અમને ખબર પડી જાય કે ક્યાં ભૂલ થઇ ને ક્યાં ઉપયોગ નથી રખાતો. આ 'રેકર્ડ' સાંભળો તો તમને કેવું સ્પષ્ટ સમજાય કે આમાં આ ભૂલ છે ને આ 'કરેક્ટ' છે ! તેવું અમને અમારી વાણીની 'રેકર્ડ' વાગતી હોય ત્યારે રહે. પ્રથમ દર્શન, પછી ટેપિંગ પ્રશ્નકર્તા : પણ જે આપની ટેપ નીકળે, તે ઘડીએ આપને જે અંદર દર્શન ખૂલી ગયું છે, તો એ ટેપમાં એક્ઝેક્ટ નીકળવા માટે, એ દર્શન કંઈ કામ કરતું હશે ? દાદાશ્રી : આ તો એ દર્શનના આધારે ટેપ થાય. એટલે દર્શન પહેલું ને ટેપ પછી. નહીં તો ટેપ જ જ્ઞાની કહેવાય. તો તો મારે ટેપ પાસેથી સાંભળવાનું રહ્યું(!) પ્રશ્નકર્તા : આ તો સહજ જ નીકળે ને ? દાદાશ્રી : સહજ, સહજ. પ્રશ્નકર્તા : સહજ જ નીકળે ? એમાં કંઈ કરવું પડે નહીં ? દાદાશ્રી : એનું નામ ટેપ ને ! એને હું જાતે જોઈને બોલું છું, વાંચેલું નથી બોલતો. જાતે આ આંખે નથી જોતો પણ જે દર્શન મહીં ભું થયું છે, તેના આધારે બોલું છું. અનુભવ સિદ્ધ વાણી આ પ્રશ્નકર્તા : આપ કહો છો, 'હું જોઈને કહું છું', એ વાત જરા વિગતવાર સમજાવો. દાદાશ્રી : એમાં શું વિગતવાર ? આ બુદ્ધિજન્ય હોય, તો તે વિગતવાર કહેવાય. આ દ્શ્ય આંખનું નથી, એવું કહી દીધું ને. આ આંખનું હોય, ઇન્દ્રિયોનું હોય તો તે બધું વિગતવાર સમજાય. આમાં વિગતવાર હોય નહીં ! એ તો તમે એ જગ્યાએ આવશો, ત્યારે તમને દેખાશે. એટલે આપણે એ જગ્યાએ આવવા તરફ દ્ષ્ટિ રાખવી. અને આ પાંચ આજ્ઞા પાળશો એટલે એ જગ્યાએ અવાશે, એ નિર્વિવાદ છે. હું ડુંગરની ટોચ ઉપર જઈને વાતો કરું છું કે અમને કેવું દેખાય છે ! હા, બીજા બધાં જે ચઢતાં ચઢતાં બોલેલા, એમાં ભૂલો જડશે. અને અમે તો ડુંગર ઉપર રહીને બોલીએ છીએ. એમાં કોઈ ભૂલ નથી નીકળી ને તમારું કામ થઈ જશે. રસ્તો સરળ નીકળશે. અમે કહીએ કે આ બાજુથી આમ ફરો ને આમથી આમ ફરો તો તમેય પાંચ મિનિટમાં અહીં આવી જશો. ને પેણે પચાસ લાખ માઈલ થશે તોય દહાડો નહીં વળે. કારણ કે પોતે રસ્તામાં વચ્ચે છે. જે કહી ગયા એ જાણી શકતા નથી અને જે જાણે છે તે કહી શક્યા નથી. હું એક કહી શકું છું ને જાણી શકું છું. જ્ઞાનીના જવાબો નીકળે સહજ લોકો બોલે છે, તે નીચે રહીને ઉપરની વાત કરે છે અને અમે ઉપર રહીને વાત કરીએ છીએ. એક પણ શબ્દ અમારો ફેરફાર ના હોય. અમારા શબ્દો બધા શાસ્ત્રો ફરી લખવા માટે લાયક હોય. ફરી નવાં શાસ્ત્રો લખવાં હોય તો લખી શકાય. અમે જે જોઈએ છીએ, તે જ બોલીએ છીએ. અમુક અમુક માણસો મારી જોડે રહેતા, રાતદિવસ. મેં એમને કહેલું કે 'જેને મારી જોડે રહેવું હોય તેને છૂટ છે.' તે મહીં કોઈ સત્તર દહાડા રહ્યું હોય, કોઈ દસ દહાડા રહ્યું હોય. સત્તર દહાડા રહ્યા હતા, એ ભાઈએ મને કહ્યું કે 'દાદા, હું તમારી જોડે સત્તર-સત્તર દહાડાથી રહ્યો અને આ રોજ પૂછ પૂછ કરું છું ને રોજ પાંચસો-પાંચસો પ્રશ્ન પૂછું છું. એ બધા આપ કેવી રીતે જવાબ આપી શકો છો ? આમાંના પાંચ જવાબ કોઈ આપી શકે નહીં.' ત્યારે મેં કહ્યું, 'તમે મને પૂછ પૂછ કરો છો, પણ હું તો જોઈને જવાબ કહું છું. તમને પૂછવામાં મહેનત પડે છે. તમારે પ્રશ્ન પૂછવામાં આમ પ્રશ્ન બનાવવો પડે છે.' ત્યારે એ કહે છે, 'હવે પૂછવા જેવું રહ્યું નથી.' રેકર્ડના જ્ઞાતા સદા હું આ રેકર્ડ બોલી રહી છે તેને જોયા કરું છું કે 'શું રેકર્ડ વાગી રહી છે ને શું નહીં !' અને જગતના લોકો તન્મયાકાર થાય છે. સંપૂર્ણ નિર્તન્મયાકાર રહે, તેને કેવળજ્ઞાન કહ્યું છે. અમને કોઇ ગાળો આપે તો તે અમારા જ્ઞાનમાં જ હોય, 'આ રેકર્ડ શું બોલે છે' તેય મારા જ્ઞાનમાં જ હોય. રેકર્ડ ખોટું બોલી હોય, તે મારા જ્ઞાનમાં જ હોય. અમારે તદ્દન જાગૃતિ રહ્યા કરે. અને સંપૂર્ણ જાગૃતિ એ કેવળજ્ઞાન છે. વ્યવહારમાં લોકોને વ્યવહારિક જાગૃતિ રહે છે, તે તો અહંકારના માર્યા રહે છે. પણ આ તો શુદ્ધાત્મા થયા પછીની જાગૃતિ કહેવાય. આ અંશ કેવળજ્ઞાનની જાગૃતિ છે અને ત્યાંથી જ કલ્યાણકારી છે. અંદર મશીનરીને ઢીલી નહીં મૂકવાની. આપણે એની ઉપર દેખરેખ રાખવાની કે ક્યાં ક્યાં ઘસારો થાય છે, શું થાય છે, કોની જોડે વાણી કડક નીકળી. બોલ્યા તેનો વાંધો નથી, આપણે 'જોયા' કરવાનું કે, 'ઓહોહો, ચંદુભાઇ કડક બોલ્યા !' પ્રશ્નકર્તા : પણ જ્યાં સુધી ના બોલાય ત્યાં સુધી સારું ને ? દાદાશ્રી : 'બોલવું-ના બોલવું' એ આપણા હાથમાં રહ્યું નથી હવે. બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારા જ અંદરનું તમે બધું જોયા કરશો, તે વખતે તમે કેવળજ્ઞાન સત્તામાં હશો. પણ અંશ કેવળજ્ઞાન થાય, સર્વાંશ નહીં. અંદર ખરાબ વિચારો આવે તેને જોવા, સારા વિચારો આવે તેને જોવા. ખરાબ ઉપર દ્વેષ નથી અને સારા ઉપર રાગ નથી. સારું-ખોટું જોવાની આપણે જરૂર નથી. કારણ કે સત્તા જ મૂળ આપણા કાબૂમાં નથી. વાણી વખતે જુદાપણું પ્રશ્નકર્તા : આપ કહો છો કે અમારે બહાર જુદું અને અંદર જુદું એવા બે કામ એટ એ ટાઈમ ચાલ્યા કરતાં હોય. તો આ બધી વાતોચીતો ને આ બધા વ્યવહારમાં અંદર જુદું કેવી રીતે રાખી શકાય ? દાદાશ્રી : વાત થતી વખતે નહીં. વાત થતી વખતે ના થાય. કાર્ય કરતી વખતે થાય. વાણીમાં ના રહી શકે. આમ સાધારણ ખ્યાલ રહે. પણ એ રહી ના શકે. પ્રશ્નકર્તા : તો ફક્ત દેહની ક્રિયામાં જ બે જુદું રહી શકે ? દાદાશ્રી : હા. દેહની ક્રિયાએ તો બધા અજ્ઞાનીનેય બે કામ થાય. અહીં ખાતો હોય ને ત્યાં ઓફિસના વિચાર કરતો હોય. સંડાસ જતો હોય ને બીજા વિચારમાં હોય. એટલે દરેક બે કામ કરી શકે. અજ્ઞાની હઉ કરી શકે ને ! પ્રશ્નકર્તા : જેમ દેહની ક્રિયામાં બે જુદા રહી શકે, તો માનસિક વિચારણામાં બે જુદા રહી શકે ? દાદાશ્રી : મનની ક્રિયામાં પણ જુદો રહી શકે. એ તો રહે જ છે ને ! પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? દાદાશ્રી : 'મન શું વિચારે છે' એ બધુંય દેખાય ને ! અજ્ઞાનીને હઉ દેખાય. પ્રશ્નકર્તા : પણ જુદા રહેવાનું ? દાદાશ્રી : એટલે જુદો જ રહે. તદ્દન જુદો રહે ત્યારે જોઈ શકે. નહીં તો જુદો ના હોય તો જોઈ શકે નહીં. પ્રશ્નકર્તા : તો પછી વાણીમાં કેમ જુદું નથી રહેતું ? દાદાશ્રી : વાણીમાં જુદું ના રહે. અમારે તો 'અમે' 'ટેપરેકર્ડ' જાણીએ છીએ, તેની વાત જુદી છે. પણ બીજાથી તો કશું થાય નહીં. સ્વ સાથે જ્ઞાની, ભેદ-અભેદભાવે અમે વાત કરીએ ત્યારે વાતમાં ના હોઈએ, વાતથી પર હોઈએ. જો વાતમાં હોઈએ તો બીજી જ મિનિટે અમે બદલાઈ જઈએ, પણ અમે બદલાઈએ નહીં. 'અમે' એટલે આ બાહ્ય દેખાય છે, તે 'અમે' નથી. આ દેખાય છે, તેના 'અમે' માલિક નથી. ટાઈટલેય અમારી પાસે નથી. મનના-વાણીના-દેહના માલિક 'અમે' નથી. 'અમે' કહીએ છીએ, ત્યારે 'દાદા ભગવાન'ની વાત કરીએ છીએ. અમે અમુક સ્ટેજમાં હોઈએ, ત્યારે 'દાદા ભગવાન' અને અમુક સ્ટેજમાં 'જ્ઞાની' હોઈએ. પ્રશ્નોના ખુલાસા આપે તે 'જ્ઞાની'. એટલે જ્યારે આ સત્સંગની વાતો ચાલે છે ત્યારે મારે જ્ઞાની તરીકે રહેવું પડે છે અને નહીં તો અભેદભાવે રહી શકું છું. એટલે હું ભેદભાવે અને અભેદભાવે બંને રીતે રહી શકું છું. જ્યારે સંપૂર્ણ વીતરાગ તો અભિન્નભાવે જ રહેતા હતા. અમારે એટલી કચાશ છે કે આટલો ભેદભાવ જરા રહે છે. પ્રશ્નકર્તા : એ અલૌકિક દર્શન બધા માણસો હોય ત્યાં સુધી રહે કે પછી ફેરફાર થઈ જાય ? દાદાશ્રી : વ્યક્તિગત વાણી કહીએ ત્યારે એ તૂટી જાય અને સત્સંગ કરીએ તોય તૂટી જાય. કારણ કે તે ઘડીએ આમાં ધ્યાન દેવું પડે. આ રેકર્ડ ચાલતી હોય તેને જોવી પડે, કે રેકર્ડમાં શું ચાલે છે ને શું નહીં ! કોઈ વખત ભૂલ હોય તો તેનું પ્રતિક્રમણ કરવું પડે. યાદગીરી નહીં, વીઝનમાં દેખીને અમને પૂછે છે કે તમને શી રીતે આ બધી ખબર પડે છે ? તો અમને દેખાય. તમે કહો કે તે દહાડે આપણે જાત્રામાં ગયા હતા ને આવું થયું હતું, તે બરોબર કે નહીં ? ત્યારે હું કહું કે બરોબર છે. પણ અમે દેખાયેલું કહીએ અને તમે યાદગીરીમાં કહો. બોલતાંની સાથે દેખાય આમ, એક્ઝેક્ટનેસ 'જેમ છે તેમ' દેખાય. પ્રશ્નકર્તા : દર્શનમાં આવે બધું ? દાદાશ્રી : દેખાય. દર્શનમાં નહીં, આમ એક્ઝેક્ટ દેખાય. પ્રશ્નકર્તા : એ શેનાથી દેખાય ? ચિત્તથી ? દાદાશ્રી : ચોખ્ખું કલીયર થયેલું દેખાય. આખુંય ટ્રાન્સપરન્ટ (પારદર્શક) છે, આખું બિલકુલ પ્યૉર. પ્રશ્નકર્તા : એમાં ઉપયોગ મૂકવો પડે ? દાદાશ્રી : સહજ જ દેખાય. ઉપયોગ મૂકનારો કોણ ? એ ઉપયોગ મૂકનાર જુદો હોય. પ્રશ્નકર્તા : આપે કહ્યું કે 'આની પાછળ અલૌકિકની મહોર છે.' દાદાશ્રી : હા, અલૌકિકની મહોર. પણ એ શબ્દ સારો છે. તે ઘડીએ એ નીકળી ગયો. નહીં તો હું ક્યાંથી ખોળત ? હું ક્યાં ડાયરીઓ જોવા જાઉં આમની ? તે ઘડીએ એની મેળે નીકળ્યો ! માટે આની પાછળ કંઈક છે ને ? ગોઠવણી છે ને કે નથી ? પ્રશ્નકર્તા : આ ગોઠવણી નથી, સાહજિક છે. દાદાશ્રી : હા. બાકી બધાય ગર્વરસ આપવા માટે બોલે, 'હું બોલ્યો, કેવું સરસ બોલ્યો !' એ મહીં પોઈઝન પડ્યું. પછી એનાથી કલ્યાણ થાય નહીં. પ્રશ્નકર્તા : અને તમે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આ નવો શબ્દ ક્યાંથી નીકળ્યો ? દાદાશ્રી : હા, ટેપમાંથી નીકળ્યા કરે છે આ તો. આપણે કહીએ કે હવે તમે સંભળાવો. તો એ બને નહીં. એ જોગ બેસવો જોઈએ. અજ્ઞાનના પ્રશ્નો, ટેપરેકર્ડના જવાબ પ્રશ્ન ભો કરે છે જેને અંધારું છે એ અને અમારો જવાબ સહજ વાણીનો છે. હું જ ખુશ થઈ ગયો ને ! સરસ જવાબ આ તો ! પ્રશ્નકર્તા : દાદાને ખબર ન હતી કે આવો આવવાનો છે ? દાદાશ્રી : ના, મને કંઈ ખબર ન હતી. આ તો ટેપરેકર્ડ વાગી ત્યારે મને ખબર પડી કે સરસ જવાબ છે. સાચી-ખોટી બેઉ ટેપમાં, જ્ઞાની નિર્લેપ પ્રશ્નકર્તા : આપ બહુ સુંદર દ્રષ્ટાંત આપો છો. દાદાશ્રી : મેં નથી આપ્યા, આ તો ટેપરેકર્ડ આપે છે. આ ઈનામ મને ના આપતા. આ ટેપરેકર્ડ બોલે છે. હુંય ખુશ થઈ જાઉં છું કે ઓહોહો ! આજ ટેપરેકર્ડ સરસ વાગી. પ્રશ્નકર્તા : આ ટેપમાં અજાયબ ભર્યું છે. દાદાશ્રી : પણ એવું નીકળે તો લોકો પ્રેઝન્ટ મને આપે. આ જવાબ અંબાલાલભાઈ આપતા નથી, આ ટેપરેકર્ડ આપે છે. અમે આનો ગર્વ લઈએ નહીં કે 'કેવું સારું બોલ્યો' ને એવું તેવું. કારણ કે મારી વાણી નથી, પછી મારાથી બોલાય જ કેમ કરીને ? એટલે રેકર્ડ સારી વાગે તોય એનો હું માલિક થતો નથી. અને આ રેકર્ડ તો લોક વખાણ કરે એવી જ હોય ને ? પણ અમે એના માલિક ના થઈએ. માલિક થઉં તો પોઈઝન થઈ જાય. અમે તો જવાબદારી જ નથી લેતાં ને, એની. ઘણાં ફેરા તો આ ટેપરેકર્ડ સાંભળીને હું પણ ખુશ થઈ જાઉં અને બીજું કંઈક સાંભળીએ તોય અમે નાખુશ ના થઈએ અને તમે બધા નાખુશ થઈ જાવ. તે આમ નાખુશ તો તમે થતા નથી પણ જરા કાચું પડી જાય. પછી સમું કરો. ત્યારે સાંભળો તે ઘડીએ પહેલાં તો કાચું પડી જાય. તે ઘડીએ કહે કે દાદા, કેમ આવું બોલ્યા ? એટલે અમારે કહેવું પડે કે આ ટેપરેકર્ડ બોલે છે. આ તો ટેપરેકર્ડ એમ ને એમ જ નીકળ્યા કરે. અને અમે તો 'આ ટેપરેકર્ડ શું બોલે છે' એ જોયા કરીએ ને જાણ્યા કરીએ, બસ ! ખરાબ બોલાય તોય અમે જાણીએ અને સારું બોલાય તોય અમે જાણીએ. અમે બેઉના જાણકાર. એમાં ખરાં-ખોટાંનીય પછી જોખમદારી નહીં. કારણ કે ટેપરેકર્ડ બોલે છે, 'હું' તો 'જાણનાર' છું. 'હું' જુદો છું. અમારે સારી વાણી સાથે લેવાદેવા નથી અને અમારે ખરાબ વાણી સાથેય લેવાદેવા નથી. વાણી સારી નીકળે તોય મારી નહીં ને ખરાબ નીકળે તોય મારી નહીં. અમે તો સારી હોય તોય 'મારી' ના કહીએ ને ખરાબ હોય તોય 'મારી' ના કહીએ. જે નીકળે એ સાચી, કરેક્ટ ! એનું માલિકીપણું નહીં. સાચો જવાબ હોય કે ભૂલવાળો હોય, પણ ટેપરેકર્ડનો. વખાણતો હોય કે ખરાબ કહેતો હોય, તોય ઓરિજિનલ ટેપરેકર્ડનું. તેથી તમે જશ આપો તો એની અમને જરૂર નથી. કારણ કે આ ટેપરેકર્ડ બોલે છે, એમાં અમારે શું લેવાદેવા ? અને અપજશ આપો તોય અમને લેવાદેવા નથી. સહજ જવાબે જ સમાધાન પ્રશ્નકર્તા : આપના સહજ જવાબ મેળવીને સમાધાન થઈ જાય છે. દાદાશ્રી : સહજ જવાબ હોય તો સમાધાન થઈ જાય. આ સહજ જવાબ છે. એટલે સ્થિર થઈ જાય. લોકોના મોટા મોટા પ્રશ્નો સોલ્વ થઈ ગયેલા. ગમે તેવા મૂંઝાયેલા હોય પણ સોલ્વ થઈ જાય. કારણ કે સહજ જવાબ છે. પ્રશ્નકર્તા : આપને પ્રશ્ન પૂછાય તો તરત એકદમ એક્ઝેક્ટ જવાબ કેવી રીતે આવી જાય છે ? દાદાશ્રી : એનું નામ જ જ્ઞાન કહેવાય. એ જ્ઞાનની ભૂમિકા છે. પેલો પ્રશ્ન પૂછે ને અહીં કેવળજ્ઞાનમાંથી એનો જવાબ મળી જાય. પ્રશ્નકર્તા : એટલે એવું શું થાય છે ? અંદર શું થતું હશે કે એ એક્ઝેક્ટ જવાબ નીકળે ? દાદાશ્રી : કશું થાય નહીં. એ સહજ પ્રક્રિયા છે. મારે કશું કરવાનું ના હોય, વિચારવાનું ના હોય. સહજવાણી એમ ને એમ જ નીકળે. અને તેય શાસ્ત્રમાં લખવા જેવી હોય અને એ શાસ્ત્ર પાછું ચેકો ના મરાય એવું હોય. એટલે આ મારા વિચારેલા જવાબ નથી. એ તો ટેપરેકર્ડમાંથી નીકળેલા જવાબ છે. અને મારી પાસે નીકળ્યું, તે તો ટેપરેકર્ડની મારફત જ નીકળે ને ! હું ક્યાં બોલું છું ? આ મનની વિચારેલી વાત નથી. આ સહજ વાણી છે. પ્રયત્નથી જ બગડે છે. છતાં બધા લોકો પ્રયત્ન કરશે. આ હું ટેપરેકર્ડ શાથી કહું છું ? સાહજિક વસ્તુ છે. એમાં હું હાથ ઘાલતો નથી એટલે નીકળે છે. પછી ભૂલ વગરની અગિયારસો ટેપો ભરી અહીં અને તમારે એક ટેપ ભરવાની હોય તો ંધું-ચત્તું કરી લાવો. કારણ સાહજિકપણું છેે નહીં, સાહજિકપણું આવવું જોઈશે ને ? સહજ વાણીને ઓળખાય આમ પ્રશ્નકર્તા : વાણી સહજ ક્યારે થાય ? દાદાશ્રી : વાણી જ્યારે 'ટેપરેકર્ડ બોલે છે' એમ થાય ત્યારે સહજ થાય. પ્રશ્નકર્તા : આપની તો સહજ વાણી કહેવાય ને ? દાદાશ્રી : સહજ વસ્તુ એ તો, 'બોલવું' એનું નામ સહજ ના કહેવાય. કોઈ કહેશે, 'હું બોલ્યો', એનું નામ સહજ ના કહેવાય. પ્રશ્નકર્તા : પણ આ તો ઓરિજિનલ ટેપરેકર્ડ છે ને ? દાદાશ્રી : હા, એટલે પેલો જાણતો નથી, એટલે કહેશે, 'હું બોલ્યો'. એ સહજ ના કહેવાય, અસહજ થયો કહેવાય. પ્રશ્નકર્તા : બોલાણું એટલે સહજ. દાદાશ્રી : બોલાયું, પણ સહજ એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, એની મેળે જ ગોઠવાયેલું હોય એવી રીતે બહાર નીકળ્યા કરે. તેથી ટેપરેકર્ડ કહું છું ને ! તમને લાગે છે, સો ટકા ખાતરી છે, ટેપરેકર્ડ છે એવું ? પ્રશ્નકર્તા : પણ છે બહુ મુશ્કેલ. દાદાશ્રી : હા, અનુભવવી તમને બહુ મુશ્કેલ પડી જાય છે ? પ્રશ્નકર્તા : એ તો આપની સહજ વાણી નીકળે છે. દાદાશ્રી : નીકળે છે, તે જોઈએ તો આપણને આવડી જશે. એક માણસ મને કહે છે, 'આ બધું કામ મને નહીં ફાવે.' મેં કહ્યું, 'તને આ બધું કામ કરવામાં શું હરકત આવે છે ? શું વાર લાગે છે ?' ત્યારે કહે છે, 'મને સૂઝ પડતી નથી, એક ફેરો તમે કરી બતાવો.' હું કહું 'અલ્યા, કરી બતાવું તો તરત ?' ત્યારે કહે, 'હા, એક ફેરો કરી બતાવો.' તે પછી એ કરી બતાવે એમ કરવા માંડે. એટલે આ હું બોલું છું ને, તે કરી બતાવું એટલે તમે કરવા માંડો, ધીમે ધીમે. એકદમ બીજે દહાડે તો ના થઈ જાય. પણ એ તમારી અંદર ગોઠવણી એવી થઈ જાય. પ્રશ્નકર્તા : અમે એ દિવસની રાહ જોઈએ છીએ. દાદાશ્રી : કોઈ પણ વસ્તુની રાહ જોવી, તે ઘડીએ થાક લાગે. શા સારુ આપણે રાહ જોઈએ ? લટો એ દિવસ આપણી રાહ જુએ. હું તો એવો માથે પડેલો, તે એ દરેક વસ્તુ એ પોતે આપણી રાહ જોતી હોય. તે આપણે માનભેર ત્યાં આગળ જઈએ. અમે સહજ હોઈએ. અમારી હરેક ક્રિયા સહજ હોય, કર્તાપણાના ભાન વગરની હોય. એટલે સહજની જોડે બેસીએ ત્યાંથી સહજ થઈ જાય. અને અહંકારીની જોડે બેસીએ તો ના હોય તોય અહંકાર ભો થઈ જાય. આ વાણીના સાહજિક શબ્દ છે, તે ડીક્ષનરીમાં ના હોય તો ડીક્ષનરી ખોટી. જ્ઞાની પુરુષના સાહજિક શબ્દો હોય. ડીક્ષનરીની ભૂલ કહેવાય, પણ આ જ્ઞાની પુરુષની કેમ ભૂલ કહેવાય ? પ્રશ્નકર્તા : પછી એક જણ આપ જે કહો છો, એવું સાહજિક, એનો અર્થ પછી પાછળથી કરેલો કે દાદાની વાત ખરી હતી. દાદાશ્રી : એટલે કલ્પિત વાણી ને સાહજિક વાણીમાં બહુ ફેર ! સાહજિક વાણી એટલે નિરાલંબ વાણી કહેવાય, કવિઓની વાણી નીકળે ને ? તે નિરાલંબ વાણી કહેવાય, કેટલાક સાહિત્યકારોની પણ નિરાલંબ વાણી હોય છે પણ તે સાંસારિક. અને આ જ્ઞાનીઓની ભાષા તો નિરાલંબ જ હોય ! કારણ કે એના માલિક જ નથી, તો ખોટી નીકળે જ કેવી રીતે ? માલિકીવાળો ખોટી કાઢે. માલિક નથી તો ખોટી નીકળે કેવી રીતે ? તો પછી ડીક્ષનરી ફેરવવી જોઈએ. અહીં આગળ દોઢ ડહાપણ કરવા જાય ને હાથ દઝાય પછી ! પણ જગતને 'ઓડિટ' કરવાનો અધિકાર ખરો ને ! ભલેને 'ઓડિટર' હશે કે નહીં હોય, પણ 'ઓડિટ' કરવાનો અધિકાર તો ખરો ને ! કે નહીં ? ક્રિયાકારી શબ્દો, સહજ નીકળેલા પ્રશ્નકર્તા : આપના જે બધા શબ્દો છે, 'ફાઈલ, પઝલ, રિયલ, રિલેટિવ, રોંગ બિલિફ' એ શબ્દો જ બધા આખો દહાડો ક્રિયાકારી થયા કરે. એ શબ્દ વપરાયો કે શાંતિ થઈ જાય. દાદાશ્રી : હા, કારણ કે સહજ સ્વભાવે નીકળેલા શબ્દો છે ને ! હા, જો ને, આ શબ્દ કેવો નીકળ્યો, પાવર ચેતન. એ ક્યાંથી નીકળ્યો ! મેં પૂછયું ત્યારે મને કહે છે, એ જ એપ્રોપ્રિયેટ શબ્દ છે. લોકો તો એમ જ જાણે છે કે આ જ ચેતન છે. પણ અલ્યા, એ તો પાવર ચેતન છે. બેટરીના સેલને પાવર હોય માટે એ કંઈ જીવંત વસ્તુ છે ? એ તો પાવર પૂરાયો એટલે અજવાળું આપે ને પાવર ખલાસ થયો એટલે પછી કશુંય અજવાળું જ થાય નહીં. એવી આય પાવર પૂરેલી બેટરીઓ છે. કુદરતી જ નીકળ્યા આ અંગ્રેજી શબ્દો મોટા મોટા ભણેલા માણસો મને પૂછે કે દાદા, અમે આટલાં મોટા ગ્રેજ્યુએટ થયા તો પણ હજુ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ શબ્દ અમને બોલતાં નથી આવડતા. તમે શી રીતે બોલો છો ? તમે ક્યાં સુધી ભણેલાં ? મેં કહ્યું, 'મેટ્રિક ફેઇલ'. ત્યારે કહે, 'આ તો અમને આંગળા કરડવા જેવું લાગે છે'. પણ આ તો એની મેળે કુદરતી નીકળી જાય શબ્દો. આ તો મારે મોંઢે જે અંગ્રેજીમાં શબ્દો નીકળી ગયા છે, એ તો કુદરતી નીકળ્યા છે. એ મારા ભણતરને લીધે નહીં. હું તો ભણતરમાં મેટ્રિક ફેઇલ છું, પણ આ ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેશિયલ એવિડન્સ ને 'ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ' એવું બધું બોલું, તે એની મેળે કુદરતી નીકળી જાય. પ્રશ્નકર્તા : પણ તમે જેટલું અંગ્રેજી બોલો છો, એટલું બહુ સચોટ છે. દાદાશ્રી : હા, સચોટ પણ એ કુદરતી નીકળી જાય. આ કુદરતી વિજ્ઞાન કેવું સુંદર છે ! કુદરતનું વિજ્ઞાન છે આ. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ એ જ્યારે આગળના લોકો પૃથક્કરણ કરશેને, ત્યારે સમજાશે કે આના સિવાય તો કશી વસ્તુ, પાંદડુંય હલે એવું નથી. આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ જે બોલ્યા છીએ ને, એ બહુ મોટું વાક્ય બોલ્યા છીએ. જ્યારે એનો અર્થ સમજનારા નીકળશે, ત્યારે એ સમજાશે. એ ભૂલ વગરનાં શબ્દો પ્રશ્નકર્તા : સાહિત્યની ભાષામાં તો ભૂલભૂલામણીમાં પડી જઈએ. આ તો સીધું પેસી જાય છે. દાદાશ્રી : હા, લટાં ગૂંચામણમાં પેસી જાવ અને પારિભાષિક શબ્દો મારી વાણીમાં ના હોય. પ્રશ્નકર્તા : છતાંય જે બધી આપ્તવાણી છે ને એ હું સાબિત કરવા તૈયાર છું કે સાહિત્યમાં ગમે તે સ્ટાન્ડર્ડ એપ્લાય કરો, ભું રહેશે. દાદાશ્રી : ના, પણ પાછા બીજા કેટલાક માણસો એમ કહે છે ને, સાહિત્ય ચું છે. સાહિત્યકારોની વાણી બહુ જુદી જાતની હોય. કારણ કે એમાં સાહિત્યકારનું ડહાપણ હોય ને ! મારું તો આમાં ડહાપણ નામેય નહીં ને ! સાહિત્યકારોએ મહીં વાઈઝનેસ (ડહાપણ) નાખેલી હોય. આમાં વાઈઝનેસ નહીં ને ! જે આવ્યું એવું લખાયું. પ્રશ્નકર્તા : સહજ ભાવે જે આવ્યું હોય. દાદાશ્રી : સહજભાવે જે નીકળ્યું અને તે કહું છું ને ટેપરેકર્ડ. મારી મિલ્કત જ ન્હોય આ બધી. અક્રમ વિજ્ઞાન, તળપદીમાં પ્રશ્નકર્તા : આપને સંસ્કૃત કે પ્રાકૃતભાષા ફાવે ? દાદાશ્રી : કોઈ ભાષા પર કાબુ નહીં, પણ આ ગુજરાતી તો એની મેળે પ્રગટ થઈ ગયું. આ રેકર્ડ પ્રગટ થઈ ગઈ એટલે. બાકી ભણેલો જ નહીં ને ! કશું આવડે જ નહીં. પ્રશ્નકર્તા : જ્ઞાન પ્રગટ થઈ ગયું, તો પોતાની મેળે અંદરથી ના આવડી જાય ? દાદાશ્રી : અમને બીજું કશું આવડે નહીં. સંસારનું કશું આવડે નહીં. પ્રશ્નકર્તા : પણ તમારી ગુજરાતી ગદ્યની શૈલી (સ્ટાઈલ) છે એ બધા કરતાં જુદી પડી જાય છે. દાદાશ્રી : હું ભણેલો નહીં ને, બિલકુલ. પણ મારી પર બધા બહુ કાગળો આવે. 'તમારી તળપદી ભાષામાં તમે ચોવીસ તીર્થંકરોનું વિજ્ઞાન મૂક્યું, એ અજાયબી જ કરી છે ને શું તમારી તળપદી ભાષાની વાત, અમને બહુ મઝા આવે છે !' હા, બીજું શીખેલા જ નહીં ને ! આવી લાંબી ભાષા શીખેલા નહીં, એવું આવડેય નહીં ને ! અને આ દેશી ભાષામાં, કેવી સરસ વાત, તળપદી પાછી ! થોડું ઘણું ગમે છે? પ્રશ્નકર્તા : આનંદ થયો. દાદાશ્રી : ત્યારે સારું. આનંદ થવો જોઈએ. મારી ભાષામાં જરા શબ્દો એવા છે ને, કઠણ બોલવાનું, સ્ટ્રોંગ શબ્દો હોય. ભાષા જ એવી. બાકી આમ નમ્ર છે. આ તો ખેડા જિલ્લાનું, પટેલિયા ટોળાં ને બધાં મૂળ ક્ષત્રિય પ્રજાને ! તે ભાષા જરા એવી હોય. સરવૈયું, ચોવીસીના જ્ઞાનનું પ્રશ્નકર્તા : પણ વીતરાગની વાણીને પુષ્ટિ આપનારી વાતો છે બધી. દાદાશ્રી : હા, પુષ્ટિ આપે. ભગવાનની, ચોવીસ તીર્થંકરોની વાતને એક્સેપ્ટ કરીને એથી આગળ બીજું નવું શોધન કર્યું છે. આ કાળના આધારે જે જરૂરિયાત છે એટલું શોધન કર્યું. સાદી ભાષામાં, દરેકને સમજણ પડે. પાછું ભવિષ્યની ચિંતા નહીં એવું 'વ્યવસ્થિત'નું જ્ઞાન. અમને ચોવીસેય તીર્થંકરોનો ખ્યાલ છે કે આ આવું જ્ઞાન આમનું હતું, આમનું આવું જ્ઞાન હતું, આમનું આવું હતું અને આ ચોવીસેય તીર્થંકરોના જ્ઞાનનું સરવૈયું છે, ભેગું. કારણ કે દરેક તીર્થંકરો કાળને આધારે જુદા જુદા થયા હતા અને કાળના આધારે બધી વાણી બોલાયેલી છે. વૈજ્ઞાનિક ઢબ, તીર્થંકરોની તીર્થંકરો એટલે બહુ જ વૈજ્ઞાનિક રીતે એમની ઢબ છે. મારી આટલી વૈજ્ઞાનિક છે, તો એમની કેટલી ઢબ હશે ? કેવી સરસ ઢબ હશે ? નાપાસ થયેલાની જો આટલી બધી વૈજ્ઞાનિક છે, તો પાસ થયેલાની કેવી વૈજ્ઞાનિક હોય ? તમને કેમ લાગે છે ? એક કલાકમાં તો મારી પાસે આટલો બધો ફેરફાર થઈ જાય છે માણસમાં, તો એ તો કેવા ડાહ્યા હશે ! અને આ એમની જ વાત છે. મારો આમાં કોઈ જાતનો માલ છે નહીં. આ તો ટેપરેકર્ડ વાગ્યા કરે છે ને હું સાંભળ્યા કરું છું. છેલ્લા સ્ટેશનની વાતો અહીં આ પ્રવચન ન હોય કે વ્યાખ્યાન ન હોય. વ્યાખ્યાન તો કોણ કરે ? ઉપદેશક હોય તે કરે. વ્યાખ્યાનકાર તો પોતે બોલનારા હોય, વક્તા હોય. જ્યારે અમારે તો ટેપરેકર્ડ બોલે છે. વ્યાખ્યાન તો વચલા ગાળામાં, વચગાળામાં હોય. અહીં અમે વ્યાખ્યાન કરતા નથી. કારણ કે આ છેલ્લું સ્ટેશન છે. અહીં તો પ્રશ્નોત્તરીરૂપે હોય. અહીંથી આગળ બીજું કોઈ સ્ટેશન નથી. પછી રેલવે બંધ થઈ જાય છે. તમારે છેલ્લા સ્ટેશને તરવું છે ? બાકી વચલે સ્ટેશને જવું હોય તો જઈ શકાય છે. પ્રશ્નકર્તા : ના, હવે તો છેલ્લું સ્ટેશન જ જોઈએ. દાદાશ્રી : હંમેશાં લાસ્ટ સ્ટેશન, છેલ્લામાં છેલ્લી હદ ક્યારે આવે ? રેલવે ક્યારે પૂરી થાય ? કે જ્યારે પ્રશ્નોત્તરી થાય ત્યારે. પ્રશ્નોત્તરી થાય કે જાણવું કે હવે અહીં ગાડી બંધ થવાની, એટલે મુક્તિ ! જેને છેલ્લે સ્ટેશને જવું હોય તેણે પ્રશ્નોના ઉત્તરરૂપી ખુલાસા કરી લેવા. બાકી બીજા બધાં વચલાં સ્ટેશનો છે. એ સ્ટાન્ડર્ડો છે, તેમાં પ્રશ્નોત્તરી ના હોય. ત્યાં આગળ શાસ્ત્રનું વાંચન હોય, એવું તેવું બધું હોય. તેમાં વ્રત-નિયમો હોય. એટલે બધીય જાતની જરૂર ને ! સ્ટાન્ડર્ડનીય જરૂર, ઉપલા સ્ટાન્ડર્ડનીય જરૂર અને આઉટ ઓફ સ્ટાન્ડર્ડનીય જરૂર. આઉટ ઓફ સ્ટાન્ડર્ડ એટલે મુક્ત જ થઈ ગયો. છેલ્લું વિજ્ઞાન, પ્રશ્નોત્તરી રૂપે આખી ગીતા પ્રશ્નોત્તરી રૂપે છે. અર્જુન પ્રશ્ન પૂછે છે ને કૃષ્ણ ભગવાન જવાબ આપે છે. કૃષ્ણ ભગવાને ગીતામાં કંઈ પ્રવચન નથી કર્યું. પ્રશ્નો પૂછયા તેના જવાબ જ આપ્યા છે. એ પ્રવચન કરે જ નહીં ને ! છેલ્લું વિજ્ઞાન વ્યાખ્યાન રૂપે ના હોય, પ્રશ્નોતરી રૂપે હોય. અંતે અર્જુનને જે સંદેહ થયો, એને શંકા થઈ એના જવાબ આપ્યા છે બસ. એનું નામ ધર્મ. ગીતા એ 'પરિપ્રશ્નેન' થયેલું છે. પરિપ્રશ્નેન એટલે અર્જુને પ્રશ્નો પૂછ્યા અને કૃષ્ણ ભગવાન જવાબ આપે. એ આખી ગીતાનો સાર છે. એટલે કૃષ્ણ ભગવાને શું કહ્યું ? પરિપ્રશ્ન એટલે પ્રશ્નો પૂછી અને છેલ્લા સ્ટેશને આવજો. બાકી પ્રશ્નો વગર છેલ્લા સ્ટેશને અવાય નહીં. અને મહાવીર ભગવાને પણ પ્રશ્નોત્તરી રૂપે જ કહ્યું છે. ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી, એમનુંય પ્રશ્નોત્તરી રૂપે ! ગૌતમસ્વામી ને બધા અગિયાર ગણધરો પૂછયા કરે છે અને ભગવાન મહાવીર જવાબ આપે છે. એ ગણધરોએ જે પૂછયું, એ જ આખું મહાવીર ભગવાનનું શાસ્ત્ર લખાયેલું છે. પ્રશ્નકર્તા : આ બધા આપની પાસે રોજ આવે છે, તો એ બધા આખી જિંદગી આવ્યા જ કરશે ? દાદાશ્રી : ના, ના. આ જ્ઞાન લીધા પછી બધા પ્રશ્નોનો એન્ડ આવી જાય. પછી પ્રશ્ન જ ના ગે. પછી વાંધો જ ક્યાં રહ્યો ? બધા પ્રશ્નોના જ્ઞાતા તમે થઈ જાવ. પછી પૂછવાનું જ ક્યાં રહ્યું ? અને અહીંયા પ્રશ્નોત્તરી રૂપે જ છે આ બધું. આપણું આ જ્ઞાન કેવું આપ્યું છે ? પ્રશ્ન ભા જ ના થાય ને ! ન કરાય સરખામણી અહીં જ્ઞાની પુરુષ સિવાય બીજા કોઈ પ્રશ્નોત્તરી કરી શકે નહીં. પ્રશ્નનો ઉત્તર આપવો, એ કોઈ બીજા માણસનું કામ જ નહીં. કારણ કે ચાર ઉત્તર આપે અને પાંચમો આપે તે ઘડીએ વાદ ઉપર વિવાદ થાય અને છઠ્ઠો આપે એટલે મારામારી થાય ! એટલે આ લોકોએ પ્રશ્નો પૂછવાનું બંધ કરી દીધું. પ્રશ્ન પૂછવાના થાય ત્યારે કહે કે નહીં, પૂછવા-કરવાનું નહીં. કારણ કે જાતજાતનાં મગજ ! શું યે પૂછીને ભો રહે, શું કહેવાય ? પ્રશ્નકર્તા : કેટલાક સંતો, પ્રવચનકારો તમારી જેવા જ ઉપદેશ આપી રહ્યા છે, અત્યારે એમનો ઉપદેશ અને તમે જે આ કહો છો, તેમાં મને બહુ સામ્ય લાગે છે. તો એ પણ તમારી જેમ આગળ વધેલા છે કે શું ? દાદાશ્રી : એવું છે ને, પહેલાં તો એ સરખાપણું લાગે છે ખરું પણ હું બોલું છું અને એ બોલે છે, એમાં એ તો મોટા માણસ છે અને હું તો નાનો માણસ છું. મારું બોલવું ને એમનું બોલવું, એ બે સરખામણી ના કરશો. ક્યાં એ ને ક્યાં હું ! કારણ કે હું જે બોલી રહ્યો છું ને, એ કોઈની સાથે, આ જગતમાં કોઈ જન્મ્યો નથી કે જેની જોડે સરખામણી કરી શકાય, અત્યારે આ કાળમાં. માટે સરખામણી કરનાર જોખમદાર બનશે. એ તો મોટા માણસ છે, એની જોડે આ સરખામણી કરશો નહીં. મોટા માણસની મોટી વાતો છે. એમનું મોટું છે એ અમે કબુલ કરીએ છીએ. અમે ક્યાં એમ કહીએ છીએ કે એમનું નાનું છે. એટલે આ વાણી સમજવી બહુ સહેલી નથી. આ વાણીનો ભેદ સમજણ પડે ને, તો જય થઈ ગયો કહેવાય. બાકી બધું આવું જ લાગે, આ યે ઘાસપૂંજો છે ને પેલો યે ઘાસપૂંજો છે (!) જ્ઞાનીની વાણી, આપે પ્રશ્નોના ખુલાસા જેની વાણી ઘૈડા, જવાન, બાળકો, સ્ત્રીઓ, બધાંને માફક આવે, એનું નામ જ્ઞાની. ત્યાં વાદ સરખો નથી તે જ્ઞાની. સંવાદ સરખો નથી તે જ્ઞાની. આ બહાર જે સંવાદ-વિવાદ નથી દેખાતા, એ તો આપણા લોકોએ સાયકોલોજિકલ ઈફેક્ટ કહી છે કે (આપણાથી) આમ ના બોલાય. અને હું કહું છું કે બોલ. તોય અહીં બોલતા નથી. બીજે તો કશું (બોલો) તો લોકો માથું તોડી નાખે એવા લોકો છે. હિન્દુસ્તાનના લોકો એવા પ્રશ્ન પૂછે છે કે માથું તોડી નાખે, એવા બુદ્ધિના એક્કા છે. પ્રશ્ન પૂછવામાં બહુ જબરાં છે. જેટલી બુદ્ધિ વધીને ત્યાં સુધીના પ્રશ્નો ભા થાય. બુદ્ધિથી એને એમ સમજાય કે હું જેટલું જોઉં છું એ બરોબર છે. આમાં તમને સમજાય એવી વાત છે ? એટલે એ બધું ફેરફાર થઈ જશે. એટલે ધર્મભાવના લુબ્ધ થઈ જાય છે. હવે વધારે વધશે. આ અમને પ્રશ્નો પૂછાયા છે તે પહેલાના જમાનામાં આવા પ્રશ્નો જ ઉદ્ભવતા ન હતા. આ તો લોકો કહે છે કે પહેલાં ધર્મ હતો. અત્યારે રહ્યો નથી. પણ પહેલાં એ ધર્મ જ ન હતો ને ! હું તો ૭૭ વર્ષથી જોતો જોતો આવ્યો છું. અત્યારે જ જરા બ્રિલિયન્ટ મગજના થયા. ભલે બુદ્ધિ અવળી થઈ ગઈ છે પણ બુદ્ધિ ડેવલપ થયેલી છે. અને પહેલાં બુદ્ધિ ડેવલપ જ નહીં થયેલી ને ! તમે પૂછો તો જવાબ નીકળે. બધાં બહુ લોકો પૂછે છે. એના હજારો પ્રશ્નો પૂછાયા હતા. તે મેં એના જવાબ આપેલા. એટલે બધું પૂછો અને ચાખવું હોય તે એક દહાડો ખાંડ મોઢામાં મૂકીશ (આત્માનુભવ કરાવીશ) તો તમારું બધું શાસ્ત્ર આવી ગયું. ભગવાનનાં અડતાલીસેય આગમ આવી ગયા મહીં. અહીં તો પરમ વિનય ધર્મ હોવો જોઈએ. અહીં ચકાસવાવાળા આવે તે એમને કહી દઉં, તમે પછી એકલા આવજો. નહીં તો એ બુદ્ધિ પર ચઢી જાય એટલે શું થાય ? અમારી પાસે બુદ્ધિ હોય જ નહીં. અમે બધા જ પ્રશ્નોના, આખા વર્લ્ડના પ્રશ્નોના ખુલાસા આપવા તૈયાર છીએ, પણ પ્રશ્નો પ્રશ્ન રૂપે હોવા જોઈએ. તમને જે પ્રશ્નના ખુલાસાના અભાવ હોય, તેને પ્રશ્ન કહેવામાં આવે. પ્રશ્નકર્તા : અમે તો એકડો ઘૂંટીએ છીએ, તે કેવી રીતના પ્રશ્ન પૂછીએ ? દાદાશ્રી : પ્રશ્ન તો ક્યારે પૂછાય ? જે બાબતમાં આપણે મનમાં સમાધાન ના થતું હોય ત્યારે પ્રશ્ન પૂછાય. જે જે પ્રશ્નો ને વિચારો ભા થાય તે અહીં આગળ બોલવામાં વાંધો નહિ. અહીં દરેક વસ્તુ પૂછાય. એનું સોલ્યુશન થાય તો આપણને ઉકેલ આવે ને ! એ બધી હકીકત અહીં જાણવા મળે. પ્રશ્નકર્તા : ઘણા પ્રશ્નો એવા છે કે જેનું નિરાકરણ સાયન્સમાંથી પણ નથી મળી શકતું. એ અણકલ્યા જ પ્રશ્નો છે. તો એ પ્રશ્નોને અહંકારે કરીને ડામી દેવા ? દાદાશ્રી : ના, દાબવા-કરવાની જરૂર નથી. પ્રશ્નો જોયા કરવાની જરૂર છે. મહીં જોયા કરવાનું કે શું પ્રશ્નો કરે છે તે. એ પ્રશ્નો બધા સાચા હોતા નથી. પ્રશ્નકર્તા : હા. એ અહંકાર ગાંઠે નહીં ને ! એટલે એ પ્રશ્નો કરે ? દાદાશ્રી : હા, પ્રશ્નો ભા કરે. એ પોતે પોતાનું, એ જે છેને, એ જવા ના દે ને ! અત્યારે કોઈ મોટા માણસને છંછેડીએ ને, તો પછી એના પ્રશ્નો ભા કરે બધા. એના જેવું અહંકાર પોતાનું છોડતો નથી. આપને સમજાયું ? ના સમજાયું હોય તો અહીં ઠોકી બેસાડવાની વાત નથી. તમે અહીં સમજો. ના સમજાય ત્યાં સુધી પૂછ પૂછ કરો. આ બધું વિજ્ઞાન છે. વાત સાંભળતાં જ બુદ્ધિ જો કૂદાકૂદ ના કરતી હોય તો જાણવું કે વિજ્ઞાન છે ને બુદ્ધિ કૂદાકૂદ કરતી હોય તો જાણવું કે વિજ્ઞાન નથી. વાત પૂછવા જેવી છે, પૂછજો. ફરી ફરી કંઈ આ જ્ઞાની નહીં ભેગા થાય. આ તો તમારું કંઈ પુણ્ય જાગ્યું છે, તે ભેગા થયા છે. કલ્પનામાં આવે તે પૂછજો. હું તમને બધા જવાબ આપીશ. સર્વે સમાધાનકારી ફોડ મળે અહીં પૂછવાનો રસ્તો ફરી ફરી નહીં મળે. અમે તમને વિનંતી કરીને કહી દઈએ છીએ કે અહીં બધું પૂછજો. જે પૂછવું હોય તે પૂછજો. આજ દાદા ભેગા થયા છે તો પૂછી લેજો. કોઈ પણ પ્રશ્ન પૂછો તો કરેક્ટ જવાબ મળે. ગમે તેવો પ્રશ્ન હોય, તમે પૂછી શકો છો. વેદાંતના, જૈનીઝમના કોઈ પણ પ્રશ્ન પૂછો. પૂછો, પૂછો. પૂછવામાં કશો વાંધો ના રાખશો. બ્રેઈનમાં આવે એટલું પૂછાય. પણ આપણી આંટી રહેવી ના જોઈએ. પાછલા જ્ઞાનની જોડે આંટી ના પાડશો અહીં. મારે શા માટે કહેવું પડે છે ચોખ્ખું ? કારણ કે ગાંઠ બિલકુલ હોવી ના જોઈએ. અને આ આધાર લાસ્ટ આધાર કહેવાય. જે વાણીમાં બુદ્ધિ નથી, એ લાસ્ટ આધાર કહેવાય. બધી બુદ્ધિવાળી વાણીઓ કાચી. હવે આ મારી વાણી નથી, બુદ્ધિ વગરની વાણી છે, મારી માલિકીવાળી વાણી નથી આ. અત્યારે જે બધા પ્રશ્નો પૂછાતા હતા, તે બુદ્ધિના હતા અને જવાબ મારા જ્ઞાનના હતા. અને જ્ઞાનનો જો જવાબ હોય તો બુદ્ધિ કૂદાકૂદ ના કરે. નહીં તો સામું પાછો વિવાદ કરે. અમને વિવાદ ના કરે. છતાંય કોઈ માણસ વિવાદ કરે તો આપણે સમજી જઈએ કે મહીં આડાઈ ભરેલી છે. પ્રશ્નકર્તા : તમે જે જવાબ આપતા હતા કે એક જ સવાલના જવાબમાં સામાનું જો ઓપન માઈન્ડ હોય તો એને પૂરો ખ્યાલ આવી જાય કે આ જ્ઞાની બોલી રહ્યા છે. દાદાશ્રી : બધો ખ્યાલ આવી જાય. પણ એવું છે ને, જાણી જોઈને આડાઈ કરવી હોય તેને શું થાય ? અરે, ઘતો બોલે, પણ જાગતો ના બોલે. ઘતો સહજ સ્વભાવે બોલી દે, પણ જાગતો તો બોલે જ શાને માટે ? એવી રીતે આ જાણી-જોઈને આડાઈ કરવી હોય, એનો તો ઉપાય જ શો છે ? અમારા પાંચ વાક્યોનું સોલ્યુશન જો સાંભળે, તો એ તરત સમજી જાય કે આ જ્ઞાની પુરુષ સિવાય આવું કોઈ સોલ્યુશન આપી શકે નહીં. આ તો ગૂંચ ઉકેલનું સ્થાન પ્રશ્નકર્તા : આપ જે વાર્તાલાપ કરો છો, એની બહુ અસર થાય છે. દાદાશ્રી : હા, અહીં વાતચીત થાય એના પરથી બહુ અસર થાય, ઘણી અસર થાય. કારણ કે એ એના ગૂંચવાડાની વાતો કરે એટલે એનો ગૂંચવાડો નીકળી જાય, એટલે એને બહુ અસર થાય. દરેક માણસ પોતપોતાના ગૂંચવાડાની વાત કરે. અમે તો એને પ્રશ્ન પૂછવાનું કહીએ એટલે પછી એ પોતાનો ગૂંચવાડો ભો થયેલો હોય, તે મૂકે. એટલે પછી એનો ગૂંચવાડો નીકળી જાય, એને સમાધાન થઈ જાય, એને આનંદ થઈ જાય. પ્રશ્નકર્તા : પણ આવો તો વ્યવહાર ક્યાંય છે જ નહીં કે સામે બેસીને પ્રશ્નોની આપ-લે થાય. દાદાશ્રી : હોય જ નહીંને ! આવું કરી શકે જ નહીં ને ! એક પ્રશ્ન જીરવી શકે નહીં માણસ. આ બધા પ્રવચનકારો છે એમાં એક પણ પ્રવચનકાર પ્રશ્નોના જવાબ આપી શકે નહીં. જવાબ ક્યાંથી આપે તે ? એ તો બહુ ત્યારે શાસ્ત્રની વાત કરે, કે 'શાસ્ત્રમાં આવું કહ્યું છે.' બીજી વાત ના કરી શકે. આ જ્ઞાનમાં અમને બધું દેખાય. બધા પર્યાયો અમને ખબર પડે. દરેક પૌદ્ગલિક પર્યાય જે પણ છે ને, એ બધાં અમને સૂક્ષ્મરૂપે દેખાય. એટલે અમે તમને જવાબ આપીએ. અલૌકિક ફળ, અહીં પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષને પૂછનારને કયું ફળ મળે ? દાદાશ્રી : જ્ઞાની પુરુષને પૂછનારને અલૌકિક ફળ મળે છે અને અજ્ઞાનીને પૂછનારને લૌકિક ફળ મળે છે. નથી મળતું લૌકિક ફળ ? તમે અજ્ઞાનીને કોઈ દહાડો પૂછયું નહીં હોય કે 'આ સ્ટેશનનો રસ્તો ક્યાં આગળ છે ? કે મુંબઈમાં આ ક્યાં આવ્યું ?' તરત લૌકિક ફળ મળે. એવું આ અલૌકિક ફળ મળે. પહેલાં ખપે ખુલાસો આપણા ઘરની લાઈટ જતી રહે એટલે આપણે કેન્ડલ સળગાવીએ, પણ લાઈટ આવે એટલે કેન્ડલ હોલવી ના નાખીએ ? એટલે મારે જરૂર શી, એ કેન્ડલની ? હેય.... ફૂલ પ્રકાશ ! આખા વર્લ્ડની વસ્તુ દેખાય બધી અને લાખો પ્રશ્નો પૂછાય છે અને પ્રશ્નોના એક્ઝેક્ટ જવાબ મળે છે. અમને કંઈ ઓછા પ્રશ્નો પૂછાયા હશે ? પ્રશ્નકર્તા : બહુ પૂછાયા હશે. દાદાશ્રી : એક જગ્યાએ પંદરસો-બે હજાર માણસ બેઠું હશે, તેમાં પ્રશ્નોની ઝડાઝડી બહુ થઈ. મેં છૂટ આપી હતી. મેં કહ્યું'તું કે ખુલ્લા દિલથી જેને જે પ્રશ્નો પૂછવા હોય તે પૂછો. બે-ત્રણ દહાડા સુધી ખૂબ પ્રશ્નો થયા. અત્યારે એ લોકો મને ભેગા થાય છે ને, દર્શન કરવા આવે. ત્યારે મેં પૂછયું, 'તમે જ્ઞાન લીધું ?' ત્યારે એ કહે છે, 'નથી લીધું, જ્ઞાન તો લેવાનું છે. પણ જ્ઞાન લીધા વગર જ તમારી વાત અમને પરિણામ પામી.' મેં કહ્યું, 'શું પામ્યા ?' ત્યારે એ કહે છે, 'અમે જે પ્રશ્નો કર્યા હતા ને, એનો ખુલાસો થયો ને, એ ખુલાસા જ કામ કરી રહ્યા છે. અમને મહીં અજબ શાંતિ આપે છે. બીજા કશાનીય અમારે જરૂર નથી. કારણ કે ક્યાંય અમારા આવા ખુલાસા થયા ન હતા. જે ખુલાસો જોઈતો હતો તે કોઈ કરી શક્યા નહોતા.' એવું બને ખરું કે નહીં ? અહીં સમજાય, તમામ શાસ્ત્રો પ્રશ્નકર્તા : એ ચેતનતા વગર ખુલાસા નથી મળતા. દાદાશ્રી : પછી અમેરિકામાં એક વૈજ્ઞાનિક હતો. એણે જેટલાં પ્રશ્નો પૂછયા એના જવાબ આપ્યા. એટલે મને કહે છે, 'તમે તો ઓબ્ઝર્વેટરી છો વર્લ્ડની.' એના બધા પ્રશ્નોના ખુલાસા થઈ ગયા. હું સાયન્ટિસ્ટોને બધું આપવા તૈયાર છું, પણ એ ભેગા થાય તો ને ! આખા વર્લ્ડના સાયન્ટિસ્ટો ભેગા થઈને આવે તો બધું આપવા તૈયાર છું. આખું વર્લ્ડ આમ આગળ વધી જાય એટલું આપવા તૈયાર છું. ભગવાન, કેવળજ્ઞાન સ્વરૂપ પ્રશ્નકર્તા : આપનાં જ્ઞાનવાક્યોમાં વિરોધાભાસ નથી. બધા નયની ઉપર છે. લોકો બધા વ્યુપોઈન્ટથી જુએ છે અને આપનું આ વ્યુપોઈન્ટની ઉપરનું છે. દાદાશ્રી : કેવળજ્ઞાન છે, અને વ્યુપોઈન્ટનું તો કેવળજ્ઞાન ના થયું હોય ત્યાં સુધી. અને કેવળજ્ઞાન થયું એટલે વ્યુપોઈન્ટ જ રહ્યો નહીંને, ૩૬૦ ડિગ્રી ! હું પોતે ૩૫૬ ડિગ્રીમાં છું પણ આ જ્ઞાન ૩૬૦ ડિગ્રીનું છે. પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? દાદાશ્રી : આ 'દાદા ભગવાન' એ જ ૩૬૦ ડિગ્રી છે. પ્રશ્નકર્તા : પણ ભગવાન જે બોલે, એ તો તમારી મારફત જ બોલે ને ? દાદાશ્રી : ના, ભગવાન બોલી શકે જ નહીં ને ! અને હુંય ના બોલી શકું. પ્રશ્નકર્તા : તમે કહો છો કે દાદા ભગવાન ૩૬૦ ડિગ્રીના ને તમે ૩૫૬ ડિગ્રીના. એ તો અમે માનીએ, પણ ૩૫૬ ડિગ્રીની મારફત ૩૬૦ ડિગ્રીનું જ્ઞાન કેવી રીતે નીકળે ? દાદાશ્રી : એ ૩૫૬ ડિગ્રી મારફત નથી નીકળતું. આ તો ઓરિજિનલ ટેપરેકર્ડ મારફત નીકળે છે. આ માલિકી વગરની વાણી છે. નથી આ 'દાદા ભગવાન'ની વાણી અને આ 'મારી'ય વાણી ન્હોય. 'દાદા ભગવાન'ની વાણી હોય તો 'દાદા ભગવાન' બારસો રૂપિયાના (!) થઈ ગયા ! આ 'દાદા ભગવાન' તો પોતે જ 'કેવળજ્ઞાન સ્વરૂપ' છે, ૩૬૦ ડિગ્રીનું આ જ્ઞાન છે. પ્રશ્નકર્તા : તો અમારામાં ય ૩૬૦ ડિગ્રીનું કેવળજ્ઞાન સ્વરૂપ છે ? દાદાશ્રી : હા, એ જ છે. પ્રશ્નકર્તા : તો એ બહાર કેમ નથી નીકળતું ? દાદાશ્રી : બહાર શાનું નીકળે ? હજુ તો ગલીપચી ક્યાં થાય છે ? એ ગલીપચી જોઈ લેવી. એ તો ડિસ્ચાર્જ રસો તૂટશે તેમ તેમ પેલું આપણને દેખાશે. તમને કેવળજ્ઞાન સ્વરૂપ આપ્યું છે. પણ મેં કહ્યું છે ને કે મને પચ્યું નથી ને તમને પણ પચશે નહીં. બાકી મેં કેવળજ્ઞાન સ્વરૂપ આપ્યું છે. દેશના, શરૂઆતથી અંત સુધી પ્રશ્નકર્તા : આપે કહ્યું કે અમને ત્રણસો છપ્પન ડિગ્રી છે. તો આ ત્રણસો છપ્પન ડિગ્રી આ વાણીમાં શું હેલ્પ કરે ? દાદાશ્રી : કશું હેલ્પ કરે નહીં. પેલી ટેપરેકર્ડ તો તૈયાર થઈ ગયેલી છે. એટલે હેલ્પ કરવાનું રહ્યું જ ક્યાં ? એને જુએ કે આ કંઈ ભૂલ રહી છે, તે તપાસ કરે. દેશનાની શરૂઆત થઈ, ત્યાંથી એન્ડ સુધી સંપૂર્ણ દેશના થઈ ગઈ કહેવાય. સંપૂર્ણ દેશના એ તીર્થંકરોની કહેવાય. પણ શરૂઆત થાય તે અમુક જગ્યાએથી જ થાય ને ? પ્રશ્નકર્તા : અમુક જગ્યાએ એટલે કઈ ? દાદાશ્રી : આ અમારી જગ્યા કહીએ છીએ ને, તે દેશનાની શરૂઆત અહીંથી થાય. પ્રશ્નકર્તા : આ દેશનાની શરૂઆત થઈ શાથી કહેવાય ? દાદાશ્રી : અહંકાર ઓગળી ગયેલો હોય ત્યારથી દેશનાની શરૂઆત થાય. હવે દેશનાની શરૂઆત થઈ ત્યારથી, બિગિનિંગથી તે એન્ડ સુધી એ દેશના છે. દરેકની શરૂઆત તો થાય ને ? આ સૂર્યનારાયણ શરૂઆતમાં નથી ગતો ? અને તેનો એન્ડેય થાય ને ? પણ ત્યાં સુધી એનો એ જ સૂર્ય. પણ ફળ જુદું જુદું આપે. પ્રશ્નકર્તા : આપને ચાર ડિગ્રી પૂરી થઈ જાય, કેવળજ્ઞાન થઈ જાય, પછી દેશના રહે કે ના રહે ? દાદાશ્રી : દેશના તો રહે ને ! એવું છે, કેવળજ્ઞાન થયા પછી જે વાણી બોલે, તે દેશના જ કહેવાય. એ વાણી જ જુદી જાતની આ જે અમારી ટેપરેકર્ડ નીકળે છે, એમાં ને તીર્થંકરોની દેશનામાં ફેર એટલો છે કે આ શાખ પડ્યા વગરની પાકેલી કેરી છે અને તીર્થંકરોની શાખ પડેલી પાકેલી કેરી છે. માટે આ જરા મોળી લાગે. એટલો રસાસ્વાદ આવતો નથી આમાં. કારણ કે શાખ પડ્યા વગરની કેરી છે. નહીં તો માણસ મંત્રમુગ્ધ થઈ જાય. અત્યારેય મંત્રમુગ્ધ થઈ જાય, પણ આટલું મોળું છે. પણ બધા પોતપોતાની ભાષામાં સમજી જાય. વૈષ્ણવ હોય, સ્વામીનારાયણવાળા હોય, જૈન હોય, મુસ્લીમ હોય, દિગંબરી હોય, પણ એ બધા પોતપોતાની ભાષામાં સમજી જાય, હું શું કહેવા માગું છું તે. અત્યારેય અહીં મુસલમાન, પારસી, સ્થાનકવાસી, દિગંબરી, શ્વેતાંબરી, બધા જૈનો, વૈષ્ણવો, શિવધર્મી એ બધા અમારી વાણી સાંભળે, તો બધાને એકધારી વાણી લાગે. એમને સહેજેય મનમાં ના થાય કે આ પક્ષપાતી વાણી નીકળી છે. નહીં તો ઠીને ચાલવા માંડે. આ વાણીય આમ કોઈ ધર્મનું કિંચિત્માત્ર પ્રમાણ ના દુભાય એવી હોય અને મીઠી હોય. અહીંથી ઠવાનું મન ના થાય. સાંભળતાં સાંભળતાં સવાર થાય તોય ઠવાનું મન ના થાય. ત્યારે જો જ્ઞાનીઓની વાણી આટલી મીઠી છે, તો તીર્થંકર ભગવાનની વાણી કેટલી મીઠી હશે ! તીર્થંકર ભગવાનની દેશના જુદી જાતની હોય. કમ્પ્લીટ સ્યાદ્વાદ વાણી ! કોઈ ધર્મનું કિંચિત્માત્ર કોઈ જગ્યાએ ખંડન ના થાય. અને અહીં તો બધી જાતના ફોડ પાડવાના ને, એટલે બીજા અમુક ધર્મોનું ખંડન થઈ જાય. દેશના ફૂલ સ્ટેજની હોવી જોઈએ. અમારી ફૂલ સ્ટેજની ના કહેવાય. સ્યાદ્વાદ વાણી ખરી પણ સ્યાદ્વાદ અસલ સ્ટેજ ઉપર નહીં બેઠેલું. ફૂલ સ્ટેજની દેશના તો એ વાણી જ જુદી જાતની હોય, એનો રસ જુદી જાતનો હોય. અમારીય દેશના હોય છે, પણ અમારી દેશના ઉપદેશ-આદેશના ડંખવાળી હોય. પેલી દેશના તો કોઈ જાતની ખેંચ નહીં. બધી જ જ્ઞાતિઓ સાંભળે. બધા જ પોતાની ભાષામાં સમજે, જાનવરો પણ પોતાની ભાષામાં સમજે. એ તો અમેય અનુભવ કર્યો છે કે અમારી ભાષા જાનવરો સમજે છે પણ અમારી ઓછી સમજે અને તીર્થંકરોની પૂરી સમજી જાય. સહજ સ્વભાવે સરે પ્રશ્નકર્તા : દેશનાનું સ્વરૂપ સમજાવો. દાદાશ્રી : દેશના એટલે આમ સહજભાવે વાણી નીકળ્યા કરે, બોલે નહીં. સ્વભાવિક વાણી નીકળ્યા કરે, ઉદયભાવે. એની ગોઠવણી નહીં, ઇચ્છાપૂર્વક નહીં. કોઈને કરવું ના પડે અને તે નીડરતાથી નીકળ્યા કરે, કોઈ ડર-બર કશું નહીં. પ્રશ્નકર્તા : તે વખતે સાંભળવાવાળું કોઈ હોય ખરું ? ત્યાં સાંભળવાનું જ હોય. દેશના એનું નામ કે કેવળ સાંભળવાની જ. દાદાશ્રી : બધું ભેગું થયેલું હોય. તીર્થંકરને કેવળજ્ઞાન થયા પછી દેવલોક સમોવસરણ રચે અને તે ઘડીએ આ વીતરાગ ભગવાનની વાણી દેશના રૂપે નીકળ્યા જ કરે અને તે બધા પોતપોતાની ભાષામાં સમજી જાય. એ બધા લોકો ભેગા થયા પછી ભગવાનની દેશના નીકળ્યા જ કરે. એનો ઉદય હોય એટલો કાળ એ દેશના થઈ અને પછી પૂરી થઈ જાય. પ્રશ્નકર્તા : તીર્થંકર ભગવાનની જે દેશના સાંભળતા હતા, એમાં તો બધાંને દર્શન થયેલાં, ને જેણે દેશના સાંભળેલી, એ બધા મોક્ષે જાય ? દાદાશ્રી : હા, ઘણાં ખરાં મોક્ષે ગયેલા. દેશના, માલિકી વગરની પ્રશ્નકર્તા : દેશના એટલે પ્રશ્નોત્તર કહી શકાય ? દાદાશ્રી : દેશના એટલે શું ? એ પ્રશ્નોત્તરી રૂપે હોય કે ગમે તે રૂપે હોય. દેશના એટલે સહજ વાણી નીકળ્યા કરવી અને ટેપરેકર્ડમાં નીકળ્યા કરે એમ નીકળ્યા કરે. ભગવાન મહાવીરનેય ટેપમાંથી નીકળતી હતી અને આ અમારીય ટેપમાંથી નીકળે. દેશના એ નિર્અહંકારી ગુણ છે, એટલે એ અહંકારરહિત હોય. જેનો અહંકાર ખલાસ થઈ ગયો, એ ઉપદેશ ના આપી શકે. એને દેશના હોય. જેનો બોલનાર નથી, 'હું બોલ્યો' એવી જેને માલિકી નથી, હુંપણાની માલિકી નથી, મારાપણાની માલિકી નથી, જેને માય સ્પીચ જેવું નથી, તેની બધી દેશના કહેવાય. માલિકીવાળી વાણી રાગ-દ્વેષવાળી હોય. ખરી વાણી પોતાપણું ગયા પછી નીકળે. દેશના, સ્વ-ઉપયોગ સહિત પ્રશ્નકર્તા : દેશના આપી, તે 'હું'ય કરીને તો આપી જ નથી ને ? દાદાશ્રી : ના, 'હું' તો હોય જ નહીં ને ! પ્રશ્નકર્તા : કેવળજ્ઞાની સ્વ-ઉપયોગમાં જ વર્તે, છતાં તેઓ દેશના આપતા હોય છે. તો એને 'પર-ઉપયોગ' ના કહેવાય ? દાદાશ્રી : ના. એ તો સ્વભાવિક નીકળ્યા કરે, ટેપરેકર્ડ નીકળ્યા કરે. પોતે કર્તા નથી. એની મેળે નીકળ્યા કરે. પોતે સ્વ-ઉપયોગમાં જ હોય. એટલે પર-ઉપયોગ કરવો જ ના પડે. એમને એટલે વાણી એની મેળે સહજ નીકળ્યા કરે. માલિકી નહીં, માટે દેશના પ્રશ્નકર્તા : આપની વાણી નીકળતી હોય એમાં આ દોષ થાય, તેનું આ રીતે પ્રતિક્રમણ કરવું પડે. આ ના કરવું જોઈએ, આવું હોવું જોઈએ, એ બધી વાતો નીકળે. અને કોઈ છ તત્ત્વોની વાત પૂછે તો તે નીકળે. એને દેશના સાથે સંબંધ કેવી રીતે ? દાદાશ્રી : આ તો તમે પૂછો, તેનું સમાધાન આવું નીકળે. નહીં તો આમ ને આમ સહજ નીકળતી હોય ને, એમાં આવું કશું ના નીકળે. આ તો પૂછો, તેનો જવાબ શબ્દથી તો આપવો પડે ને ? પ્રશ્નકર્તા : હવે પૂછે તે ઘડીએ, જે શબ્દથી જવાબ નીકળે પણ એ બધું દેશનામાં સમાય ? દાદાશ્રી : હા, કારણ કે બધા શબ્દો માલિકી વગરના છે. માલિકી વગરની વાણી એ તો બધી દેશના જ ગણાય. પ્રશ્નકર્તા : હવે તીર્થંકરોએ પણ દેશનાને ડીસ્ચાર્જ સ્વરૂપે જ માનેલી હશે ને ? દાદાશ્રી : હા, કમ્પ્લીટ ડિસ્ચાર્જ. અને અમારું મહીં થોડુંક જરા કચાશ હોય એટલે કોઈ વખત ભૂલ થવી સંભવે. પણ એને છે તે દેશના જ કહેવાય. એમાં કોઈ ભૂલ હોય, પણ એ માલિકી વગરની વાણી ! દેશના, સમજરૂપે પ્રશ્નકર્તા : દેશના એટલે આમ આજ્ઞારૂપે હોય ? દાદાશ્રી : ઉપદેશ આજ્ઞારૂપે હોય. દેશના સમજરૂપે હોય. તમે સમજો. છતાં અમારી આજ્ઞા ઉપદેશરૂપે નથી, દેશનારૂપે છે. કહેવાય ફક્ત આજ્ઞા એટલું જ, બાકી છે દેશનારૂપે ! અમે તો પાંચ આજ્ઞા આપીએ, તે મહાવીર ભગવાન આપે તેના જેવી આજ્ઞા આપીએ છીએ. આજ્ઞા જો પાળે ને તો નિરંતર સમાધિ રહેવી જોઈએ એવી અમારી શર્ત હોય. ગમે તે પરિસ્થિતિમાં સમાધિ રહે, એ દાદાની પાંચ આજ્ઞા અને એમાં અહંકાર હોય નહીં ને ! જેનો અહંકાર ના હોય ત્યારે એમની આજ્ઞા પળાય. આજ્ઞા તો બે જ જણની પળાય. તીર્થંકર ભગવાન અને અક્રમ વિજ્ઞાનીની, જેનામાં અહંકાર ખલાસ થયેલો હોય તેની જ પળાય. બીજા કોઈની પળાય નહીં. કષાય ગયેલા હોય તો જ આજ્ઞા પળાય. નહીં તો કષાયી માણસની આજ્ઞા પાળી શકાય જ નહીં અને આજ્ઞા આપનારથી આપી શકાયેય નહીં. આજ્ઞા આપવી એય ગુનો છે. ઉપદેશેય ના અપાયને, કષાયી માણસથી ! આ દેશના રૂપે છે, ઉપદેશ નથી. સહજ નીકળેલી વાણી છે. તીર્થંકરની અને જ્ઞાનીની વાણી સહજ હોય, દેશના રૂપે હોય, ઉપદેશ રૂપે ના હોય. અહીં આગળ દેશના એટલે સહજ સ્વભાવ. અને અમારી દેશના તે સહેજે નીકળ્યા કરે. અમારે આમાં કંઈ લેવાદેવા નથી. તીર્થંકરોની ને આ અમારી દેશના એ સહેજે નીકળે. સરળ, સહજ ! સહજ ક્રિયા થઈ રહી હોય. છઠું ગુંઠાણું ઉપદેશરૂપે હોય કે જ્યાં અહંકાર હોય. તે અહંકારે કરીને ઉપદેશ કરે. એટલે ઉપદેશ તે પાછું આદેશ નહીં. આદેશ તો મિથ્યાત્વમાં હોય. 'આ છોડો, તમે આ છોડો !' એટલે આપણે ના સમજીએ કે આ બાપજી આપણને આદેશ કરે છે ? ઉપદેશમાં 'આ છોડો' એવું ના બોલવાનું હોય. ઉપદેશમાં તો જે છે એવું જ બોલવાનું હોય. ઉપદેશ અને આદેશમાં તો આજ્ઞા આવી અને દેશનામાં ઉપદેશ નહીં, આદેશ નહીં, સહજ વાણી સર્યા કરે ! તીર્થંકર ભગવાનની દેશના નીકળ્યા જ કરે. એય ટેપરેકર્ડ કહેવાય. જ્યારે જગત સમજશે કે આવી વાણી ટેપરેકર્ડ છે, ત્યારે જગત આભું જ થઈ જશે કે હેં ! વાણી ટેપરેકર્ડ છે ! આ વાત એક દહાડો સમજવી તો પડશે ને ? - જય સચ્ચિદાનંદ |