|
પુરાવા જગત નિર્દોષના, જ્ઞાનીની દ્ષ્ટિએ સંપાદકીય રોજબરોજના જીવન વ્યવહારમાં ઘરમાં કુંટુંબના સભ્યો સાથે, મિત્રો કે સગા-સંબંધી સાથે, ધંધામાં ભાગીદાર કે વેપારી-ઘરાક સાથે, ધર્મસ્થાનકમાં સંતો-ભક્તો સાથે, અધ્યાત્મ માર્ગમાં ગુરુ-શિષ્ય કે સહાધ્યાયી સાથે એમ ઘણી બધી જગ્યાએ, ઘણાં બધાં પ્રસંગોમાં પ્રશ્નો ઉદ્ભવતા હોય છે કે મારા જીવનમાં આવું શાથી બન્યું ? કોણે કર્યું ? શા માટે કર્યું ? સત્તા, લક્ષ્મી કે પછી બુદ્ધિના જોરે સામી વ્યક્તિ મારો કોઈ દોષ ના હોવા છતાં મારી સાથે આવો વ્યવહાર કેમ કરે છે ? એવા અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે અને સાચી વાત ન સમજાવાથી સમાધાન થતું નથી તેથી બીજાને ગુનેગાર જુએ છે, આક્ષેપ આપે છે અને દ્વેષ, અભાવ, તિરસ્કાર, શંકા વગેરેમાં મનુષ્ય અટવાઈ, જીવનની વાસ્તવિકતા ભૂલી જઈ જીવનમાંથી સુખ, આનંદ, વિશ્ચાસ ખોઈ બેસતો હોય છે. આટલો બધો ધર્મનો વ્યાપ્ત થયો હોવા છતાં મનુષ્યના જીવનમાં સાચું સુખ-શાંતિ કેમ નથી ? અધ્યાત્મની શ્રેણી સર કરતા હોવાના દાવો કરતાં મુમુક્ષુઓના જીવનમાં આનંદ કેમ નથી ? આ દુષમકાળમાં આવા જટિલ પ્રશ્નોનું કોઈ સાચું સમાધાન મળી શકે ખરું ? હા, જરૂર. જો સાચી સમજણ પ્રાપ્ત થાય તો અનેક પ્રશ્નોના સચોટ સમાધાન આજના દુષમકાળમાં મળી શકે એમ છે. આ કાળનું અદ્ભૂત આશ્ચર્ય આત્મવિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાને (દાદાશ્રીએ) જાતે નિર્દોષ દ્ષ્ટિ કેળવી જગતને નિર્દોષ જોયું અને વિશાળ દ્ષ્ટિકોણથી નિર્દોષ દ્ષ્ટિ કેળવવાની વિસ્તૃત સમજ આપી છે. જે તેમના થકી ઉદ્બોધાયેલ સત્સંગ સરવાણીમાં ઊંડાણથી અભ્યાસ કરવાથી દ્ષ્ટિગોચર થાય છે. સંસારમાં સુખી થવાની ચાવી આપતાં દાદાશ્રી કહે છે કે મન-વચન-કાયાથી કોઈ પણ જીવને દુઃખ ના થાય તેવો જાગૃતિપૂર્વકનો વ્યવહાર કરો. બીજાને કિંચિત્માત્ર પણ દુઃખ થઈ જાય તો પ્રતિક્રમણ કરી લો અને કોઈના થકી આપણને દુઃખ થઈ જાય તો તેના પ્રત્યે નિર્દોષ દ્ષ્ટિ કેળવી લો. જગત સંપૂર્ણ નિર્દોષ છે એ જ્ઞાની પુરુષે આપેલા જ્ઞાનના પુરાવાઓથી પૂરવાર થાય છે. જીવનમાં જુદા જુદા પ્રસંગોમાં નિર્દોષ દ્ષ્ટિ કઈ રીતે કેળવી શકાય તેને વધુ અભ્યાસાર્થે, વિસ્તૃત સમજ મેળવવાના આશયથી પુરાવાઓને અંડરલાઈન કરીને બતાવવાનો નમ્ર પ્રયાસ થયેલ છે. તેને આપણે સમજીશું અને જ્ઞાનીની વાણીનો અભ્યાસ કરીને આરાધન કરીશું તો જરૂરથી નિર્દોષ દ્ષ્ટિ કેળવવામાં તેમજ પ્રગતિના સોપાન સર કરવામાં સહાયભૂત થશે જ. સાથે સાથે સંસાર વ્યવહાર તો સુધરશે તથા મોક્ષમાર્ગ પણ સરળ બનશે. તો ચાલો, જ્ઞાનીની દ્ષ્ટિએ જગત નિર્દોષના પુરાવાનો અભ્યાસ કરી નિર્દોષ દ્ષ્ટિ કેળવવાનો પુરુષાર્થ માંડી મુક્તિનો આસ્વાદ માણીએ! દીપક દેસાઈ પુરાવા જગત નિર્દોષના, જ્ઞાનીની દ્ષ્ટિએ તત્ત્વ દ્ષ્ટિએ જગત નિર્દોષ અમે જગત આખાને નિર્દોષ જોઈએ છીએ. તમને શિખવાડુંય છું કે જગત નિર્દોષ છે અને એક્ઝેક્ટલી એવું છે જ. કોઈ કહેશે, 'પ્રુફ આપો.' તો સો ટકા પ્રુફ આપવા તૈયાર છું. આ જે એ પોતે આપી શકે એમ છે ત્યારે એમની પ્રતીતિમાં શું હશે ? પ્રતીતિમાં નહીં, વર્તનમાં પણ એવું જ હોય. પ્રશ્શનકર્તા : એવું આખા જગતને નિર્દોષ ક્યારે જોવાય ? દાદાશ્રી : તમને દાખલો આપી સમજાવું. તમે સમજી જશો. એક ગામમાં એક સોની રહે છે. પાંચ હજાર લોકોનું એ ગામ છે. તમારી પાસે સોનું છે તે બધું સોનું લઈને ત્યાં વેચવા ગયા. એટલે પેલો સોની સોનું આમ ઘસે, જુએ. હવે આપણું સોનું આમ ચાંદી જેવું દેખાતું હોય, ૧ છાસિયું સોનું હોય તોય પેલો વઢે નહીં. એ કેમ વઢતો નથી કે આવું કેમ બગાડીને લાવ્યા ? કારણ કે એની સોનામાં જ દ્ષ્ટિ છે. અને બીજા પાસે જાવ તો એ વઢે કે આવું કેમ લાવ્યા છો ? એટલે જે સોની છે એ વઢે નહીં. ૨ એટલે તમે જો સોનું જ માંગો છો, તો આમાં સોનું જ જુઓને ! એમાં બીજું શું કામ જુઓ છો ? ૩ આટલું છાસિયું સોનું કેમ લાવ્યો, એવી વઢંવઢા કરે, એનો ક્યારે પાર આવે ? ૪ આપણે આપણી મેળે જોઈ લેવાનું કે આમાં કેટલું સોનું છે અને એના આટલા રૂપિયા મળશે. તમને સમજાયુંને ? એ દ્ષ્ટિએ હું આખા જગતને નિર્દોષ જોઉં છું. સોની આ દ્ષ્ટિએ ગમે તેવું સોનું હોય તોય સોનું જ જુએને ? બીજું જોવાનું જ નહીંને ? અને વઢેય નહીં. અમે સોનીને જોયેલા, તે મને એમ થાય કે આ વઢતો કેમ નથી કે તમે સોનું કેમ બગાડી લાવ્યા ? ૫ એની દ્ષ્ટિ કેવી સુંદર છે ! કશું વઢતોય નથી. આનું સારું છે તેય બોલતો નથી. પણ એમ કહેશે, 'બેસો, ચા-પાણી પીશોને ?' અલ્યા, છાસિયું સોનું છે તોય ચા પીવડાવે છે ? ૬ એવું આમાંય. મહીં 'ચોખ્ખું' સોનું (શુદ્ધાત્મા) જ છેને ? ૭ તાત્ત્વિક દ્ષ્ટિએ જોઈએ તો દોષ કોઈનોય નથી. સર્વ ક્રિયા કુદરતની જ પ્રશ્શનકર્તા : સામો દોષિત ના દેખાય તે માટે 'પ્રકૃતિ કરે છે' એ સમજથી કામ લઉં છું, તે બરોબર છે ? દાદાશ્રી : એ 'ફર્સ્ટ સ્ટેજ'ની વાત છે, પણ ૧ છેલ્લી વાતમાં આ કશું જ બનતું નથી. ૨ આત્મા આનો જાણકાર જ છે. બીજું કશું જ નથી. તેને બદલે ૩ પોતે માની બેઠો છે કે સામાએ જ કર્યું ! ૪ 'રોંગ બિલીફ' જ છે ખાલી. પ્રશ્શનકર્તા : એકના એક છોકરાને મારી નાખ્યો... દાદાશ્રી : તે મરતો જ નથી. ૫ જે મૂળ સ્વભાવ છે, જે 'મૂળ વસ્તુ' છે, તે મરતો જ નથી. ૬ આ તો જે નાશવંત ચીજો છે, તેનો નાશ થયા જ કરે છે. જેને ઓછી સમજણ હોય તે હિસાબ ગોઠવીને કહે, 'હિસાબ હશે.' નહીં તો, ૭ 'મારો છોકરો છે' એવું હોય જ નહીં ને ! ૮ ભગવાનની ભાષા સમજાઈ, તેને તો બધું જગત નિર્દોષ જ દેખાય ને ! ૯ કોઈ ફૂલ ચઢાવે તોય નિર્દોષ દેખાય ને પથ્થર મારે તોય નિર્દોષ દેખાય ! ૧૦ એકે મારી નાખ્યો ને એકે બચાવ્યો પણ બન્ને નિર્દોષ દેખાય. વિશેષતા ના દેખાય આમાં. તમને અમારા ૧૧ જ્ઞાનની સમજથી સમજવું હોય તો 'વ્યવસ્થિત' છે, 'હિસાબ છે', એવું તમારે સમજવું પડે. એથી આગળ જશો એટલે 'મૂળ વસ્તુ' સમજાશે. ૧૨ 'બચાવનારો કોઈ બચાવી શકતો નથી, મારનાર મારી શકતો નથી. બધું કુદરતનું કામ છે આ'. વ્યવસ્થિત' ખરું, પણ 'વ્યવસ્થિત' પરના અવલંબન તરીકે પણ આ કોણ કરી રહ્યું છે ? એ આખા ભાગને પોતે જાણે, કે બધી કુદરતની જ ક્રિયા છે. ગલનનું રહસ્ય ૧ 'જ્ઞાની પુરુષ' શું કહેવા માંગે છે કે જેને લોકો ઉદયકર્મ કહે છે તે બધું ગલન છે. એમાં પૂરણ કશું નથી. ૨ આ પાંચ ઇન્દ્રિયો બધી ઉદયને આધીન છે. આ પાંચ ઇન્દ્રિયો જ ઉદયને આધીન છે ત્યાં પછી ૩ ઇન્દ્રિયનાં કર્મ તો ઉદયને આધીન જ હોય ને ? ૪ પાંચ ઇન્દ્રિયોની ક્ષયોપક્ષમ શક્તિ ઉદયને આધીન છે. પછી ઇન્દ્રિયો જે જુએ-જાણે તેમાં નવું ક્યાંથી હોય ? આ વાત સમજાય એમ છે કે નહીં ? એટલે ૫ જગત બધું ગલન સ્વરૂપે છે અને તેય પાછું 'વ્યવસ્થિત' ભાવે છે. ૬ આ મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધું 'વ્યવસ્થિત'ના તાબે છે. ૭ એના તાબામાં હોય પછી તમારે એનું રક્ષણ કરવાની જરૂર નહીં ને? ૮ તમારે તો કશું કરવાનું જ ના રહ્યું ને ? ખાલી 'જોયા' કરવાનું કે 'વ્યવસ્થિત' શું કરે છે તે! અમારી આ 'વ્યવસ્થિત'ની શોધખોળ બહુ 'એક્ઝેક્ટ' છે. 'પોઈન્ટ ટુ પોઈન્ટ' સુધી 'એક્ઝેક્ટ' છે. તેથી તો અમે આ ગલન કહીએ છીએ, તે તમને તમારા 'જ્ઞાન'માં રહેવા માટે આ બધા 'જેમ છે તેમ' ફોડ પાડીએ છીએ. તેથી તો આ 'અક્રમ વિજ્ઞાન' ખુલ્લું કરવું પડ્યું છે ! જગત ચાલે નિયમથી જ અમે કરોડો અવતારની શોધખોળ કરીને જગતને એક્ઝેક્ટ જેમ છે તેમ કહીએ છીએ કે પ્રારબ્ધ અને પુરુષાર્થ એ બેઉ પાંગળાં અવલંબન છે અને 'વ્યવસ્થિત' એ જ સાચું અવલંબન છે, ફેક્ટ વાત છે, સાયન્ટિફિક છે. 'વ્યવસ્થિત' એટલે શું ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ માત્રથી જે જે કંઈ બને છે તે 'વ્યવસ્થિત' છે. 'વ્યવસ્થિત' એ સર્વ અવસ્થામાં સંપૂર્ણ સમાધાનકારી જ્ઞાન છે. એનો હું તમને સાદો દાખલો આપું છું. આ કાચનો પ્યાલો છે. તે તમારા હાથમાંથી છૂટવા માંડ્યો. તે તમે આમથી તેમ ને તેમથી આમ હાથ હલાવીને તેને છેક નીચે સુધી બચાવવા પ્રયત્ન કર્યો, તે છતાંય તે પડ્યો ને ફૂટી ગયો તો તે કોણે ફોડ્યો ? ૧ તમારી ઈચ્છા જરાય નહોતી કે આ પ્યાલો ફૂટે. ઊલટાનો ૨ તમે તો છેક સુધી બચાવવાનો પ્રયત્ન કર્યો. ૩ ત્યારે શું પ્યાલાને ફૂટવાની ઇચ્છા હતી? ના. તેને તો તેવું હોય જ નહીં. ૪ બીજું કોઈ ફોડનાર તો હાજર નથી તો પછી કોણે ફોડ્યો ? 'વ્યવસ્થિતે.' વ્યવસ્થિત એ એક્ઝેક્ટ નિયમથી ચાલે છે. ત્યાં પોપાબાઈનું રાજ નથી. ૫ જો 'વ્યવસ્થિત'ના નિયમમાં આ પ્યાલો ફૂટવાનો જ ના હોય તો આ કાચના પ્યાલાનાં કારખાનાં શી રીતે ચાલે ? આ તો વ્યવસ્થિતને તમારુંય ચલાવવું છે, કારખાનાંય ચલાવવાં છે અને હજારો મજૂરોનુંય ગાડું ચલાવવાનું છે. તે ૬ નિયમથી પ્યાલો ફૂટે જ, ફૂટ્યા વગર રહે જ નહીં. ત્યારે અક્કરમી ફૂટે ત્યારે કઢાપો ને અજંપો કર્યા કરે. અરે, નોકરથી ફૂટ્યો હોય ને બે-પાંચ મહેમાન બેઠા હોય તો મનમા ં અજંપો કર્યા કરે કે ક્યારે આ મહેમાન જાય ને હું નો કરને ચાર તમાચા ચોડી દઉં ! ને મૂઓ તેવું કરેય ખરો. અને જો તેણે જાણ્યું કે આ નોકરે નથી ફોડ્યો પણ 'વ્યવસ્થિતે' ફોડ્યો છે તો થાય કશું ? સંપૂર્ણ સમાધાન રહે કે ન રહે ? ૭ ખરી રીતે નોકર બિચારો નિમિત્ત છે. તેને આ શેઠિયાઓ બચકાં ભરે છે. નિમિત્તને ક્યારેય બચકાં ના ભરાય. મૂઆ, નિમિત્તને બચકાં ભરીને તું તારું ભયંકર અહિત કરી રહ્યો છું. મૂઆ, મૂળ રૂટ કૉઝ ખોળી કાઢને ! તો તારો ઉકેલ આવશે. નોકર તો નિમિત્ત, હિસાબ પોતાનો જ આ તો પ્યાલા ફૂટી ગયા તોય કઢાપો થાય, નોકરને ગાળો ભાંડે કે, 'તારા હાથ ભાંગલા છે, તારા પગ ભાંગલા છે.' તે ઘડીએ ૧ એમ વિચારે કે, 'હું એની જગ્યાએ હોઉં તો મારી શી દશા થાય ? ૨ આપણને કેટલું દુઃખ થાય ?' એવું કોઈ વિચારે ? નોકરના મનમાં શું થાય કે, 'આ શેઠ મને વગર કામના ટૈડકાવે છે, મારો ગુનો નથી. હું તો નોકર છું ને નોકરી કરું છું, તેથી મને વઢે છે.' એવું બિચારાને થાય. એટલે આ અણસમજણથી ગરીબ માણસોને શ્રીમંત માણસો દુઃખ દે છે, નહીં તો ૩ કોઈ નોકર પ્યાલા ફોડી નાખતો હશે ? અને જો એ ૪ નોકર પ્યાલા ફોડી નાખતો હોય તો રોજ ના ફોડી નાખે ? ૫ જ્યારે એનાથી હાથમાં ના ઝલાય ત્યારે જ ફૂટે ને? ૬ આ વર્લ્ડમાં કોઈ વસ્તુ કોઈ ફોડે જ નહીં, આ તો બધો તમારો જ હિસાબ ચૂકવાય છે. ૭ એમાં નોકર તો બિચારો નિમિત્ત બની જાય છે. ગજવું કપાયું, ત્યાં હકીક્ત શી છે ? ૧ આ ક્રોધ-માન-માયા-લોભ એ જ દુઃખ દેનારાં છે; બહારના કોઈ દુઃખ દેતા નથી. આ ક્રોધ-માન-માયા-લોભ આપણને એવું શીખવાડે કે આ દુઃખ છે, એવા તમને ઊંધા પાટા દેખાડે. બાકી ૨ બહાર તો આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. પ્રશ્શનકર્તા : આપણું કર્મ દોષિત છે એમ જ ને ? દાદાશ્રી : ના, ૩ તમે પોતે જ દોષિત છો, દોષ બીજા કોઈનોય છે નહીં. તમારું ગજવું કપાય તો ૪ ગજવું કાપનારનો દોષ નથી, તમારા જ દોષને લઈને આ ગજવું કપાય છે ! ૫ પૂર્વજન્મના હિસાબ બધા ચૂકતે થાય છે. એમાં પેલો કાપનારો તો અત્યારે મોજ કરતો હોય, પણ તમે આજે પકડાયા છો. પ્રશ્શનકર્તા : કોઈ આપણી પાસે પચ્ચીસ હજાર રૂપિયા લઈ ગયું ને પાછા ના આપે તો એ પણ પૂર્વજન્મના આપણે ઋણ જ ચૂકવતા હોઈશુંને ? દાદાશ્રી : ૬ બધો હિસાબ જ છે, માટે વરીઝ (ચિંતા) કરશો નહીં. એ સામો મળે તોય એની પર ચીડ ના ચડાવશો, નહીં તો એક તો રૂપિયા ગયા અને ઉપરથી એની જોડેનાં કર્મ બંધાય. પ્રશ્શનકર્તા : 'એ ભલે લઈ ગયો' એમ કહેવાનું ? દાદાશ્રી : 'ભલે લઈ ગયો' એવું પછી નહીં બોલવાનું, ત્યાં મૌન રહેવું. ૭ 'એ ભલે લઈ ગયો' એવું બોલીએ તોય ગુનો કહેવાય. ૮ અંદરખાને સમજી જવાનું કે આપણી ભૂલનું પરિણામ છે આ, મોઢે કશું બોલવાનું નહીં. નહીં તો પેલો માણસ પછી ચડી વાગે (બેસે) ! મોઢે તો એમ જ કહેવાનું કે, 'ભઈ, અનુકૂળ આવે એટલા તો કંઈક આપો' એટલું બોલવું. અંદરખાને જાણવું કે આવશે તો ઠીક છે ને ના આવ્યા તો કંઈ નહીં, પણ મોઢે બોલવું તો જોઈએ. બાકી ૯ હિસાબ વગર ભેગા થાય જ નહીં ને! ૧૦ બીજા કોઈને ના આપ્યા અને એને જ કેમ અપાયા? માટે હિસાબ છે. એકવાર તો હિસાબ વગર ભેગો જ ના થાય. ૧૧ અમને જગત આખું નિર્દોષ દેખાય. દોષિત કોઈ છે જ નહીં એવું જગત આખુંય દેખાય. ૧૨ કોઈ દોષિત દેખાય છે એ આપણી હજી ભૂલ છે. જ્યારે ત્યારે તો નિર્દોષ જોવું પડશે ને ? ૧૩ આ બધું આપણા હિસાબથી જ છે, આટલું ટૂંકું સમજી જાવને, તોય બધું બહુ કામ લાગે. આત્માને ગજવું હોય નહીં. ૧૪ જો તમે આત્મા છો તો તમને ગજવું હોય નહીં, તો તમારું કશું કપાય પણ નહીં. કપાયું એ 'ચંદુભાઈ'નું કપાયું, પણ 'તમે' કહો છો 'મારું ગજવું કપાયું' એટલે 'તમે' 'ચંદુભાઈ' થઈ ગયા, એ મિથ્યાત્વ છે. ૧૫ ગજવું કાપનાર ગજવું કાપે છે, તેમાં ખોટું હોતું નથી. ૧૬ આ જગત એક મિનિટેય કાયદાની બહાર ચાલ્યું નથી. છતાં લોક કહે છે કે, 'આજ લોક નાલાયક થઈ ગયા છે.' ના, એવું ૧૭ કશું નાલાયક થઈ ગયું જ નથી. ૧૮ આ બધું જ કુદરત કરાવડાવે છે અને આ માણસો તો વચ્ચે નિમિત્ત છે અને એ ઇગોઈઝમ કરે છે કે, 'મેં કર્યું, મેં કર્યું' એટલું જ. ૧૯ એટલે કોઈનોય દોષ કાઢશો નહીં, કારણ કે દોષ કાઢશો તો તમે પાછા જોખમદાર થશો. જોખમદારી લેવી નથીને ? અંડરહેન્ડને 'ડિસમિસ' ના કરાય પ્રશ્શનકર્તા : દાદા, મારી નોકરી પોલીસ ખાતામાં છે, અમારા ખાતામાં કરપ્શન (ભ્રષ્ટાચાર) બહુ ચાલે, પછી મને હઉ લાગુ પડે. દાદાશ્રી : ૧ કરપ્શનવાળા છે એ લોકો તો સડેલાં બી નાખે છે, તે ઊગે ત્યારે પાંદડાં પણ સડેલાં હોય છે ! એવું તમે જોયેલું ? પાંદડાંમાં કાણાં હોય છે ? જો અજાયબી છે ને ! ઈમાનદારીવાળાને અત્યારે આ લોકો તરફથી મુશ્કેલી છે. ઈમાનદાર સહેજ આવ્યો તો એને જીવવા જ ના દે, જાણે કે આ વળી ભૂત ક્યાંથી આવ્યું ? ઉપલાવાળો પણ જાણે કે આ ડખલ આવી. ૨ બધે જ ઇમાનદારને મુશ્કેલી છે, પણ છેવટે ભગવાન અને કુદરત ઇમાનદારને પડખે ઊભાં રહ્યાં છે ! પ્રશ્શનકર્તા : ગવર્નમેન્ટની મોટી પોસ્ટ ઉપર અમારી હાથ નીચેનો માણસ બહુ ઊંધું કરતો હોય ત્યારે અમે નક્કી કરીએ કે એની સામે પગલાં લેવાં ને એને ડિસમિસ કરવો. દાદાશ્રી : ૩ ડિસમિસ ના કરવો. આપણે એને ઇન્ફર્મેશન આપવાની કે, 'ભઈ, આવું હોવું ઘટે નહીં.' બાકી તમારે આ ગવર્નમેન્ટનું ખાતું છે, એટલે ડિસમિસ તો કરાય જ નહીં. તમારી ઉપર તમને કોઈ ડિસમિસ કરનાર છે કે નહીં ? પ્રશ્શનકર્તા : ખરા ને ! દાદાશ્રી : તો પછી ૪ ડિસમિસ કરવાનાં એવાં જોખમ તો ખેડવાં જ નહીં. આપણા ઉપલા ઓફિસરે કહ્યું હોય તોય આપણે નરમ કરી નાખવું, છેવટે જૂઠું બોલીનેય નરમ કરી નાખવું. ૫ તમારાં પોતાનાં ડિસમિસની વાત આવે, તો તમને પોતાને એ ડિસમિસ શબ્દ સાંભળતાં તો બહુ મોટી અસર થાયને ? પ્રશ્શનકર્તા : થાયને, બધાને થાય. દાદાશ્રી : ૬ ત્યારે પેલા બિચારાને કેટલી અસર થાય ? ૭ આ જગતમાં કોઈનેય દુઃખ દેવાનું શા માટે? ૮ આપણે કાયદેસર વર્તો, કાયદામાં બધી છટકબારીઓ હોય છે. અને માઇલ્ડ (નરમ) ભાષા હોય કે ના હોય ? આપણે એમ કહીએ કે 'તમને ડિસમિસ કેમ ના કરવા, એનો ખુલાસો આપો' અને 'અમે તમને ડિસમિસ કરી નાખીશું.' એ બે વાક્યમાં ફેર નહીં ? માટે માઈલ્ડ ભાષા વાપરવી જોઈએ. એટલે ૯ આ તો આપણી જવાબદારી છે, બહુ મોટી જવાબદારી છે કે આપણા હાથે જૂઠું થાય, ૧૦ પણ કોઈને જીવતો જવા દેજે, કોઈની નોકરી કે પેટ ઉપર પગ મૂકશો નહીં. હિસાબી છે જગત આ પ્રશ્શનકર્તા : ઘણી વખત એવું થાય કે સાચા રસ્તે ચાલનારને સંસારમાં ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. દાદાશ્રી : ૧ મુશ્કેલીઓ તો આપણી જ ઊભી કરેલી છે, ૨ કોઈએ કંઈ મુશ્કેલી કરી જ નથી. ૩ આ જગતમાં કોઈ પણ માણસ કોઈને મુશ્કેલીમાં મૂકી શકતો જ નથી. જે મુશ્કેલીઓ આવે છે તે પોતાની જ ઊભી કરેલી છે અને ૪ લોકો તમને તમારી ઇચ્છા પ્રમાણે મુશ્કેલી ઊભી થવા માટે હેલ્પ કરે છે. ૫ લોકો તમારું ગજવું કાપે છે, એ તમને હેલ્પ કરે છે. ત્યારે તમે પાછાં એને મુશ્કેલી કહો છો ? શી રીતે હેલ્પ કરે છે કે ૬ તમને કર્મમાંથી છોડાવવા માટે એ બિચારો તમારું ગજવું કાપે છે, ત્યારે તમે કહો છો કે આણે મને મુશ્કેલીમાં મૂક્યો. અરે ! ૭ મુશ્કેલીમાં ક્યાં મૂકે છે, આ તો તમને છૂટકારો કરાવડાવે છે. એટલે ૮ દુનિયામાં કોઈ માણસ મુશ્કેલીમાં મૂકે એવું છે જ નહીં. તમારો જ હિસાબ છે આ. ૯ એમાં લોક તો નિમિત્ત માત્ર છે. ચોપડાના હિસાબ આ સંસારમાં સુખ નથી એવો હિસાબ કાઢેલો કે તેં ? પ્રશ્શનકર્તા : હા, દાદા. દાદાશ્રી : જેને આ સંસારના ચોપડાઓનું સરવૈયું કાઢતાં આવડયું, એને મોક્ષની તીવ્ર ઇચ્છા થાય. આ સરવૈયું કાઢે ત્યારે જ સમજાય કે શામાં સુખ છે ? બાપ થવામાં સુખ છે ? ધણી થવામાં સુખ છે ? ૧ આ સંસાર તો સમજવા જેવો છે. આ કાકા શું છે ? મામા શું છે? ધણી શું છે ? બૈરી શું છે ? એ તો ચોપડાના હિસાબ છે. પણ એ તો જાણ્યું જ નહીં. જો જાણે તો તો હિસાબ જ ચોખ્ખો કરતો જાય. અને આ તો જાણે નહીં એટલે પછી એક હિસાબ ચૂકતે થાય ને બીજો હિસાબ વધારતો જાય, અને મામાનો હિસાબ બાકી હોય તો ૨ કોઇ પણ નિમિત્તે હિસાબ ચૂકતે થયા વગર રહેવાનો નહીં ને ! જગત દુઃખ ભોગવવા માટે નથી, સુખ ભોગવવા માટે છે. ૩ જેનો જેટલો હિસાબ હોય તેટલું થાય. ૪ કેટલાક એકલું સુખ ભોગવતા હોય છે, તે શાથી ? કેટલાક એકલું દુઃખ જ ભોગવતા હોય છે એ શાથી ? પોતે એવા હિસાબ લાવ્યો છે તેથી. આ સમાચારોમાં રોજ આવે કે, 'આજે ટેક્સીમાં બે માણસોએ આને લૂંટી લીધા, ફલાણા ફ્લેટનાં બાઇ-સાહેબને બાંધી લૂંટ ચલાવી.' આ વાંચીને આપણે કંઇ ભડકવાની જરૂર નથી કે ૫ હુંય લૂંટાઇ જઇશ તો ? આ વિકલ્પ એ જ ગુનો છે. એના કરતાં તું તારે સહજમાં ફર્યા કરને. ૬ તારો હિસાબ હશે તો લઇ જશે, નહીં તો કોઇ બાપોય પૂછનાર નથી. ૭ 'ભોગવે એની ભૂલ.' માટે તું નિર્ભય થઇને ફર. આ પેપરવાળા તો લખે, માટે આપણે શું બી જવું ? ૮ એક લાખ માણસ જે જગ્યાએ લૂંટાય ત્યાં તમે ડરશો નહીં. તમારો કોઇ બાપોય ઉપરી નથી. આપણને કોઇ જોષીએ હાથ જોઇને કહ્યું હોય કે ચાર ઘાતો છે. તો ચાર ઘાતોમાં આપણે ચેતતા રહેવું જોઇએ. હવે આમાંથી એક ઘાત ગઇ તો આનંદ માનવો કે સિલકમાંથી એક ઓછી થઇ ! તેમ ૯ અપમાન, ગાળો, એવું બધું આપણી પાસે આવે તો આનંદ માનવો કે સિલકમાંથી એક દુઃખ ઓછું થયું. પણ આ તો અવસ્થામાં ચોંટી રહે છે, એ ના હોવું જોઇએ. ૧૦ કોઇની જોડે હજાર ગાળોનો હિસાબ હોય તો એ એક ગાળ આપે તો આપણે એમ કહીએ કે હજારમાંથી એક તો ઓછી થઇ ! હવે ૯૯૯ ગાળો બાકી રહી !! ૧૧ પેલો બોજો રહે છે કે મને 'કેમ ગાળ આપી તે, ના હોવો જોઇએ. ૧૨ માન વખતે જેમ આનંદ રહે છે તેમ અપમાન વખતેય આનંદ હાજર રહેવો જ જોઇએ. અપમાન વખતે આનંદ શાથી હાજર નથી રહેતો ? ૧૩ 'અપમાન વખતે આનંદ હાજર રહે જ' એવું નહીં કહેવાથી એ હાજર નથી રહેતો; માટે આપણે 'રહે જ' એમ કહીએ એટલે રહે. પણ એ તો 'ખ્યાલ નથી રહેતો' એવું કહે તો પછી એ ખ્યાલ શી રીતે હાજર રહે ? મહી આત્મામાં અનંત શક્તિઓ ભરી પડેલી છે. નક્કી કરે એવું થાય એમ છે. જો તમારાં દુઃખો 'દાદા'ને સોંપી દો તો તો કામ જ નીકળી જાય. 'અમે' આખા જગતનાં દુઃખો લેવા આવ્યા છીએ, જેને સોંપવા હોય તે આ 'દાદા'ને સોંપી જાય. આપણે દાદાને કહીએ કે 'દાદા અમે તો પહેલેથી જ ગાંડા છીએ. માટે હવે તમે હાજર રહો.' એટલે દાદા આવે જ. પરિણામ, પાપ-પુણ્યના ૧ આ દુનિયાને કોઈ ચલાવનાર નથી, જો કોઈ ચલાવનાર હોત તો પાપ-પુણ્યની જરૂર નથી. પાપ અને પુણ્યનો અર્થ શું ? જીવમાત્રને કંઈ પણ નુકસાન દેવું એનાથી પાપ બંધાય છે અને કોઈ પણ જીવને કંઈ પણ સુખ આપવું એનાથી પુણ્ય બંધાય છે. ૨ આખું જગત ભગવાન સ્વરૂપ જ છે. હવે આ બધું, ૩ દુશ્મન દેખાય છે અને મિત્ર દેખાય છે એ બધી ભ્રાંતિ છે. એટલે ૪ કોઈ પણ જીવને કિંચિત્માત્ર સુખ કે દુઃખ પહોંચાડ્યું તો એનાથી આપણને પુણ્ય કે પાપની અસર થાય છે અને એ અસર પછી આપણે ભોગવવાની. એટલે ૫ આ પુણ્ય ને પાપ, એ બેની અસરો થયા કરે છે. પુણ્ય હોય તો પુણ્યની અસર શું કહેવાય ? એનાથી આપણી ઇચ્છા પ્રમાણે થયા કરે. ૬ પુણ્યની અસર શું ? કે આપણા ધારેલા પ્રમાણે બધું થયા કરે અને પાપની અસર શું ? કે ધારેલું હોય તેનાથી અવળું જ થયા કરે. એવાં અવળાં કોઈ સોગઠાં પડેલાં ? હવે એમાં નાખનારની ભૂલ છે ? ૭ નાખનારની ભૂલ નથી. એનાં એ જ સોગઠાં નાખનારો હતો, પણ જ્યારે પુણ્યની અસર હતી ત્યારે સોગઠાં સાચાં પડતાં હતાં ને પાપની અસર આવી ત્યારે સોગઠાં બધાં ઊંધાં પડે. જ્યારે ૮ પુણ્યની અસર થાય ત્યારે લોકો 'આવો, આવો, આવો ચંદુભાઈ, આવો ચંદુભાઈ શેઠ' કહે અને પાપની અસર થાય ત્યારે જવા દો ને એમની વાત !' એવું કહે. હવે એ ને એ જ ચંદુભાઈ છે, પણ એમનાં ૯ પાપ-પુણ્યની અસર લોકોના ઉપર પડે છે ! આવન-જાવન, લેણદેણના હિસાબથી આ તો ૧ બધું તમે તૈયાર લઇને આવેલા છો દુકાન, ઓફિસ, બૈરી-છોકરાં બધો તૈયાર સામાન લઇને આવ્યા છો. ૨ આ ચોપડાનો હિસાબ છે. ૩ આત્માને પિતાયે ના હોય અને પુત્રેય ના હોય, ૪ ચોપડાના લેણદેણના હિસાબ માટે ભેગા થાય છે બધા. હવે આગળ શું કરવાનું છે એ નહીં જાણતા હોવાથી આજે ખેડ ખેડ કર્યા કરે છે. અરે, ૫ આ તો ખેડેલું જ છે, તૈયાર જ છે. એમાં બહુ ધ્યાન રાખવાની જરૂર નહીં. સહજ ચિત્ત રાખવાનું ને બીજું બધું કરવાનું. ૬ જન્મથી મરણ સુધીનાં બધાં જ સ્ટેશનો ફરજિયાત લઇને આવેલા છો. પોતાને ગમે છે ત્યારે જાણે કે મારું મરજિયાત છે ને નથી ગમતું એટલે કહે કે ફરજિયાત છે. ખરેખર તો બધું જ ફરજિયાત છે. આ બધું જાણવું પડશેને ? આમ ક્યાં સુધી ગપ્પું ચાલવા દઇએ ? કંઇક તારણ તો કાઢવું જોઇશેને ? તારણનો ચોપડો જોડે રાખવો. તારણનો ચોપડો પરભવથી શું શું જોડે લઇને આવેલા ? ૧ ચંદુભાઇની જરૂરિયાતની બધી જ વસ્તુઓ લઇને આવેલા છો, ૨ મનની જરૂરિયાતની બધી વસ્તુઓ લઇને આવેલા છો, ૩ ચિત્તની જરૂરિયાતની બધી વસ્તુઓ લઇને આવેલા છો, ૪ બુદ્ધિની, અહંકારની બધી જ જરૂરિયાતની વસ્તુઓ લઇને આવેલા છો. હવે એ ૫ જરૂરિયાતની વસ્તુઓ કુદરત તમને સપ્લાય કરે છે અને પોતે કહે છે કે, હું કરું છું. ૬ બધું તૈયાર હોય એમાં આપણે શું કર્યું કહેવાય? જે નથી તૈયાર તેના માટે કરવું એ પુરુષાર્થ કહેવાય. રીલેટિવમાં તો સાંધવાનું ૧ આ તો 'રીલેટિવ' સગાઇઓ છે. ૨ જો 'રીયલ' સગાઇ હોય ને, તો તો આપણે જક્કે ચઢેલા કામના કે તું સુધરે નહીં ત્યાં સુધી જક્કે ચઢીશ. પણ આ તો 'રિલેટિવ' ! 'રીલેટિવ' એટલે એક કલાક જો બઇસાહેબ જોડે જામી જાય તો બેઉને 'ડાયવોર્સ'નો વિચાર આવી જાય, પછી એ વિચારબીજનું ઝાડ થાય. આપણે જો 'વાઇફ'ની જરૂર હોય તો ૩ એ ફાડ ફાડ કરે તો આપણે સાંધ સાંધ કરવું. તો જ આ 'રીલેટિવ' સંબંધ ટકે, નહીં તો તૂટી જાય. બાપ જોડેય 'રીલેટીવ' સંબધ છે. લોક તો 'રીયલ' સગાઇ માનીને બાપ જોડે જક્કે ચઢે. ૪ એ સુધરે નહીં ત્યાં સુધી જક્કે ચઢવું ? મેર ચક્કર, એમ કરતાં, સુધરતાં તો ડોસો મરી જશે! એના કરતાં એની સેવા કર ને ! 'ભમરડો', વ્યવસ્થિતના તાબામાં આ તો ૧ 'સબ સબ કી સમાલો.' આપણે સુધરીએ તો સામેવાળો સુધરે. આ તો વિચારણા છે, ને ઘડી પછી જોડે બેસવાનું છે તો પછી કકળાટ શાને ? શાદી કરી છે તો કકળાટ શાને ? તમારે ગઇકાલનું ભૂલાઇ ગયું હોય ને અમને તો બધી જ વસ્તુ 'જ્ઞાન'માં હાજર હોય. જો કે આ તો સદ્વિચારણા છે તે 'જ્ઞાન' ના હોય તેને પણ કામ આવે. આ અજ્ઞાનથી માને છે કે એ ચઢી બેસશે. કોઇ અમને પૂછે તો અમે કહીએ કે, ૨ 'તુંય ભમરડો ને એય ભમરડો તે શી રીતે ચઢી બેસશે ? ૩ એ કંઇ એના તાબામાં છે ?' ૪ તે એ 'વ્યવસ્થિત'ના તાબામાં છે. અને વાઇફ ચઢીને ક્યાં ઉપર બેસવાની છે ? તમે જરા નમતું આપો એટલે એ બિચારીના મનમાંય ઓરિયો પૂરો થાય કે હવે ધણી મારા કાબૂમાં છે ! એટલે સંતોષ થાય એને. ફેર, પરિણામમાં કે ભોગવટામાં ? ૧ આ વરસાદ ધોધમાર પડતો હોય, પણ આપણે એક એવી છત્રી લઈ ગયા, તો મહીં આપણને એક છાંટોય પાણી અડે નહીં. એટલે ૨ વરસાદ બંધ નહીં થાય. ૩ આપણાં લોક એવિડન્સ બંધ કરવા જાય છે, એ નહીં બંધ થાય. એવું જો થાય તો તો પછી લોકો જગત જ બધું તોડી નાખેને ! નિમિત્તને બચકાં હમણાં સાસુ દુઃખ દેતી હોય ને, તો વહુ પોતાના દોષ જોતી નથી પણ સાસુની જ ખોડ કાઢ કાઢ કરે છે. પણ તે જો ધર્મધ્યાન સમજે તો શું કરે ? ૧ 'મારા કર્મના દોષ, તેથી મને આવાં સાસુ મળ્યાં. ૨ પેલી મારી બહેનપણીને કેમ સારી સાસુ મળી છે' એવો વિચાર ના કરવો જોઇએ? આપણી બહેનપણીને સારાં સાસુ હોય છે કે નથી હોતાં ? તો ૩ આપણે ના સમજીએ કે આપણી કંઇક ભૂલ હશે ને, નહીં તો આવાં સાસુ ક્યાંથી ભેગાં થાય ? ૪ ઘરમાં સાસુ વઢતી હોય તો આપણે સમજવું જોઇએ કે મને આ સાસુ જ કેમ ભાગમાં આવી ? બીજી સાસુઓ શું નહોતી ? ૫ પણ મને આ જ કેમ મળી ? માટે તેની જોડે કંઇ આપણો હિસાબ છે, તો તે હિસાબ શાંતભાવે પૂરો કરી લો. પ્રશ્નકર્તા : દ્ષ્ટિમાં ફેર છે એટલે આમ થાય છે ? દાદાશ્રી : ના, દ્ષ્ટિમાં ફેર નહીં પણ ૬ એને ભાન જ નથી કે આ મારાં કર્મના ઉદયનું ફળ છે. એ તો પ્રત્યક્ષને જ જુએ છે, ૭ નિમિત્તને જ બચકાં ભરે છે. સાસુ તો નિમિત્ત છે, એને બચકાં ના ભરીશ. ૮ નિમિત્તનો તે ઊલટાનો આપણે ઉપકાર માનીએ કે એણે એક કર્મમાંથી મુક્ત કર્યા આપણને. એક કર્મમાંથી મુક્ત થવું હોય તો કેવી રીતે મુક્ત થવાય ? પેલો ગજવું કાપી ગયો અને ગજવું કાપનાર માણસને આપણે નિર્દોષ જોઇએ, અગર તો સાસુ ગાળો આપતી હોય કે આપણી ઉપર દેવતા નાખ્યો હોય, તે ઘડીએ આપણને સાસુ નિર્દોષ દેખાય તો આપણે જાણવું, કે આ કર્મની મુક્તિ થઇ ગઇ. નહીં તો કર્મ મુક્ત થયું નથી. કર્મ મુક્ત થયું નથી ને ત્યાર પહેલાં તો સાસુનો દોષ જુએ, એટલે પાછાં બીજાં નવાં કર્મ વધ્યાં ! કર્મ વધ્યાં ને પછી ગૂંચાઇ જાય. સહન ? નહીં, સોલ્યુશન લાવો પ્રશ્શનકર્તા : દાદા, અથડામણ ટાળવાનું આપે જે કહ્યું, એટલે સહન કરવું એમ અર્થ થાય ને ? દાદાશ્રી : અથડામણ ટાળવાનું એટલે સહન કરવાનું નથી. સહન કરશો તો કેટલું કરશો ? સહન કરવું અને 'સ્પ્રીંગ' દબાવવી એ બે સરખું છે. 'સ્પ્રીંગ' દબાવેલી કેટલા દહાડા રહેશે ! માટે સહન કરવાનું તો શીખશો જ નહીં, સોલ્યુશન કરવાનું શીખો. અજ્ઞાન દશામાં તો સહન જ કરવાનું હોય છે. પછી એક દહાડો 'સ્પ્રીંગ' ઊછળે તે બધું પાડી નાખે, પણ એ તો કુદરતનો નિયમ જ એવો છે. ૧ એવો જગતનો કાયદો જ નથી કે કોઇને લીધે આપણે સહન કરવું પડે. ૨ બીજાના નિમિત્તે જે કંઇ સહન કરવાનું થાય છે, એ આપણો જ હિસાબ હોય છે. પણ આપણને ખબર નથી પડતી કે આ કયા ચોપડાનો ને ક્યાંનો માલ છે, એટલે આપણે એમ જાણીએ કે આણે નવો માલ ધીરવા માંડ્યો. ૩ નવો કોઇ ધીરે જ નહીં, ધીરેલો જ માલ પાછો આવે. આપણા જ્ઞાનમાં સહન કરવાનું હોતું નથી. જ્ઞાનથી તપાસ કરી લેવી કે ૪ સામો 'શુદ્ધાત્મા' છે. ૫ આ જે આવ્યું તે મારા જ કર્મના ઉદયથી આવ્યું છે, ૬ સામો તો નિમિત્ત છે. પછી આપણને આ જ્ઞાન ઇટસેલ્ફ જ 'પઝલ' 'સોલ્વ' કરી આપે. પ્રશ્શનકર્તા : એનો અર્થ એમ થયો કે મનમાં સમાધાન કરવાનું કે આ માલ હતો તે પાછો આવ્યો એમ ને ? દાદાશ્રી : ૭ એ પોતે શુદ્ધાત્મા છે ને આ એની પ્રકૃતિ છે. ૮ પ્રકૃતિ આ ફળ આપે છે. ૯ આપણે શુદ્ધાત્મા છીએ, એ પણ શુદ્ધાત્મા છે. હવે બન્નેને 'વાયર' ક્યાં લાગુ થયો છે? ૧૦ આ પ્રકૃતિ ને તે પ્રકૃતિ, બન્ને સામસામી બધા હિસાબ ચૂકવે છે. એમાં આ પ્રકૃતિના કર્મનો ઉદય તે પેલો આપે કંઇક. ૧૧ એ આપી ગયો એટલે આપણો હિસાબ ચોખ્ખો થઇ ગયો. ૧૨ આ 'સોલ્યુશન' હોય ત્યાં પછી સહન કરવાનું રહે જ નહીં ને ! સહન કરવાથી શું થશે ? આવો ફોડ નહીં પાડો, તો એક દહાડો એ 'સ્પ્રીંગ' કૂદશે. કૂદેલી સ્પ્રીંગ તમે જોયેલી ? મારી 'સ્પ્રીંગ' બહુ કુદતી હતી. ઘણા દહાડા હું બહુ સહન કરી લઉં ને પછી એક દહાડો ઉછળે તો બધું જ ઉડાડી મૂકું. આ બધું અજ્ઞાન દશાનું, મને એનો ખ્યાલ છે. એ મારા લક્ષમાં છે. એટલે તો હું કહી દઉં ને કે સહન કરવાનું શીખશો નહીં. એ અજ્ઞાનદશામાં સહન કરવાનું હોય. આપણે અહીં તો ફોડ પાડી દેવો કે આનું પરિણામ શું, એનું કારણ શું, ચોપડામાં પદ્ધતિસરનું જોઇ લેવું, ૧૩ કોઇ વસ્તુ ચોપડા બહારની હોતી નથી. 'ન્યાય સ્વરૂપ', ત્યાં ઉપાય તપ પ્રશ્શનકર્તા : અથડામણ ટાળવાની, 'સમભાવે નિકાલ' કરવાની આપણી વૃત્તિ હોય છતાં સામો માણસ આપણને હેરાન કરે, અપમાન કરે તો આપણે શું કરવું ? દાદાશ્રી : કશું નહીં. એ ૧ આપણો હિસાબ છે, તો આપણે તેનો 'સમભાવે નિકાલ' કરવો છે એમ નક્કી રાખવું. ૨ આપણે આપણા કાયદામાં જ રહેવું અને આપણે આપણી મેળે આપણું 'પઝલ' 'સોલ્વ' કર્યા કરવું. પ્રશ્શનકર્તા : સામો માણસ આપણું અપમાન કરે ને આપણને અપમાન લાગે એનું કારણ આપણો અહંકાર છે ? દાદાશ્રી : ૩ ખરી રીતે સામો અપમાન કરે છે તે આપણો અહંકાર ઓગાળી નાખે છે, અને તેય પેલો 'ડ્રામેટિક' અહંકાર. ૪ જેટલો એક્સેસ અહંકાર હોય તે ઓગળે, એમાં બગડી શું જવાનું છે ? આ કર્મો છૂટવાં દેતાં નથી. આપણે તો ૫ નાનું બાળક સામું હોય તોય કહીએ, હવે છૂટકારો કર. તમને કોઇએ અન્યાય કર્યો ને તમને એમ થાય કે મને આ અન્યાય કેમ કર્યો તો તમને કર્મ બંધાય. કારણ કે ૬ તમારી ભૂલને લઇને સામાને અન્યાય કરવો પડે છે. હવે અહીં ક્યાં મતિ પહોંચે ? જગત તો કકળાટ કરી મેલે ! ૭ ભગવાનની ભાષામાં કોઇ ન્યાયેય કરતું નથી ને અન્યાયેય કરતું નથી, 'કરેક્ટ' કરે છે. હવે આ લોકોની મતિ ક્યાંથી પહોંચે ? ઘરમાં મતભેદ ઓછા થાય, ભાંજગડ ઓછી થાય, આજુબાજુનાનો પ્રેમ વધે તો સમજીએ કે વાતની સમજણ પડી. નહીં તો વાતની સમજ પડી નથી. ૮ કો'કે તમને અન્યાય કર્યો હોય તો તે ભગવાનની ભાષામાં 'કરેક્ટ' છે; ૯ જ્ઞાન કહે છે કે તું ન્યાય ખોળીશ તો તું મૂર્ખ છે ! માટે એનો ઉપાય છે તપ ! ૧૦ આ જગત ન્યાયસ્વરૂપ છે, ગપ્પું નથી. એક મચ્છર પણ એમને એમ તમને અડે તેમ નથી. ૧૧ મચ્છર અડ્યો માટે તમારું કંઇક કારણ છે. ૧૨ બાકી એમ ને એમ એક સ્પંદન પણ તમને અડે તેવું નથી. ૧૩ તમે સંપૂર્ણ સ્વતંત્ર છો. ૧૪ કોઇની આડખીલી તમને નથી. 'જ્ઞાની' પાસે 'એડજસ્ટમેન્ટ' શીખીએ એક ભાઇ હતા. તે રાત્રે બે વાગે ઘેર આવતા હશે. તે પછી ઘરમાં બધાંએ નિશ્ચય કર્યો કે આમને વઢવું કે ઘરમાં પેસવા ના દેવા ? શો ઉપાય કરવો ? તે તેનો અનુભવ કરી આવ્યા. મોટાભાઇ કહેવા ગયા તો એ મોટાભાઇને કહે કે, 'તમને માર્યા વગર છોડીશ નહીં.' પછી ઘરનાં બધાં મને પૂછવા આવ્યા કે, 'આનું શું કરવું ? આ તો આવું બોલે છે.' ત્યારે મેં ઘરનાંને કહી દીધું કે, કોઇએ તેને અક્ષરેય કહેવાનું નહીં. તમે બોલશો તો એ વધારે ફ્રંટ (નફ્ફટ) થઇ જશે અને ઘરમાં પેસવા નહીં દો તો એ બહારવટું કરશે. એને જ્યારે આવવું હોય ત્યારે આવે ને જ્યારે જવું હોય ત્યારે જાય. આપણે ૧ રાઇટેય નહીં બોલવાનું ને રોંગેય નહીં બોલવાનું, ૨ રાગેય નહીં રાખવાનો ને દ્વેષેય નહીં રાખવાનો, ૩ સમતા રાખવાની, કરુણા રાખવાની. તે ત્રણ-ચાર વર્ષ પછી એ ભાઇ સરસ થઇ ગયો ! આજે એ ભાઇ ધંધામાં બહુ મદદરૂપ થાય છે ! ૪ જગત ના કામનું નથી પણ કામ લેતાં આવડવું જોઇએ. ૫ બધા જ ભગવાન છે અને ૬ દરેક જુદા જુદા કામ લઇને બેઠા છે. માટે ના ગમતું રાખશો નહીં. 'સાયન્સ' સમજવા જેવું પ્રશ્શનકર્તા : આપણે ક્લેશ ના કરવો હોય પણ સામો આવીને ઝઘડે તો શું કરવું ? એમાં એક જાગ્રત હોય પણ સામાવાળો ક્લેશ કરે, તો ત્યાં તો ક્લેશ થાય જ ને? દાદાશ્રી : આ ભીંત જોડે લઢે, તો કેટલો વખત લઢી શકે ? ૧ આ ભીંત જોડે એક દહાડો માથું અથડાયું તો આપણે એની જોડે શું કરવું ? માથું અથડાયું એટલે આપણે ભીંત જોડે વઢવાડ થઇ એટલે ૨ આપણે ભીંતને માર માર કરવી ? એમ આ જે ખૂબ ૩ ક્લેશ કરાવતું હોય તો તે બધી ભીંતો છે ! આમાં સામાને શું જોવાનું ? ૪ આપણે આપણી મેળે સમજી જવાનું કે આ ભીંત જેવા છે. આવું સમજવાનું, પછી કોઇ મુશ્કેલી નથી. પ્રશ્શનકર્તા : આપણે મૌન રહીએ તો સામાને ઊંધી અસર થાય છે કે આમનો જ દોષ છે ને એ વધારે ક્લેશ કરે. દાદાશ્રી : ૫ આ તો આપણે માની લીધું છે કે હું મૌન થયો તેથી આવું થયું. રાત્રે માણસ ઊઠ્યો ને બાથરૂમમાં જતાં અંધારામાં ભીંત જોડે અથડાયો, તે ત્યાં આપણે મૌન રહ્યા તેથી તે અથડાઇ ? ૬ મૌન રહો કે બોલો તેને સ્પર્શતું જ નથી, કંઇ લાગતું-વળગતું નથી. આપણા મૌન રહેવાથી સામાને અસર થાય છે એવું કશું હોતું નથી કે આપણા બોલવાથી સામાને અસર થાય છે એવું પણ કશું હોતું નથી. ૭ 'ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ', માત્ર વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા છે. કોઇની આટલીય સત્તા નથી. ૮ આટલીય સત્તા વગરનું જગત, એમાં કોઇ શું કરવાનું છે ? આ ભીંતને જો સત્તા હોય તો આને સત્તા હોય ! ૯ આ ભીંતને આપણને વઢવાની સત્તા છે ? ૧૦ એવું સામાને બૂમાબૂમ કરવાનો શો અર્થ ? એના હાથમાં સત્તા જ નથી ત્યાં! માટે તમે ભીંત જેવા થઈ જાઓ ને ! તમે બૈરીને ટૈડકાવ ટૈડકાવ કરો તો તેની મહીં ભગવાન બેઠેલા તે નોંધ કરે કે આ મને ટૈડકાવે છે ! ને ૧૧ તમને એ ટૈડકાવે ત્યારે તમે ભીંત જેવા થઇ જાઓ, તો તમારી મહીં બેઠેલા ભગવાન તમને 'હેલ્પ' કરે. દુઃખ ઊભા માન્યતાથી જ ૧ આ દુઃખ તો નામે નથી, પણ માની બેસે છે તેનાં દુઃખો છે. આ ઉપર ગયા પછી (મૃત્યુ પામ્યા પછી) કોઇના કાગળ-બાગળ આવેલા કે તમારી ઉપર ? પ્રશ્શનકર્તા : ના, એ તો ક્યાંથી આવે ? દાદાશ્રી : એવો આ સંસાર છે. ૨ ચોપડે ૫૦૦ રૂપિયા જમા હોય તો આ ભવે એ હિસાબ પૂરો કરવા ભેગા થાય. તે ૩ જૂના હિસાબો પૂરા થાય એટલે છૂટા પડી જાય, ૪ મરી જાય ને જો ફરી નવા હિસાબ માંડેલા ના હોય તો ફરી ભેગા ના થાય. આ ૧૦૦ રૂપિયાનાં ૫ કપ-રકાબી છે તે જ્યાં સુધી આપણો હિસાબ છે, ૬ ઋણાનુબંધ છે ત્યાં સુધી તે જીવતાં રહેશે. ૭ પણ હિસાબ પૂરો થાય પછી રકાબી ફૂટી જાય. ૮ તે ફૂટી ગયું તે વ્યવસ્થિત, ફરી સંભારવાના ના હોય. અને આ માણસોય પ્યાલા-રકાબી જ છે ને ? આ તો દેખાય છે કે મરી ગયા. પણ મરતા નથી, ફરી અહીં જ આવે છે. એટલે તો મરેલાનાં આપણે પ્રતિક્રમણ કરીએ તો તેને પહોંચે. એ જ્યાં હોય ત્યાં એને પહોંચે. સ્મૃતિ, રાગ-દ્વેષને આધીન ૧ આ યાદગીરી આવે છે એ રાગ-દ્વેષનાં કારણે છે. જેને જેટલો રાગ જેની પર તે વસ્તુ વધારે યાદ આવે ને દ્વેષ હોય તો તેય વસ્તુ વધારે યાદ આવ્યા કરે. ૨ વહુ પિયરે જાય તે સાસુને ભૂલવા જાય તોય ના ભૂલાય. કારણ દ્વેષ છે, નથી ગમતી. ૩ જ્યારે વર સાંભર્યા કરે. કારણ સુખ આપેલું તેથી રાગ છે માટે. બહુ દુઃખ દીધેલું હોય કે બહુ સુખ દીધેલું હોય તે જ યાદ આવે; કારણ કે ત્યાં રાગ-દ્વેષ ચોંટેલો હોય. તે ચોટને ભૂંસી નાખીએ એટલે વિસ્મૃત થાય. એની મેળે જ વિચારો આવે એ 'યાદ' આવ્યા કહેવાય. આ બધા ધોવાઈ જાય એટલે સ્મૃતિ બંધ થાય અને ત્યાર પછી મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય. સ્મૃતિ એટલે તણાવ રહે, મન ખેંચાયેલું રહે. એટલે મુક્ત હાસ્ય ઉત્પન્ન ના થાય. ૪ બધાને જુદું જુદું યાદ આવવાનું. તને યાદ આવે તે પેલાને ના આવે. કારણ બધાને જુદે જુદે ઠેકાણે રાગ-દ્વેષ હોય. સ્મૃતિ એ રાગ-દ્વેષથી છે. પ્રશ્શનકર્તા : દાદા, એને કાઢવી તો પડશે ને ? દાદાશ્રી : આ ૫ સ્મૃતિ ઈટસેલ્ફ બોલે છે કે અમને કાઢ, ધોઈ નાખ. એ જો સ્મૃતિ ના આવતી હોય તો બધા લોચા પડી જાત. એ જો ના આવે તો તમે કોને ધોશો ? તમને ખબર શી રીતે પડે કે ક્યાં આગળ રાગ-દ્વેષ છે ? ૬ સ્મૃતિ આવે છે એ તો એની મેળે નિકાલ થવા આવે છે, ચોંટને ધોઈ નખાવવા આવે છે. જો સ્મૃતિ આવે ને તેને ધોઈ નાખો, ચોખ્ખું કરી નાખો તો એ ધોવાઈને વિસ્મૃતિ થઈ જાય. યાદ એટલા માટે જ આવે છે કે તમારે અહીં ચોંટ છે તે ભૂંસો, તેનો પશ્ચાતાપ કરો અને ફરી એવું ના થાય એવો દ્ઢ નિશ્ચય કરો. આટલાથી તે ભૂંસાય એટલે એ વિસ્મૃત થાય. જે જ્ઞાન જગત વિસ્મૃત કરાવે તે યથાર્થ જ્ઞાન. એમાં ભૂલ કોની ? પ્રશ્શનકર્તા : મારો સ્વભાવ એવો છે કે ખોટી વસ્તુ સહન થતી નથી એટલે ગુસ્સો થયા કરે. દાદાશ્રી : ૧ ખોટું છે એવું ન્યાય કોણ કરે ? પ્રશ્શનકર્તા : આપણી બુદ્ધિ જેટલું કામ કરે, એ પ્રમાણે કરીએ. દાદાશ્રી : હા, એટલો ન્યાય થાય. પ્રશ્શનકર્તા : પણ એવું છેને, કે એક માણસને આપણે પચ્ચીસ રૂપિયા રોજનો પગાર આપતા હોય અને એ માણસ પાંચ રૂપિયાનું પણ કામ ના કરતો હોય, તો આપણને એમ તો લાગે ને કે આ બરોબર નથી ? દાદાશ્રી : પણ ૨ શાથી એ કામ નહીં કરતો હોય ? કયા કારણથી એ કામ નહીં કરતો હોય ? પ્રશ્શનકર્તા : એનો પ્રમાદી સ્વભાવ એટલા માટે. દાદાશ્રી : ૩ એવા માણસ બધા લોકોને મળતા હશે ? પ્રશ્શનકર્તા : બધાને મળતા હોય એમ કેમ કહેવાય ? દાદાશ્રી : તો ૪ તમને જ એવો માણસ કેમ ભેગો થયો ? એનું કંઈ કારણ તો હશેને ? પ્રશ્શનકર્તા : આગળનાં મારાં કર્મો એવાં હોય એટલે મને ભેગો થયો. દાદાશ્રી : ૫ તો પછી એનો શો દોષ ? ૬ તો એની ઉપર ગુસ્સો કરવાનું કારણ જ ક્યાં રહ્યું ? ૭ ગુસ્સો તો તમારી જાત ઉપર કરો કે, ''ભઈ, 'મેં' એવાં કેવાં કર્મ બાંધ્યાં કે આ મને આવો મળી આવ્યો?'' ૮ પોતાની નબળાઈ તો પોતાને જ નુકસાન કરે. ૯ 'ભોગવે એની ભૂલ.' ૧૦ એ કામ ના કરે ને તમે ગુસ્સો કરો તો તમને દુઃખ થાય એટલે ભૂલ તમારી છે. એ તો એવો ને એવો જ રહેશે, કાલે પણ એવું જ કરશે અને ઉપરથી તમારા ચાળા પાડશે. તમે પાછા ફરો કે તમારી પાછળ મશ્કરીઓ કરશે, કહેશે કે, 'ચક્કર જ છે ને, જવા દોને એને !' પ્રશ્શનકર્તા : તો એને આપણી પાસે બેસાડીને, સમજાવીને કહેવું કે, 'તારાથી આટલું કામ કેમ નથી થઈ શકતું ? જ્યારે બીજા તો કેવું સરસ કામ કરે છે.' એને આવડતું ના હોય તો શીખવાડીએ, એવું કરવું ? દાદાશ્રી : હા, એને સમજ પડે, એને લાગણી ઉત્પન્ન થાય, એ રીતે સમજાવવું જોઈએ. ફરીયાદી જ ગુનેગાર પ્રશ્શનકર્તા : કેટલાક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તોય તે સમજતા નથી. દાદાશ્રી : ૧ એ ના સમજતા હોય તો એમાં આપણી જ ભૂલ છે કે આપણને એ સમજણવાળો કેમ ના મળ્યો ! ૨ આમનો સંયોગ આપણને જ કેમ બાઝ્યો? ૩ જે જે વખતે આપણને કંઇ પણ ભોગવવું પડે છે તે ભોગવવાનું આપણી જ ભૂલનું પરિણામ છે. પ્રશ્શનકર્તા : તો આપણે એમ સમજવાનું કે મારાં કર્મો એવા છે ? દાદાશ્રી : ચોક્કસ. આપણી ભૂલ સિવાય આપણને ભોગવવાનું હોય નહીં. ૪ આ જગતમાં એવું કોઇ નથી કે જે આપણને સહેજ પણ, કિંચિત્માત્ર દુઃખ આપે અને જો કોઈ દુઃખ આપનાર છે તો તે આપણી જ ભૂલ છે. ૫ તત્ત્વનો દોષ નથી, એ તો નિમિત્ત છે. માટે ભોગવે તેની ભૂલ. ફરિયાદ નહીં, નિકાલ લાવો ને પ્રશ્શનકર્તા : દાદા, મારી ફરિયાદ કોણ સાંભળે ? દાદાશ્રી : તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઇ જઇશ. ૧ હું તો જે ફરિયાદ કરવા આવે તેને જ ગુનેગાર ગણું. ૨ તારે ફરિયાદ કરવાનો વખત જ કેમ આવ્યો ? ફરિયાદી ઘણાખરા ગુનેગાર જ હોય છે. ૩ પોતે ગુનેગાર હોય તો ફરિયાદ કરવા આવે. તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઇ જઇશ અને ૪ સામો આરોપી થશે. એટલે એની દ્ષ્ટિમાં આરોપી તું ઠરીશ. માટે કોઇની વિરુદ્ધ ફરિયાદ ના કરવી. પ્રશ્શનકર્તા : તો મારે શું કરવું ? દાદાશ્રી : ૫ 'એ' અવળા દેખાય તો કહેવું કે, એ તો સારામાં સારા માણસ છે, તું જ ખોટી છે. એમ ગુણાકાર થઇ ગયો હોય તો ભાગાકાર કરી નાખવો ને ભાગાકાર થઇ ગયો હોય તો ગુણાકાર કરી નાખવો. આ ગુણાકાર-ભાગાકાર શાથી શીખવે છે ? સંસારમાં નિવેડો લાવવા માટે. પેલો ભાગાકાર કરતો હોય તો આપણે ગુણાકાર કરવા એટલે રકમ ઊડી જાય. ૬ સામા માણસ માટે વિચાર કરવો કે એણે મને આમ કહ્યું, તેમ કહ્યું એ જ ગુનો છે. આ ૭ રસ્તામાં જતી વખતે ભીંત અથડાય તો તેને કેમ વઢતા નથી ? ૮ ઝાડને જડ કેમ કહેવાય ? જે વાગે એ બધાં લીલાં ઝાડ જ છે ! ૯ ગાયનો પગ આપણા પણ ઉપર પડે તો આપણે કંઇ કહીએ છીએ? એવું આ બધા લોકોનું છે. ૧૦ 'જ્ઞાની પુરુષ' બધાને શી રીતે માફી આપે ? એ સમજે કે આ બિચારા સમજતા નથી, ઝાડ જેવા છે. ને સમજણવાળાને તો કહેવું જ ના પડે, એ તો મહીં તરત પ્રતિક્રમણ કરી નાખે. ૧૧ સામાનો દોષ જ ના જોઇએ, નહીં તો એનાથી તો સંસાર બગડી જાય છે. ૧૨ પોતાના જ દોષ જો જો કરવા. આપણા જ કર્મના ઉદયનું ફળ છે આ ! માટે કંઇ કહેવાનું જ ના રહ્યું ને ? કુદરતી કાયદો : 'ભોગવે તેની ભૂલ' ૧ ''ભગવાનનો કાયદો તો શું કહે છે કે જે ક્ષેત્રે, જે કાળે, જે ભોગવે છે તે પોતે જ ગુનેગાર છે. એમાં કોઇને, વકીલનેય પૂછવાની જરૂર નથી.'' આ કોઇનું ગજવું કપાય તો એ કાપનારની આનંદની પરિણતિ હોય, એ તો જલેબી ખાતો હોય, હોટલમાં ચા-પાણી ને નાસ્તો કરતો હોય ને એ કાળે પેલો કે ૨ જેનું ગજવું કપાયું તે ભોગવતો હોય. માટે ભોગવનારની ભૂલ. ૩ એણે ક્યારેક પણ ચોરી કરી હશે તે આજે પકડાયો, માટે તે ચોર ને પેલો તો જ્યારે પકડાશે ત્યારે ચોર કહેવાશે. આપણે ચંદુભાઈને પૈસા આપ્યા હોય અને તે પછી છ મહિના સુધી પૈસા પાછા આપે નહીં, તો ? અલ્યા, આપ્યું કોણે? ૪ તારા અહંકારે એને પોષણ આપ્યું, તેથી તે દયાળુ થઇને પૈસા આપ્યા. માટે હવે માંડી વાળ ચંદુભાઈને ખાતે અને અહંકારને ખાતે ઉધારી નાખ. ૫ યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સિબલ ફોર યોરસેલ્ફ. ૬ આ દુઃખ દે છે એ તો માત્ર નિમિત્ત છે પણ મૂળ ભૂલ પોતાની જ છે. ૭ જે ફાયદો કરે છે એય નિમિત્ત છે અને જે નુકસાન કરાવે છે એય નિમિત્ત છે. પણ એ ૮ આપણો જ હિસાબ છે તેથી આમ થાય છે ! 'જ્ઞાની પુરુષ'નો એક જ શબ્દ સમજી જાય અને પકડી બેસે તો મોક્ષે જ જાય. એનાથી કોઇને કોઇની સલાહ જ ના લેવી પડે, કે, ૯ કોની ભૂલ આમાં ? 'ભોગવે એની ભૂલ.' એમાં નિમિત્તનો શો દોષ ? 'ભોગવે તેની ભૂલ' ! એટલું જો પૂરેપૂરું સમજાયને તોય એ મોક્ષે લઈ જાય ! ૧ આ જે લોકોની ભૂલ જુએ છે એ તો સાવ ખોટું છે. ૨ પોતાની ભૂલને લઈને નિમિત્ત મળે છે. ૩ આ તો પાછું જીવતું નિમિત્ત મળે તો તેને બચકાં ભરે ને આ કાંટો વાગ્યો હોય તો શું કરે ? ચાર રસ્તા પર કાંટો પડ્યો હોય ને હજારો માણસો જાય પણ કોઈનેય અડે નહીં, પણ ચંદુભાઈ જાય તે કાંટો વાંકો હોય તોય તેને પગે વાગે. ૪ 'વ્યવસ્થિત' તો કેવું છે ? જેને કાંટો વાગવાનો હોય તેને જ વાગે. ૫ બધા જ સંયોગો ભેગા કરી આપે પણ એમાં નિમિત્તનો શો દોષ ? ૬ સાસુ વહુને વઢે તોય વહુ સુખમાં હોય અને સાસુને જ ભોગવવાનું હોય ત્યારે ભૂલ સાસુની જ ! ૭ જેઠાણીને સળી કરી ને ભોગવવું પડે તે આપણી ભૂલ અને ૮ સળી ના કરી છતાંય એ આપવા આવે તો તે પાછલા ભવનું કશુંક બાકી હશે તે ચૂકવવા આપ્યું. ત્યારે તમે પાછી ફરીથી ભૂલ ના કરતાં. નહીં તો ફરીથી ભોગવવું પડશે ! માટે છૂટવું હોય તો કોઈ જે કંઈ કડવું-મીઠું આપે (ગાળો વગેરે) તે જમે કરી લેજો. હિસાબ ચૂકતે થઈ જશે. ૯ આ જગતમાં હિસાબ વગર તો આંખેય ભેગી ના મળે, તો બીજું બધું હિસાબ વગર તે થતું હશે ?'' ૧૦ તમે જેટલું જેટલું, જેને જેને આપ્યું હશે, તેટલું તેટલું, તમને તે પાછું આપશે. ત્યારે તમે જમે કરી લેજો. ખુશ થઈને, કે હાશ ! હવે ચોપડો પૂરો થશે. નહીં તો ભૂલ કરશો તો પાછું ભોગવવું પડશે જ. ...ને જોડા ઊપડી ગયા ત્યારે એટલે મને પણ આ અનુભવ થયેલો, હું જાણું ને ! ૧ આમાં તમારો શો દોષ ? ૨ ત્યારે એ લેનારનોય શો દોષ ? ૩ એને કંઈ અડચણ હશે ત્યારે જ એ લઈ ગયો હશે ને ? ૪ અડચણ વગર તો કોઈ લે જ નહીં ને ! અને જોડો ગયો એટલે આપણે જાણીએ કે કોઈક પુણ્યશાળી માણસના હાથમાં ગયો છે, ૫ એની પુણ્યૈ હોય ત્યારે જ આવો મોંઘો જોડો ભેગો થાય ને ? ૬ નહીં તો નવો જોડો એને ભાગ ક્યારે ભેગો થાય ? ૭ પણ જોડો ગયો એટલે આપણે સમજી જવાનું કે આપણો હિસાબ ચૂકતે થઈ ગયો. આ ૮ જોડા જવાનો પાછો નિયમ એવો છે કે તમારા સાત જોડા જવાના છે, તે સાતથી આઠમો જોડો નહીં જાય. તમે પછી ૯ રોજ નવા જોડા પહેરી જાવને, જો તમને હિંમત હોય તો જવા દો, જાય એટલા જવા દો. કારણ કે જોડે જોડે કાયદો કહેલો છે. એટલે ૧૦ ગમે તેવો ચોર આવેને, તોય ના ઉઠાવે. આ કાયદો જાણ્યો હોય તો સારું ને ? તે ૧૧ બહુ ત્યારે સાત જશે કે દશ જશે કે બાર જશે, ૧૨ પણ એનો કંઈ અંત આવશે કે નહીં આવે ? ૧૩ માટે આનો અંત આવી જવા દોને ! કારણ કે આ બધું અંતવાળું છે ! તરછોડ, કેટલી જોખમી ? ૧ વીતરાગ માર્ગમાં તો કોઇનોય વિરોધ કે તરછોડ ના હોય. ચોર, ડાકુ, બદમાશો, કોઇનાય વિરાધક વીતરાગ ના હોય. એમને 'તું ખોટો ધંધો લઇને બેઠો છે' એમ કહે તો પેલાને તરછોડ વાગશે અને ૨ તરછોડ વાગે ત્યાં ભગવાનને ના જોઇ શકે. ભગવાન તો એટલું કહે છે કે, ૩ એનેય તું તત્ત્વદ્ષ્ટિથી જો. ૪ અવસ્થા દ્ષ્ટિથી જોઇશ તો તારું જ બગડવાનું છે. ૫ આપણે કાદવમાં ઢેખાળો નાખીએ તો કાદવનું શું બગડવાનું છે ? કાદવ તો બગડેલો જ છે, છાંટા આપણને ઊડે. એટલે વીતરાગો તો બહુ ડાહ્યા હતા, જીવ માત્ર જોડે તરછોડ ના વાગે તેમ નીકળી જતા હતા. અમને પાછલા અવતારોનું મહીં દેખાય છે ત્યારે અજાયબી લાગે છે કે ઓહોહો ! ૬ તરછોડનું કેટલું બધું નુકસાન છે ! તેથી મજૂરોનેય તરછોડ ના વાગે એ રીતે વર્તીએ. છેવટે સાપ થઇનેય કૈડે, ૭ તરછોડ બદલો લીધા વગર રહે નહીં. તરછોડનો ઉપાય શો ? પ્રશ્શનકર્તા : શું ઉપાય કરવો કે જેથી તરછોડનાં પરિણામ ભોગવવાનો વારો ના આવે ? દાદાશ્રી : એના માટે બીજો કોઇ ઉપાય નથી, ૧ એક પ્રતિક્રમણ કર કર કરવાં. જ્યાં સુધી સામાનું મન પાછું ના ફરે ત્યાં સુધી કરવાં. અને પ્રત્યક્ષ ભેગા થાય તો ફરી પાછું મીઠું બોલીને ક્ષમા માગવી કે, 'ભઇ, મારી તો બહુ ભૂલ થઇ, હું તો મૂરખ છું, અક્કલ વગરનો છું.' એટલે સામાવાળાના ઘા રૂઝાતા જાય. ૨ આપણે આપણી જાતને વગોવીએ એટલે સામાને સારું લાગે, ત્યારે એના ઘા રૂઝાય. સંસારમાં સુખી થવાની ઇચ્છા હોય તો કોઇને તરછોડ ના મારશો. ૩ તરછોડ કોને મારો છો ? ભગવાનને જ. કારણ કે ૪ દરેકની મહીં ભગવાન બેઠેલા છે. ૫ માણસને ગાળ નથી પહોંચતી, ભગવાનને પહોંચે છે. સંસારના બધાં પરિણામ એ ભગવાન સ્વીકારે છે. માટે એ પરિણામ એવાં કરજો કે ભગવાન સ્વીકારે તો ત્યાં આપણું ખરાબ ના દેખાય, ૬ એક જીવને પણ તરછોડ મારીને કોઇ મોક્ષે જઇ શકે નહીં. વ્યવહારમાં 'ન્યાય' કયો ? ૧ વ્યવહાર જ બધે મૂંઝવે છે ને ? વ્યવહારને અને ન્યાયને લાગતું-વળગતું નથી. લોકો ન્યાય કરવા જાય છે, ન્યાયને બોલાવવાનો જ ના હોય. જે વહુને સાસુ પજવતી હોય તેય વ્યવહાર ને જે વહુને સાસુ જમાડ જમાડ કરતી હોય તેય વ્યવહાર છે. આખો દા'ડો કેસર ઢોળે એ વ્યવહાર છે અને પજવે એય વ્યવહાર છે. જો વ્યવહાર ના હોય તો તો પુદ્ગલ આવે જ નહીં ને ! આ વ્યવહાર છે, એમાં ન્યાય-બ્યાય જોવા જાય તો ઉકેલ જ ના આવે. ભગવાન મહાવીર જોડે ૧૧ શિષ્યોનો વ્યવહાર હતો. એમાં કો'ક શિષ્યને કો'ક દા'ડો ખોટું લાગી જાય તો એ શિષ્ય આખી રાત ઊંઘે નહીં, એમાં ભગવાન શું કરે ? એમાં ક્યાંય ન્યાય જોવાનો હોય ? જો ૨ વ્યવહારને વ્યવહાર સમજે તો ન્યાય સમજી ગયો! ૩ પાડોશી અવળું કેમ બોલી ગયા? કારણ કે આપણો વ્યવહાર એવો હતો તેથી. ને ૪ આપણાથી વાણી અવળી નીકળે તો એ સામાના વ્યવહારને આધીન છે. પણ આપણે તો મોક્ષે જવું છે. માટે તેનું પ્રતિક્રમણ કરી લેવું. જગત, વ્યવહાર-સ્વરૂપ વ્યવહાર વ્યવહાર સ્વરૂપ છે, તે તમને સમજાવું. તમારે ત્યાં લગ્ન હોય અને ૧ તમારા સગા ભાઇની જોડે તમે વ્યવહાર ના કર્યો હોય, ૨ જમવાનું પીરસણ ન મોકલ્યું હોય તો તમારા ભાઇને ત્યાં લગ્ન આવે તો એને ત્યાંથી જમવાનું આવશે એવી આશા તમે રાખો ? ના રાખો, કારણ કે ૩ એ ભાઇની જોડે એવો જ વ્યવહાર હતો અને જો એક ભાઇને ત્યાંથી લગ્ન પ્રસંગે સોળ લાડુ આવ્યા હોય અને બીજા ભાઇને ત્યાંથી ત્રણ લાડુ આવ્યા હોય તો તમારા લક્ષમાં શું હોવું જોઇએ કે, 'ભલે, આજે મારા લક્ષમાં નથી, પણ ૪ મેં ત્રણ જ લાડુ મોકલ્યા હશે. મારો વ્યવહાર જ આવો હશે, તેથી સામેથી ત્રણ આવ્યા.' દરેક જોડેનો આપણો વ્યવહાર હોય. ૫ તે આપણે સમજી લેવાનું કે આની જોડે સીધો વ્યવહાર લાવ્યા છીએ, આની જોડે આવો વાંકો વ્યવહાર લાવ્યા છીએ. ૬ છોકરી થઇ સામું બોલી એ જ તારો વ્યવહાર, એમાં ન્યાય ક્યાં જોઇશ ? અને ૭ બીજી છોકરી પોતે નથી થાક્યા તોય આપણા પગ દબાવ દબાવ કરે, એય તારો વ્યવહાર છે. એમાંય ન્યાય ના જોઇશ. ૮ કોઇ માણસે ગાળ ભાંડી તો એ શું છે ? એણે તારી જોડે વ્યવહાર પૂરો કર્યો. સામો જે બધું કરે છે, જે જે કરતો હોય, ગાળો ભાંડતો હોય એ બધો જ ૯ તમારી જોડેનો વ્યવહાર ઓપન કરે છે. ત્યાં આગળ વ્યવહારને વ્યવહારથી ભાંગવો અને વ્યવહાર એક્સેપ્ટ કરવો. ત્યાં તું વચ્ચે ન્યાય ના ઘાલીશ. ન્યાય ઘાલીશ તો ગૂંચવાઇ જઈશ. વ્યવહારમાં ન્યાય જોવાનો ના હોય, વ્યવહારે વ્યવહાર સ્વરૂપ જ છે. ન્યાય કરનારો ચેતન હોયને તો તો તે પક્ષાપક્ષી પણ કરે ! પણ આ જગતનો ન્યાય કરનાર નિશ્ચેતન-ચેતન છે, પાછો 'વીતરાગ' છે ! પણ જગતના ન્યાયમાં ભૂલ ના થાય. પ્રશ્શનકર્તા : અને જો આપણે ગાળ કદી આપી જ ના હોય તો ? દાદાશ્રી : ૧૦ જો ગાળ ના આપી હોય તો સામી ગાળ ના મળે. ૧૧ પણ આ તો આગલો-પાછલો હિસાબ છે તેથી આપ્યા વગર રહેશે જ નહીં. ૧૨ ચોપડે જમા હોય તો જ આવે. ૧૩ કોઇ પણ જાતની ઇફેક્ટ આવી તે હિસાબ વગર ના થાય. ૧૪ ઇફેક્ટ એ કોઝીઝનું ફળ છે. ઇફેક્ટનો હિસાબ તે વ્યવહાર. કડવું પીવે તે નીલકંઠ પ્રશ્શનકર્તા : દાદા, કોઇ કડવા શબ્દો કહે તો તે સહન નથી થતા, તો મારે શું કરવું ? દાદાશ્રી : જો તેનો તને ખુલાસો કરું. આ રસ્તા વચ્ચે કાંટો પડ્યો હોય ને હજારો માણસો નીકળે પણ કાંટો કોઇને વાગે નહીં. પણ ચંદુભાઇ જાય તો કાંટો આડો હોય તોય એવો વાગે કે પંજામાંથી સોંસરો ઉપર આવે ! ૧ કડવાનો સ્પર્શ થવો એ હિસાબી હોય છે. ૨ અને કડવાનો સ્પર્શ થાય તો માનવું કે આપણા કડવાની રકમમાંથી એક ઓછી થઇ. ૩ જેટલું કડવું સહન કરશો એટલાં કડવાં તમારા ઓછાં થશે. ૪ મીઠું પણ સ્પર્શ થાય ત્યારે એટલું ઓછું થાય છે. પણ આ કડવું સ્પર્શ થાય છે ત્યારે નથી ગમતું. આ ઓછું થાય છે તોય કડવું કેમ નથી ગમતું ? ૫ પેલાને કહીએ કે કડવું ફરી આપને ? તોય એ ના આપે. ૬ આ તો કોઇના હાથમાં સત્તા જ નથી. ૭ બધું જ ગણતરીબંધ છે, સિલક સાથે છે, કશું ગપ્પું નથી. ૮ મર્યા સુધીનું બધું જ ગણતરીબંધ છે. આ તો હિસાબ પ્રમાણે હોય કે આના તરફથી ૩૦૧ આવશે, પેલા પાસેથી ૨૫ આવશે, આની પાસેથી ૧૦ આવશે. 'જ્ઞાન' જો હાજર રહેતું હોય તો કશું જ સહન કરવું ના પડે. ૯ આ તો બધું રીલેટિવ રીલેશન છે. ૧૦ કડવું-મીઠું બધું જ હિસાબથી મળે છે. રોજ કડવું આપનાર એક દા'ડો એવું સુંદર આપી દે છે ! ૧૧ આ બધાં ઋણાનુબંધી ઘરાક-વેપારીના સંબંધો છે ! અમારે પણ કડવા પ્યાલા આવેલા ને ! અમે પીધા ને પૂરા પણ થઇ ગયા ! જે કોઇએ ૧૨ કડવું આપેલું તે અમે ઉપરથી આશીર્વાદ આપીને પી લીધું! તેથી જ તો અમે મહાદેવજી થયા છીએ !!! પ્રશ્શનકર્તા : આ કર્મ ખપાવવાં એને જ કહે છે ? દાદાશ્રી : એ જ કે કડવી ભેટો આવે ત્યારે સ્વીકારી લેવી. પણ આ કડવી ભેટ સોગાદો આવે ત્યારે કહે કે, 'અલ્યા, તું શું કરવા મને આમ કરે છે ?' તો એનાથી કર્મ ના ખપે. નવો વેપાર શરૂ થાય. જેને સ્વરૂપનું ભાન છે એટલે કે જેને આ દુકાન કાઢી નાખવાની છે તે ઉકેલ લાવી નાખે. જેને સ્વરૂપનું ભાન નથી એને તો વેપાર ચાલુ જ છે, દુકાન ચાલુ છે. સામો કડવું આપે ત્યારે એ કયા ખાતાનું છે એ ના જાણીએ ત્યાં સુધી એ ના ગમે. પણ ખબર પડે કે 'ઓહો ! આ તે આ ખાતાનું છે!' એટલે એ ગમે. 'દાદા'ને રકમ જ ખલાસ થઇ ગઇ છે, એટલે કડવું કોણ આપે ? ૧૩ આ તો એ રકમ જ્યાં સુધી સિલકમાં હોય ત્યાં સુધી જ આપવા આવે ! હસતે મુખે ઝેર પીએ જો સામો કડવું પાય ને તમે ૧ હસતે મોઢે આશીર્વાદ આપીને પી જાવ તો એક બાજુ તમારો અહંકાર ધોવાય ને ૨ તમે એટલા મુક્ત થાવ ને બીજી બાજુ સામાવાળાને, ૩ કડવું પાનારાને પણ રીએક્શન આવે અને એ પણ ફરી જાય. એને પણ સારું રહે. ૪ એય સમજી જાય કે કડવું પાઉ છું તે મારી નિર્બળતા છે અને આ ૫ હસતે મોઢે પી જાય છે તે ભારે શક્તિશાળી છે. આપણે જો જાતે કડવું પીવાનું કહ્યું હોય તો આપણે જાતે ઓછા પીએ ? આ તો ૬ સામેથી કડવું પાય એ તો કેટલું બધું ઉપકારી ? ૭ પીરસનાર તો મા કહેવાય. ૮ પાછું, લીધા વગર ચાલે તેમ નથી. ૯ નીલકંઠ થવા કડવું પીવું પડશે. ૧૦ 'આપણે' તો 'ચંદુભાઈ'ને કહી દઈએ કે તારે સો વખત આ કડવું પીવું પડશે. બસ પછી એ ટેવાઈ જાય. કડવી દવા બાળકને જબરજસ્તીથી પીવડાવવી પડે. પણ જો એ સમજી જાય કે આ હિતનું છે એટલે પછી જબરજસ્તીથી પીવડાવવું ના પડે. એની મેળે જ પી લે. એક વખત નક્કી કર્યું કે જે કોઈ કડવું આપે તે બધું જ પી લેવું છે એટલે પછી પીવાય. મીઠું તો પીવાય જ પણ કડવું પીતાં આવડવું જોઈએ. જ્યારે ત્યારે તો પીવું જ પડશે ને ? ૧૧ આ તો પાછો નફો છે, તો કડવું પીવાની પ્રેક્ટિસ કરી લેવી જોઈએ ને ? જો બધા વચ્ચે ઉતારી પાડે તો ખોટ લાગે પણ એમાં તો ભારે નફો છે. એ સમજાય પછી ખોટ ના લાગે ને ! શુદ્ધાત્માનું બોલો છો તો પછી એવા પદમાં રહેવું છે ને ? એના માટે તો અહંકાર ધોવડાવવો પડશે. હવે ૧૨ આપણને તે જે ધોવાનું હતું તે બીજાએ ધોઈ આપ્યું એ જ આપણો નફો. આપણને તો નફો ક્યાં થયો એ જ જોવાનું. ધીરધારના ધંધામાં સુખનું ધિરાણ પ્રશ્શનકર્તા : મારા ઘરમાં બધી જ જાતની મુશ્કેલીઓ કેમ રહ્યા કરે છે ? ધંધામાં, વાઇફને, ઘરમાં બધાને એવી કંઈક તકલીફો રહ્યા જ કરે છે. દાદાશ્રી : ૧ આપણે લોકોને તકલીફો આપીએ એટલે પછી આપણે ત્યાં તકલીફ રહે. ૨ આપણે લોકોને સુખ આપીએ તો આપણે ત્યાં સુખ આવે. સુખ જોઈતું હોય તો લોકોને સુખ આપો અને તકલીફો જોઈએ તો તકલીફો આપો. જે જોઈતું હોય તે બીજાને આપો. ૩ આપણે ત્યાં જે આવે છે, એ ઉપરથી આપણે સમજવાનું કે આપણે સામાને શું આપ્યું હતું. એટલે સુખ જોઈતું હોય તો સુખ આપવાનો પ્રયત્ન કરો, શરૂઆત કરો. આ જગત તો વ્યવહાર સ્વરૂપ છે, જે 'આપીને લો' એવું કહે છે. ૪ તકલીફો આવે છે તો આપણે સમજીએ કે આપણે તકલીફો જ લોકોને આપી છે. બીજો ધંધો જ નહીં માંડ્યો ! અને સુખ આવે છે તો જાણવું કે આપણે બીજાને સુખ આપેલું છે. પ્રશ્શનકર્તા : જે પહેલાં તકલીફો અપાઈ ગઈ હોય તે તકલીફો અત્યારે આવે છે. હવે આ તકલીફો હોય ત્યારે સુખ કેવી રીતે આપી શકે ? દાદાશ્રી : એ તો ૫ સુખ આપવાનો ભાવ કરો અને ફરી કોઈનેય તકલીફ ના આપશો. બે ગાળો દઈ જાય, એટલે તમે પાછી બીજી પાંચ ગાળો ધીરશો નહીં અને એ બે ગાળો જમે કરી લેવાની. જે બે ગાળો આપેલી છે તે પાછી આવી છે, માટે તે બે ગાળો જમે કરી લો. આ તો કોઈ બે ગાળ આપે ત્યારે જમે કરવાને બદલે બીજી પાંચ ધીરે છે. અલ્યા, એની જોડે વ્યાપાર શું કરવા ચાલુ રાખે છે ? એટલે ૬ આ બધો ધીરધારનો હિસાબ છે. પછી એને જગત ગમે તે નામ આપે કે ઋણાનુબંધ છે, પણ બધો ધીરધારનો હિસાબ છે. એટલે જો ગમતું હોય તો ધિરાણ કરો, પણ એ ધીરેલું પાછું આવશે. ૭ આ તો જમા-ઉધારના ખેલ છે ! ૮ ધીરેલું તે જ પાછું આવે છે. ૯ આમાં ભગવાન હાથ ઘાલતા જ નથી. ૧૦ તકલીફ નથી ગમતી ? તો પછી તકલીફો ધીરવાનું બંધ કરી દો. અંતરાયો, આપણી જ ડખલના પરિણામ પ્રશ્શનકર્તા : જે કાર્ય કરીએ છીએ એમાં વિરોધી શક્તિ આવે છે ને એ કાર્યને અટકાવે છે, તે શા માટે એવું થાય છે ? દાદાશ્રી : ૧ આપણને સાચું કાર્ય કરવા જતાં અટકાવે છે, એને અંતરાય કર્મ કહે છે. એવું છે, એક દહાડો બગીચાથી કંટાળ્યો હોય ને, તો ૨ હું બોલી દઉં કે, 'આ બગીચામાં કોઈ દહાડોય આવવા જેવું નથી.' અને પછી આપણે જ્યારે ત્યાં જવાનું થાય ને, ત્યારે આપણો જ ઊભો કરેલો અંતરાય પાછો સામો આવે, તે બગીચામાં જવા ના મળે. આ ૩ જેટલા અંતરાય છે એ બધા આપણા જ ઊભા કરેલા છે, એમાં વચ્ચે કોઈની ડખલ નથી. ૪ કોઈ જીવનામાં કોઈ પણ જીવની ડખલ છે જ નહીં. ૫ પોતાની જ ડખલોથી આ બધું ઊભું થયું છે. અન્યને આંતરતા પડે અંતરાય રાજા કોઈના પર ખુશ થઈ જાય એટલે કારભારીને કહે કે, ૧ 'આને એક હજાર રૂપિયા આપી દેજો.' ત્યારે પેલો કારભારી સો આપે. ૨ કેટલીક જગ્યાએ તો કારભારી રાજાને સમજાવી દે કે, 'આ માણસમાં કશું છે જ નહીં, આ તો બધું ખોટું છે.' ૩ આપવા તૈયાર થયો હોય તેને આંતરે. ત્યારે એનું ફળ આવતાં ભવે શું આવે ? ભાઈને ૪ કોઈ દહાડોય પૈસા ભેગા ના થાય, લાભાંતરાય થાય. કો'કના લાભને આપણે આંતર્યો એટલે લાભાંતરાય થાય. એવી રીતે ૫ જે જે તમે આંતરો, કોઈનાં સુખને આંતરો, જે બધામાં તમે આંતરો પાડો તે બધાના તમને આંતરા પડે અને પછી શું કહેશે કે, 'મને અંતરાય કર્મ નડે છે.' ૬ કોઈ સત્સંગમાં આવવા તૈયાર થાય ને તમે ના કહો એટલે તમને અંતરાય પડે. એટલે જેમાં તમે આંતરો પાડો તેનું ફળ તમારે ભોગવવું પડશે. કેટલાક કારભારી તો એવા દોઢ ડાહ્યા હોય કે રાજાને પેલાને બક્ષિસ આપવા ના દે. રાજાને એવી સલાહ આપે ખરા ? ત્યારે પછી શું થાય ? એણે ૭ અંતરાય પાડ્યા માટે એને અંતરાય ઊભા થાય. પછી એને કોઈ જગ્યાએ લાભ જ ના થાય. કેટલાક તો કોઈ ગરીબ માણસને કોઈ માણસ આપતો હોય તો એ આપતાં પહેલાં તો અંતરાય પાડે. અલ્યા, એમાં ડખો શું કરવા કરો છો ? તમારે ત્યાં નાતમાં બધા જમવા બેઠાં હોય, તેમાં એક જણ કહે કે, 'આ ચાર-પાંચ જણને જમવા બેસાડી દો.' ને ૮ તમે ના કહોને, એ તમે જમવામાં અંતરાય પાડો છો. તે પછી તમે કોઈ જગ્યાએ એવી જ મુશ્કેલીમાં, ખરેખરા મુશ્કેલીમાં મુકાઈ જાવ. બીજાનામાં ડખલ કરી ત્યારે ભાંજગડ થઈ ને ! એટલે આપણે એટલું સમજવું જોઈએ ને, કે આ અંતરાય કર્મ શાથી આવે છે ? જો જાણતા હોય તો આપણે ફરી એવું ના કરીએ ને ? ૯ આ બધું તમારું જ આંતરેલું છે. જે છે તે તમારી જ જવાબદારી પર કર્યું છે. પોતાની જ જવાબદારી પર કરવાનું છે, માટે સમજીને કરજો. આ ઘરમાં બાબો આપતો હોય તોય તમે ના પાડી દો કે 'નથી આપવાના.' તો એ બાબાને અંતરાય કર્મ નથી, પણ તમારે તો અંતરાય કર્મ પડ્યું. ૧૦ આ તો અંતરાય કર્મ નડે છે, નહીં તો આત્મા જ્યાં પ્રાપ્ત હોય ત્યાં હરેક ચીજ હોય, ૧૧ જે જે વિચારે એ ચીજ હાજર જ હોય, પણ આ તો બધે પોતે અંતરાય પાડ્યા છે, તેને લઈને બધું અંતરાયું છે ! આત્મા હોય ત્યાં એની ઇચ્છા થાય તે પ્રમાણે બધું તૈયાર જ હોય. આત્મા તો ભગવાન છે. કેવડી મોટી ભૂલ ! શી રીતે સમજાય ? જીવે કેટલા બધા અંતરાય પાડ્યા છે ! આ ૧ જ્ઞાની પુરુષ, હાથમાં મોક્ષ આપે છે, ચિંતારહિત સ્થિતિ બનાવે છે, તો પણ અંતરાય કેટલા બધા છે કે એને વસ્તુની પ્રાપ્તિ જ ના થાય ! ભગવાન તો આ રહ્યા, તમારી મહીં હું દેખું છું પણ તમને દેખાતા નથી. ભગવાન ક્યાં છેટા ગયા છે ? પણ શું થયું છે ? કે વચ્ચે અંતરાય પડ્યા છે તે પોતાને શી રીતે દેખાય હવે ? ૨ એ અંતરાય પોતે જ પાડ્યા છે. શું કહે છે કે, 'હું ચંદુલાલ છું.' ત્યારે ભગવાન શું કહે છે કે, 'સારું. ત્યારે જેટલું બોલ્યા એટલા તમને આંતરા પડ્યા.' હવે એ આંતરા આપણે જ તોડવા પડશે. પણ એ પોતાની જાતે પાછું તૂટે નહીં, એ તો જ્ઞાની પુરુષ ભેગા થાય ને એ તોડી આપે ત્યારે તૂટે ! અડચણો પમાડે પ્રગતિ 'અડચણ આવે તે સારી વસ્તુ છે' એવું માને તો જ આગળ વધાશે. ૧ જેને તમે અડચણ કહો છો એ સારી વસ્તુ છે એવું જ્યારે માનશો ત્યારે આગળ વધાશે, નહીં તો ૨ 'એ અડચણને ખરાબ છે' એવું તમે કહેશો તો એ અડચણ તમને અટકાવી દેશે ને તમારી પ્રગતિ રૂંધાઈ જશે. ૩ અડચણોને પાર કરશો તો જ કામ પાર પડશે, નહીં તો એ અડચણો જ તમને અટકાવશે. અને અડચણોથી તમે એની પર બાકરી બાંધશો તો પછી ભલીવાર નહીં આવે. પ્રશ્શનકર્તા : બાકરી બાંધશો એટલે ? દાદાશ્રી : ૪ જે લોકો અડચણ આપે છે, એના પ્રત્યે 'સામો આવો કેમ થાય છે ?' એવું મનમાં થાય અગર તો એવા રસ્તા પણ કરવા જશો તો એમાં ભલીવાર નહીં આવે. ૫ અડચણ તો લોકો કરવાના જ, આપણે એમ માનીને જ આગળ જવાનું છે. રસ્તામાં લોક અડચણ કરવાના એવું માનીને જ આપણે ચાલવાનું અને પાછું લોકોની જોડે વીતરાગ રહેવાનું છે. એ ૬ લોકો અડચણ કરવાના, એ અડચણોને પાર કરી જવાની ને પાછું વીતરાગ રહેવાનું, એટલું માનીને જ મોક્ષમાર્ગે ચાલવાનું છે. છતાં અમે જે મોક્ષમાર્ગ આપેલો છે એ બહુ સહેલો માર્ગ છે ! હિસાબ જડયો ને ચિંતા ટળી ગઈ અમારે ધંધા ઉપર એક ફેરો એવું થયું કે એક સાહેબે દસ હજાર રૂપિયાનું એકદમ અણધાર્યું નુકસાન કર્યું, અમારું એક કામ એ સાહેબે અણધાર્યું નાપાસ કરી દીધું. એ વખતમાં દસ હજારની કિંમત તો બહુ અને અત્યારે તો દસ હજારની કંઈ કિંમત જ નહીં ને ! મને તે દહાડે મહીં ઠેઠ સુધી અસર પહોંચી હતી, ચિંતા થાય ત્યાં સુધી પહોંચ્યું હતું. એટલે તરત જ એની સામે મને ૧ મહીંથી જવાબ મળ્યો કે, 'આ ધંધામાં આપણી પોતાની પાર્ટનરશીપ કેટલી ?' તે દહાડે અમે બે જણા પાર્ટનર હતા, પણ પછી ૨ મેં હિસાબ કાઢ્યો કે બે જણા પાર્ટનર તો કાગળ ઉપર છીએ, પણ ખરી રીતે તો કેટલા છે ? ૩ ખરી રીતે તો છોકરાંઓ, છોકરીઓ, એમનાં વાઇફ અને મારે ઘેરથી, આ બધાય પાર્ટનર જ ને ! ૪ ત્યારે મને થયું કે આ બધામાંથી કોઈ ચિંતા કરતું નથી, હું એકલો જ ક્યાં આ માથે ઓઢવા બેસું ? ૫ એ દહાડે આ વિચારે મને બચાવેલો. વાત તો ખરીને ? મારી વાત તમને કેમ લાગે છે ? મારો વિચાર બરોબર છે ને ? પ્રશ્શનકર્તા : જ્ઞાન થતાં પહેલાંની વાત છેને ? દાદાશ્રી : હા, જ્ઞાન થતાં પહેલાંની વાત છે. નફા-ખોટની સત્તા કેટલી ? એક ધંધાના બે છોકરા, એકનું નામ ખોટ અને એકનું નામ નફો. ખોટવાળો છોકરો કોઈને ગમે નહીં, પણ બે હોય જ, એ તો એ બે જન્મેલા જ હોય. ૧ ધંધામાં ખોટ જતી હોય તો તે રાતે જાય કે દહાડે જાય? પ્રશ્શનકર્તા : રાતેય જાય ને દહાડેય જાય. દાદાશ્રી : પણ ખોટ જતી હોય તો તો દહાડે જવી જોઈએ ને ? રાતેય જો ખોટ જતી હોય તો રાતે તો આપણે જાગતા નથી તો રાતે શી રીતે ખોટ જાય ? એટલે ૨ ખોટના અને નફાના કર્તા આપણે નથી, નહીં તો રાતે ખોટ શી રીતે જાય ? અને રાતે નફો શી રીતે મળે ? ૩ હવે એવું નથી બનતું કે મહેનત કરે છે તોય ખોટ જાય છે ? પ્રશ્શનકર્તા : હા, એવું બને છે. દાદાશ્રી : તો મહેનત કરવાથી નફો થાય કે મહેનત કરવાથી ખોટ જાય, એનું ડિસિઝન શું ? પ્રશ્શનકર્તા : નફો ને ખોટ એ એના હાથની વાત નથી, એ તો 'વ્યવસ્થિત'ના હાથમાં છે. દાદાશ્રી : હા, ૪ બધું 'વ્યવસ્થિત'ના તાબામાં છે. એટલે 'વ્યવસ્થિત' મહીં પ્રેરણા કરે ને, એ રીતે આપણે કરવું. બીજું મહીં ડહાપણ વધારે વાપરવું નહીં. ૫ બુદ્ધિથી માપવા જઈએ કે નફો મળશે કે ખોટ તો એ માપ જડે ખરું ? પ્રશ્શનકર્તા : ના જડે. દાદાશ્રી : એક માણસને કશુંક દર્દ થયું હોય અને દર્દને બુદ્ધિથી માપવા જઈએ તો શું થાય ? એને એમ જ થઈ જાય કે હવે મરી જ જવાના; અને દર્દ ના થયું હોય તેને બુદ્ધિથી માપે નહીં તોય પણ એ બિચારો એમ ને એમ સણકારો મારે ને મરી જાય. એવું બને કે ના બને ? એટલે આ બધું ખોટ કે નફો કશું જોવાનું નથી. હવે જોવાનું શું છે ? ૬ આ નફો ને ખોટ તો બધું કરીને જ આવેલા છો, હવે આમાં ભાવ ઘાલો કે એવું કંઈક કરો. ૭ આ નફો ને ખોટ એમાં તો ફક્ત નિમિત્ત તરીકે, મહીંથી જે પ્રમાણે પ્રેરણા કરે એ રીતે આપણે ચાલ્યા કરવાનું. ૮ 'વ્યવસ્થિત'ને ઓળંગવું નહીં. મહીં પ્રેરણા થઈને આપણે તેમ કરવાનું. ખોટ માટેય 'વ્યવસ્થિત' પ્રેરણા કરે છે અને નફા માટેય પ્રેરણા 'વ્યવસ્થિત' જ કરે છે, એટલે આપણે પ્રેરણા પ્રમાણે જ ચાલવું. કારણ કે ૯ નફો-ખોટ એ બધું 'વ્યવસ્થિત'ના તાબામાં છે, તો પછી હવે કરવાનું શું ? નવરાશનો ટાઇમ પેલામાં બગાડશો નહીં, આ સત્સંગમાં ટાઇમ બગાડો. કારણ કે ૧૦ પેલું બધું તમારા હાથમાં સત્તા જ નથી. આ ધંધાદારી માણસ રાતે કમાતા હશે કે નહીં કમાતા હોય ? રાતે સૂઈ ગયા હોય તોય કમાય ? પ્રશ્શનકર્તા : કમાણી ને ખોટ તો ચાલુ જ રહે છે ને ! દાદાશ્રી : ચાલુ જ રહે છે. તમે નવસારીથી અહીં આવ્યા તોય ત્યાં કમાણી ચાલુ જ રહેવાની. ભારે અજાયબી છે ને ! ૧૧ દહાડે જમવા બેસીએ તોય કમાણી ચાલુ હોય ને અને ખોટવાળાને ખોટ ચાલુ હોય ને ! કેટલી અજાયબી છે ! આ બધા ચોપડાનું તારણ કાઢતાં આવડે છે, પણ આ જગતનું તારણ કાઢતાં આવડે તો શું નીકળે ? અમને જગતનું તારણ કાઢતાં આવડેલું ! 'આ' જ્ઞાન થતાં પહેલાં અમે તારણ કાઢેલું કે આ જગતનું સરવૈયું શું ? એટલે આપણે શા માટે આ માથાફોડ કરવાની ? ૧૨ જેને માટે મહેનત કરે છે એ તો બધો તૈયાર જ માલ છે, નહીં તો લાખ મણ મહેનત કરો તોય એ કામની નથી, ઊલટી ખોટ જાય છે. ૧૩ કોના હાથમાં સત્તા છે, એનું સરવૈયું કાઢો ! તમે સરવૈયું કાઢ્યું કે ? પ્રશ્શનકર્તા : 'આ' જ્ઞાન પછી માલૂમ પડે. દાદાશ્રી : હા, પહેલાં તો ખબર જ ના પડે ને ! ગૂંચાયેલું બધું, આખા ચોપડા જ ગૂંચાયેલા. આમાં કોઈ માણસની મતિથી આ સરવૈયું નીકળે એવું નથી, બુદ્ધિથી આ સરવૈયું નીકળે એવું નથી. પ્રશ્શનકર્તા : આ આપ જે કહો છો એ બધી વાતો પહેલાં સાંભળેલી જ નહીં. દાદાશ્રી : સાંભળેલી જ નહીં ને ! ક્યાંય આવી વાતો ના હોય. આ બધી વાતો અપૂર્વ છે, પૂર્વે સાંભળેલું ના હોય, વાંચેલું ના હોય. આ તદ્દન નવી જ ઢબ છે ! અને તો જ ઉકેલ આવે ને, નહીં તો ઉકેલ કેમ આવે ? ૧૪ આપણે મહેનત કરીએ, ચોગરદમનું જો જો કરીએ છતાંય કશું મળે નહીં, તો આપણે સમજી જવું કે આપણા સંજોગ પાંસરા નથી. હવે ત્યાં વધારે જોર કરીએ તો ઊલટી ખોટ જાય, એના કરતાં આપણે આત્માનું કંઈ કરી લેવું. ગયા અવતારે આ ના કર્યું તેની તો આ ભાંજગડ થઈ. આપણું જ્ઞાન આપેલું હોય તેની તો વાત જ જુદી છે, પણ આપણું જ્ઞાન ના મળેલું હોય તોય તે ભગવાનને ભરોસે મૂકી દે છે ને ! એને શું કરવું પડે ? 'ભગવાન જે કરે એ ખરું' કહે છે ને ? અને ૧૫ બુદ્ધિથી માપવા જાય તો કોઈ દહાડોય તાળો જડે એવો નથી. આડાઈ કાઢવાનો ઉપાય અજ્ઞાનતામાં પોતાની ભૂલ થઈ હોય તેની પોતાને ખબર પડે કે આ ભૂલ થઈ ગઈ, તોય બીજું કોઈ પૂછે કે આવું કેમ કર્યું, ત્યારે એમ કહે કે આવું કરવા જેવું હતું. એટલો બધો આડો હોય કે ન પૂછોને વાત ! એ જ બધી આડાઈ. ભૂલની ખબર ના હોય ને એને ઢાંકીએ, એ વાત જુદી છે. ખબર હોય ને ઢાંકે એ મોટામાં મોટી આડાઈ. બીજી આડાઈ એ કે રાત્રે કોઈની જોડે આપણને ભાંજગડ પડી હોય અને સવારમાં ચા મૂકવા આવે તો કહે, 'મારે તારી ચાયે ના જોઈએ ને કંઈ ના જોઈએ.' પાછો આડો થાય. અલ્યા, રાતની વાત રાતે ગઈ. પ્રશ્શનકર્તા : એનો જે તાંતો રહ્યો એ આડાઈને તોડવાનો રસ્તો શું ? દાદાશ્રી : આડાઈને તોડવાની જરૂર નથી. આપણે દાદાની આજ્ઞા પાળવાની છે. ૧ 'વ્યવસ્થિત' જાણ્યું એટલે બોલવા-ચાલવાનું ના રહ્યું. 'વ્યવસ્થિત'નો અર્થ શું ? ૨ આપણને એની જોડે તકરાર, ઝઘડો કશું જ રહ્યું નહીં, આનું નામ 'વ્યવસ્થિત'. 'વ્યવસ્થિત' એટલે 'વ્યવસ્થિત' ! 'વ્યવસ્થિત'ને પૂરેપૂરું સમજવું પડે અને ૩ આ જગતમાં બીજાની તો ભૂલ જ નથી. જેટલી ભૂલો છે તે બધી જ પોતાની ભૂલોનું પરિણામ છે. નહીં તો ૪ ગજવું કાપનારો આટલાં બધાંને ભેગો ના થયો ને મને કઈ રીતે ભેગો થઈ ગયો ? ૫ આપણી ભૂલ વગર ભેગું થાય નહીં. બે પ્રકારનાં ઇનામ. એક તો ૬ લોટરીમાં લાખ રૂપિયાનું ઇનામ આવે તેય ઇનામ છે અને આપણા એકલાનું ગજવું કાપી ગયો ને તેય ઇનામ. બધું 'વ્યવસ્થિત' છે. લોભ પણ આર્તધ્યાન કરાવે ૧ લોભ આર્તધ્યાન કરાવડાવે છે. એટલે આ બધું અજ્ઞાનતાને લઈને થાય છે, ત્યારે જ્ઞાનમાં કોઈ પ્રકૃતિ નડતી નથી. ૨ આત્માને સ્વભાવદશામાં કોઈ પ્રકૃતિ નડતી નથી. એટલે હીરા આપેલા તે ગયા તો ગયા, પણ રાતે ઊંઘવા ના દે પાછા. દસ દહાડા થઈ ગયા ને પેલો બરાબર જવાબ ના આપતો હોય તો ત્યાંથી જ ઊંઘવાનું બંધ થઈ જાય. કારણ કે પચાસ હજારના હીરા છે, પણ ૩ શેઠની મિલકત કેટલી ? પચ્ચીસ લાખની હોય. હવે એમાં પચાસ હજારના હીરા બાદ કરીને સાડી ચોવીસ લાખની મિલકત નક્કી ના કરવી જોઈએ ? અમે તો એવું જ કરતા હતા, મારી આખી જિંદગીમાં મેં બસ એવું જ કર્યું છે ! ૪ અમે તો ચોખ્ખું રાખેલું કે જેટલા ગયા એટલા બાદ કરીને મૂકી દો ! આવડત, 'એક્સપર્ટ' થતાં અટકાવે ૧ અમને આ લખવાનું ના આવડે, પેનેય પકડતાં ના આવડે. અમને કશું આવડે નહીં. સંસારનું કશું ના આવડે, એનું નામ 'જ્ઞાની'. અમે અબુધ કહેવાઇએ. હું તો દરેક બાબતનો અનુભવ કરીને કહું છું. ૨ આજે સિત્તેર વર્ષની ઉંમર થઇ (૧૯૭૮ની સાલમાં), પણ હજી મને દાઢી કરતાં નથી આવડતી. લોકો મનમાં માને છે કે પોતાને દાઢી કરતાં આવડે છે, એ બધો ઇગોઇઝમ છે. બહુ જૂજ માણસોને દાઢી કરતાં આવડતી હશે ! મને પોતાને જ સમજાય છે કે આ કેમનું રેઝર પકડવું, કેટલી ડિગ્રીએ પકડું, એની કશી ખબર હોતી નથી. એના એક્સપર્ટ આપણે થયેલા નથી. ૩ જ્યાં સુધી હું એક્સપર્ટ થયો નથી ત્યાં સુધી આપણને આવડતું નથી એમ જ કહેવાય. ધંધામાંય હું મારી જાતને 'એક્સપર્ટ' માનતો હતો. તેય આ જ્ઞાન થયા પછી તટસ્થ દ્ષ્ટિથી જોયું, લોકોને ધંધા કરતા જોયા ત્યારે હું સમજી ગયો કે આ તો મને કશું આવડતું જ નથી. ૪ આ તો 'ઇગોઇઝમ' જ છે ખાલી. કોઇ પાંચ જણા માને, સ્વીકાર કરે માટે કંઇ બધી આવડત થઇ ગઇ ? વાણી, સામાના વ્યવહારાધીન તમારે ના બોલવું હોય તોય બોલાઇ જવાય છે ને ? એ સામાનો વ્યવહાર એવો છે તે આધારે જ નીકળે છે. કોઇ કોઇ જગ્યા તપાસી જોજો. ૧ કોઇ માણસ તમારું નુકસાન કરતો હોય તોય તેને માટે તમારી વાણી અવળી ના નીકળે ને ૨ કોઇકે તમારું જરાય નુકસાન ના કર્યું હોય તોય તમારી અવળી વાણી નીકળે. એ શાથી ? ૩ ત્યારે કહે, એવું સામાના વ્યવહારને આધીન થાય છે. ૪ જેવા વ્યવહારે વીંટાયું છે તેવા વ્યવહારે ઉકેલાય છે. બોલવાની સત્તા કોની ? સાસુ સવારથી સાંજ સુધી કચકચ કરે તે વહુ મહીં ધૂંધવાયા કરે. એ જો ચાર કલાક સુધી એકધારી ૧ ગાળો ભાંડતી હોય ને આપણે તેને કહીએ કે 'સાસુમા, ફરીથી એની એ જ ગાળો એની એ જ રીતે કહી જાવ તો.' તો તે કહે ખરી ? ના. શાથી ? મૂઆ, ૨ એ તો રેકર્ડ બોલી. આ રેકર્ડ બોલે કે 'ચંચળમાં અક્કલ નથી, ચંચળમાં અક્કલ નથી.' તો શું ? ચંચળ રેકર્ડને કહે ખરી કે 'તારામાં અક્કલ નથી ?' વાણી એ રેકર્ડ સ્વરૂપ છે એવો ફોડ પાડનારા અમે જ છીએ ! ૩ વાણી જડ છે, રેકર્ડ જ છે. આ ટેપરેકર્ડ વાગે છે, તે તેની પહેલાં પટ્ટી ઊતરે છે કે નહીં ? તેવી જ રીતે આ ૪ વાણીની પણ આખી પટ્ટી ઊતરી ગયેલી છે ને તેને સંયોગ મળતાં જ, જેમ પીન વાગે ને રેકર્ડ શરૂ થઈ જાય તેમ વાણી શરૂ થઈ જાય છે ને અક્કરમી મૂઓ કહે કે 'હું બોલ્યો.' આ વકીલ કોર્ટમાં કેસ જીતી આવે તે બધાને કહે કે મેં આમ પ્લીડીંગ કરી ને તેમ કરીને કેસ જીતી ગયો. તો તું હારું છું ત્યારે તારી પ્લીડીંગ ક્યાં જાય છે ? ત્યારે તો કહે કે મારે આ દલીલ કરવાની હતી, પણ તે કરવાની રહી ગઈ ! અલ્યા, ૫ તું નથી બોલતો. એ તો રેકર્ડ બોલે છે. મૂઆ, ૬ ગોઠવીને જો બોલવા જાય તો એક અક્ષરેય ના નીકળે. ઘણીવાર એમ બને છે કે નહીં કે તમે ૭ (વહુએ) દ્ઢ નિશ્ચય કર્યો હોય કે સાસુની સામે કે ધણીની સામે નથી બોલવું, છતાં બોલાઈ જાય છે કે નહીં ? બોલાઈ જાય છે એ શું છે ? ૮ આપણી તો ઈચ્છા નહોતી. ત્યારે શું ધણીની ઈચ્છા હતી કે વહુ મને ગાળ દે ? ત્યારે કોણ બોલાવે છે ? ૯ એ તો રેકર્ડ બોલે છે અને ઊતરી ગયેલી રેકર્ડને કોઈ બાપોય ફેરવી ના શકે. ઘણીવાર ૧૦ કોઈ મનમાં નક્કી કરીને આવ્યું હોય, કે આજે તો પેલાને આમ સંભળાવું ને તેમ કહી નાખું અને જ્યારે તેની પાસે જાય ને બીજા પાંચ જણને જુએ તો અક્ષરેય બોલ્યા વિના પાછો આવે કે નહીં ? અરે, ૧૧ બોલવા જાય પણ બોબડી ના વળે, એમ બને કે નહીં ? જો તારી સત્તાની વાણી હોય, તો તું ધારે તેવી જ વાણી નીકળે. પણ એવું બને છે? ક્યાંથી બને ? જરૂર, સમ્યક્ વાણીની પ્રશ્નકર્તા : સમ્યક્વાણી કહે છે ને, એ કયા અર્થમાં ? દાદાશ્રી : જે વાણી કોઈને દુઃખ ના આપે, ત્રાસ ના આપે, એ સમ્યક્વાણી કહેવાય. અને લોકોને ત્રાસ આપે, એ કઠોર વાણી કહેવાય. તમને કઈ વાણી ગમે છે ? પ્રશ્નકર્તા : સમ્યક્વાણી. દાદાશ્રી : હા, એટલે સમ્યક્વાણીની જરૂર છે. સમ્યક્વાણી એ તો બહુ ખાસ આરાધવા જેવી છે. જેનાથી કોઈને દુઃખ ના થાય એવી વાણી છે અને એ જ ભગવાનની મોટામાં મોટી ભક્તિ છે. ૧ સામો કહે કે 'તમારામાં અક્કલ નથી.' તો પણ આપણે કહેવું કે ભાઈ, અક્કલ જરા પહેલેથી જ ઓછી છે. તમારે જે કામ હોય, તે મને કહો ને. ૨ મને તો લોક પૂછતા ત્યારે હું કહું કે 'ભઈ, પહેલેથી જ આ નથી. આ તો તમને આજે ખબર પડી, પણ હું તો પહેલેથી જાણું છું આ !' ટપકે કરુણા, વાણીમાંય સ્યાદ્વાદ વાણી ક્યારે ઉત્પન્ન થાય ? અહંકારની ભૂમિકા પૂરી થાય ત્યારે. ૧ જગત આખું નિર્દોષ દેખાય, કોઇ દોષિત દેખાય જ નહીં ! ચોર પણ દોષિત અમને ના દેખાય. લોકો કહે કે ચોરી કરવી એ ગુનો છે. પણ ૨ ચોર શું જાણે કે ચોરી કરવી એ મારો ધર્મ છે. અમારી પાસે કોઇ ચોરને તેડી લાવે તો અમે એના ખભે હાથ મૂકી ખાનગીમાં પૂછીએ કે, 'ભઇ, આ બિઝનેસ તને ગમે છે ? પસંદ પડે છે ?' પછી એ એની બધી હકીકત કહે. અમારી પાસે એને ભય ના લાગે. માણસ ભયને લીધે જૂઠું બોલે છે. પછી એને સમજાવીએ કે, 'આ તું કરે છે તેની જવાબદારી શું આવે છે, તેનું ફળ શું છે તેની તને ખબર છે ?' અને ૩ 'તું ચોરી કરે છે' એવું અમારા મનમાંય ના હોય. ૪ એવું જો કદી અમારા મનમાં હોય તો એના મન ઉપર અસર પડે. ૫ દરેક પોતપોતાના ધર્મમાં છે. ૬ કોઇ પણ ધર્મનું પ્રમાણ ના દુભાય એનું નામ સ્યાદ્વાદ વાણી. સ્યાદ્વાદ વાણી સંપૂર્ણ હોય. દરેકની પ્રકૃતિ જુદી જુદી હોય, તોય સ્યાદ્વાદ વાણી કોઇની પણ પ્રકૃતિને હરકત ના કરે. મોક્ષનો માર્ગ છે શૂરાનો... પ્રશ્શનકર્તા : જ્યાં સુધી આત્માનું સ્પષ્ટ વેદન ના હોય ત્યાં સુધી બીજી કંઈ વેદના તો હોય જ ને ! દાદાશ્રી : એવું છે ને કે ૧ વેદનાનો સ્વભાવ કેવો છે કે જો એને પારકી જાણે તો એ જાણ્યા કરે કે આ પારકી છે. પછી ખાલી જાણ્યા જ કરે એને, વેદે નહીં. પણ આ ૨ વેદના 'મને થઈ' કહે તો વેદે અને આ 'સહન થતી નથી' એમ બોલ્યા એટલે વેદના દસ ગણી લાગે. આ 'સહન થતી નથી', એમ તો બોલાય જ નહીં. આ શરીરને ૩ આપણે કહેવું કે 'હે શરીર ! હે મન ! હે વાણી ! તમને જ્યારે ત્યારે લોક બાળશે. તેના કરતાં અમે જ બાળી મૂકીએ તો શું ખોટું ?' ૪ જે સ્વરૂપ આપણું નથી ત્યાં શી પીડા ? જે સ્વરૂપ આપણું નથી એવું 'જ્ઞાની પુરુષે' તમને કહ્યું, તે તમને બુદ્ધિથી સમજાયું, પછી શી પીડા ? માટે ક્ષત્રિય થઈ જાવ. ૫ આત્માનો સ્વભાવ કેવો છે ? જેવું ચિંતવે એવો તરત જ થઈ જાય. સુખમય ચિંતવ્યો તો સુખમય થઈ જાય ને દુઃખમય ચિંતવ્યો તો તેવું થઈ જાય. એટલે બહુ જાગૃત રહેવાનું છે. પ્રકૃતિ ફરે નહીં, જ્ઞાન ફેરવો બાકી, દરેક માણસે એટલું તૈયાર થવાનું છે કે કોઈ પણ જગ્યા એને બોજારૂપ ના લાગે. જો ૧ તમે સાચા છો તો તમારી ખોડ સંસારનાં લોકો કાઢે નહીં. વખતે બીજા લોકો કાઢે કે ૨ જેને ના ફાવતું હોય એવી પ્રજા હોય છે એ ખોડ કાઢે, પણ સજ્જન પુરુષો ખોડ ના કાઢે. પ્રશ્શનકર્તા : માણસ એવી પ્રકૃતિ જ લાવે તો પછી એ પ્રકૃતિ ક્યાંથી બદલાય ? દાદાશ્રી : ના, પણ જોડે જોડે એનું ૩ ડીસાઇડ એવું કરવું જોઈએ કે મારી આ પ્રકૃતિ દુઃખદાયી છે, માટે મારે આ જે સુખદાયી છે એવી રીતે વર્તવું જોઈએ, એવું ડીસાઈડ કરવું જોઈએ. પ્રશ્શનકર્તા : પ્રકૃતિ બદલાય ખરી ? દાદાશ્રી : ૪ પ્રકૃતિ બદલાય નહીં, પણ પોતાનું જ્ઞાન તો બદલાય ને ! ૫ પ્રકૃતિ તો એનો સ્વભાવ છોડે નહીં, પણ ૬ પોતાનું જ્ઞાન બદલાય છે અને જ્ઞાન બદલાવાથી મૂંઝામણ બંધ થઈ જાય છે ! મોક્ષની માસ્ટર કી, 'જગત નિર્દોષ' ૧ જગત આખું નિર્દોષ છે જ. કઈ દ્ષ્ટિએ નિર્દોષ ? ત્યારે કહે, જો ૨ શુદ્ધાત્મા જોઈએ તો નિર્દોષ જ છે ને ! ૩ દોષિત કોણ છે ? બહારનું પુદ્ગલ ને! આ જેને જગત માને છે તે પુદ્ગલ... આપણે શું જાણવું છે કે એ ૪ પુદ્ગલ ઉદયકર્મને આધીન છે આજે. ૫ એને પોતાને આધીન નથી, પોતાની ઇચ્છા ના હોય તોય કરવું પડે આ. ૬ એટલે એ નિર્દોષ જ છે બિચારો. એટલે અમને આખું જગત નિર્દોષ જ દેખાય, જીવમાત્ર નિર્દોષ દેખાય. ૭ જગત નિર્દોષ સ્વભાવે છે. આખુંય જગત નિર્દોષ છે. ૮ તમને બીજાના જે દોષ દેખાય છે તે તમારામાં દોષ હોવાથી જ દોષ દેખાય છે. જગત દોષિત નથી એ તમને જો દ્ષ્ટિ આવે તો જ તમે મોક્ષે જશો. જગત દોષિત છે એવી દ્ષ્ટિ આવે તો તમારે અહીં નિરાંતે પડી રહેવાનું છે. - જય સચ્ચિદાનંદ |