|
રિલેટિવ ધર્મો - રિયલ ધર્મ ! સંપાદકીય આ સંસારમાં કેટલાંય પ્રકારના ધર્મો છે, સંપ્રદાયો છે પણ બધા રિલેટિવ ધર્મો કહેવાય. રિલેટિવ એટલા માટે કે ધર્મ પાળનારો છે, ધર્મ પાળવાની ક્રિયા છે. અને ધર્મ પાળવા માટે સાધનો છે. ધર્મ પાળનારો એટલે જે નામધારી છે દા.ત. 'હંુ ચંદુભાઈ છંુ, મારંુ નામ ચંદુભાઈ છે. હંુ ફલાણો ધર્મ પાળંુ છંુ.' એમ માન્યતા પાયામાં રહેલી છે. માળા, શાસ્ત્ર, ધૂપ, દીપ, ચંદન, ફૂલ, મૂર્તિ વગેરેના આધાર લઈને ધર્મ પાળી રહ્યો છે. જ્યાં કંઈ પણ આધાર છે, મનનો, વાણીનો, દેહનો આધાર છે અને 'હંુ ચંદુભાઈ છંુ' એ બધંુ રિલેટિવ ધર્મ કહેવાય. એમાં પછી એકાગ્રતાપૂર્વક ધર્મ કરે તો પુણ્યૈ બંધાય. અને અસ્થિરતાપૂર્વક કરે તો કંઈ ઓછી કમાણી કરે. પણ પુણ્યૈ બંધાય તો ય સંસારમાં ફળ ભોગવવા તો આવવંુ જ પડે. તો મોક્ષ ક્યારે થાય ? કેટલાંક ભગવાનની ભક્તિને ધર્મ માને છે ત્યારે કેટલાંક દાન, સેવા, પરોપકારને ધર્મ માને છે. સત્કર્મને ધર્મ માને છે પણ પાયામાં 'હંુ ચંદુભાઈ છંુ' અને 'મેં દાન કર્યું' કે 'મેં સેવા કરી', તો કર્તાપણું આવી જાય છે અને એટલે કર્મ તો બંધાય છે, સંપૂર્ણ મુક્તિ તો નથી જ થતી. એટલે એ બધા રિલેટિવ ધર્મો છે. ભક્તિ કે સેવા એ કંઈ ખોટંુ નથી, એમ કરતાં કરતાં માણસ ડેવલપ થાય છે. જેમ સ્કુલમાં જનારો વિદ્યાર્થી એક ધોરણમાં કેટલા વર્ષ કાઢે ? એક જ ધોરણમાં બેસી રહેવંુ ? ભણ ભણ કરવંુ એ ધ્યેય બાળકને હોતો જ નથી. એને તો વધુ ભણવંુ છે, જ્ઞાન મેળવવંુ છે ને ડૉક્ટર, વકીલ કે એન્જીનિયર થવંુ છે. એટલા માટે ભણે છે. તેવંુ દરેક ધર્મ એ ધોરણો જેવા છે એમાં કાયમ રહેવાનંુ નથી. એમાં ભણી, જ્ઞાન મેળવી આગળ વધવાનંુ છે. છેવટે રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા-લોભથી મુક્ત થઈ વીતરાગ થવાનંુ છે. આત્મસ્વરૂપ પામી કેવળ જ્ઞાન સુધી પહોંચવાનંુ છે. સ્કુલ-કોલેજ માટે સમજાય છે કે દરેક સ્ટાન્ડર્ડ પસાર કરી પી.એચ.ડી. થવંુ છે અને છેવટે આઉટ ઑફ સ્ટાન્ડર્ડ થવંુ છે પણ લૌકિક ધર્મોમાં એ વાત સમજાતી નથી અને એક જ ધર્મમાં રહેવાથી આગળની પ્રગતિ રૂંધાઈ જાય છે. સ્કુલમાં નવા ગુરુ, નવો સીલેબસ મેળવીને આગળ વધે છે. ધર્મમાં એક જ ગુરુ, બીજાનો ધર્મ પળાય નહીં, આપણો ધર્મ બદલાય નહીં. એમ સંકુચિત થઈ જવાય છે. ખરેખર તો જ્ઞાન વધારે પ્રાપ્ત કરતાં કરતાં રિલેટિવ જ્ઞાનથી આગળ રિયલ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. રિલેટિવ એટલે વિનાશી, લૌકિક, પ્રાકૃત જ્ઞાન અને રિયલ એટલે અવિનાશી, અલૌકિક આત્મજ્ઞાન. રિલેટિવ ધર્મ એને સંસારમાં ડેવલપ કરે છે અને ઊંચે લઈ જાય છે. છેવટે રિયલ ધર્મ પ્રાપ્ત થશે ત્યારે કામ પૂરંુ થશે ને મોક્ષ થશે. પ્રસ્તુત સંકલનમાં પરમ પૂજ્ય દાદા ભગવાનની રિલેટિવ ધર્મ, રિયલ ધર્મ સંબંધી વિસ્તૃત ફોડકારી વાણી સંકલિત થઈ છે, જે વાચકને યથાર્થ રિયલ ધર્મની દ્રષ્ટિ ખુલ્લી કરી આપશે ! દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ રિલેટિવ ધર્મો - રિયલ ધર્મ માળા ફેરવતાં મન ભટકે ! દાદાશ્રી : કયા શાસ્ત્રો વાંચો છો, શેઠ ? પ્રશ્શનકર્તા : સવારમાં પૂજા, સામયિક કરીએ. દાદાશ્રી : બહુ સારંુ. પ્રશ્શનકર્તા : ચોવીસ તીર્થંકરની માળા ફેરવવાની. દાદાશ્રી : ચોવીસ તીર્થંકરની, ચોવીસ માળાઓ ને, ચોવીસ ? પ્રશ્શનકર્તા : એક કલાકમાં ચોવીસ માળા થઈ જાય. દાદાશ્રી : બહુ સારંુ, બહુ સારંુ, તો તો સાચંુ છે. કલાક, કલાક જો બગાડો તો તો વાંધો નહીં. કલાક જો કદી કરતાં હોય તો સારંુ. નહીં તો કેટલાંક લોકોએ પછી કોથળીઓ કાઢી. માળાને બદલે મનને જુઓ ! કબીર સાહેબ બોલ્યા છે ને, ''માલા બનાઈ કાષ્ટ કી, બીચ મેં ડાલા સૂત, માલા બિચારી ક્યા કરે, જપનેવાલા કપૂત.'' માળા શું કરે બિચારી ?! બધાની માળા સારી. મુસ્લીમોને આમ મણકા સરસ હોય ! આપણે ત્યાં લાકડાની માળાઓ ! અને તે મોટાં મોટાં સંતો ય માળા જપ્યા કરે. 'સાહેબ, શું કરો છો તમે આ ?!' ત્યારે કહે છે, 'માળા જપું છું.' ત્યારે કહે, 'સાહેબ, હવે મારે તો છેલ્લે સ્ટેશને જવું છે ને આ તો તમારે અહીં આગળ વચલું સ્ટેશને ય ન્હોય બળ્યું. આ તો બીગીનીંગ સ્ટેશનનાં છે. આ બિગિનિંગ કરવાનું પણ હું તો બિગિનિંગ આ બધું કરી ચૂક્યો છું. હવે મારે તો છેલ્લે સ્ટેશને જવું છે. મનની માળા હું ફેરવું છું, કહીએ. આ પેલી માળા ફેરવે ને, તે માળા ફરતી જાય અને મન પણ ફરતંુ જાય ચોગરદમ. એવું બને કે ના બને ? પ્રશ્શનકર્તા : બને, એવું જ બને છે ને ! દાદાશ્રી : તમે ફેરવી નહીં હોય કોઈ દહાડો માળા ?! હેં ? તો આ માળા પછી શું કરે બિચારી ? કાષ્ઠની બનાવેલી માળા. આગળ કંઈ વધવું જોઈએ. એનો કંઈક હિસાબ હોય. એ માણસો પોતે ય ફેરવે અને બીજાને ય માળા ફેરવવાનું કહે. એટલે એનાં એ જ સ્ટાન્ડર્ડમાં અને તે પાછું હવે તો લૂગડું રાખે છે આમ આગળ. તે ગમે એટલું ગપોટવું હોય તોય વાંધો ના આવે. આગળ લૂગડું રાખેને... કારણ કે ચાલીસ માળા ફેરવવાનો નિયમ લીધેલો હોય. અને એક બાજુ ટાઈમ થઈ ગયો છે ! એ નિયમ અને ટાઈમ - બેનો ગુણાકાર થાય એટલે મહીં ગપોટાય ! ગપોટાય, હંકે ! કારણ કે કોથળી એમનાં હિસાબસર છે ને ! હવે આપણાં મહાત્માઓને જ્યાં પોતાના આત્માની જાગૃતિ છે, ત્યાં આ બધાની શી જરૂર હોય ? તેમ છતાં ફેરવતો હોય તો આપણે ના યે નથી. કારણ કે એ વ્યવહાર છે એનો. વ્યવહારથી એનાં મનનું એ રહેલું છે, ભરેલો માલ ! એ નીકળે તેનો વાંધો નથી પણ આ વસ્તુ જોઈએ એવી હેલ્પ નથી કરતી. નહીં તો કહે છે, 'માળા ફેરવે છે, કાકા ક્યાં ગયા છે ?' ત્યારે કહે, ઢેઢવાડે. કાકા ય સમજી ગયા કે તે શી રીતે જાણ્યું આનું ? ત્યારે કહે, મને તો એવું જ્ઞાન થયું'તું કે તમે ત્યાં ગયા'તા. એટલે આ બધું મહેનત ધૂળધાણી થઈ જાય છે ! મહેનત લેખે લાગવી જોઈએ. અલેખે જવા દે ?! લેખે ના લાગવી જોઈએ ? પ્રશ્શનકર્તા : લેખે લાગવી જોઈએ. ભગવાનનું નામ લઈએ છીએ, માળા ફેરવીએ છીએ, ત્યારે મન બીજે ભમતું હોય છે. દાદાશ્રી : ઓળખાણવાળા ભગવાનનું નામ દેવું જોઈએ. મારું કહેવાનું કે જેને ઓળખતા જ ના હોય, જોયા જ ના હોય, એની જોડે મિત્રાચારી થાય ખરી ? પ્રશ્શનકર્તા : ના. દાદાશ્રી : તો પછી ભગવાને ય શી રીતે ભેગાં થાય તે ? આ ભગવાન તો મહીં બેઠાં છે તે સાંભળે છે. કૃષ્ણનું નામ દો કે મહાવીરનું નામ દો કે રામનું નામ દો પણ મહીં બેઠા છે તે સાંભળે છે. બીજા કોઈ, બહારનાં કોઈ સાંભળવા આવવાનાં નથી. તમારી મહીં, માંહ્યલો ભગવાન સાંભળશે. એટલે માંહ્યલા ભગવાનને જ સીધી વાત કરો ને ! એમનું નામ શું ? 'હે શુદ્ધાત્મા ભગવાન !' એવું કરીને તમે વાત કરજો. બહારવાળાને વળી પાછી દલાલી આપવી ને બધુ વહેંચાઈ જાય. અને પાછું છેવટે એ તો અહીં જ મોકલી આપે છે. કારણ કે એ પરોક્ષ ભક્તિ કહેવાય. પરોક્ષ એટલે એ પોતે સ્વીકારે નહીં. જેનું હોય તેને મોકલી આપે. એટલે માંહ્યલા ભગવાનને ભજો. બહારવાળાના ફોટા લોકો ચાર આનામાં વેચે છે અને તે આપણે સ્થાપના કરી દીધી ! માળા કરવા ના બેસજો. મનને જોયા કરવા બેસજો. એટલે ફરશે નહીં પછી. મન શું કરે છે, ક્યાં ક્યાં ભટકે છે, એને જોયા કરજો એટલે માળા કરતાં ઉત્તમ ફળ આપશે, ઘણું મોટું ફળ આપશે. પડી સમજણ ? નહીં તો અમારે ત્યાં આવજો. દવાની પડીકી લઈ જજો. મન ભટકતું હોય તો દવાની પડીકી લઈ જવી પડે. મન સ્થિરતાનો ઉપાય ! મન સ્થિર કરવાનો શો ઉપાય કર્યો છે અત્યાર સુધી તમે ? પ્રશ્શનકર્તા : કશું ધર્મનું પુસ્તક વાંચીએ છીએ એ વખતે સ્થિર થાય છે. દાદાશ્રી : તે ઘડીએ થોડી વાર સ્થિર થાય. પણ પછી પાછું ચોપડી મૂકે કે હતા તેનાં તે જ પાછાં. એટલે આ તળાવમાં લીલ ચઢેલી હોય, તો આપણે આવડો મોટો ઢેખાળો (પથ્થર) નાખીએ તો કુંડાળું મોટું ફેલાય. પણ પાછું થોડીવાર થઈ કે હતું તેનું તે. એ તો આખી લીલ કાઢી નાખવી પડે. આખા તળાવની લીલ કાઢી નાખીએ, ત્યારે મહીં સૂર્યનારાયણનો પ્રકાશ પહોંચે. આ તો થોડી થોડી લીલ કાઢીએ, એમાં દહાડો ક્યારે વળે ? પ્રશ્શનકર્તા : જ્યારે જ્યારે ભગવાનની ભક્તિ કરવા બેસીએ ત્યારે જ ખરાબ વિચાર આવે છે. દાદાશ્રી : હા. તે જ વખતે ખરાબ વિચાર આવે. પણ નહીં તો આખો દહાડો સારા વિચાર હોય છે ? પ્રશ્શનકર્તા : એવું નહીં. પણ આમ નોવેલ કશું વાંચીએ તો આપણું મન એમાં સ્થિર થઈ જાય બિલકુલ. દાદાશ્રી : તે નોવેલ વાંચે ત્યારે સ્થિર થાય ને ! નોવેલ એટલે શું ? લપસવું. તે લપસવામાં મન સ્થિર જ હોય. ઉપર ચઢાવવામાં મન જરા અસ્થિર થાય. પ્રશ્શનકર્તા : આપણે એક જગ્યાએ એને સ્થિર કરવું છે. દાદાશ્રી : પણ તમે અસ્થિર તે એને શી રીતે સ્થિર કરશો ? તમે પોતે અસ્થિર છો. અસ્થિર બીજાને સ્થિર કેમ કરીને કરી શકે ? પ્રશ્શનકર્તા : મન સ્થિર થાય તો આપણે સ્થિર થઈ શકીએ. દાદાશ્રી : પણ પહેલાં જ અસ્થિર તમે છો, મનને લીધે. હવે મનને સ્થિર કેવી રીતે કરી શકો તમે ? એ તો કોઈની હેલ્પ લેવી પડે, કોઈની મદદ લેવી પડે. પ્રશ્શનકર્તા : ધાર્મિક કાર્યમાં બેઠા ંહોય તો કાયા, વચનથી સ્થિર રહેવાય છે પણ મનથી અસ્થિર રહેવાય છે. દાદાશ્રી : મનથી અસ્થિર રહેવાય તે બહુ નુકસાન. મનના ઉપર આવતા ભવનો આધાર છે. કાયા તો સ્થિર રહે, એ તો રહ્યું તોય શું ને ના રહ્યું તોય શું ? મનના ઉપર આવતા ભવનો આધાર છે અને કાયાનો આધાર તો ઘસાઈ જવાનો. મન સ્થિર કરવામાં શું ફાયદો હશે, એવો તમે હિસાબ કાઢ્યો છે ? મન સ્થિર થવામાં શો ફાયદો હશે ? પ્રશ્શનકર્તા : શાંતિ મળે. દાદાશ્રી : અસ્થિર કર્યું કોણે ? પ્રશ્શનકર્તા : આપણે. દાદાશ્રી : શાથી આપણે કર્યું ? આપણે જાણી જોઈને અસ્થિર કર્યું ? આપણને હિતાહિતની ખબર નથી, પોતાનું હિત શેમાં અને અહિત શેમાં એની ખબર નહીં હોવાથી મનનો ગમે તેવો ઉપયોગ કર્યો. પોતાનું હિતનું શેમાં ને અહિતનું શેમાં એવું જો ખબર હોત તો પોતાના હિતમાં જ ઉપયોગ કરત. હવે મન તો આઉટ ઓફ કંટ્રોલ (કાબુ બહાર) થઈ ગયું. હવે હિતાહિતની સમજણ આપે એવું જ્ઞાન પ્રાપ્ત કરે ત્યાર પછી સ્થિર થાય. જ્ઞાની પુરુષની કૃપા લેવી પડે. તો બધું કામ થાય. નહીં તો થાય નહીં કશુંય. એવા જ્ઞાની પુરુષની કૃપા લેવી પડે કે જે પોતે સ્થિર થયેલા હોય, નિરંતર સ્થિરપણે જ રહે. પછી આપણને સ્થિર કરી આપે. અને તમારે જાતે સ્થિર થવું હોય તો મનથી છેટા રહો. એ શબ્દ તમને સમજાય, મનથી છેટા રહેવું ? પ્રશ્શનકર્તા : કેવી રીતે રહેવાય ? દાદાશ્રી : ના ગમતા વિચાર આવે છે ત્યારે શું કરો છો ? પ્રશ્શનકર્તા : દબાવી દઈએ છીએ. દાદાશ્રી : ના. દબાય નહીં. તમે છેટા રહો છો, એ તમને ગમતા નથી. એ વાંચવાનો ય ગમતો નથી. અને ગમતો વિચાર આવે ત્યારે તમે તન્મયાકાર થઈ જાવ છો. એ હું શું કહેવા માગું છું કે ગમતા વિચાર આવે તો ય તન્મયાકાર ના થશો. એની મેળે મન સ્થિર જ થઈ જશે. પણ એ તમારાથી થશે નહીં. આ તો હું વાત કરું છું એટલું જ છે. કો'ક માણસ, મહાન, જબરજસ્તીથી કાંઈક કરી શકે. પણ રસ્તો છે આ. પણ આજના કળિયુગના માણસોને આ કંટ્રોલના ચોખા ખાધેલાં, એ લોકોને ક્યાં શક્તિ આવે ?! પછી મન સ્થિર ના રહે તો તમારે કહેવું, 'દાદા ભગવાને કહ્યું છે. તમે સ્થિર નહીં રહો તો નહીં ચાલે. નહીં તો દાદા ભગવાનને ફરિયાદ કરીશ.' એવું તમે કહેજોને, એક-બે વખત. તોય ના માને તો મારી પાસે આવજો. સાચો ધર્મ ત્યાં મનોશાંતિ ! તમે બહુ એકાગ્ર કરીને મનને મારી નાખો. મારી નાખવું નથી ને ? પ્રશ્શનકર્તા : ના, ના. આ તો શાંતિ માટે કરવું છે. દાદાશ્રી : ફરી અશાંતિ થઈ છે તમને ? તમે કહો છો, ચિંતા-વરીઝ ભગવાનને સોંપેલી છે. તો પછી અશાંતિ શાથી ? પ્રશ્શનકર્તા : ભગવાનને સોંપી છે પણ હવે... દાદાશ્રી : કહે છે ભગવાનને સોંપી છે અને પાછું આવું કહે છે ! દરેક મહિનામાં એક દહાડો ચોવીસ કલાકની શાંતિ રહે કે ચાર દહાડાની ? કેવું જોઈએ તમારે ? પ્રશ્શનકર્તા : ખરેખર તો આખો મહિનો શાંતિ જોઈએ. દાદાશ્રી : એમ ?! ત્યારે એ તો જ્ઞાની પુરુષની કૃપાથી થાય ! કોઈ ધર્મ જ પાળ્યો નથી અત્યાર સુધી ? પ્રશ્શનકર્તા : પાળ્યો છે. દાદાશ્રી : ધર્મ જો પાળ્યો હોય મનની શાંતિ થાય જ. મનની શાંતિ સહેલામાં સહેલી વસ્તુ છે, નાનામાં નાની બાબત છે. કોઈ ગમે તે ધર્મ પાળે ને તો પણ શાંતિ થઈ જાય. સંસારના ધર્મોથી મોક્ષ ના થાય. પણ શાંતિ તો થાય જ ને ? પ્રશ્શનકર્તા : ટેમ્પરરી થાય. દાદાશ્રી : કે કોઈ ધર્મ પાળ્યો નથી ? અને પાળ્યો હોય તો સાચો નથી. કયો ધર્મ પાળો છો ? પ્રશ્શનકર્તા : હિન્દુ ધર્મ. દાદાશ્રી : હિન્દુ ધર્મ તો ખોટો નથી. બહુ સરસ છે. કોઈ રસ્તો દેખાડનાર બરોબર નહીં હોય. હિન્દુ ધર્મનું ડ્રાઈવ (માર્ગ) તો બહુ સુંદર છે. તદ્દન સાચું ડ્રાઈવ છે પણ ભોમિયો સારો નહીં મળ્યો હોય, ગાઈડ (ભોમિયો) કહે છે ને ! પ્રશ્શનકર્તા : રસ્તો બતાવનારા સારા છે અને એમની જોડે બેસીએ પણ છીએ. દાદાશ્રી : તો શાંતિ ના થાય ? શાંતિ નાનામાં નાની બાબત, છમકલાં કહેવાય. તો જેની પાસે બેસતા હોય એને શાંતિ નહીં થયેલી હોય એ માણસને. એ તો પૂછવું પડે કે જો તમને શાંતિ થયેલી હોય તો બેસું. નહીં તો નકામું શું કામ બેસું ? બીજી દુકાને જઉં ને ! ધર્મક્રિયાથી ચિત્ત શુદ્ધિ ! આ સંસાર એવો છે કે નિરંતર ચિત્તની અશુદ્ધિ જ થયા કરે. એટલે આ લોકોએ ધર્મ મૂકેલો કે ધર્મ ચિત્તની શુદ્ધિ કર્યા કરે. ધર્મ ના હોય તો ચિત્ત અશુદ્ધિ થઈ જાય એટલે અધોગતિમાં જતો રહે પછી. ચિત્ત પોતે જ્ઞાન દર્શન સ્વરૂપ છે. હવે એ જ જ્ઞાન દર્શન અશુદ્ધ રૂપે છે અત્યારે, એનું શુદ્ધિકરણ કરો એટલું જ કહેવા માંગે છે આ. એના શુદ્ધિકરણનાં રસ્તા છે. રસ્તેસર જવાને માટે શુદ્ધિકરણના રસ્તા છે. પણ લોકો શુદ્ધિકરણના રસ્તા જાણતા નહીં હોવાથી પોતે ફાવે એમ રસ્તાને પકડે છે. એકવાર તો ચિત્તને જ સમજતા નથી. એ વાતો સાંભળીએ તો લાગે કે સાવ ઠોકાઠોક હોય ત્યાં શી રીતે માણસ વસ્તુને પામે ? ચિત્ત અશુદ્ધ ક્યાં સુધી છે ? ત્યારે કહે, જગતની એને લાલચો છે, આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે. એ જ્યારે પોતાના ઘરનું સુખ જુએ છે પછી બહાર નહીં નીકળે. પોતાના ઘરનું સુખ, પોતાના સ્વરૂપનું સુખ જે જુએ છે, પછી એ બહાર ભટકે નહીં. પ્રશ્શનકર્તા : પેલું તો સંસારનું ક્ષણિક સુખ છે. દાદાશ્રી : અનંત અવતારથી આ ક્ષણિક સુખમાં જ રાચ્યા છો. કરોડો અવતારથી આવાં જ હતા ને આજે ય આવાં જ છો. ઊલટું વધારે બગડ્યાં છો. જગતના લોકો મોહના સુખમાં રાચતા હોય છે પણ મહીંલી બળતરા તેનાથી કંઈ જાય નહીં. સાંજે છ જણા પત્તા રમતા હોય, તેમને કહીએ કે હવે જમવાનો વખત થયો, ઊઠો. પણ કોઈ હાલે નહીં ! તે શાથી કે પત્તામાં સુખ હોય છે ? ના, એ તો ચિત્તને રોકવાનું સ્થાન ઊભું કર્યું છે. આ જગતમાં મનને રોકવાના સ્થાન છે પણ ચિત્તને રોકવાનાં સ્થાન નથી. પત્તા રમે એમાં ચિત્ત રોકાય, પણ એ સ્લિપરી(લપસાવનાર) છે. એમ કરતાં સ્ટેપ બાય સ્ટેપ (પગથિયે પગથિયે) સ્લિપ(લપસતો) થતો જાય. પછી દારૂ ય પીવે ! એટલે અશુદ્ધ ચિત્ત રોકાય નહીં ક્યારેય ! એ તો જ્ઞાની પુરુષ અશુદ્ધ ચિત્તનું શુદ્ધિકરણ કરી આપે, તો રોકાય ! અશુદ્ધ ચિત્તની શુદ્ધિ કરવા માટે જગતના બધા જ ધર્મો ફાંફાં મારી રહ્યાં છે. સાબુથી મેલાં કપડાં ધોઈને સાફ કરાય તેમ ! પણ સાબુ કપડાંનો મેલ તો કાઢશે પણ પાછો પોતાનો મેલ મૂકતો જશે. તે સાબુનો મેલ કાઢવા પાછો ટીનોપોલ જોઈએ, તે ટીનોપોલ સાબુનો મેલ તો કાઢી આપે પણ પાછો પોતાનો મેલ મૂકતો જાય ! તે ઠેઠ સુધી એક મેલ સાફ કરનારી વસ્તુ પોતાનો મેલ સાફ થનાર વસ્તુ પર મૂકતી જ જાય. તેમ આ જગતના બધા જ રિલેટિવ ધર્મોમાં છે. જગતના બધા 'રિલેટિવ' ધર્મો વિરોધાભાસવાળા છે. તેમાં આ લૌકિક ગુરુઓ તમારો મેલ કાઢે અને પાછાં પોતાનો મેલ મૂકતા જાય ! 'રિલેટિવ' ધર્મો બધાં મેલથી મેલ કાઢવાનું કરે છે ! જ્યાં સરવાળે શુદ્ધ કરાતા ચિત્ત ઉપર પણ છેલ્લે અશુદ્ધિ, મેલ રહે જ છે. સંપૂર્ણ શુદ્ધ, તો તે જ કરી શકે કે જે સ્વયં સંપૂર્ણ શુદ્ધ, સર્વાંગ શુદ્ધ છે. માટે એવા જ્ઞાની પુરુષ જ કરી શકે. તે આ બીજા રસ્તા, આ નીચલા રસ્તા બધા દેખાડેલાં. કેટલાંક ધર્મોમાં મૂર્તિને નવડાય-ધોવડાય કરે અને લાકડાની માળા ફેરવ ફેરવ કરે. નાસ મણકા, મણકો આવ્યો, નાસ મણકા મણકો આવ્યો. આમ કરે ને તેમ કરે, એ ચિત્તની શુદ્ધિ માટે છે. એટલો વખત જરા પાંસરો રહ્યો. તે થોડી ઘણી શુદ્ધિ થઈ મહીં. પણ એમાં કશુંય એક તલ જેટલું ય ના મળે. આખોય દહાડો કષાય, ગાળો જ ભાંડ્યા કરતો હોય માંહ્યોમાંહ્ય. પ્રશ્શનકર્તા : એટલો વખત તો એને એકાગ્રતા આવે ને, જ્યાં સુધી સેવામાં હોય ત્યાં સુધી ? દાદાશ્રી : પણ એટલો વખત એને કરવાનું ય શું તે ? એમાં શું દહાડો વળ્યો આપણો ? શક્કરવાર શું વળ્યો ? જેનાથી અંતરશાંતિ થાય, જેનાથી કોઈને દુઃખ ના દેવાય, એનું નામ ધર્મ કહેવાય. આ તો દુઃખો દેવામાં પાછો શૂરો. રોકડંુ પમાડે તે સાચો ધર્મ ! ધર્મ તો કેશ જ હોવો જોઈએ, ઉધાર હોય ? પ્રશ્શનકર્તા : ના. દાદાશ્રી : જુઓને, આ લોકોએ ઉધાર આપવા માંડ્યંુ છે ને ! 'આવતે ભવ મળશે' કહે છે. અલ્યા, મારે અહીં જોઈએ, આવતે ભવ મારે શંુ કરવાનંુ છે ?! અત્યારે તો છોકરાં પરે ય વિશ્વાસ ના રખાય ! છોકરાને ચાર મણ શાક લેવા મોકલ્યા હોય ને તો મહીંથી દસ રૂપિયા કાઢી લે એવો જમાનો ! એટલે આવતા ભવનો વિશ્વાસ શી રીતે રખાય ? અહીં રોકડંુ જ જોઈએ. મેં બધાને શંુ કહ્યંુ કે મારી પાસે રોકડંુ માગવંુ. બહુ દહાડા ઉધાર ખાધંુ. હવે જે માંગવંુ હોય તે રોકડંુ માગવંુ, એવંુ કંઈ નહીં કે આ એકલંુ જ મગાય. જે તમને ઠીક લાગે તે માગવંુ. હું તો નિમિત્ત છંુ, હંુ આપનારો નથી. ધર્મ, બે પ્રકારના ! પ્રશ્શનકર્તા : ધર્મ કેટલા છે ? દાદાશ્રી : ધર્મ બે પ્રકારના છે. એક લૌકિક ધર્મ અને બીજો અલૌકિક ધર્મ. લૌકિક ધર્મો સંસારિક સુખો આપે. મિથ્યાત્વ સહિત જે જે ક્રિયાઓ કરવામાં આવે છે એ બધા લૌકિક ધર્મો કહેવાય. એનું ફળ સંસાર છે. એનાથી ભૌતિક સુખો મળે પણ મોક્ષ ના મળે. જ્યારે અલૌકિક ધર્મમાં આવે એટલે કે મિથ્યા દર્શન તૂટે ત્યારથી મોક્ષનો રસ્તો જડી ગયો કહેવાય. મિથ્યા દર્શન તૂટે કેવી રીતે ? 'જ્ઞાની પુરુષ' એને જ્ઞાનમાં સમજાવે કે આ બધી 'રોંગ બિલિફો' છે અને એ 'રોંગ બિલિફો' ફ્રેકચર કરી નાખે અને 'રાઇટ બિલિફ' એની માન્યતામાં કાયમને માટે બેસી જાય એવી એમની કૃપા ઊતરે ત્યારે સમ્યક્ દર્શન થાય. અને સમ્યક્ દર્શન થયું એની સાથે સમ્યક્ જ્ઞાન થયા જ કરે અને સમ્યક્ ચારિત્ર્ય પણ આવ્યા જ કરે. ધર્મ છતાં ભ્રાંતિ ?! બાકી ક્રમિક માર્ગમાં તો ધર્મ-અધર્મ બેઉ અહંકારે કરીને થાય છે. એ ભ્રાંતિ જ કહેવાય નિરંતર. ધર્મ કરો કે અધર્મ કરો, બેઉ ભ્રાંતિ જ કહેવાય. ધર્મ-અધર્મથી પર જવાનું, એ તો આત્મધર્મ. એનો તો છાંટોય ના હોયને ?! આ તો આખો અહંકાર જ કપટ ભાવવાળો છે અને જે કરે છે એ તો ક્રિયાઓ બધું બરોબર છે. પણ એ અહંકારને વધારે છે. જેનાથી અહંકાર ઓછો થાય, એનું નામ જ્ઞાન કહેવાય. જે જ્ઞાનથી અહંકાર ઓછો થાય, એ વીતરાગી જ્ઞાન કહેવાય અને જે વર્તનથી, જે ક્રિયાથી, જે ક્રિયાકાંડથી અહંકાર ઓછો થાય એ ભગવાનની કહેલી આજ્ઞાપૂર્વકનું કહેવાય. એમ કરતાં કરતાં બધા અનુભવ ચાખી ચાખીને પછી આત્માનુભવ થાય. આ તો ઇગોઇઝમ વધી ગયો એ જ દુઃખ છે. સહુ સાધનો એ બંધન છે. સાધનોથી તો પુણ્યૈ બંધાય. અહંકાર વધે ને પુણ્યૈ બંધાય. પણ અહંકાર વધે એ ખોટ ગઈ. પાશેર હતો તે અચ્છેર થયો, તે મરતા સુધી સવાશેર થાય. બહુ ઝીણી વાત છે આ. શુભાશુભ ધર્મમાં સાચી રીત ! આ મનુષ્યોનો સ્વભાવ કેવો છે કે શુભાશુભ માર્ગને ગ્રહણ કરવો એને ધર્મ ગણે છે. બધા જ ધર્મોમાં શુભાશુભ જ છે. જૈન ધર્મમાં જો શુભાશુભની વાત હોય તો એ નીચલી કોટિનું ગણાય, ત્યાં તો શુભાશુભની વાત જ ના હોય. એમાં તો કથાનુયોગ એટલે કે જે ઉત્તમ પુરુષો થઇ ગયા, ઉત્તમ શ્રેષ્ઠીઓ, ઉત્તમ જ્ઞાનીઓ થઇ ગયા એમનું વર્ણન સાંભળે એમાંથી ભાવ જાગે કે મારે પણ આવાં થવું છે. જૈન ધર્મમાં સાર જ આ છે. ત્યારે આજે તો શુભાશુભમાં પડ્યા ! જૈનમાં ચાર પ્રકારના અનુયોગ- કથાનુયોગ, ચરણાનુયોગ, કરુણાનુયોગ અને દ્રવ્યાનુયોગ અને વેદાંતમાં ચાર યોગ છે. ભગવાને કહેલું કે જો તું જૈન હો તો આ ચાર અનુયોગનું વાંચન કરજે અને પેલા વેદાન્તમાં ચાર યોગનું વાચન કરજે, તો આત્મા જડશે. શુભાશુભથી તો અહંકાર વધે અને કથાનુયોગથી અહંકાર વધે નહીં. વસ્તુપાળ-તેજપાળની કથા સાંભળીને ભાવ થાય કે આપણે પણ એવા થઇએ. આ તો અહંકાર વધ્યા છે. જૈનોમાં અહંકાર કેટલો હોવો જોઇએ ? ઘર ચલાવવા પૂરતો ને વેપાર પૂરતો. આ તો નર્યુ તોફાન માંડ્યું છે ! શુભાશુભ ધર્મ એટલે અશુભને છોડીને અને શુભનંુ ગ્રહણ કરે. સંસારે પુણ્યૈનો સથવારો ! અશુભ ક્રિયામાંથી છોડો અને શુભ ક્રિયામાં આવો, એને ધર્મ કહેવાય. એટલે અધર્મમાંથી ધર્મમાં આવો, એને શંુ કહેવાય ? ધર્માધર્મ કહેવાય. એટલે અધર્મ ઓછો અને ધર્મ વધારે અને બધંુ અહંકાર રૂપ, એ મોક્ષમાર્ગ નથી. એ પુણ્યમાર્ગ છે. તમારો સેફસાઈડનો માર્ગ છે પણ એની જરૂર છે. સેફસાઈડ હશે તો કો'ક દહાડો જ્ઞાની પુરુષ પાસે બેસાશે. નહીં તો મહેનત-મજૂરી કરો તો શી રીતે જ્ઞાની પુરુષ મળે ? એટલે પુણ્ય હોય તો તમે મારી પાસે આવીને બેસી શકો, નહીં તો કામ ઉપર જવંુ પડે. ના જવંુ પડે ? પ્રશ્શનકર્તા : જવંુ પડે. દાદાશ્રી : જુઓને, જવંુ પડે છે અત્યારે કામ ઉપર ! કેટલા દહાડાથી મારી પાછળ ફર્યા કરો છો ? પ્રશ્શનકર્તા : હા, બેઠા જ છીએ ને ! દાદાશ્રી : હિસાબ બધો પૂરો કરવાનો છે. પુણ્ય ને પાપ ક્યાં આગળ હેય છે ? કેવળ મોક્ષમાર્ગ ઉપર ચાલો ને તો એ હેય છે. હજુ મોક્ષમાર્ગ મળ્યો નથી, ત્યાં સુધી પુણ્ય એ ઉપાદેય છે. ત્યાં સુધી આજ્ઞારૂપી ધર્મ ! જીવન જીવવાની કળામાં ધર્મ મુખ્ય વસ્તુ છે. અને ધર્મમાં ય બીજંુ કશંુ નહીં. મોક્ષ ધર્મની ય વાત નહીં, માત્ર ભગવાનની આજ્ઞારૂપી ધર્મ પાળવાનો છે. મહાવીર ભગવાન કે કૃષ્ણ ભગવાન કે જે કોઈ ભગવાનને તમે માનતા હો, તેની આજ્ઞાઓ શંુ કહેવા માગે છે તે સમજીને પાળો. હવે બધી ના પળાય તો જેટલી પળાય એટલી સાચી. હવે આજ્ઞામાં એવંુ હોય કે બ્રહ્મચર્ય પાળજો ને આપણે પૈણીને લાવીએ તો એ વિરોધાભાસ થયંુ કહેવાય ખરી રીતે. તેઓ એમ નથી કહેતા કે તમે આવંુ વિરોધાભાસવાળંુ કરજો. એ તો એવંુ કહે છે કે તારાથી જેટલી અમારી આજ્ઞા એડજસ્ટ થાય એટલી એડજસ્ટ કર. આપણાથી બે આજ્ઞા એડજસ્ટ ના થઈ માટે શંુ આપણે છોડી દેવંુ ? તમને કેવંુ લાગે છે ? બે ના થાય તો બીજી બે આજ્ઞા પળાય તોય બહુ થઈ ગયંુ. 'હક્ક'નંુ તો જ લૌકિક ધર્મ ! લૌકિક ધર્મ પાળીએ તો સાંસારિક સુખો, ભૌતિક સુખો મળ્યા કરે. તે જ્યાં સુધી ઈચ્છાઓ આપણને હોય, ત્યાં સુધી લૌકિક ધર્મ પાળવાનો. ઇચ્છાઓ પૂરી થાય એટલે અલૌકિક ધર્મ જોઈએ. આ સંસારના સુખો સહન ના થાય, આ ચોપડો બધી બાબતમાં ખોટવાળો લાગે, તો આ અલૌકિકની વાત કરવી. નહીં તો અલૌકિકની શી જરૂર ? લૌકિકમાં એવંુ શંુ કરે કે એને સુખ મળે ? ત્યારે કહે કે અણહક્કની કોઈ ચીજ લેવાની નહીં. અણહક્કનંુ સુખ કોઈનંુ ભોગવી લેવાય નહીં. એટલંુ જ લૌકિકમાં ધર્મ પાળવાનો છે. હક્કનંુ બધંુ ખાવાનંુ, ભોગવવાનંુ બધંુય, ભગવાને ભોગવવાની ના નથી પાડી, સંસાર બધો ભોગવો પણ હક્કનંુ, હક્ક ! હક્કનંુ ભોગવે તેનો બધો ધર્મ આવી ગયો. આ બધો ધર્મ ને આવાં કંઈ મંદિરો-બંદિરો, તોફાન એ કંઈ ધર્મ નથી. એ તો એક જાતનો આ ગાડરીયો પ્રવાહ કરે, નહીં તો ત્યાં સુધી આ લોકો પામે એવા નથી. બાકી બુદ્ધિશાળી સમજણવાળાને પકડી લેવાની આ વાત જ છે, એક જ વાત કે ભઈ, અણહક્કનંુ ના જોઈએ. હક્કનંુ હોય તો બસ થઈ ગયંુ. એટલો જ ધર્મ પાળવાનો છે બીજંુ કશંુ નહીં. અધર્મને ધક્કા મારવા, એનું નામ ધર્મ. અધર્મ આવેને, અધર્મ ઘરમાં આવે ને, ધક્કો મારીને બહાર કાઢી મૂકવો. બીજો આવે, ધક્કો મારીને બહાર કાઢવું, એનું નામ ધર્મ. કોને ધર્મ કહેવાય ? પ્રશ્શનકર્તા : અમારે તો એટલું જ કે ધર્મ એટલે ફરજ. દાદાશ્રી : ફરજ તો હંમેશાં ફરજિયાત હોય, એને ધર્મ ના કહેવાય. કોણે શીખવાડ્યું આવું ? પ્રશ્શનકર્તા : અમને તો શીખવાડવામાં આવેલું કે ધર્મ એટલે ફરજ ! દાદાશ્રી : ધર્મ વસ્તુ એ પોતાની ઈચ્છાપૂર્વકની વસ્તુ છે અને ફરજો તો ફરજિયાત છે. ફરજ શબ્દનો અર્થ શું થાય ? મરજિયાત થાય કે ફરજિયાત થાય ? પ્રશ્શનકર્તા : ફરજિયાત. દાદાશ્રી : તો ફરજિયાતમાં ધર્મ હોતો હશે ?! ધર્મ મરજિયાત હોય હંમેશાં. એ વીલપાવર કહેવાય, આ તો ફરજિયાત, ફરજો ! ધર્મ બધાં લોકોએ બહુ શીખવાડ્યો, પણ એ ન્હોય. આ એ ધર્મ તો વ્યવહારિક લૌકિક ધર્મ છે, વ્યવહાર ચલાવવાનો. સાચો ધર્મ તો આવો હોવો જોઈએ. કોઈનેય કિંચિત્માત્ર સહેજ પણ દુઃખ ના થાય. તો જ્ઞાનીની વાત પામ્યો ! આ પરિણામ ક્યારે પામે કે આ હંુ આ શબ્દ બોલ્યો એ હન્ડ્રેડ પરસેન્ટ કરેક્ટ છે ને બીજી બધંુ જ મારી માન્યતા ખોટી છે એવંુ કહે ત્યારે તો વિશેષ પરિણામ પામવાની શરૂઆત થાય. પેલંુ પાછલંુ ફેંકી દે તો. પોતાનો બધો ય માલ હોય ને તે ફેંકી દે અને આ કમ્પ્લીટ સાચંુ છે એવંુ થાય એને ત્યારે શરૂઆત થઈ જાય, બિગિનિંગ, ફળ આપવા માટે. એટલંુ દર્શન ઊભંુ થાય ત્યારે પામે. સ્વહિત કરનારંુ દર્શન એને સમ્યક્ દર્શન કહ્યંુ. હિત બગાડનારંુ દર્શન એને મિથ્યાદર્શન કહ્યંુ. સાચો ધર્મ, સુગંધી ફેલાવે ! સારંુ કરાવે અને ખોટંુ છોડાવડાવે એને ધર્મ કહેવાય. એવો ધર્મ છે આ બધે ! પણ તે ય પોલો પાછો, ચોખ્ખો નહીં. ચોખ્ખો હોય તો એની આજુબાજુના સો માઈલના એરીયામાં સુગંધ આવે. કહેવંુ પડે, કેવા સંત છે આ ! એટલે ચોખ્ખા નથી. તે મહીં પૈસા લેતા હોય, બીજા મહીં ગોટાળા હોય અંદરખાને, ખાનગી ! એટલે ભલીવાર ના આવે ! અબજોપતિ કેટલા ? પ્રશ્શનકર્તા : સંખ્યાથી સત્ય નક્કી થાય ? સંખ્યા વધવાથી કે ઘટવાથી સત્ય પ્રતિપાદિત થાય ? દાદાશ્રી : કઈ સંખ્યા ? પ્રશ્શનકર્તા : ઓછા માણસો જે બોલે એ અસત્ય ને વધારે માણસો બોલે એ સત્ય ? દાદાશ્રી : ના, એવંુ નહીં. એ તો આ ક્રાઇસ્ટના છે તે બહુ માણસો ફોલોઅર્સ છે, ત્યારે એક માણસ મને કહે છે આ ભગવાન મહાવીરનો ધર્મ, તમે વિજ્ઞાની કહો છો, ને ભગવાન મહાવીરના ધર્મના તો આ વીસ જ લાખ માણસો છે અને આમના ફોલોઅર્સ... મેં કહ્યંુ, કે હિન્દુસ્તાનમાં અબજોપતિ કેટલા ? મજૂર કેટલા ? બહુ પુણ્યશાળી હોય, તેને મહાવીરનો ધર્મ પ્રાપ્ત થાય. અને નહીં તો પેલો છે જ ને બધો. નિર્વિકલ્પિ જ બનાવે નિર્વિકલ્પિ ! બધા જે ધર્મો છે, એ રિલેટિવ ધર્મ છે. રિયલમાં જવા માટે રિલેટિવથી બિગિનિંગ કરે છે. રિયલ ને રિલેટિવ મેળ પડે એવો નથી. આ જગતમાં બે પ્રકારનંુ જ્ઞાન છે. એક વિકલ્પી ને બીજું નિર્વિકલ્પ. રિલેટિવનંુ એ એનંુ એટલે સુધી જાય છે કે સંસારની મોહરૂપી વૃત્તિઓ તૂટતી જાય છતાંય રિલેટિવ રહેવાનો. કારણ કે વિકલ્પી રહેવાનો. જ્યારે જ્ઞાની પુરુષ મળે, નિર્વિકલ્પી મળે તો જ એના ધ્યાનથી નિર્વિકલ્પી થવાય, બાકી રિલેટિવનંુ જ્ઞાન એને રિયલમાં લઈ ન જાય. કારણ કે બેઉ બીજ ફેર છે. આ નિર્વિકલ્પી ને આ વિકલ્પી. વિકલ્પીને વિકલ્પ જ ઉત્પન્ન થયા કરે. વિકલ્પી જેટલો પુરુષાર્થ માંડે એ બધા જ વિકલ્પો. નિર્વિકલ્પી થઈ શકે નહીં. કારણ કે વિકલ્પી છે. જે જે પુરુષાર્થ માંડે એ બધાં વિકલ્પ. એટલે નિર્વિકલ્પી તો, નિર્વિકલ્પીના ધ્યાનથી નિર્વિકલ્પી થવાય છે. નિર્વિકલ્પી પુરુષ મળે આપણને તો એની જોડે, સંગમાં નિર્વિકલ્પથી નિર્વિકલ્પી થવાય છે. આ તો અત્યારે તો આપણે જ્ઞાન આપીએ છીએ એટલે નિર્વિકલ્પ થવાય છે. હવે તમે મારી જોડે ક્યાં સુધી રહી શકો ? ધંધો કરો, સર્વિસ કરો, સેવા કરો અને મારી જોડે રહી શી રીતે શકો ? એટલે અત્યારે આ જ્ઞાન આપી દઈએ છીએ અમે, નિર્વિકલ્પ પદમાં જ બેસાડી દઈએ છીએ. બાકી આ તો બધંુ ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ્ છે આ બધંુ રિલેટિવ ધર્મો છે, ભૌતિક ફળને આપનારો છે. રિયલ વસ્તુ કો'ક વખત આવાં જ્ઞાની હોય ત્યારે હોય. નહીં તો રિયલ વસ્તુ હોતી નથી. ચાર વેદ માણસ ભણી રહે તોય કંઈ રિયલ પામે નહીં. વેદ ઈટસેલ્ફ બોલે છે, 'ધીસ ઈઝ નો ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ. તંુ જે આત્મા શોધંુ છંુ તે ન્હોય, ગો ટુ જ્ઞાની.' એટલે વેદની ઉપરના જે જ્ઞાની હોય, વેદને જાણે અને આત્માને ય જાણે. વેદ આત્માને જાણી શકતો નથી. કારણ કે આત્મા અવર્ણનીય છે, અવક્તવ્ય છે. વેદ કેમ કરીને જાણે ? વેદમાં અવર્ણનીય આવી શકે નહીં ને ? નિઃશબ્દ છે આત્મા, શબ્દરૂપ નથી. આ બધી રોંગ બિલિફો બેઠી છે. તે ફ્રેકચર થાય, ત્યારે રાઈટ બિલિફ બેસે. રાઈટ બિલિફને આ છે તે શાસ્ત્રકારોએ સમ્યક્દર્શન કહ્યંુ છે અને રોંગ બિલિફને મિથ્યાદર્શન કહ્યંુ છે. હવે રોંગ બિલિફ લોકોમાં હશે ખરી ? આપણા લોકોનામાં રોંગ બિલિફ હશે ખરી ? શેને રોંગ બિલિફ કહેતા હશે ? પ્રશ્શનકર્તા : યથાર્થ વસ્તુ ના હોય અને બીજી જ જાતનંુ ચિંતવન કરે, એ રોંગ બિલિફ. દાદાશ્રી : એ રોંગ બિલિફો એટલે 'હંુ ચંદુભાઈ છું' એ જ પહેલી રોંગ બિલિફ. વિકલ્પી ધર્મ : નિર્વિકલ્પી ધર્મ ! મુખ્ય બે પ્રકારના ધર્મ : એક નિરંતર પરમાનંદમાં રાખે એવો, આનંદમાં રાખે એવો ધર્મ અને એક મસ્તીમાં રાખે એવો ધર્મ. વિકલ્પી ધર્મ હોય તે બધા મસ્તીમાં રાખે અને નિર્વિકલ્પી ધર્મ આનંદમાં રાખે. મસ્તીનો ધર્મ એટલે શંુ કે મનની મસ્તી. મન મસ્તીમાં આવી જાય પછી પાછુ થોડીવાર પછી ઉતરી જાય અને પાછો બૂમાબૂમેય કરે, ઝઘડો ય કરે, બધંુય કરે. બધું મસ્તીમાં આવી જાય. બધાં વિકલ્પી ધર્મો. નિર્વિકલ્પી ધર્મ હોય ત્યાં આગળ મસ્તી કશંુ ના હોય, પોતાની જાતનો આનંદ હોય. કલ્પના પ્રમાણે ધર્મ ! ધર્મ જેવી વસ્તુ સમજમાં આવતી નથી. ધર્મ અજ્ઞાનતાથી જે કરવામાં આવે છે, અહીં જે સ્થાપના છે ધર્મની તે જ મૂળ વસ્તુ કલ્પિત છે, કલ્પના છે. કલ્પનામાં, ચાર પ્રકારની કલ્પના. એક અશુદ્ધ કલ્પના, એક અશુભ કલ્પના, ત્રીજી શુભ કલ્પના, અને ચોથી શુદ્ધ કલ્પના. આ ચાર પ્રકારની કલ્પના છે, એમાં શુદ્ધ કલ્પના હોય, તો એ કાયમ મુક્તિમાં લઈ જાય. શુભ કલ્પના હોય તો સંસારમાં ભટકવાનું સાધન અને અશુભ હોય તે ય સંસારમાં ભટક ભટક કરે પણ બહુ દુઃખ થાય અને અશુદ્ધવાળો તો નર્ક જેવી વેદના થાય. કલ્પિતનો ય ફાયદો ! રિલેટિવ ધર્મ બધા કલ્પિત છે. હવે કો'ક કહેશે કલ્પિતનો શંુ ફાયદો ? ત્યારે કહે, આપણે જે કોલેજમાં જઈએ છીએ ને, તે શિક્ષણ લેવા જઈએ છીએ. ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં જવા માટે નથી જતા. ફર્સ્ટ સ્ટાન્ડર્ડ પાસ થવા માટે જઈએ છીએ ? સેકન્ડ સ્ટાન્ડર્ડ (બીજા ધોરણ)માં પાસ થવા માટે જઈએ છીએ ? ના, શિક્ષણ લેવા માટે. આ સ્ટાન્ડર્ડમાં ફરવંુ પડે છે. દરેક સ્ટાન્ડર્ડ, બીજા સ્ટાન્ડર્ડને હિતકારી છે, અવલંબન છે અને સાંધો છે. માટે બધા વિકલ્પી ધર્મો હેલ્પીંગ છે. પણ વિકલ્પમાં જ પડી રહ્યો. નાપાસ થયા જ કરે તો એનો પાર નથી આવે એવો અને પ્રગતિ તો માંડવી જ પડે કે મને આ પરતંત્રતા ગમતી નથી. એવો ભાવ એને રહેવો જ જોઈએ. સ્વતંત્ર થવાનો ભાવ રહેવો જ જોઈએ. નહીં તો થર્ડ સ્ટાન્ડર્ડમાં વીસ વર્ષ પડી રહે તો કોઈ ના પાડે છે ? અનંત અવતારથી આ લોકો ભટક ભટક કરે છે. પડી જ રહ્યા છે ને કંઈ મોક્ષ માર્ગ નાસી ગયો છે ? ત્યારે કહે, મોક્ષ નથી નાસી ગયો. ત્યારે કહે છે મોક્ષ અઘરો છે ? કેટલાંક સાધુઓ આટલંુ બધંુ તપ કરે છે. આટલા બધા કષ્ટ સેવન કરે છે, તો મોક્ષ અઘરો છે તેથી કરે છે ? ના, મોક્ષ અઘરો નથી, સંસાર અઘરો છે. મોક્ષ અઘરો હોય તો એ મોક્ષ કહેવાય જ નહીં. ભગવાન તો સહેલા-સરળ, ભગવાન બધી રીતે સહેલા છે, ભગવાનનો મોક્ષ એ સહેલો છે . પણ આ જે કષ્ટદાયી છે એનંુ ફળ શંુ છે કે ભૌતિક સુખો મળે છે. જેને ભૌતિક સુખો જોઈતા હોય, તેણે કષ્ટદાયી માર્ગોમાં પડવંુ અને જેને સાચંુ સુખ જોઈતંુ હોય તો જ્ઞાન માર્ગમાં પડી રહેવંુ અને તે જ્ઞાન જ્ઞાની પાસે જ હોવું જોઈએ અને જ્ઞાની કોને કહેવાય કે જેની જોડી સાંભળવામાં આવી ના હોય. એવા અજોડ પુરુષ હોવા જોઈએ. હંમેશા જ્ઞાની કોને કહેવાય ? જ્ઞાની અજોડ હોય. જેની સ્પર્ધા કોઈ કરી શકે નહીં. એને જ્ઞાની કહેવાય. વિકલ્પોની ઉપાસના ! વિકલ્પોની ઉપાસના કરે, પછી બીજંુ શંુ થાય ? દુઃખ જ મળે ને પછી દેરાસરમાં ઘડીવાર જાય ને તે ય વિકલ્પોની ઉપાસના જતી રહે ? દેરાસરની મહેનત ય નકામી જાય. હવે પાછો વળે શી રીતે ? એને જ્યાં સુધી સમજ પડે નહીં કે આ રસ્તો ખોટો છે. એવી સમજ પડે નહીં ત્યાંથી પાછો ફરે નહીં અને પાછા બધા લોકો એ રસ્તે જાય છે તે આ રસ્તો ખોટો હોયેય નહીં ને ! પ્રશ્શનકર્તા : સાચો જ છે એમ લાગ્યા કરે. દાદાશ્રી : હા, એવંુ લાગ્યા કરે. ભગવાને કહ્યંુ'તંુ કે બધા જ્યાં જાય ત્યાં જઈશ નહીં. એ રસ્તો જ ખોટો. બધાં જ્યાં જાય ત્યાંથી પાછો ફરી જજે. લોક બધાં જાય, જુવે કે આ બધા લોકો જાય છે. તે આપણેય એમ ચાલો. ત્યાં ભયંકર અશાતા, આ પીડા ને આ અશાતા શી રીતે સહન થાય ? હજુ તો આ પાંચમો આરો છે તે સહન થતંુ નથી, છઠ્ઠા આરામાં શી દશા થશે ? આખો દહાડો તેલમાં તળે માછલા, એવી દશા મનુષ્યોની છે. છઠ્ઠા આરામાં સાડા અઢાર હજાર વર્ષ પછી શી દશા ? આખો દહાડો. અત્યારે તો અડધો કલાક તળે ને અડધો કલાક બહાર કાઢે માછલાને એવંુ ? તરફડાટ, તરફડાટ, તરફડાટ. કેટલાંક લોકો મેડિટેશન કરાય કરાય કરે છે. અલ્યા આ 'મેડિટેશન'થી પોતાને શો ફાયદો થયો એ આપણે વિચારવું જોઇએ. આપણો ક્લેશ ઘટ્યો ? જો આપણો ક્લેશ ઘટ્યો તો 'રિલેટિવ' ધર્મ પ્રાપ્ત થયો કહેવાય ને ક્લેશનો નાશ થયો તો 'રિયલ' ધર્મ પ્રાપ્ત થયો કહેવાય. ક્લેશ કરાવનારું કોણ છે ? અજ્ઞાન. જેટલા 'રિલેટિવ' ધર્મો છે, તે અજ્ઞાનમાં રાખનારા છે. ગૂંચવાડો એ જ દુઃખ ! મનનું માનેલું કોઈ આશ્વાસન ટકે નહીં. નિરાલંબ જોઈએ. એ આધાર આપ્યો કે તું આમ વાંચ. થોડા દા'ડા, થોડો વખત ટકે પણ કાયમ ટકે નહીં, નિરાલંબ જોઈએ. આટલો બધો ધર્મ કરે છે તો ય ઘડીવાર સુખ થાય નહીં ને થાય તો ટકે નહીં. સહુ સહુના પ્રમાણમાં સુખ થોડું થોડું ઓછું-વધતું થયેલું હોય. બાકી અમને કોઈ ક્ષણ ગૂંચવાડો હોય નહીં. એટલે દુઃખ હોય નહીં. એટલે પેલું સુખ-દુઃખ અમને અડે નહીં. એ તો જમવામાં કડવંુ આવ્યા જ કરવાનું ને જમવામાં સારી સારી ચીજો આયા જ કરવાની એ બધી પણ તે અમને સ્પર્શે નહીં. બે ય આવે પણ સ્પર્શે નહીં. મૂળ સુખ છે ને ! સનાતન સુખ એ જાય નહીં, ક્યારેય. એટલે જગતનો કોઈ પણ પ્રકારનો ભય ના રહે, કશું જ ના રહે, જગતમાં કોઈ ઉપરી છે એવું લાગે નહીં. મને તો ક્યારેય એમ ના લાગ્યું કે મારો કોઈ ઉપરી છે કે અન્ડરહેન્ડ છે. અન્ડરહેન્ડ ફાવે ય નહીં. અન્ડરહેન્ડ કોઈને માને જ નહીં ને ! અન્ડરહેન્ડનો જેને શોખ હોય, તેને ઉપરી મળવા જ જોઈએ. એટલે કાયમ એ સુખ છે ગૂંચવાડા વગરનું એ આત્મધર્મ કહેવાય. અને આ જગતમાં બહાર જે ધર્મ ચાલે છે એ ધર્માધર્મ ચાલે છે, દેહધર્મ ચાલે છે. આત્મધર્મ કોઈ જગ્યાએ હોય નહીં. પ્રશ્શનકર્તા : ઈગો ફ્રેકચર ના થાય ત્યાં સુધી આત્મધર્મ ક્યાંથી પ્રાપ્ત થાય ? દાદાશ્રી : હા, તે ઈગો ફ્રેકચર થાયે ય નહીં. એ તો વધવા જ માંડે, કારણ કે એ દાન આપે ને, તેમ તેમ ઈગો વધતું જ જાય. સફળ થયો કે ઈગો વધે, સફળ થયો કે ઈગો વધે, વધતો જ જાય. ધીમે ધીમે પાછું નિષ્ફળ થાય, તેથી ઈગો કંઈ ઘટી નહીં જતો. નિષ્ફળ થાય ત્યારે ઈગો બીજે રસ્તે વધે છે. ગૂંચવાડો ના થાય એટલે થઈ ગયું, એ વીતરાગધર્મ. નહીં તો બહાર ગૂંચવાડો જ છે બધો. પ્રશ્શનકર્તા : કલ્પનાને જ્યાં સુધી હકીકત માનીએ ત્યાં સુધી ગૂંચવાડો તો રહે જ ને, દાદા ? દાદાશ્રી : કલ્પના છે, કલ્પના જ ગૂંચવાડો છે ને ! કારણ કે કલ્પના એ જ બધી કલ્પિત વસ્તુઓ ઊભી કરે. ધીમે ધીમે કલ્પિત વસ્તુઓ સત્યનો સ્વીકાર નહીં કરે ને સત્યનો સ્વીકાર થયો, કલ્પના ઊડી જાય કે નિર્વિકલ્પ ! કોઈ જાતનો વિકલ્પ જ નહીં, નિર્વિકલ્પ ! આ રિલેટિવ ધર્મો છે ને, એ તો બધા કલ્પિત ધર્મો છે. કલ્પનાથી ઊભાં કરેલાં છે, કલ્પિત ! એટલે કલ્પના મટાડવાનું એ સાધન નથી. નિર્વિકલ્પ ધર્મ તો કોનું નામ કહેવાય કે નિર્વિકલ્પી પુરુષ ભેગાં થવાં જોઈએ. બીજું કશું જ કરવાનું નથી. એ ભેગાં થયા એટલે આપણને બધી જ રીતે નિર્વિકલ્પ બનાવી દે. તને આ જ્ઞાન લીધા પછી શાના શાના વિકલ્પો આવે છે હવે ? પ્રશ્શનકર્તા : વિકલ્પ ના આવે. દાદાશ્રી : વિકલ્પ ના આવે એટલે સંકલ્પ ના આવે. જેને વિકલ્પ ના આવે, એને સંકલ્પ ના આવે. સંકલ્પ-વિકલ્પ બંધ થઈ ગયા, ગૂંચવાડો ઊભો ના થાય. સંકલ્પ-વિકલ્પ એ જ ગૂંચવાડો છે. ગૂંચવાડો ઊભો થતો નથી ? બિલકુલ નહીં ? પ્રશ્શનકર્તા : ના. દાદાશ્રી : જો એને છોડીઓ છે, છોકરા છે. મહેનત કેટલી કરે છે ! અહીં આવીને પા-અડધો કલાક અત્યારે ટાઈમ મળે છે, દર્શન કરીને જતો રહે છે. હોલસેલની દુકાન કાપડની એટલે શી રીતે નવરાશ મળે ? એટલે એને છૂટ આપી છે, ગમે તે ટાઈમે તારે આવીને દર્શન કરવાની છૂટ. રિલેટિવ ધર્મ, અશુભ છોડાવે ! પ્રશ્શનકર્તા : એટલે ધર્મ એ બીજું કંઈ નથી. આ લોકોએ જે ઉપદેશ આપ્યો, એ જ ધર્મ થયો ને ? દાદાશ્રી : ના, આ આવંુ છે ને, એ તો રિલેટિવ ધર્મો છે. એ રિયલ ધર્મ નથી. આ રિલેટિવ ધર્મ એટલે શંુ કે આ ખરાબ કામ છોડી દો ને સારંુ કામ ગ્રહણ કરો એને હિન્દુસ્તાનમાં ધર્મ કહે છે. અને રિયલ ધર્મ એટલે સ્વધર્મ. આત્મા પોતાના ધર્મમાં આવે અને દેહાધ્યાસ ના રહે, એનંુ નામ રિયલ ધર્મ કહેવાય. હવે એ રિયલ ધર્મ આજ રહ્યો નથી એટલે પછી બીજા રિલેટિવ ધર્મોને ધર્મ તરીકે સ્વીકાર્યા છે. એ ભૌતિક સુખ આપે ! આ જગતમાં બધા ધર્મો છે ને એ રિલેટિવ ધર્મો છે. રિલેટિવ એટલે ભૌતિક ફળને આપનારા છે. અને રિયલ ધર્મ વાસ્તવિક ફળને આપનારો હોય, દુઃખથી મુક્તિ કરે. સર્વ દુઃખોથી મુક્તિ કરે, એનંુ નામ રિયલ ધર્મ. તે ભૌતિક ફળને માટે એ ધર્મ તો પાળવો પડે ને ! ભૌતિક ફળ માટે પાળવો પડે કે ના પાડવો પડે ? અને પાછંુ કશંુ દુઃખ ના થાય, દુઃખનો અભાવ થાય, એને માટે રિયલ ધર્મ પાળવો જોઈએ. પાપ-પુણ્યમાં રાખે એ રિલેટિવ ધર્મ ! રિલેટિવ ધર્મો શું કહે છે ? સારું કરો અને ખોટું ના કરશો. સારું કરવાથી પુણ્ય બંધાય અને ખોટું કરવાથી પાપ બંધાય. આખી જિંદગીનો ચોપડો એકલા પુણ્યથી કંઇ ના ભરાય. કોઇને ગાળ આપી તો પાંચ રૂપિયા ઉધરે અને ધર્મ કર્યો તો સો રૂપિયા જમે થાય. પાપ-પુણ્યની બાદબાકી થતી નથી. જો તેમ થતી હોત તો આ કરોડાધિપતિઓ પાપ જમે થવા જ ના દે. પૈસા ખર્ચીને ઉધારી ઉડાવી દે. પણ આ તો અસલ ન્યાય છે. તેમાં તો જે વખતે જેનો ઉદય આવે ત્યારે તે વેઠવું પડે. પુણ્યથી સુખ મળે અને પાપનાં ફળનો ઉદય આવે ત્યારે કડવું લાગે. ફળ તો બંને ય ચાખવાં જ પડે. ભગવાન શું કહે છે કે, તને જો ફળ ચાખવાનું પોષાતું હોય તેનું બીજ વાવજે. સુખ પોષાતું હોય તો પુણ્યનું ને દુઃખ પોષાતંુ હોય તો પાપનું બી વાવજે; પણ બંને રિલેટિવ ધર્મ જ છે, રિયલ નહીં. રિયલ ધર્મમાં, આત્મધર્મમાં તો પુણ્ય અને પાપ બંનેથી મુક્તિ જોઇએ. રિલેટિવ ધર્મોથી ભૌતિક સુખો મળે અને મોક્ષ ભણી પ્રયાણ થાય; જ્યારે રિયલ ધર્મથી મોક્ષ મળે. અહીં 'અમારી' પાસે રિયલ ધર્મ છે. તેનાથી સીધો જ મોક્ષ મળી જાય. અહીં જ મોક્ષસુખ વર્તે. અહીં જ આધિ, વ્યાધિ ને ઉપાધિથી મુક્તિ મળી જાય ને નિરંતર સમાધિ રહ્યા કરે, નિરાકુળતા ઉત્પન્ન થાય. અહીં તો આત્મા અને પરમાત્ માની વાતો થાય. ધર્મ કર્યો, છતાં ગૂંચવાડો ?! એટલે ગૂંચવાડામાંથી કોઈ મુક્ત થતંુ નથી ને તેથી સંસારી માણસો સુખી ગણાતા જ નથી. ગૂંચવાડા ઊભા કરે છે. હિમાલયમાં જાવ, ગુફાઓમાં જાવ, આમ જાવ, તેમ કરો, આમ કરો ને ગૂંચવાડા ઊભા કરે છે. બધાય ધર્મો ગૂંચવાડા ઊભા કરે છે. પ્રશ્શનકર્તા : સાચી લાઈન હોય નહીં, ત્યાં ગૂંચવાડો જ થાય ને ? દાદાશ્રી : ખોટંુ તો ના કહેવાય. ધર્મ તો ખરો જ. કોઈ માણસ ચોરી કરે તેના કરતાં, તંુ આ દાન આપ, એને ધર્મ તો કહેવાય જ. પણ થાય છે ગંૂચવાડો ઊભો. શી રીતે ગૂંચવાડો થયો ? પ્રશ્શનકર્તા : એકમાંથી બીજામાં આવ્યો. દાદાશ્રી : ના, ચોરી કરતો'તો તેને બદલે દાન આપવા માંડ્યંુ આણે. દાન આપવામાં આવ્યંુ ને એટલે પુણ્યૈ બંધાઈ. પુણ્યૈ બંધાઈ એટલે બૈરી મળી, છોકરાં મળ્યા, બધંુ મળ્યંુ. તેમાં પાછો મોહમાં ઊંડો ઉતરી ગયો તો તે વધારે માર ખાય પાછો. ધર્મ એટલે કેવા હોવા જોઈએ બહારનાં ? વિવેકરૂપી ધર્મ. તે સદ્વિવેક રહ્યો નથી. એટલે અત્યારે આ બધાં ધર્મમાં ગૂંચવાડા ઊભા થયા છે. પ્રશ્શનકર્તા : અત્યારે તો અશુભમાંથી શુભમાં આવે, એનંુ નામ ધર્મ. દાદાશ્રી : હા, પણ મુસલમાને ય એને જ ધર્મ કહે છે, અંગ્રેજો ય એને જ ધર્મ કહે છે. અશુભમાંથી શુભમાં આવવંુ, હિન્દુઓ એને જ કહે છે જૈનો ય એને કહે છે. પણ એમાં ફેર શંુ રહ્યો છે ? જે કોઈ કહેશે, અમારો ધર્મ ઊંચો. ઊંચો શી રીતે કહેવાય ? ગૂંચવાડા ઊભા કરે છે. તમે જોયેલો ગૂંચવાડો પહેલાં ? આ જ્ઞાન લેતાં પહેલા ગૂંચવાડો કંઈ જોયેલો ? પ્રશ્શનકર્તા : ઘણાં ગૂંચવાડા જોયા છે. દાદાશ્રી : હા, તે બધાં નર્યા ગૂંચવાડા ઊભા કરે. આ જ્ઞાન મળ્યા પછી ગૂંચવાડા જતા રહે એના, ગૂંચવાડાનંુ દુઃખ વહોરે. ગૂંચવાડામાં ગૂંચાયા જ કરે ને માણસ. પ્રશ્શનકર્તા : પહેલા ગૂંચવાડો સમજાતો ન્હોતો. આ જ્ઞાન મળ્યા પછી ગૂંચવાડો સમજાય છે. દાદાશ્રી : હા, ગંૂચવાડો ! જુઓને નર્યો, ગૂંચવાડામાં ને ગૂંચવાડામાં. પૈસા હોય તોય ગૂંચવાડો, બૈરી હોય તો ય ગૂંચવાડો, ના હોય તો ય ગૂંચવાડો. બે બૈરી હોય તો ય ગૂંચવાડો, ચાર બૈરી હોય તો ય ગૂંચવાડો, પૈસા હોય તો ય ગૂંચવાડો, બંગલા હોય તો ય ગૂંચવાડો, મોટર હોય તો ય ગૂંચવાડો. જ્યાં જુઓ ત્યાં ગૂંચવાડો, ગૂંચવાડો ને ગૂંચવાડો. પ્રશ્શનકર્તા : ઘણો ગૂંચવાડો. દાદાશ્રી : તંુ પોતે વકીલ છે તો ય લોકોના ગૂંચવાડા કાઢી શકતો નથી. લોકોના ગૂંચવાડા હોય તમારી પાસે આવે છે ખરાં ? પ્રશ્શનકર્તા : હા, આવે. દાદાશ્રી : બહુ ગૂંચવાડા હોય, નહીં ? પ્રશ્શનકર્તા : હા. દાદાશ્રી : હવે ગૂંચવાડા વગરે ય, ગૂંચવાડા વગરની જગ્યા જ ઊભી થતી નથી. જગતનો સ્વભાવ જ ગૂંચવાડો છે. ગૂંચવાડો પાછો કેટલો બધો તે ? બે કલાક થાકીને ઊંઘ આવી, એટલો જ સમય ગૂંચવાડો બંધ, બાકી બધોય, આખો દા'ડો, રાત-દા'ડો, ગૂંચવાડો જ બધો. પ્રશ્શનકર્તા : પણ દાદા, આ તો અનંત કાળથી આમ ચાલ્યંુ જ આવે છે, સંસારમાં આવંુ હોય જ છે ગૂંચવાડો. દાદાશ્રી : ના, પણ તે આ ગૂંચવાડો, આવો નહીં. સંસાર જો આવો હોય ને, તો પછી સંસાર કેમ કરીને કહેવાય ? પ્રશ્શનકર્તા : સંસારી લોકોને માટે ચોથા આરામાં કે આગલા કાળમાં કાંઈ ગૂંચવાડો નહીં બિલકુલ ? દાદાશ્રી : આવો ગૂંચવાડો નહીં. ગૂંચવાડા તો બધા બહુ હોય પણ આવો ગૂંચવાડો નહીં. અત્યારે જે આ ગૂંચાયેલંુ તે નહીં. લૌકિક ધર્મો, દ્વન્દ્વમાં જ રાખે ! 'રિલેટિવ' ધર્મો દ્વન્દ્વો ઊભા કરનારા છે અને 'આ' તો 'રિયલ' માર્ગ છે. અહીં દ્વન્દ્વથી પર કરનારું છે. જો ધર્મની સાચી દુકાન હોત તો ય ઠીક, પણ આ તો ભટકાવી મારે ત્યાં શો ફાયદો ? ત્યાં કહેશે કે, 'આત્માને ઓળખો'. એટલે આપણે કહીએ કે, 'એ તો મારા બાપા પણ કહેતા હતા, તેથી તો હું આપની પાસે આવ્યો છું કે જેથી આપ ઓળખાવડાવો.' પણ આ તો જ્યાં ને ત્યાં શિયાળામાં ટાઢા પાણીએ નવડાવે છે ! જ્યાં આત્મજ્ઞાનનો એક અક્ષર પણ ભાળ્યો નથી ને થઇ બેઠા છે જ્ઞાની. ક્રોધ-માન-માયા-લોભ જ્યાં સાબૂત હોય તેને જ્ઞાની કહેવાય જ કેમ ? જ્ઞાની કોને કહેવાય કે સંસારી પ્રવૃતિ એમનામાં ના હોય. ક્રોધ- માન-માયા-લોભ ના હોય. વીતરાગ થયા હોય તે 'જ્ઞાની' કહેવાય. આ તો ચામડાની આંખને લીધે ભેદબુદ્ધિ ઊભી થઇ ! બે ભાઇઓ હોય તો ય તું-હુંના ભેદ પાડે. ધણી-ધણિયાણી હોય તો ય ભેદબુદ્ધિ, ઝઘડે ત્યારે તું ને હું ! આ 'રિલેટિવ' આવું છે. તે ઠેઠ સુધી કચડી કચડીને 'ઝીરો' સુધી ના લાવે ત્યાં સુધી આરો ના આવે. 'રિલેટિવ' ધર્મ ભેદ પાડે અને 'રિયલ' ધર્મ ઠેઠ સુધી જુદાઇ ના લાવે, ભેદ ના પાડે, અભેદ રાખે ! 'રિલેટિવ' ધર્મો બધા લૌકિક ધર્મો કહેવાય, તે મોક્ષે તો ના લઇ જાય. એટલે કશુંક કરવાનું કહે કે 'આમ કરો, તેમ કરો.' એમ કરાવે. તેમાં તમે કર્તા નથી. છતાં તમને કર્તાભાવમાં જ રાખે અને અમે તમને કંઈ જ કરવાનું ના કહીએ એટલે આ અલૌકિક કહેવાય. અહીં જે આવ્યો એટલે એનો મોક્ષ થવો જ જોઇએ. એટલે અમે એને પહેલાં પૂછીએ કે, 'તારે મોક્ષે જવું છે ? તારો રોગ કાઢવો છે ?' ને પછી એની ઇચ્છા હોય તો 'ઓપરેશન' કરી આપીએ. અને જો એની મોક્ષની ઇચ્છા ના હોય ને સંસારનાં સુખો જોઇતાં હોય તો તે ય 'એડજસ્ટમેન્ટ' કરાવી આપીએ. ઘરના જોડે રોગ હોય તો તે કાઢી આપીએ ને ઘરમાં 'એડજસ્ટમેન્ટ' કરાવી આપીએ. 'એડજસ્ટમેન્ટ' એ જ મુખ્ય ધર્મ છે. કોઇ આપણી પાસેથી પૈસા લઇ ગયો હોય ને આપણું એની જોડે 'એડજસ્ટમેન્ટ' તૂટે તો મુખ્ય ધર્મ ચૂક્યા કહેવાય ! આ અલૌકિક વિજ્ઞાન છે. આની બધી જ વાત અલૌકિક છે. અહીં લૌકિક છે જ નહીં ! લૌકિક એટલે મતાગ્રહી. એ પછી ગમે તે સંપ્રદાયવાળા હોય કે જાતજાતના પંથવાળા કે ગમે તે ધર્મવાળા હોય, બધા લૌકિક ધર્મો કહેવાય. એ કંઈ ખોટું નથી. સારું કર્યું હોય તો પુણ્યૈ બંધાય અને તેમાં આગળ પછી ઘોડાગાડી, મોટર-બંગલા બધું મળે અને 'આ' અલૌકિક ધર્મથી મોક્ષ મળે. લૌકિક ધર્મોથી જીવનમાં સુખ ! લૌકિક ધર્મ એટલે લોકોએ માનેલો ધર્મ. લોકોત્તર ધર્મ નથી. આ ધર્મ શું કરે ? આ ધર્મ કુટેવ કાઢે અને બીજી સુટેવ નાખે. લૌકિક ધર્મ તો શું કહે છે કે અનુકૂળ હોય તે વીંટજે ને પ્રતિકૂળ હોય તે ના વીંટીશ. એ શું શીખવાડે કે ચોરી ના કરીશ, જૂઠું ના બોલીશ. જીવનમાં સુખ મળે, અનુકૂળતા પ્રાપ્ત થાય તેવું કર. આખા જગતે સત્કાર્યોને જ સાચો ધર્મ માન્યો છે. અમે તેને લૌકિક ધર્મ કહીએ છીએ. તેનાથી ચતુર્ગતિ જ મળે. અશુભમાંથી શુભમાં આવવું તે લૌકિક ધર્મ-રિલેટિવ ધર્મ અને શુભમાંથી શુદ્ધમાં આવવું તે અલૌકિક ધર્મ-રિયલ ધર્મ છે. મોક્ષ જોઈતો હોય તો અલૌકિક ધર્મમાં આવવું જ પડશે. અલૌકિક ધર્મમાં તો સુટેવો અને કુટેવો, અનુકૂળ અને પ્રતિકૂળ, સારું-ખોટું આ બધાંથી છૂટાં થવાય ને ત્યારે જ મોક્ષ થાય. 'સ્વધર્મ' એ જ સાચો ધર્મ છે, એ જ આત્માનો ધર્મ છે, એજ અલૌકિક ધર્મ છે. બાકી દેહધર્મ તે બધા પરધર્મ, રિલેટિવ ધર્મ-લૌકિક ધર્મ કહેવાય. રિયલ ધર્મમાં-અલૌકિક ધર્મમાં ક્યાંય વાડા ના હોય, પંથ ના હોય, ધજા ના હોય, ગ્રહણ-ત્યાગ ના હોય, મતભેદ ના હોય. અલૌકિક ધર્મ નિષ્પક્ષપાતી હોય. પક્ષપાતથી ક્યારેય મોક્ષ ના થાય. લોકોને મોક્ષે જવું છે અને બીજી બાજુ મતમતાંતરમાં પડી રહેવું છે, પક્ષાપક્ષી કરવી છે. મારું સાચું એમ કહ્યું કે વગર બોલ્યે સામાને ખોટો ઠરાવી દે છે. કોઈને ય ખોટો કહીને તું ક્યારેય પણ મોક્ષે જઈ શકીશ નહીં. મતમતાંતર છોડી, પક્ષાપક્ષી છોડી, વાડાબંધી છોડી, જ્યારે તું સેન્ટરમાં આવીશ ત્યારે જ અભેદ ચેતનના ધામને પ્રાપ્ત કરીશ. મોક્ષ માટે કયો ધર્મ ? પ્રશ્શનકર્તા : સાધક ગમે તે ધર્મનું બરોબર પાલન કરે તો એ મોક્ષ સુધી પહોંચી જાયને ? દાદાશ્રી : સાધક તો પક્ષપાતી છે અને ભગવાન કયા પક્ષના હશે? નિષ્પક્ષપાતી હશેને એ ? પ્રશ્શનકર્તા : હા. દાદાશ્રી : પક્ષમાં પડેલાનો મોક્ષ ક્યારેય પણ થાય નહીં. હા, ભૌતિક સુખો મળે. મોક્ષ 'સ્ટાન્ડર્ડ'વાળાને ના મળે. 'આઉટ ઓફ સ્ટાન્ડર્ડ' થાય તો જ મોક્ષ મળે. અહીં 'આ' 'સ્ટાન્ડર્ડ'ની બહાર છે. અહીં બધા જ આવે, મુસ્લિમ, જૈન, વૈષ્ણવ બધા જ આવે ! આ દુનિયામાં જુદા જુદા બધાં ધર્મો છે - એ બધા 'રિલેટિવ' ધર્મો છે. એકંુય આમાં 'રિયલ' ધર્મ નથી. 'રિલેટિવ' ધર્મ એટલે તમને 'ડેવલપ' કરી આપે. પણ એમાંથી 'ફુલ ડેવલપ' થઇ શકાય નહીં. અને મોક્ષ તો 'ફુલ ડેવલપ'નો જ થઇ શકે. દેહ હોવા છતાં પણ દેહ ને આત્મા છૂટા રહે ત્યાર પછી જ મોક્ષ થાય. ગચ્છ-મત, ત્યાં 'રિલેટિવ' ધર્મો ! જગતના બધા ધર્મો એ 'રિલેટિવ' ધર્મો કહેવાય. એ ધર્મોને ને 'આ' ને કશી લેવા-દેવા નથી. આ 'રિયલ' વસ્તુ છે. 'રિલેટિવ' ધર્મ એટલે 'સ્ટેપ બાય સ્ટેપ' આગળ વધારે. પણ તે ય 'રિલેટિવ' ધર્મ સાચા નથી. જ્યાં ગચ્છ-મત હોય ત્યાં એક પણ ધર્મ સાચો હોય નહીં. ગચ્છ ને મત હોય ત્યાં મોક્ષનો માર્ગ જ ના હોય. પક્ષ અને મોક્ષ બેઉ વિરોધાભાસ છે. જ્યાં ગચ્છ-મત છે ત્યાં સંસારી કરતાં પણ વધારે બંધન છે. મોક્ષ તો વીતરાગ ધર્મથી છે. સંપ્રદાય એટલે એકાંતિક કહેવાય. વીતરાગ ધર્મ એકાંતિક ના હોય, અનેકાંત હોય. વીતરાગ સંપ્રદાયની બહાર છે. વીતરાગ ધર્મ એટલે મતભેદરહિત. આપણો 'આ' અનેકાંત માર્ગ છે. અહીં પારસી હોય, જૈન હોય, મુસલમાન હોય, વૈષ્ણવ હોય. અહીં બધાને માફક આવે એવી વાત હોય. અહીં સ્યાદ્વાદ વાણી હોય. એકાંતિક ધર્મ હોય ત્યાં એક જ જાતના માણસો, એક મતવાળા જ બધા આવ્યા કરે, બીજા કોઇ જાય નહીં. વીતરાગ વાણીથી સર્વ દુઃખોનો ક્ષય થાય. મત અને ગચ્છ છે ત્યાં સુધી મોક્ષમાર્ગ તો શું પણ ધર્મ પણ પામ્યા ના કહેવાય, બૂઝયો ના કહેવાય ! પ્રશ્શનકર્તા : બૂઝયો કયારે કહેવાય ? દાદાશ્રી : ક્લેશ જાય, ચિંતા જાય, ત્યારે બૂઝયો કહેવાય. જેનામાં ક્લેશ-ચિંતા ગાળો ભાંડે તો ય ના થાય, ધોલ મારે તો ય ક્લેશ ના થાય, હમણાં ગાડીમાં બેસાડે તો ય ક્લેશ નહીં ને ગાડીમાંથી તરત ઉતારી પાડે તો ય ક્લેશ નહીં, તો એ બૂઝયો કહેવાય ! નહીં તો બૂઝયો જ કેમ કહેવાય ? રિયલ ધર્મ : રિલેટિવ ધર્મ ! ધર્મ બે પ્રકારના છે : એક રિલેટિવ ધર્મ, બીજો રિયલ ધર્મ. રિલેટિવ ધર્મ એટલે મનનો ધર્મ, વાણીનો ધર્મ અને દેહના ધર્મ. રિયલ ધર્મ એટલે સ્વધર્મ, આત્મધર્મ. જગતના એ બધા રિલેટિવ ધર્મ કહેવાય. અને રિયલ ધર્મ એક જ્ઞાની પુરુષના હ્રદયમાં જ સમાયેલો હોય. બીજા ક્યાંય પણ એ ના હોઈ શકે. આ તો બધું સાયન્સ છે, આ ધર્મ નથી. ધર્મ તો બધા બહાર ચાલે છે ને, એ બધા ધર્મ કહેવાય. એ રિલેટિવ ધર્મો છે. રિલેટિવ એટલે નાશવંત ધર્મો અને આ તો 'રિયલ' તરત મોક્ષફળ આપનારો, તરત જ મોક્ષનો સ્વાદ ચખાડી દે. ધર્મ કરતાં જેમાં 'કોઈ વસ્તુની' જરૂર પડે એ બધા 'રિલેટિવ' માર્ગ કહેવાય. બધાં રિલેટિવ ધર્મો છે, તે મોક્ષ આપનાર નથી પણ મોક્ષભણી ધક્કો મારનાર છે. રિલેટિવ ધર્મનંુ ફળ શંુ ? પુણ્યૈ, મુક્તિ નહીં. આ કોઈ ધર્મ નથી આ તો રિયલ વસ્તુ છે. ધર્મ તો રિલેટિવ હોય એટલે ધર્મથી પુણ્યૈ બંધાતી જાય ને આગળ વધતા જાય. આગળ એડવાન્સ કરે ને પુણ્યૈ બંધાતી જાય પણ એ રિલેટિવ ધર્મ ક્યાં સુધી ચાલે ? મન-વચન-કાયા એકાકાર હોય તો ચાલે, નહીં તો રિલેટિવ ધર્મ બંધ થઈ જાય. આ કાળમાં એ રિલેટિવ ધર્મ બીજા સ્વરૂપે મૂકાશે અહીં. રિલેટિવ ને રિયલનંુ અનુસંધાન ! પ્રશ્શનકર્તા : રિયલ અને રિલેટિવ એનો અર્થ શંુ ? દાદાશ્રી : એક રિલેટિવ એટલે વિનાશી, એટલે ફર્સ્ટ રિલેટિવ, સેકન્ડ રિલેટિવ રિલેટિવ, થર્ડ રિયલ રિલેટિવ અને ચોથું રિયલ. ને આપણું આ રિયલ-રિલેટિવ છે. પ્રશ્શનકર્તા : આ બધા પગથિયા છે. દાદાશ્રી : હોય ને ! પગથિયા બધાં દરેક વસ્તુને પગથિયા હોય ને ! રિયલ-રિલેટિવ રિયલને પ્રાપ્ત કરાવડાવે અને રિલેટિવ રિલેટિવ છે તે રિલેટિવને પ્રાપ્ત કરાવે. એટલે આ રિલેટિવ ધર્મમાં છે બધાં. અને આ છે રિલેટિવ પણ રિયલ-રિલેટિવ છે. એકલંુ રિયલ એ ધર્મ ના હોય, એકલંુ રિયલ ? તો કહે, આત્મા, કેવળ તત્ત્વ ! 'રિલેટિવ' ધર્મની બાઉન્ડ્રી ! જગતના ધર્મો 'રિલેટિવ' ધર્મો છે, તે 'રિલેટિવ'માં હેલ્પ કરે, 'રિયલ' તરફ લાવવામાં હેલ્પ કરે. પ્રશ્શનકર્તા : દાદા, આપ જે 'રિલેટિવ' કહો છો તેની મર્યાદા શું ? દાદાશ્રી : પાંચ ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે, જે થાય તે એ બધું જ 'રિલેટિવ'ની સીમામાં થાય છે. પ્રશ્શનકર્તા : 'રિલેટિવ' ને 'રિયલ' સાથે સંબંધ ખરો ? દાદાશ્રી : ખરો જ ને ! 'રિયલ' હતું ત્યારે 'રિલેટિવ' ઊભું થયું ને ! 'રિયલ'ના સંસર્ગથી 'રિલેટિવ' ઊભું થયું છે, અવસ્થા ઊભી થઇ છે અને જે અવસ્થા છેને, એ વિનાશી છે. પ્રશ્શનકર્તા : 'રિયલ' જ્યાં સુધી પ્રાપ્ત થયું ના હોય ત્યાં સુધી 'રિલેટિવ'ની જરૂર ખરી ? દાદાશ્રી : જ્યાં સુધી 'રિયલ' નથી મળ્યું ત્યાં સુધી 'રિલેટિવ' જ હોય. 'રિયલ' પ્રાપ્ત થયા પછી જ 'રિલેટિવ' જુદું પડે. રિલેટિવ ધર્મ, ડેવલપમેન્ટ વધારે ! 'રિલેટિવ' ધર્મ એ સ્વાભાવિક ધર્મ નથી, જ્યારે 'રિયલ' ધર્મ એ સ્વાભાવિક ધર્મ છે, એ સ્વાભાવિક સુખ ઉત્પન્ન કરે. એ તો 'પોતે કોણ છે' એ જાણે, 'આ બધું કોણ ચલાવે છે' એ જાણે ત્યારે મોહ તૂટે. નહીં તો 'આ' મારા બેન થાય ને માસી થાય, તે માસી પરેય મોહ તૂટતો નથી ને ! આ દઝાયા હોઇએ તો કોઇ ખાલી પૂછી જાય, બાકી લાગણી કોઇને ય ના થાય. વીતરાગી જ્ઞાન સુણ્યું નથી, જાણ્યું નથી ને શ્રધ્યું નથી. જો તેમ થયું હોત તો કામ જ થઇ ગયું હોત ! 'વીતરાગી જ્ઞાન' 'વીતરાગી પુરુષ' સિવાય ના મળે. પરોક્ષ ભજનાથી સંસાર ઊભો થાય, પુણ્યૈ બંધાય. તેનાથી સંસાર મીઠો લાગે ને તેથી તો સંસારમાં વધારે ઊંડો ઊતરે, એના કરતાં કડવું સારું. 'રિલેટિવ' ધર્મો ચાલે છે તે શું કહે છે કે સારાં કાર્ય કર. ભલે અહંકારથી કરે પણ તેનું ફળ સારું મળે, પુણ્ય બંધાય. બાજરો વાવ્યો હોય તો બાજરો મળે અને કૂચ વાવી હોય તો કૂચ મળે. માટે તને અનુકૂળ હોય તે વાવજે. ખરાબ વિચારો નિંદી નાખવા પડે. પણ આ તો શું કરે છે કે સારાં બીજ નાખે છે અને બોરડીનાં પણ નાખે છે ! તે આ બોરડીના ઝાળાં ઊગી નીકળ્યાં છે ! 'રિલેટિવ' બધું 'મિક્ષ્ચર' છે ને 'રિયલ' સ્વતંત્ર છે. જેમાં ફેરફાર થાય છે તે 'રિલેટિવ'નું છે. 'રિલેટિવ' એટલે જેમાં ભેળસેળ થયું છે તે અને 'રિયલ' એટલે શુદ્ધ ! 'રિલેટિવ'ની ગમે તેટલી 'સ્લાઇસ' પાડીએ તો તેમાંથી એકુંય 'રિયલ'ની 'સ્લાઇસ' પડે ખરી ? વીતરાગોએ કહ્યું કે આ તમે કરો છો એની આગળ તો બહુ છે. છતાંય આ માર્ગો છે, એમ કરતાં આગળ વધાશે, દરેક ધર્મવાળા એના ધર્મને છેલ્લું સ્ટેશન માને, છતાંય એને બરોબર છે એમ માને તો જ 'ડેવલપ' થતો જાય. આત્મધર્મ સર્વથી વેગળો ! આ બધા જે ધર્મો પાળે છે તે અનાત્માના ધર્મો પાળે છે. તે રિલેટિવ ધર્મો છે, નિર્ભેળ આત્માના નહીં. આત્માનો તો એકેય ગુણધર્મ જાણ્યો નથી, તો આત્મધર્મ શી રીતે પળાય ? એ તો જ્ઞાની પુરુષ તમને થીયરી ઓફ રિલેટિવીટીમાંથી જ્યાં સુધી રિયાલિટીમાં ના લાવે ત્યાં સુધી રિયલ ધર્મ ના પળાય. આ અમારા મહાત્માઓ તમારી મહીં રહેલા ભગવાનને જોઈ શકે છે, દર્શન કરી શકે છે. કારણ કે અમે તેમને દિવ્યચક્ષુ આપેલાં છે. આ તમારાં જે ચક્ષુ છે તે ચર્મચક્ષુ છે અને તેનાથી બધી વિનાશી ચીજો દેખાય. અવિનાશી ભગવાન તો દિવ્યચક્ષુથી જ દેખાય. આધ્યાત્મિક ડેવલપમેન્ટ ! આ જગતમાં મનુષ્યોના ચૌદ લાખ થર છે. તેમાંથી ઉપરના પચાસ હજાર થર જ આ વાત (આત્મજ્ઞાનની) સાંભળવાને લાયક છે. મનુષ્યગતિમાં હોય પણ બધાનું ડેવલપમેન્ટ એક સરખું ના હોય. દરેકનાં સ્ટાન્ડર્ડ જુદાં જુદાં હોય. એટલે તેમના ડેવલપમેન્ટના આધારે તેમના ભગવાન હોય. તે નિયમથી જ તેમને તે ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય અને શાસ્ત્ર પણ તેના ડેવલપમેન્ટના હિસાબે ભેગું થઈ જાય. આ બધાં મનુષ્યો ડેવલપમેન્ટના આધારે સ્ટાન્ડર્ડમાં હોય અને તેમને તેમના સ્ટાન્ડર્ડના હિસાબના ભગવાન પણ હોય. તે સ્ટાન્ડર્ડ લૌકિક ધર્મના-રિલેટિવ ધર્મના છે. ઓળખાણ પડ્યે, કામ કાઢી લો ! સર્કલ હોય છે ત્યાં ૩૬૦ ડિગ્રી હોય છે. અંગ્રેજો અમુક ડિગ્રી પર, મુસ્લિમો અમુક ડિગ્રી પર, પારસીઓ અમુક ડિગ્રી પર, હિન્દુઓ અમુક ડિગ્રી ઉપર હોય. તે બધા જ પોતપોતાના વ્યૂ પોઈન્ટથી જુએ છે. એટલે સૌ સૌનું જોયેલું સાચું કહે છે. ૧૨૦ ડિગ્રી પર બેઠેલાને હું ૮૦ ડિગ્રી પર લાવું ને પછી કહું કે કોણ સાચું છે ? બધા વ્યૂ પોઈન્ટ ઉપર, ડિગ્રી ઉપર બેઠેલા હોય છે. ૩૬૦ ડિગ્રી પૂરી કરીને અમે સેન્ટરમાં બેઠેલા પૂર્ણ પુરુષ છીએ. જ્ઞાની પુરુષ સેન્ટરમાં બેઠેલા હોય તે યથાર્થ વસ્તુ દેખી શકે, જાણી શકે અને તમને યથાર્થ આપી શકે. આ બધા જ ધર્મો સાચા છે પણ તે રિલેટિવ ધર્મો છે, વ્યુ પોઈન્ટના ધર્મો છે. પણ ફેક્ટ જો જાણવું હશે તો સેન્ટર (કેન્દ્ર)માં આવવું પડશે. સેન્ટરમાં જ રિયલ ધર્મ હોય, આત્મધર્મ હોય. સેન્ટરમાં બેઠેલો જ બધાના વ્યુ પોઈન્ટ દેખી શકે. તેથી તેને કોઈ ધર્મ જોડે મતભેદ ના હોય. તેથી જ તો અમે કહીએ છીએ કે જૈનોના અમે મહાવીર છીએ, વૈષ્ણવોના કૃષ્ણ છીએ, સ્વામીનારાયણના સહજાનંદ છીએ, ક્રીશ્ચિયનોના ક્રાઈસ્ટ છીએ, પારસીના જરથોસ્ત છીએ. મુસ્લિમોના ખુદા છીએ. જેને જે જોઈતું હોય તે લઈ જાવ. અમે સંગમેશ્વર ભગવાન છીએ. તું તારું કામ કાઢી જા. એક કલાકમાં તમને ભગવાન પદ આપું છું પણ તમારી તૈયારી જોઈએ. તમારી વારે વાર. કલાકમાં આખું કેવળજ્ઞાન આપી દઉં છું પણ તમને પચશે નહીં. અમને જ ૩૫૬ ડિગ્રીએ અટક્યું છે કાળને લઈને. પણ તમને આપીએ છીએ સંપૂર્ણ કેવળજ્ઞાન. આ બધા ધર્મો રિલેટિવ ધર્મો છે. રિલેટિવ ધર્મ એટલે ભૌતિક દુઃખો કાઢી ભૌતિક સુખો આપનારાં છે, એ મોક્ષ આપનાર નથી. રિલેટિવ એટલે વ્યુ પોઇન્ટ ! એક-એક વ્યુ પોઇન્ટમાં લાખો માણસો હોય છે. 'રિલેટિવ' ધર્મ, સથવારા જેવા ! આ 'રિલેટિવ' ધર્મો છે તે સંગાથ જેવા છે. સંગાથમાં સારો માણસ જરા મજબૂત માણસ હોય તો રસ્તામાં સારું પડે ને બહારવટિયા જેવો મળે તો લૂંટી લે. સંગાથ એટલે જેનું 'બિગિનિંગ' હોય અને જેનું 'એન્ડ' હોય. જેનું 'બિગિનિંગ' ના હોય ને 'એન્ડ' પણ ના હોય, એવો સંગાથ શા કામનો ? સંગાથ એટલે કુદરતી રીતે એક વિચારના ભેગા થઇ જાય તે. આપણું તો આ 'સાયન્સ' છે, 'ફ્રોમ ઝીરો ટૂ હંડ્રેડ' સુધીનું છે. આ તો ઠેઠ સુધીનું છે અને આગળ-પાછળના 'રિલેશન' સાથેનું છે. ધર્મ તો આરપાર લઇ જાય તે. એવું તો કોઇ વખત ઉત્પન્ન થતું જ નથી ને ? થાય તો કામ જ નીકળી જાય. જો કે કશું ના મળ્યું હોય, તેના કરતાં આ 'રિલેટિવ' ધર્મનાં સંગાથ સારા. મુખ્ય ભાવના, મોક્ષમાર્ગમાં ! ત્રણ વસ્તુની મોક્ષમાર્ગમાં જરૂર છે : ૧. આત્મા પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છા. ૨. 'જ્ઞાની પુરુષ' પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છા. ૩. 'જ્ઞાની પુરુષ' ના મળે ત્યાં સુધી 'જ્ઞાની પુરુષ' પ્રાપ્ત હો એ ભાવના ભાવવી. 'જ્ઞાની પુરુષ' માટેની પહેલી ભાવના ભાવવાની, એ મળે એટલે લાભ થઇ જાય. બસ, આટલો આ જ મૂળ રસ્તો છે, બીજો બધો વ્યવહારધર્મ છે અને વ્યવહારધર્મમાં નિશ્ચયધર્મ હોય તો આટલાં ત્રણ વાક્યો જ છે. આટલું સમજાય તો ઉકેલ આવશે. નિશ્ચય ધર્મનું સ્વરૂપ ! આ જગતમાં કેટલાંક લોકો એમ કહે છે કે અમારો વ્યવહારધર્મ છે. અલ્યા, એમ ના કહેવાય. જ્યાં સુધી નિશ્ચયધર્મ પ્રાપ્ત થયો નથી, શુદ્ધાત્મા જાણ્યો નથી ત્યાં સુધી વ્યવહારધર્મ છે એમ શી રીતે કહેવાય ? નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મ ક્યારે જુદા પડે કે જ્યારે જ્ઞાની પુરુષ પોતાની અનંત સિદ્ધિ વાપરી તમારા આત્મા અને અનાત્મા વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન નાંખી આપે અને નિરંતર છૂટું ને છૂટું જ રાખે અને ત્યારે જ સમજાય. આ પોતાનું ક્ષેત્ર અને આ પરાયું ક્ષેત્ર એમ બન્ને જુદાં પાડી આપે, હોમ અને ફોરેન ડીપાર્ટમેન્ટ જુદાં કરી આપે. જ્યાં સુધી નિશ્ચય પ્રાપ્ત નથી કર્યો ત્યાં સુધી વ્યવહારધર્મ બોલાય જ શી રીતે ? ત્યારે એને શું કહેવાય ? એ તો લૌકિક ધર્મ કહેવાય. ભગવાને વ્યવહારધર્મને શું કહ્યો છે ? બહાર તો બધે નિશ્ચયધર્મ ચાલતો નથી. એ તો એકલો જ અહીં છે. વ્યવહારધર્મ એટલે શું ? લોકમત. લોકમતના વિરૂધ્ધ જાય એ મમત કહેવાય. આ તો દરેક માણસ કહેશે કે આ તો સંકુચિત ધર્મ છે. આ તો એક કહે કે આજે સાતમ છે ને બીજા કહે કે આઠમ છે તો બેઉને કાઢી નાખવા જોઇએ. આ તો મમતે ચઢે ને તેની વઢવાડ ?! આ સાતમ-આઠમનો પ્રકાશ કરે છે એવો ચન્દ્રમા, તે એને કોઇ વઢવાડ નથી એની આ લોકોને વઢવાડ છે ! લૌકિક ધર્મો છે પ્રાકૃત ધર્મ ! પ્રકૃતિના ધર્મો તો અનંત અવતાર જાણ જાણ કર્યા. પણ તો ય ઉકેલ ના આવ્યો. પાર ના આવ્યો. આ રિલેટિવ ધર્મો છે, લૌકિક ધર્મો છે તે બધાંય પ્રકૃતિના ધર્મો છે, દેહના ધર્મો છે. અલૌકિક ધર્મ તે જ આત્મધર્મ છે, રિયલ ધર્મ છે. આ દેહને નવડાવે-ધોવડાવે, ખવડાવે, ઉપવાસ કરાવડાવે એ બધા પ્રાકૃત ધર્મ છે. પ્રાકૃત ધર્મનું ઠામ ઠેકાણું ના હોય. કારણ કે તે પોતાની સત્તાની બહારનો ધર્મ છે. આ તો વગર જુલાબની દવા લીધે ઝાડા થઈ જાય અને જુલાબ અટકાવવાની દવા ના લીધી હોય તોય બંધ થઈ જાય, તેવું પ્રકૃતિનું કામ છે ! ખરી રીતે યથાર્થ પુરુષાર્થ જોઇશે. પ્રકૃતિનો નહીં, પુરુષનો પુરુષાર્થ જોઇશે. જગતમાં પ્રકૃતિનો પુરુષાર્થ ચાલે છે. આ સામાયિક કર્યું, પ્રતિક્રમણ કર્યું, ધ્યાન કર્યું, કીર્તન કર્યું, એ તો પ્રકૃતિનો પુરુષાર્થ ! જ્યારે યથાર્થ પુરુષાર્થ તો પુરુષ થઇને કરે, તો જ યથાર્થને પહોંચે. આ 'દાદા'એ 'જ્ઞાન' અને 'અજ્ઞાન' બન્ને ય જુદે જુદું જોયું છે, તે જ તમને દેખાડે છે, ત્યારે પુરૂષ પુરૂષ ધર્મમાં આવી જાય પછી પ્રજ્ઞા ચેતવે. ત્યાં સુધી પ્રાકૃત ધર્મમાં જ રહે છે. પ્રકૃતિધર્મ પરધર્મ ! પ્રકૃતિના ગુણો એ 'પર' ગુણો છે, આત્માના નથી. જગત 'પર'ના ગુણોને 'સ્વ' ગુણો કહે છે. લોક કહે, 'ભાઇ, બહુ સારા છે.' પણ તાવ ચઢે ને સનેપાત થાય ત્યારે બધાંય કહેશે કે, 'નથી સારા ભાઇ.' અલ્યા, પ્રાકૃત ગુણો તો કલાકમાં લુપ્ત થઇ જશે. ભગવાને શું કહેલું કે 'ગમ્મે તેવા સંસારમાં ઊંચા ગુણો પ્રાપ્ત કર્યા હશે, ક્ષમા રાખતો હોય, ગુસ્સો કરતો હોય છતાં એ બધા પ્રકૃતિ ગુણો છે. એ ક્યારે ફ્રેકચર થઇ જશે એ ખબર નહીં પડે.' પ્રકૃતિ પોતે કફ, પિત્ત, વાયુની બનેલી છે. એ ત્રણેય બગડે તો સનેપાત થઇ જશે ને શું બોલીશ, એ ય ભાન નહીં રહે. એથી ભગવાને કહ્યું કે, ''તમે તમારા 'પોતાના' ગુણધર્મમાં રહેજો.'' આ તો કઢી જરા વધારે ખાધી હોય તો પિત્ત વધી જાય. તે પરાયા ગુણો ક્યારે ફ્રેકચર થઇ જાય એ કહેવાય નહીં. જ્યારે 'પોતાના' ગુણો તો ક્યારેય બદલાય નહીં. જ્યાં સુધી સંદેહ ના જાય ત્યાં સુધી પ્રાકૃત ધર્મ છે. સંદેહ જાય, આત્મા માટે સંપૂર્ણ નિઃશંક થાય ત્યારે પુરુષ થાય અને ત્યાર પછી જ કારણ પ્રકૃતિ બંધાતી બંધ થાય. જ્ઞાતા-દ્રષ્ટા જ આત્મધર્મ ! પ્રકૃતિ ધર્મ શું કહે છે ? પ્રાકૃત ધર્મની રચના તો જુઓ ! મોટા મોટા જ્ઞાનીઓને પણ તેમાં રહેવું પડ્યું. પ્રાકૃત ધર્મ તો ઓળખવો જ પડશે. જ્ઞાતા-દ્રષ્ટા એકલો જ આત્માનો ધર્મ અને બીજા બધા જ પ્રાકૃત ધર્મ છે. આ પ્રાકૃત કેવું છે ? એક પ્રાકૃત નિર્ભય બનાવે, જ્યારે બીજું બિહામણું બનાવે. અનાદિનો પ્રકૃતિનો જ પરિચય છે. આ પ્રકૃતિને છેવટે ભગવાનરૂપે થવું પડશે. આ આપણું જ્ઞાન જ એવું છે કે, પ્રકૃતિ ભગવાનરૂપે થઇ જાય ને પરમાનંદ વર્તાય ! કેફ ચઢાવે તે પ્રાકૃતજ્ઞાન ! મોટા મોટા પંડિતો, શાસ્ત્રો વાંચનાર શાસ્ત્રજ્ઞો, મોટા મોટા સાધુ મહારાજો, આચાર્યો બધા જે જાણે છે તે પ્રાકૃતજ્ઞાન છે, એ આત્મજ્ઞાન નથી; પણ પ્રાકૃતિક જ્ઞાન છે. પ્રાકૃતિક જ્ઞાન અને આત્મજ્ઞાનમાં છાશ અને દૂધ જેટલો ફેર છે. આ બધું પ્રાકૃતજ્ઞાન શું કરે છે ? પ્રકૃતિથી પ્રકૃતિને ધૂએ છે. પ્રકૃતિથી પ્રકૃતિને ધોવાથી તે પાતળી પડી જાય. પાછો એક અવતાર પ્રકૃતિને પાતળી પાડવામાં જાય અને જો કોઇ કુસંગ મળી જાય તો જાડી કરી નાખે ! એટલે એને ભગવાને ગજસ્નાનવત્ કહ્યું છે. ગજસ્નાનવત્ એટલે જેમ પાણીની મહીં હાથી ન્હાય અને બહાર નીકળી ને ધૂળ ઉડાડે શરીર પર, તેવી દશા છે આ મનુષ્યોની! આત્મજ્ઞાન એ તો દુર્લભ વસ્તુ છે, અત્યંત દુર્લભ, દુર્લભ છે. મોક્ષ તો નામ દે એટલું જ, વાત કરે એટલું જ. બાકી પ્રાપ્તિ થવી એ સહેલું નથી. બધા પ્રકૃતિ જ્ઞાનવાળા મનમાં શું બોલે, 'હું બધું જાણી ગયો !' અલ્યા, એ તો પ્રકૃતિજ્ઞાન જાણ્યું તે ! આત્મજ્ઞાન જાણવાનું છે. કેટલાંય અવતારથી પ્રકૃતિજ્ઞાન એનું એ જ જાણ્યા કર્યું છે ને બીજું શું કરે છે ? કરે છે પ્રકૃતિ ને કહેશે, 'મેં કર્યું'. પ્રકૃતિ એને નચાવે, ઉઠાડે ને કહેશે, 'હું ઉઠ્યો.' ઊંઘાડે ય પ્રકૃતિ, ઊંઘવું હોય તો ઊંઘાય નહીં ને પ્રકૃતિ ઊં ઘાડે તો કહેશે 'હું ઊંઘી ગયો !' બાકી અમે ગેરંટીથી કહીએ છીએ કે આખું જગત પ્રાકૃતજ્ઞાનમાં છે. એ શાસ્ત્ર વાંચતો હોય કે મહાવીરના પિસ્તાળીસ આગમ ધારણ કરતો હોય કે ચાર વેદ ધારણ કરતો હોય તો ય અમે એને કહીએ કે તું હજી પ્રાકૃતજ્ઞાનમાં છે ! આત્મજ્ઞાન અને પ્રાકૃતજ્ઞાનમાં છાશ અને દૂધ જેટલો ડિફરન્સ છે. છાશ અને દૂધ બેઉ ધોળાં દેખાય પણ પ્રાકૃતજ્ઞાન કેફ ચઢાવે અને આત્મજ્ઞાન કેફ ઉતારી નાખે. જે પ્રકારનો કેફ હોય તે બધા જ પ્રકારનો કેફ આત્મજ્ઞાન ઉતારી નાખે. કેફ ઘટતો જતો હોય એ જ આત્મજ્ઞાનનું લેવલ. પ્રશ્શનકર્તા : શું શાસ્ત્ર ભણ્યાથી પણ અહંકાર વધે ? દાદાશ્રી : હા, કારણ કે એ પ્રાકૃતજ્ઞાન છે. એટલે એ બધાનો કેફ ચઢે કે 'હું જાણું છું, હું જાણું છું.' અલ્યા, શું જાણ્યું તેં ? કઢાપો-અજંપો તો જતો નથી તારો. પ્યાલો ફૂટી જાય છે ત્યારે તારો આત્મા ફૂટી જાય છે ! ને 'જ્ઞાની પુરુષ'ને એમના હીરા ખોવાય તોય કશુંય ના થાય. આ તો એમનું ક્યાં જ્ઞાન રહે ? 'હું કંઇક જાણું છું' એટલું જ. આ કાળમાં તો મોટા મોટા સાધુ મહારાજો, આચાર્યો એ બધા કેફમાં જ રહે છે. 'હું જાણું છું' એ એની જોખમદારી પર બોલે છે ને! આપણી જોખમદારી ઓછી છે એમાં ! પોતપોતાની જોખમદારી પર બોલી રહ્યા છે. બધા માર્ગ ભૂલ્યા છે, પણ શું થાય ? એમાં એમનો દોષ નથી. એમની ઇચ્છા તો મોક્ષે જ જવાની છે, ભગવાનની આજ્ઞામાં જ રહેવાની છે. પણ કાળ વિચિત્ર આવ્યો છે, તેથી અણસમજણની આંટી પડી ગઇ છે. આ બધું પ્રાકૃતજ્ઞાન છે. એનાથી કેફ વધતો જાય છે અને આત્મજ્ઞાનથી કેફ ઊતરી જાય. એટલે પોતાને આત્મજ્ઞાન નથી એવું પોતાને નિરંતર ભાન રહે તો ય બહુ સારું. આ તો ઊલટાંના પોતાનો કેફ ઢાંક ઢાંક કરે. કોઇ સળી કરે ત્યારે ફેણ માંડે પાછો. જ્યારે કેફરહિત થઇશ ત્યારે આ જગતની માલિકી તારી છે. આખા જગતનો માલિક તું છે ! આખા બ્રહ્માંડનો તું પોતે જ સ્વામી છે ! એટલે આત્મજ્ઞાનની વાતમાં હું કંઇ જ જાણતો નથી એવું બોલે તો ય વહેલો ઉકેલ આવે ! પ્રકૃતિ જ્ઞાન : આત્મજ્ઞાન ! પ્રકૃતિજ્ઞાન જાણેલું શું કામ આવે ? ના, કારણ કે મોક્ષે જવા તો આત્મજ્ઞાન જોઇશે. આત્મજ્ઞાન પુસ્તકમાં ના હોય, શાસ્ત્રમાં ના હોય, એ તો 'જ્ઞાની પુરુષ' પાસે છે. જેને વર્લ્ડમાં કશું જ જાણવાનું બાકી નથી તેનું કામ, એમાં બીજાનું કામ નહીં. 'જ્ઞાની પુરુષ' કોણ ? ત્યારે કહે, જેને કંઇ જ જાણવાનું બાકી ના હોય, પુસ્તક વાંચવાનું ના હોય, માળા ફેરવવાની ના હોય ! જો એ પોતે પુસ્તક વાંચતા હોય, માળા ફેરવતા હોય તો આપણે ના સમજી જઇએ કે આ તો હજી સ્ટાન્ડર્ડમાં છે ? પોતે હજી ભણે છે તે આપણો શો શક્કરવાર લાવશે ? એ તો જે પોતે સંપૂર્ણ થયા હોય તે જ કામ લાગે. આ બધા રિલેટિવ ધર્મો છે તે બધાં સ્ટાન્ડર્ડ છે. દરેકના ડેવલપમેન્ટનાં હિસાબે તેને તેના સ્ટાન્ડર્ડનું મળી આવે. અને રિયલ ધર્મમાં, આત્મધર્મમાં તો આઉટ ઓફ સ્ટાન્ડર્ડ જવું પડશે. બધાં સ્ટાન્ડર્ડ પાસ કરી, બધાં સ્ટાન્ડર્ડને માન્ય કરી પછી જ પોતે પરમાત્મ સ્વરૂપ થઇ શકે ! જ્ઞાની પાસે પમાય આત્મધર્મ ! અહીં અમારી પાસે તો આત્મા એ જ ધર્મ છે. અહીંયા તો અવિરોધ એવો રિયલ માર્ગ છે. જગતમાં રિલેટિવ માર્ગ ચાલે છે. જ્યાં પોતે નથી ત્યાં પોતાપણાનો આરોપ કરવો, પોતે ચંદુલાલ છે, એમ માનીને શુભાશુભના માર્ગે ચાલવું; પછી ભલે આખી જિંદગી બધાંને ઓબ્લાઇઝ કરે, પણ એ રિલેટિવ ધર્મ પામ્યો કહેવાય અને માત્ર એક જ ક્ષણ જો રિયલ ધર્મ પાળ્યો તો મોક્ષ છે ! ભગવાને કહ્યું કે એક વખત આત્મા થઇને આત્મા બોલો તો કામ થશે, નહીં તો 'હું આત્મા છું અને દેહાદિ જંજાળ મારાં નથી' એમ લાખ અવતાર બોલે તોય કશું વળે નહીં ! ભગવાન શું કહે છે ? 'હું ચંદુલાલ છંુ', તારી શ્રદ્ધામાં પણ એ જ છે, એ શ્રદ્ધા તૂટી નથી, એ જ્ઞાન તૂટ્યું નથી, એ ચારિત્ર્યેય તૂટ્યું નથી ને પછી બોલે કે, 'હું શુદ્ધાત્મા છું' તો ક્યારેય મોક્ષ ના થાય. આ તો 'હું ચંદુલાલ છું' એ આરોપિત ભાવમાં રહીને 'હું શુદ્ધાત્મા છું' એમ શી રીતે બોલાય ? જ્ઞાન-દર્શનના આરોપિત ભાવો તૂટે ત્યારે સમ્યક્ ભાવમાં આવે, તો મોક્ષ થાય. બીજે ક્યાં જાય ? પ્રશ્શનકર્તા : આપના જ્ઞાન લીધેલામાંથી પછી બીજા કોઈ ભગવાન પાસે જશે. એ તો ચાલ્યા જ કરશે ને ! દાદાશ્રી : ના, ના, એવંુ ના જાય. આમાં એકંુય જાય નહીં. બીજા પાસે છે જ નહીં. આ બધા પાસે છે એવંુ બીજા કોઈ પાસે છેજ નહીં. પોતાના કરતાં વિશેષ હોય તો જ જાય. ક્યારે બીજા પાસે જાય ? પોતાને અસંતોષ હોય ત્યારે જાય અગર પોતાના કરતાં વિશેષ હોય તો જાય. 'હંુ ભગવાન છું' એવી શ્રદ્ધા બીજાને ત્યાં કોઈ બાવાને બેઠી જ નથી અને આ બધાને તો એ શ્રદ્ધા બેસી ગઈ છે. જ્યાં છેલ્લી દશા આવી ત્યાં આગળ પછી એથી આગળ જવાનંુ જ ક્યાં છે ?! સેન્ટ્રલ આવી ગયું. પછી બધા ઉતરવા જ માંડે ને ! આ તો જે વચ્ચે અથડાતા હોય, સુરતમાં કે ગમે ત્યાં, એને આગળ જવાનંુ. તમારંુ કહેવંુ ખરંુ છે કે બીજા બધે દુકાન બંધ થઈ જાય એટલે બધા વેરાઈ જાય પછી, એટલે બીજી જગ્યાએ જાય. અને બધે રિલેટિવ છે અને આ રિયલ વસ્તુ છે. રિયલવાળો પછી રિલેટિવમાં જાય નહીં. કામ કાઢી લો ! આ ધર્મ નથી. બહાર જે ચાલે છે એ ધર્મ કહેવાય. એવો બીજો ધર્મ સ્થાપન કરવો હોય તો એકનંુ ખંડન કરે ત્યારે બીજાનંુ મંડન થાય. પોતાનંુ મકાન બનાવવંુ હોય તો કો'કનંુ મકાન લે ત્યાર પછી એનું પોતાનંુ મકાન થાય એવંુ. સમાધાન રહે એ જ ધર્મ છે. કંઈક અંશે સમાધાન ને કંઈક અંશે અસમાધાન રહે એ રિલેટિવ ધર્મ છે, એ પહેલું પગથિયું છે. પછી રિયલ ધર્મમાં આવે, જેમાં દરેક સંજોગોમાં સમાધાન રહેવું જોઈએ. સમાધાન હોય તો જ શાંતિ રહે ને ? આ તો રિયલ ધર્મ છે, કાયમ હોતો નથી. આ તો ચૌદ લોકનો નાથ મહીં પ્રગટ થયો છે. આ દેહ છે એ તો પરપોટો છે, તે ક્યારે ફૂટી જાય એ કહેવાય નહીં. એ છે ત્યાં સુધી તમારંુ કામ કાઢી લો. આ પરપોટો ફૂટશે નહીં ત્યાં સુધી કામ થશે લોકોનંુ. આ પરપોટો ન હોય ? પરપોટો ફૂટી જવાનો. એટલે લોકોને કહંુ છું કે આ પરપોટો ફૂટતાં પહેલાં તમારંુ કામ કાઢી લો. અહીં સંપૂર્ણ પ્રકાશ થયેલો છે ! જેવો વીતરાગોને પ્રકાશ થયેલો તેવો પ્રકાશ થયો છે ! સંપૂર્ણ સમાધાન થાય એવંુ છે. તમારંુ કામ કાઢી લો ! - જય સચ્ચિદાનંદ. |
|---|