પોતે પરમાત્મા પણ પ્રશ્નકર્તા : સંસાર જ એવી વસ્તુ છે કે ત્યાં નર્યા અંતરાયો જ છે. દાદાશ્રી : તમે પોતે પરમાત્મા છો, પણ એ પદનો લાભ નથી મળતો. કારણ કે નર્યા અંતરાય છે. 'હું ચંદુભાઈ છું.' બોલ્યા કે અંતરાય પડે. કારણ કે ભગવાન કહે છે કે, 'તું મને ચંદુ કહે છે ?' આ અણસમજણથી બોલ્યો તો ય અંતરાય પડે. દેવતા પર અણસમજણથી હાથ ઘાલે તો એ છોડે કે ? પ્રશ્નકર્તા : વાણીથી અંતરાય ના પાડયા હોય, પણ મનથી અંતરાય પાડયા હોય તો ? દાદાશ્રી : મનથી પાડેલા અંતરાય વધારે અસર કરે. એ તો બીજે અવતારે અસર કરે અને આ વાણીનું બોલેલું આ અવતારે અસર કરે. વાણી થઈ કે રોકડું થયુંુ, કેશ થયું, તે ફળેય કેશ આવે અને મનથી ચીતર્યું તે તો આવતે અવતારે રૂપક થઈને આવશે. એટલે આ બધાં પોતાના જ અંતરાય પાડેલા છે, નહીં તો આત્માની પાસે શું ચીજ ના હોય ? જગતની તમામ વસ્તુઓ એને માટે તૈયાર જ છે. એ તો 'અમે આવીએ, અમે આવીએ ?' એમ પૂછે છે. છતાં અંતરાય કહે છે, 'ના. નથી આવવાનું.' તે અંતરાય ચીજ ભેગી જ ના થવા દે. જ્ઞાની, નિરઅંતરાય ! શાસ્ત્રમાં ખોળવા જાય ને તો ય જડે નહીં, અંતરાયનો સાચો અર્થ. અનુભવીઓએ એ બધું નહીં લખેલું. આત્માને, મૂળ આત્માને અંતરાય જ ના હોય, જે જે જરૂરિયાત હોય એ બધી ત્યાં ઘેર બેઠાં હાજર થાય. અંતરાય હોય જ નહીં ને ! ને અંતરાય છે તે આપણે ઊભા કરેલાં છે, અક્કલથી, બુદ્ધિથી. એ બુદ્ધિનું પ્રદર્શન છે. એક જણ પૂછતો હતો. 'દાદા, તમારા સંયોગ કેવા ને અમારા સંયોગ તો ... તમે તો અહીંથી ઊતરો તે જાણો કે ત્યાં આગળ ખુરસીવાળો તૈયાર હોય છે. એ કશું કોઈ જાતની હરકત નથી પડતી. 'નો' (નહીં) અંતરાય. અમારે ખાવાની ઈચ્છા જો કોઈ દહાડો મગજમાં આવી હોય, જો કે ઇચ્છા હોય નહીં બનતા સુધી, પણ જો ઇચ્છા હોય તો અંતરાય પડે નહીં. લોકો તો શું જમશે, એવી આશા રાખીને બેસી રહ્યા હોય ! અંતરાય પડે શાથી ? આ સંસારમાં અંતરાય કેવી રીતે પડે છે તે તમને સમજાવું. તમે જે ઓફિસમાં નોકરી કરતા હો ત્યાં તમારા 'આસિસ્ટન્ટ'ને અક્ક વગરનો કહો, એ તમારી અક્કલ પર અંતરાય પડયો ! બોલો, હવે આ અંતરાયથી આખું જગત ફસાઈ ફસાઈને આ મનુષ્ય જન્મ એળે ખોઈ નાખ્યો છે ! તમને 'રાઈટ' જ નથી સામાને અક્કલ વગરનો કહેવાનો. તમે આવું બોલો એટલે સામો પણ અવળું બોલે, તે એને ય અંતરાય પડે ! બોલો હવે, આ અંતરાયમાં જગત શી રીતે અડકે ? કોઈને તમે નાલાયક કહો તો તમારી લાયકાત ઉપર અંતરાય પડે છે ! તમે આના તરત પ્રતિક્રમણ કરો તો એ અંતરાય પડતા પહેલા ધોવાઈ જાય. ઓફિસમાં પરમીટ (પરવાનો) લેવા ગયા, પણ સાહેબે ના આપી તો મનમાં થાય કે, 'સાહેબ નાલાયક છે, આમ છે, તેમ છે.' હવે આનું ફળ શું આવશે તે જાણતો નથી. માટે આ ભાવ ફેરવી નાખવો, પ્રતિક્રમણ કરી નાખવું. એને અમે જાગૃતિ કહીએ છીએ. અંતરાય, દવા કરવામાં ?! પ્રશ્નકર્તા : હવે કોઈ રોગ થાય, પછી એ રોગને માટે જો દવા કહીએ, તો એ દવા જે કરીએ છીએ. તે આ ઉદય કર્મ જે આવ્યું છે એ જ ખપાવાનું છે, તેની અંદર આ દવા કરવાથી અંતરાય કરીએ છીએ આપણે ? દાદાશ્રી : ના, ના. દવાના વિચાર કરીએ છીએ એ અંતરાય. દવા પીવાય છે એ અંતરાય નહીં. પ્રશ્નકર્તા : તો રોગ મટવાનો હોય તો એ દવા એની ભેગી થાય. દાદાશ્રી : ના, એ તો ના ય મટે, વધે ય ખરો. હા પણ એ તો જે દવા પીધી એ જ પરમાણુ અંદર છે તેથી અને ના પીધી એ વિચાર કર્યા, આમ કરીએ ને તેમ કરીએ એ અંતરાય ! ડૉક્ટર નહીં સારો, વૈદ્ય સારો, ફલાણો સારો. વિચાર કર્યા તે બધા અંતરાય. પ્રશ્નકર્તા : તો આવા વખતે કંઈ કશું પુરુષાર્થ કરવો જ નહીં એમ ? જોયા કરવું ? દાદાશ્રી : પુરુષાર્થ કોને કહેવાય છે ? જોયા કરવું એ જ પુરુષાર્થ. જ્ઞાતા-દ્રષ્ટા રહીએ એ જ પુરુષાર્થ. પ્રશ્નકર્તા : પણ ડૉક્ટર પાસે જવું બતાવવું, આ તે બધું કરવું નહીં ? દાદાશ્રી : એ શું બને છે એને જુઓ. એ જવું, બતાવવું તેને અંતરાય કહેવાય નહીં. 'ચંદુભાઈ' જતા હોય ને, 'કેમ તમને ખાસ લાગે છે, જવું છે' ત્યારે કહે, 'હા, તો આપણે કહીએ. જાવ ત્યારે.' કશું અંતરાય નહીં પાડવાના. તમારા હાથમાં સત્તા જ ક્યાં છે. કે ડૉક્ટર પાસે ના જઈએ તો ચાલે. એવું તેવું એ કેમ બોલાય ?! ડૉક્ટર પાસે જનારા જુદા, તમે જુદા કે એમ ને એમ જ ! પ્રશ્નકર્તા : એટલે દાદા જ્ઞાતા-દ્રષ્ટાના પુરુષાર્થમાં હોઈએ, જે થાય છે તે જ કરેક્ટ છે એવું જો જોયા કરીએ, તો જે થવાનું છે તેને, પ્રકૃતિને ફૂલ સ્કોપ મલી જાય. એને જે કરવાનું હોય તે થાય. દાદાશ્રી : પ્રકૃતિને આડું અંતરાય નહીં કરવાના. આમ કરવું કે આ ના કરવું એ બોલ્યા કે ત્યાં અંતરાય પાડ્યા ! એ અહંકાર કર્યો કહેવાય ! શું પ્રકૃતિ કરે છે એ જુઓને ! મહાવીર એક જ પુદ્ગલને જોયા કરતા હતા, એ એની પ્રકૃતિને જોયા કરતા હતા. અંબાલાલભાઈ શાલ પહેરીને બેઠાં હોય, તે બધું મને અહીં બેઠા દેખાય અને વાતો કરતા હોય તે ય દેખાય મને, તે ઘડીએ હાથ કેમ થાય છે તે ય દેખાય. ચેનવાળા બધું દેખાય. ગાવાનાં અંતરાય ! આ પદ ગાતા કેમ નથી આવડતાં ? 'આપણને તો આવડે જ નહીં' એમ કહીને અંતરાય ઊભા કરેલા. 'આપણને તો આવડે જ' એવું બોલે એટલે અંતરાય તૂટે. શીખવા જવું પડતું જ નથી, બધું શીખીને જ આવેલો છે. પ્રશ્નકર્તા : 'મને પદ ગાતાં આવડે છે.' બોલે એટલે આવડે ? દાદાશ્રી : ના. 'આવડે છે' એવું નહીં. 'ના કેમ આવડે ?' એવું મનમાં દ્ઢ રહેવું જોઈએ. આત્મજ્ઞાનના અંતરાય ! પ્રશ્નકર્તા : લેણું ના હોય તો એનાથી જ્ઞાન ના લઈ શકાય એ વાત સાચી ? દાદાશ્રી : એ લેણું નહીં, પણ અંતરાય હોય છે, લેણાનો સવાલ નથી, લેણદેણ તો ઘરના માણસોમાં હોય, આ તો બધા અંતરાય. એટલે સાચાને સાચો રસ્તો ના કહો તો અંતરાય પડી જાય. આ બધા અંતરાય પાડવાના સાધન છે. બધાં અગર તો સાચા પ્રત્યે દુર્લભ એ બધું અંતરાય. પ્રશ્નકર્તા : પણ એ તો કેવી રીતે જાણે કે સાચું છે કે કેવું છે એમ ? દાદાશ્રી : ના ય ખબર પડે. પ્રશ્નકર્તા : સાચું લગાડવા માટે આપણે શું કરવું ? દાદાશ્રી : બીજા લોકોને લાગતું નથી એનું ? એ તો એવું છે ને, મારા પાડોશમાં રહેતો હોય, તે એને આ સત્ય ના લાગે. એ એનાં અંતરાય કર્મ છે. એના ભાગ્યમાં નથી, એટલે એને અવળું દેખાશે. પ્રશ્નકર્તા : એટલે આ બધા અંતરાયો અજાણતામાં પડેલા ? દાદાશ્રી : કેટલાક અજાણતાથી, કેટલાક જાણીને અહંકાર કરીને, અહંકાર ને બુદ્ધિનું ગાંડપણથી કરેલો. કેટલાક કહે કે, 'આવું અક્રમ જ્ઞાન તે વળી હોતું હશે ? કલાકમાં મોક્ષ તે હોતો હશે ?' એવું બોલ્યા કે તેમને અંતરાય પડ્યા. આ જગતમાં શું નાબને એ કહેવાય નહીં. માટે બુદ્ધિથી માપ કાઢવા જેવું આ જગત નથી. કારણ કે આ બન્યું છે એ કહીકત છે. 'આત્મવિજ્ઞાન' માટે તો ખાસ અંતરાય પડેલા હોય. આ છેલ્લામાં છેલ્લું સ્ટેશન છે. મોક્ષમાર્ગ અંતરાય આમ ! પ્રશ્નકર્તા : આ અંતરાય વિશે જરા ફોટ પાડો કે ઘણા દાદા પાસે આવે છે પણ એને જે પેલો ધારો કે શ્રમદ્નું કરતો હોય, તે એને એમ લાગે કે આપણને આ શ્રીમદ્નું મલી ગયેલું છે કે જેનું બીજા કોઈનું કરતો હોય, તો કે આપણને મલી ગયું છે, એટલે એ શું ખોટું છે ! આ સાચું મલવા સામું આવ્યું તો ય નથી લઈ શકતો. દાદાશ્રી : એવું છે ને ગમે એ મલી ગયું હોય પણ મન ખુલ્લું રાખ્યું હોય, ઓપન કે ભઈ મોક્ષનો માર્ગ મલી આવે તો તો આપણને એ પકડવો છે. પણ એ ઓપન ના કર્યો હોય અને બસ આથી બીજું કંઈ આપણને જરૂર નહીં, એ અંતરાય. પોતે જ દીવલ કરી અને એ દીવાલ પોતાને જ નડે હવે. પછી તોડવો હોય તો એ જાતે તોડે, તો જ્ઞાની પુરુષ એની ઉપર કૃપા કરે અને એ કહે કે મારે અંતરાય છે ને તોડવો છે અને એ તોડવાનું નક્કી કરે તો અમે કૃપા કરીએ ને એ તૂટી જાય. પણ પોતાના જ પાડેલા અંતરાય છે આ, બીજા કોઈના નથી. પ્રશ્નકર્તા : કેટલાકને તો એવી સમજણે નથી હોતી કે આ મારા અંતરાય છે. દાદાશ્રી : સમજણ જ નથી હોતી કે આ હું અંતરાય કરુંુ છું કે શું કરું છું ! પ્રશ્નકર્તા : એને તો એમ લાગે કે બરાબર જ છે, મેં કર્યું એ બરાબર જ છે. દાદાશ્રી : બરાબર જ છે એવું માને ને. પ્રશ્નકર્તા : ત્યાં શું ઉપાય ? એવું હોય તો ત્યાં કંઈ ઉપાય થઈ શકે ? એવું હોય કે હું કરું છું એ બરાબર જ છે, તો ત્યાં બીજો કોઈ ઉપાય ખરો ? દાદાશ્રી : એની મેળે ઉપાય.. એ ક્રોધ, માન, માયા, લોભ કૈડે (કરડે) એટલે એની મેળે જ ઉપાય થાય ને ! એ કૈડે એટલે પાછું કંઈ સારું કશું કરવું તો પડશે જ, કહેશે, આવું ચાલે નહીં. આ બધાને કોઈને બોલાવા જવું નહીં પડયું. એની મેળે જ એ કૈડ જ મોકલી આપે છે. એ નિરંતર શક્કરીયું ભરહામાં બફાતું હોય એમ બફાયા કરે. અંતર્દાહ તો નિરંતર બળતો જ હોય, એ અમેરિકામાં તો નિરંતર બળતો જ હોય, એ અમેરિકામાં હોય કે ગમે ત્યાં પણ અંતર્દાહ તો નિરંતર બળતો જ હોય. સાધુ હોય, આચાર્ય હોય, બધાને અંતર્દાહ તો બળતો જ હોય. કારણ કે 'હું સાધુ છું, આચાર્ય છું.' એવું એને થયું કે બસ બળ્યું, આ શરૂ થઈ ગયું. જે નથી તે જ આરોપ કરીને ચાલે છે. અનંત અવતારથી આ ભટકે છે. પોતે અનામી અને નામ ધારણ કરીને રોફ મારે છે. પ્રશ્નકર્તા : એવા લોકોને શ્રદ્ધા બેસાડવા શું કરવું ? અહીંયા ધારો કે પામી ના શકે, અંતરાય પાડેલા હોય, તો એ લોકોને શ્રદ્ધા બેસાડવા શું કરવું ? દાદાશ્રી : શ્રદ્ધા બેસાડવા તો એક ફેરો એને પટાવીને અહીં મારી પાસે તેડી લાવવું. હું કાઢી આપું રસ્તો. આ કૂતરાને ય આમ આમ કરીએ તો ઘણી વાર આપણી ધીરએ ત્યાં આવે. એવું એને જરા પટાવી કરીને તેડી લાવીએ તો આવે, અને પછી હું એને વાત કરું ને તો એના મનમાં મહીં ફોડ પડી જાય. કારણ કે અમારી વાત વીતરાગી હોય, આગ્રહી ના હોય એમ કે આમ કર. આ રિલેટીવ બધું આગ્રહવાળું હોય. આ અમે વાત ના કરીએને, તો બેન વાતે ય ના કરે. ઠેઠ સુધી બેસી રહે. ગુંચોવાળા છે ને ? હવે, એમની ઈચ્છા નથી ગુંચોની, પણ મહીં અંતરાય કર્મ એવા છે કે નરી ગુંચો જ ઊભી થા થા કરે. એટલે પછી અમારે વાત કરવી હતી. મેં કહ્યું, આ બેન આવ્યા ને, બિચારા, નકામો જશે ફેરો એટલે એની મહીં એમનો આત્મા છે ને, તેમની જોડે સીધો તાર કર્યો, તે બેનને જરા વાત પ્રાપ્ત થાય, એવું કંઈક કરો, મહીં ભગવાન જોડે ગોઠવણી કરીને મશીનરી ફેરવી ત્યારે આટલી વાતચીત થાય. નહીં તો આ વાતચીત કરે કોઈ દા'ડો ય ? મહીં ગુંચો પાર વગરની છે ! હવે, એમનો દોષ નથી. એમાં અંતરાય કર્મ ગુંચવે. તમને સમજાય એ વાત ? હેં ? નહીં, તો અહીં તો ચોખ્ખો થઈ જાય, માણસ આવતાની પેઠ, પેઠો કે ચોખ્ખો થઈ જાય, અહીં આગળ આ માયાના પરમાણુ જ નહીં ને ! એટલે માયા અહીંથી છેટી ઊભી રહે. અહીં આ જ્ઞાની પુરુષની પાસે માયાથી અવાય નહીં. ગુંચો તમને સમજ પડીને, બેન ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : બોલતા ય જરા મોઢું ફાટેને. જબાન ફાટેને, ઇચ્છા થાય મનમાં કે લાય, વાતચીત કરીએ, પણ તો ય ના કરવા દે. હા એનું એનું નામ અંતરાયકર્મ કહેવાય. અંતરાય કર્મ સમજણ પડીને બેન ? ભગવાને આ અંતરાય કર્ર્મ બધા બહુ મુકેલા છે જાત જાતનાં. કરુણાભાવ જગકલ્યાણનો !! પ્રશ્નકર્તા : આ વિજ્ઞાન બુદ્ધિને ગાંઠતુ નથી એટલે જ બધા નથી આવતાં અહીં એવું હશે ? દાદાશ્રી : આપણે બહુ લોકોને લાવીને શું કામ છે ? આ ભાવના છે ને, આ એક જાતની કરુણા હોય છે. તે કરુણા આપણને હોય છે. એ જ આપણને બહુ જરૂર છે. બસ બીજું બન્યું કે નહીં. તે જોવાનું નહીં આપણે. કરુણા રાખવી એ આપણી ફરજ, બન્યું કે નહીં એ આપણા હાથમાં નથી. વ્યવસ્થિતના તાબામાં છે. કરુણા રાખવી એ તમારી ફરજ છે અને અહીં તો લોક તો હજુ આવશે, આવશે, બધા જ આવશે !! અને ગૂંચાયેલા માણસ શી રીતે આવ ? કેટલાક માણસો તો મને કહે છે, છ વર્ષથી સ્વપ્નું સેવતો હતો, ત્યારે હમણે દર્શન થયા. પ્રશ્નકર્તા : પણ અંતરાય હોય તો શું થાય ? દાદાશ્રી : હંઅ ! શું થાય ? કંઈ આપણા હાથમાં બધી સત્તા છે આ ? પોતાની સત્તા જ નથી. પ્રતિક્રમણ, અંતરાય તણાં... પ્રશ્નકર્તા : એમાં મારા તો બહુ અંતરાય છે. વાંચવાની ચોપડી લઉં તો ઊંઘ આવે. દાદાશ્રી : અંતરાય કર્મ બધાં લઈને આવ્યા હોય ને, પણ તેનું આપણે રોજ પ્રતિક્રમણ કરવું. કે હે ભગવાન ! આવા અંતરાય કર્મ મારા દૂર કરો, કહીએ, મારી ઇચ્છા નથી હવે. પહેલા કંઈ ભૂલ કરી હશે તે અંતરાય આવ્યા. પણ હવે ભૂલ નથી કરવી કહીએ, એમ કરીને રોજ ભગવાનની પ્રાર્થના કરવી. અ નિશ્ચયથી અંતરાય, નિશ્ચયથી નિરંતરાય ! મોક્ષમાર્ગમાં તો અંતરાય આવે એટલે પોતાની શક્તિઓ વધારે પ્રગટ થતી જાય. માટે એમાં અંતરાય આવે તો ય આપણે આપણો નિશ્ચય દ્ઢ રાખવો કે કોઈની તાકાત નથી કે મને અટકાવી શકે, એવો ભાવ રાખવાનો છે. મોઢે બોલાનું નથી, બોલવું એ તો અહંકાર છે. પ્રશ્નકર્તા : અંતરાય પોતાની મેળે તૂટે કે પુરુષાર્થથી તૂટે ? દાદાશ્રી : એ ભાવથી તૂટે. જ્યારે અંતરાય તૂટવાનો કાળ આવે ત્યારે ભાવ થાય. પ્રશ્નકર્તા : પણ એ અંતરાયનું પણ નિર્માણ હોય છે ને ? દાદાશ્રી : આ નિર્માણ જે છે ને એ નિર્માણનો અર્થ એવો નથી થતો. અંતરાય એટલે શું ? ફૂંક મારો, ઊડી જાય. અંતરાય એટલે અનિશ્ચય. માણસનો પુરુષાર્થ ક્યાં ગયો ? પુરુષાર્થ ધર્મ ખુલ્લો છે. પ્રશ્નકર્તા : એ નિશ્ચય એ પુરુષાર્થને ? દાદાશ્રી : હા, નિશ્ચય કે મારે આમ કરવું જ છે. પ્રશ્નકર્તા : પણ નિશ્ચય કંઈ બધાનાં ફળતાં નથી હોતા. દાદાશ્રી : એ ફળે કે ના ફળે, એ આપણે નહીં જોવાનું, આપણે નિશ્ચય કરવો ! પછી નિશ્ચય નહીં કરો તો કોઈ કામ જ નહીં થાય. પ્રશ્નકર્તા : એ વાત બરોબર છે. દાદાશ્રી : પોાતાનો અનિશ્ચય એ જ અંતરાય. નિશ્ચય કરે એટલે અંતરાય તૂટી જાય. આત્માનો નિશ્ચય થાય એટલે બધા અંતરાયો તૂટી જ જાય છેને ! અંતરાયો, મૂંઝવે આમ ! આ આમને પૂછયું હોત તો કહેત તમને, દેખાય કે, આ રહ્યા મુક્ત પુરુષ, અહીં આગળ ! પૂછયું ય નહીં તમને કોઈ દહાડો ? પ્રશ્નકર્તા : નહીં, નહીં. વાત તો ઘણી વખત થઈ છે. દાદાશ્રી : પણ તરત માન્યમાં ન આવેને ! 'અત્યારે એવું છે ને, આવું હોય નહીં, અત્યારે હોતું હશે આવું ? મોક્ષનો માર્ગ ક્યાંથી મળે ? અત્યારે તો આ ધર્મ મળે તો ય બહુ સારું.' એટલે આ મોક્ષનો માર્ગ છે, એવું માન્યમાં ના આવે. પણ આપણે એમને પૂછીએ, તમે મોક્ષસુખ અનુભવો છો ? ત્યારે એ કહે, હા. ત્યારે આપણે એમના પર ખાતરી હોય તો અવાયઅને તે ય અંતરાય તૂટયા હોય તો. અંતરાય હોય ને, તો જમવા બેઠાં હોય ને, ત્યાં હોરું. 'કાકા, ઊઠો ઊઠો ઊઠાડે કે' તમે કહો કે, ' આ થોડુંક, બે મિનિટ પછી આવું ? ત્યારે કહે, 'ના, બે મિનિટે ય નહીં. એટલે અંતરાય છોડે કે ? આ બધાં અંતરાય નડે છે. પ્રશ્નકર્તા : અંતરાય તોડવા માટે શું કરવું ? દાદાશ્રી : હવે ઉપાય પૂછયા ? પણ હવે હું સામો છું. હવે ઉપાય શેના ? તમારે જે માંગવું એ માગોને, છાનામાના. માંગતાં ભૂલો, જે જોઈએ તે માંગોને ! તમારે નિર્વિકલ્પ સમાધિ જોઈતી હોય, મુક્તિ જોઈતી હોય, જે દિવ્યચક્ષુ જે જોઈતું હોય તે માંગો ને. તમે માંગો અને હું આપું. એમાં ખરેખર હું આપનાર નથી. હું તો મહીં નિમિત્ત છું. માલ તમારો ને તમારો આપવાનો. કુંચી તો મારી પાસે છે ફક્ત. એટલે માંગી લો, હવે જે છે તે. હમણે ના માંગવું હોય તો બે મહિના પછી માંગજો. ફરી આપીશું પાછા. પછી અહીં આવવાનું છે પાછું ત્યારે ! પ્રશ્નકર્તા : ના, ના, આ તો પછી કાલે બાકી શું કામ રાખીયે ? દાદાશ્રી : એતો એવું છે ને, હજુ અંતરાય હોય તો મને મહીંથી એમ કહે, 'થાય છે આપણે શું ઉતાવળ છે ?' મન એવું કહે મહીં. હજુ અંતરાય પડયા હોય ત્યારે શું થાય ? અંતરાય તોડવાના ઉપાયો ! પ્રશ્નકર્તા : અહીં આવવાનો ભાવ રહે છે, પણ પુદ્ગલ-માયા નથી આવવા દેતી, તો શું કરવું ? દાદાશ્રી : એ જ અંતરાયકર્મ છે. આપણા ભાવ દ્રઢ હશે તો એક દિવસ એ પૂરો થશે. અંતરાયકર્મ અચેતન છે અને આપણો ભાવ ચેતનને પામેલો છે, એનાથી અંતરાય તૂટે. અને 'જ્ઞાની પુરુષ' પાસે 'વિધિ'માં માંગણી કર કર કરવી કે અમારા અંતરાય તોડી આપો તો તે તોડી આપે. 'જ્ઞાની'નું વચનબળ તમારા અંતરાય તોડી આપે. મહીં ખેદ રહે કે સત્સંગમાં નથી જવાનું તેનાથી અંતરાય તૂટે. સત્સંગમાં, 'દાદા'ના પરમસત્સંગમાં જવાનું મન થયા કરે તે અંતરાય તૂટવાની શરૂઆત થઈ કહેવાય અને ત્યાં જતાં હરકત-રૂકાવટ ના આવે તે અંતરાય તૂટ્યા કહેવાય. પણ એ અંતરાયતૂટી જશે. દાદા ભગવાનું નામ દેશો ને તો અંતરાય તૂટે જશે. દાદા ભગવાનને નમસ્કાર કરું છું. બોલશો ને તો તૂટી જશે એટલે બોલજો. એ બધું કૃપાથી થાય. હા, કૃપાથી શું ના થાય ? શબ્દોની શું કિંમત ? લોકોના અંતરાય પડ્યા છે. રોકડો મોક્ષ છે, તો ય ભેગા થતા નથી એ ય અજાયબી છે ને ! પ્રશ્નકર્તા : બાજુમાં હોય તો ય ના થાય ને ? દાદાશ્રી : એ જ અંતયા છે ને, બધાં. જ્ઞાની તોડે જ્ઞાનાંતરાય ! પ્રશ્નકર્તા : જ્ઞાનાંતરાય ને દશનાંતરાય તૂટે કેવી રીતે ? દાદાશ્રી : એ અંતરાયો 'જ્ઞાની પુરુષ' તોડી આપ.ે 'જ્ઞાની પુરુષ' અજ્ઞાન તોડી આપે અને અંતરાય પણ કાઢી આપે. પણ અમુક અંતરાય તો 'જ્ઞાની પુરુષ' પણ ના તોડી શકે. પ્રશ્નકર્તા : એ ક્યા અંતરાય ? દાદાશ્રી : જ્યાં વિનયધર્મ ખંડિત થતો હોય તે. વિનય તો મોક્ષમાર્ગમાં મુક્ય વસ્તુ છે. 'જ્ઞાની પુરુષ' માટે એક અવળો વિચાર પણ ના આવવો જોઈએ. આ 'જ્ઞાન' મળી જાયને તેને તો બધા અંતરાય તૂટી જાય. અહીં આગળ હું તમને શું કહું છું કે અંતરાય બધા તૂટવાનો રસ્તો કરી આપ્યો છે. મેં તમને આ જ્ઞાન આપ્યુંુછે, ને જોડે જોડે આ બધી આજ્ઞા આપી છે ને, તે બધાં અંતરાય તૂટી જાય, એવી છે. પ્રશ્નકર્તા : દાદા, સત્સંગમાં આવવું જ છે, એ જ્યારે નિશ્ચય થાય છે ને, ત્યારે બધી જ અનુકૂળતાઓ થઈ જાય છે. દાદાશ્રી : નિશ્ચય જ બધા જ અંતરાય તોડીને ધાગા કાઢી નાખે. નિશ્ચય જ જરૂર છે. નિશ્ચય નથી કરતો ત્યાં સુધી અંતરાય-બતરાય ડોકિયા કરે છે. હમણે રોડ ઉપર બહુ ટ્રાફીક હોય, પણ પેલા વડાપ્રધાન કે કોઈ નિશ્ચય કરીને આવે, તો ટ્રાફિક ખસી જશે બધું. એમને એમ ખસી જાય એક કલાકમાં કોઈ ઊભું જ ના રહે ! એવું છે આ તો ! અમે આ તો કંઈ વડાપ્રધાનનું પદ છે ?! આ તો પરમાત્માનું પદ છે !!! આ જ્ઞાન લીધાં પછી તમને જે પદ આપેલું છે એ પરમાત્માનું પદ છે. એ ભલે તમે તેની મહીં તન્મયાકાર ન રહી શકયા હો તે તમારી હજુ એડજસ્ટ થવાની એ કચાશ છે. બાકી એ પરમાત્મા પદ છે ! શુદ્ધાત્મા પદ એ પરમાત્મા પદ છે ! આત્મા પ્રાપ્ત કર્યા પછી અંતરાય એ સંયોગ સ્વરૂપી છે ને સંયોગો વિયોગી સ્વભાવના છે ને 'આપણે' 'શુદ્ધાત્મા' અસંયોગી-અવિયોગી છીએ. તેમ તેમ આત્મવીર્ય પ્રગટે ! આત્મશક્તિઓને આ આત્મવીર્ય કહેવાય. આત્મવીર્ય ઓછું હોય તો તેનામાં નબળાઈ ઉત્પન્ન થાય, ક્રોધ, માન, માયા, લોભ ઉત્પન્ન થાય. અહંકારને લઈને આત્મવીર્ય તૂટી જાય. તે જેમ જેમ અહંકાર ઓગળે તેમ તેમ આત્મવીર્ય ઉત્પન્ન થતું જાય. જ્યારે જ્યારે આત્મવીર્ય ઘટતું લાગે ત્યારે પાંચ-પચીસ વખત મોટેથી બોલવું કે, 'હું અનંત શક્તિવાળો છું.' એટલે શક્તિ ઉત્પન્ન થયા. કોઈ પણ જવાબદારીવાળું પદ પ્રાપ્ત થાય, તેનાં કેલ્કયુલેશન્સ હોય છે, તો જ એ પદ આવે. નહીં તો એ પદ પ્રાપ્ત થાય નહીં. તે ક્યા ક્યા કેલ્કયુલેશન્સ મળતા જોઈએ ? નામ કર્મ ઊંચું હોો, જન્મથી જ ઊંચું હોય, એ આદેય નામકર્મ હોય. નાની ઊંમરના થાય, તો ય 'આવો, આવો' કહે. એ આદેય નામકર્મ હોય, જિંદગીભરથી.પછી અંગ ઉપાંગ નામકર્મ હોય. કદરૂપો અંગ ના હોય. હાથના આંગળા, પગનાં આંગળા, કાન, માથું બધું કદરૂપ ના હોય. ચિતરામણ બહુ રૂપાળું હોય.આ તો લક્ષણ કહું છું. મોટાં જે જવાબદારી પોસ્ટ ઉપર કોણ આવે છે ? પછી બીજું શું હોય ? લોક પૂજ્ય ગોત્ર હોય. હવે લોક પૂજ્ય એટલે અત્યારે કંઈ પૂજવા જતાં નથી. પણ લોકનિંદ્ય ના હોય કળિયુગમાં તેને લોકપૂજ્ય ગણાય છે. કળિયુગમાં એ ગોત્ર આવું હોય !પછી આયુષ્યકર્મ સારું લઈને આવેલા હોય અને વેદનીકર્મ એવું લાગ્યા હોય કે અશાતાવેદનીય ઓછામાં ઓછું આવે. જુઓને આ પગે ફેકચર થયું, પણ અશાતાવેદનીય અમને થઈ નથી. એટલે આ આવા બધાં ગુણાકાર હોય તો એ પદ આવે. એટલે હું કંઈ જ્ઞાની મારી જાતે નથી થયો ? પ્રશ્નકર્તા : પૂર્વ જન્મનાં આપના આટલા બધાં સારા કર્મો હતાં, તો ય આપને આટલી બધી પાછલી ઉંમરમાં કેમ જ્ઞાન થયુંુ? પહેલાં કેમ ના થયું ? દાદાશ્રી : એવું છે ને, અમારું મોહનીય કર્મ પૂરું થાય ત્યારે જ્ઞાનાવરણ તૂટે. જ્ઞાનનું આવરણ ક્યારે તૂટે ? મોહનીય કર્મ પૂરું થાય ત્યારે. અમને શેનો મોહ હતો ? અમને કોઈ પ્રકારનો મોહ નહોતો. પૈસા આપો કે વિષય, કોઈ મોહ નહોતો. એક માનનો જ મોહ ! આત્માની ચૈતન્યશક્તિ શેનાથી આવરાય છે ? આ જોઈએ છે ને તે જોઈએ છે. લોકોને જોઈતું હતું. તે તેમનું જોઈને આપણે ય શીખ્યા એ જ્ઞાન. આના વગર ચાલે નહીં. મેથીની ભાજી વગર ના ચાલે. એમ કરતાં કરતાં ફસામણ થઈ ગઈ ! આત્મા અનંત શક્તિઓવાળો છે. તેની પર પથરા નાખ નાખ કર્યા ! તરછોડ તમામ પ્રકારના અંતરાય પાડે. એટલે વસ્તુઓ આપણને પ્રાપ્ત ના થવા દે. હેરાન-હેરાન કરી મૂકે. તરછોડ શું ના કરે ? તરછોડથી તો બધું જગત ઊભું રહ્યું છે. એટલે અમે એક જ વસ્તુ કહીએ છીએ કે વેર છોડો, તરછોડ ના વાગે એવું ચાલો. મોક્ષે જતાં અનંત અંતરાયો છે. તેથી મોક્ષે જવા માટે સામી અનંત શક્તિ છે. આ અવળી શક્તિથી સંસાર ઊભો થઈ ગયો. હવે સવળી શક્તિ એટલી બધી છે કે જે બધાં જ વિધ્નો તોડી આપે. તેથી જ તો આપણે પેલું વાક્ય બોલાવીએ છીએ. મોક્ષે જતાં વિધ્નો અનેક પ્રકારનાં હોવાથી તેની સામે હું અનંત શક્વિાળો છું. જ્ઞાતા-દ્રષ્ટા રહેવાતી તમામ વિધ્નોનો નાશ થઈ જાય. જય સચ્ચિદાનંદ |
|---|