દાદા ભગવાન ફાઉન્ડેશનનો ધ્યેય દુનિયાને અક્રમવિજ્ઞાન દ્વારા શાંતિ, સહયોગપૂર્વકની એકતા અને આત્યંતિક આનંદ ફેલાવવાનો છે. આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન જ્ઞાની પુરૂષ શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલથી પ્રરૂપિત થયેલ છે. કે જેઓ દાદાશ્રી અથવા દાદા ભગવાન તરીકે જાણીતા છે.
આજે એમનો સંદેશ અને આત્યંતિક આનંદ પ્રાપ્ત કરવાનું વિજ્ઞાન ભારતમાંથી બીજા (દુનિયાના) ખંડો જેમકે અમેરિકા, કેનેડા, આફ્રિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા સુધી ફેલાયેલું છે. ઘણા બીજા દેશોમાં તેના કેન્દ્રો છે જેનું મુખ્યાલય અડાલજ, ગુજરાત, ભારતમાં આવેલું છે.
કોઈપણ પ્રકારની પ્રાથમિક આવશ્યકતાઓ વિના કોઈપણ જે આત્યંતિક મુક્તિ અને સાચું જ્ઞાન મેળવવા ઈચ્છે છે તે અહીંથી મેળવી શકે છે. દાદાશ્રીએ પોતાનું કયારેય ભગવાન કહેવડાવ્યા નથી કે ગુરુ તરીકે સ્થાપના કરાવી નથી. જો કે તેમણે એમ જરૂર કહેલું કે તેઓ શ્રી જ્ઞાની પુરૂષ હતા. દાદાશ્રીએ દુનિયાને અપૂર્વ આધ્યાત્મિક વિજ્ઞાન આપ્યું છે જે અક્રમવિજ્ઞાન કહેવાય છે.
જગત કોણ ચલાવે છે ? વાસ્તવમાં સ્વર્ગ કે નર્ક છે ? પુનઃ અવતાર શું છે ? ભગવાન કયાં છે ? આવા તમામ પ્રશ્નોના ખુલાસાઓ સ્પષ્ટ રીતે પરમ પૂજય દાદાશ્રીએ આપેલા છે. એમનો ધ્યેય લોકોને દુઃખ, ચિંતા, માનસિક રીતે ભાંગી પડવું વગેરે માંથી છોડાવવા માટેનો હતો. અને તેઓને માનવજીવનનો મુખ્ય હેતુ પૂરો પાડવાના માધ્યમથી શાશ્વત સુખનો રસ્તો બતાવવાનો હતો. કે જે આત્યંતિક મુક્તિ છે. જેમકે જન્મ અને મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવી.
દાદાશ્રી અને મુમુક્ષુઓ વચ્ચેના સત્સંગ (સંવાદ) સારી રીતે સંકલિત થયેલા છે. આ વાતચીતો (સંવાદો) પ્રાથમિક રીતે પ્રશ્નોત્તરીના રૂપમાં છે. દાદાશ્રીથી બોલાયેલા શબ્દો તેમના મૂળ સ્વરૂપે કોઈ પણ ફેરફાર (સુધારા-વધારા) વિના પ્રકાશિત થયેલા છે. આ વાતચીતના સંવાદોમાંથી ઘણા મુંઝવણ ભર્યા (જટિલ) પ્રશ્નોના જવાબ કોઈને પણ મળે છે. રોજિંદા જીવનના વ્યવહારૂ ઉકેલોથી માંડીને આધ્યાત્મિક વિજ્ઞાનને લગતા પણ જવાબો પ્રાપ્ત થયેલા છે. તે માનવામાં ન આવે તેવું છે કે આવું અજોડ, અદ્ભૂત અને ગહન વિજ્ઞાન સરળતાથી આજે પણ ઉપલબ્ધ છે અને છતાંયે જેઓને પ્રાપ્ત થયું છે તેઓના અનુભવો છે કે તેઓને આત્માનો આનંદ અનુભવાય છે. કોઈપણ પૂર્વ જરૂરિયાતો કે શૈક્ષણિક લાયકાત વિના તેઓ પોતાની જાતને શબ્દોથી ન વર્ણવાય તેવા નસીબદાર માને છે. અમારી ઊંડી આશા છે કે આ લેખના વાચકે આત્યંતિક મક્તિ તરફની સફર શરૂ કરી દીધી છે !