Related Questions

લોકોને કેવી રીતે મદદ કરવી?

પ્રશ્નકર્તા : લોક સેવા કરતાં કરતાં એમાં ભગવાનના દર્શન કરીને સેવા કરી હોય તો બરાબર ફળ આપે ને ?

દાદાશ્રી : ભગવાનના દર્શન કર્યા હોય તો લોકસેવામાં પછી પડે નહિ, કારણ કે ભગવાનના દર્શન થયા પછી કોણ છોડે ભગવાનને ? આ તો લોકસેવા એટલા માટે કરવાની કે ભગવાન જડે એટલા સારુ. લોકસેવા તો હૃદયની હોવી જોઈએ, હૃદયપૂર્વકનું હોય તો બધે પહોંચે. લોકસેવા અને પ્રખ્યાતિ બે ભેગી થાયને તો મુશ્કેલીમાં મૂકી દે, માણસને. ખ્યાતિ વગરની લોકસેવા હોય ત્યારે સાચું. ખ્યાતિ તો થાય જ જાણે કે, પણ ખ્યાતિની ઈચ્છારહિત થાય એવું હોવું જોઈએ.

જનસેવા તો લોક કરે એવા નથી. આ તો મહીં અંદરખાને કીર્તિનો લોભ છે, માનનો લોભ છે, બધા જાતજાતના લોભ રહ્યા છે, તે કરાવડાવે છે. જનસેવા કરનારા માણસો તો કેવા હોય ? એ અપરિગ્રહી પુરુષ હોય. આ તો બધાં નામ કાઢવા માટે, 'ધીમે ધીમે કોઈક દહાડો પ્રધાન થઈશ' એમ કરીને જનસેવા કરે. મહીં દાનત ચોર હોય એટલે બહારની આફતો, વગર કામના પરિગ્રહો, એ બધું બંધ કરી દો તો બધું રાગે પડી જશે. આ તો એક બાજુ પરિગ્રહી, સંપૂર્ણ પરિગ્રહી રહેવું છે અને એક બાજુ જનસેવા જોઈએ છે, એ બન્ને શી રીતે બની શકે ? 

×
Share on