Related Questions

ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?

શંકા અને ભય !

પ્રશ્નકર્તા: આ ભય અને શંકા એ બેને અરસપરસ સંબંધ ખરો ?

દાદાશ્રી: શંકાથી જ ભય ઉત્પન્ન થાયને અને ભયથી શંકા થાય. એ બેઉ કારણ-કાર્ય જેવું છે. શંકા બિલકુલ રાખવી ના જોઈએ. કોઈપણ બાબતમાં શંકા રાખશો નહીં. છોકરો બગડ્યા કરે છે, કે છોકરી બગડ્યા કરે છે. એ શંકા રાખશો નહીં. એને માટે પ્રયત્ન કરજો.

પ્રશ્નકર્તા: પણ શંકા તો ઘડીયે ઘડીયે થઈ જાય છે.

દાદાશ્રી: શંકા એ તો પોતાનો આપઘાત છે. શંકા તો ક્યારેય પણ કરશો નહીં.

પ્રશ્નકર્તા: પણ એ શંકા કેમ થઈ જાય છે ? શંકા કરવાનો સવાલ જ નથી. શંકા ક્ષણે ક્ષણે થઈ જાય છે.

દાદાશ્રી: એ થઈ જાય માટે આપણે કહેવાનું કે ભઈ, શંકા ન હોય મારું, આ મારું ન હોય, થઈ ગઈ કે તરત કહેવું.

શંકા આપણને હોય નહીં, શંકાથી જ આ જગત સડી રહ્યું છે, પડી રહ્યું છે. શંકા ન હોય, પોતે મરવાનો છે. પણ કેમ શંકા નથી થતી ? કેમ નથી થતી ? નથી મરવાનો ?

પ્રશ્નકર્તા: એ તો ખબર જ હોય છે કે મરવાનો જ છે.

દાદાશ્રી: પણ ત્યાં શંકા કેમ નથી પડતી ? મરી જવાની શંકા પડેને તો કાઢી નાખે એ. શંકા પડે કે તરત કાઢી નાખે. ભય લાગે ખૂબ. એટલે કાઢી નાખવાની હોય. ઊખેડીને ફેંકી દેવાની. ઊગી કે તરત ઊખેડીને ફેંકી દેવાની.

×
Share on