Related Questions

ધંધાની સ્પર્ધામાં થતી પૈસાની ચિંતા કે નુકશાનના ભયને કેવી રીતે દૂર કરાય?

જોખમ જાણી, નિર્ભય રહેવું!

Competition

દરેક ધંધા ઉદય-અસ્તવાળા હોય છે. મચ્છર ખૂબ હોય તો ય આખી રાત ઊંઘવા ના દે અને બે હોય તો ય આખી રાત ઊંઘવા ના દે ! એટલે આપણે કહેવું. 'હે મચ્છરમય દુનિયા! બે જ ઊંઘવા નથી દેતા તો બધા જ આવો ને.' આ નફા-ખોટ એ મચ્છર કહેવાય.

કાયદો કેવો રાખવો ? બનતા સુધી દરિયામાં ઊતરવું નહીં ! પણ ઊતરવાનો પ્રસંગ આવી ગયો તો પછી ડરીશ નહીં. જયાં સુધી ડરીશ નહીં ત્યાં સુધી અલ્લાહ તેરે પાસ. તે ડર્યો કે અલ્લાહ કહેશે જા ઓલિયાની પાસે ! ભગવાનને ત્યાં રેસકોર્સ કે કાપડની દુકાનમાં ફેર નથી, પણ તમારે જો મોક્ષે જવું હોય તો આ જોખમમાં ના ઊતરશો. આ દરિયામાં પેઠા પછી નીકળી જવું સારું.

અમે ધંધો કેવી રીતે કરીએ એ ખબર છે ? ધંધાની સ્ટીમરને દરિયામાં તરતી મૂકતા પહેલાં પૂજાવિધિ કરાવીને સ્ટીમરના કાનમાં ફૂંક મારીએ, 'તારે જયારે ડૂબવું હોય ત્યારે ડૂબજે, અમારી ઇચ્છા નથી.' પછી છ મહિને ડૂબે કે બે વર્ષે ડૂબે ત્યારે અમે 'એડજસ્ટમેન્ટ' લઇ લઇએ કે છ મહિના તો ચાલ્યું ! વેપાર એટલે આ પાર કે પેલે પાર. આશાના મહેલ નિરાશા લાવ્યા વગર રહે નહીં. સંસારમાં વીતરાગ રહેવું બહુ મુશ્કેલ છે. એ તો જ્ઞાનકળા ને બુધ્ધિકળા અમારી જબરજસ્ત હોય તેથી રહેવાય.

Related Questions
  1. પૈસા માટે સ્પર્ધામાં ઉતરવું લાભદાયી છે? શું પૈસા માટેની સ્પર્ધા નકામી છે?
  2. ધંધાની સ્પર્ધામાં થતી પૈસાની ચિંતા કે નુકશાનના ભયને કેવી રીતે દૂર કરાય?
  3. કોઇ મને હરાવવા માટે આવે ત્યારે કેવી રીતે જીતાય? જીતવા માટે શ્રેષ્ઠ માર્ગ કયો છે?
  4. જયારે મને સફળતા મળતી હોય અને લોકો મને નીચે પાડવા પ્રયત્ન કરે ત્યારે શું કરવું? ઈર્ષાળુ લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
  5. સ્પર્ધાની શું ખરાબ અસરો છે? શું તમે સ્પર્ધાથી વસ્તુઓની ખરીદી કરો છો? શું સામાજિક સ્પર્ધા સારી છે?
  6. સ્પર્ધામાં ઉતરવું યોગ્ય છે? કેમ તમારે સ્પર્ધા ના કરવી જોઈએ?
  7. ધર્મમાં સ્પર્ધાની શું અસરો હોય છે? શું ધાર્મિક સ્પર્ધા અથવા ધાર્મિક સાંપ્રદાયિક્તા યોગ્ય છે?
  8. ગુરુતમ બનવાની સ્પર્ધામાંથી કેવી રીતે બહાર નીકળવું? શા માટે નમ્ર કે વિનમ્ર (લઘુતમ) રહેવું જોઈએ?
  9. કેવી રીતે સ્પર્ધા ટીકામાં પરિણામે છે? તમે અન્ય લોકોની ટીકા કરો ત્યારે શું થાય છે?
  10. આ વિશ્વમાં એવી કોઈ પણ જગ્યા છે કે જ્યાં સ્પર્ધા ના હોય?
×
Share on