Related Questions

શું તમે ક્રોધમાંથી મુકત થવા માંગો છો? – આત્મજ્ઞાન પ્રાપ્ત કરો!

આ બધું તમે ચલાવતા નથી. ક્રોધ-માન-માયા-લોભ કષાયો ચલાવે છે. કષાયોનું જ રાજ છે ! 'પોતે કોણ છે' એનું ભાન થાય ત્યારે કષાયો જાય. ક્રોધ થાય ત્યારે પસ્તાવો થાય, પણ ભગવાને કહેલું પ્રતિક્રમણ આવડે નહીં તો શું વળે ? પ્રતિક્રમણ આવડે તો છૂટકારો થાય.

એટલે આ ક્રોધ-માન-માયા-લોભની સૃષ્ટિ ક્યાં સુધી ઊભી રહી છે ? 'હું ચંદુલાલ છું અને આમ જ છું' એમ નક્કી છે ત્યાં સુધી ઊભી રહેશે. આપણી પ્રતિષ્ઠા જ્યાં સુધી કરેલી છે કે 'હું ચંદુલાલ છું, આ લોકોએ પ્રતિષ્ઠા કરી આપણી અને આપણે એ માની લીધી કે 'હું ચંદુલાલ છું', તે ત્યાં સુધી આ ક્રોધ-માન-માયા-લોભ રહ્યા છે મહીં.

પોતાની પ્રતિષ્ઠા ક્યારે જાય કે 'હું શુદ્ધાત્મા છું ભાન થાય ત્યારે.'  એટલે પોતાના નિજસ્વરૂપમાં આવે ત્યારે પ્રતિષ્ઠા તૂટી ગઈ, ત્યારે ક્રોધ-માન-માયા-લોભ જાય, નહીં તો જાય નહીં. નહીં તો માર માર કરે તો ય ના જાય ને એ તો વધ્યા કરે ઊલટો. એકને મારે ત્યારે બીજો વધે, ને બીજાને મારે ત્યારે ત્રીજો વધે.

×
Share on
Copy