Related Questions

કામ-કાજની જગ્યા પર મને શા માટે ક્રોધ આવે છે?

ક્રોધ અને માયા એ તો રક્ષક છે. એ તો લોભ અને માનના રક્ષકો છે. લોભની ખરેખરી રક્ષક માયા અને માનનો ખરેખર રક્ષક ક્રોધ. છતાંય માનને માટે પાછી માયા થોડી ઘણી વપરાય, કપટ કરે. કપટ કરીને ય માન મેળવી લે, એવું કરતા હશે લોકો ?

અને ક્રોધ કરીને લોભ કરી લે. લોભિયો ક્રોધી હોય નહીં અને એ ક્રોધ કરે ત્યારે જાણવું કે આને કંઈ લોભમાં કંઈ અડચણ આવી છે, તે મૂઓ ક્રોધ કરે છે. બાકી, લોભિયા તો ઊલટો એને ગાળો ભાંડેને, તે કહે છે, આપણને રૂપિયો મળી ગયો, છોને બૂમાબૂમ કરતો કહેશે. લોભિયા એવા હોય, કારણ કે કપટ બધું રક્ષણ કરે જ ને ! કપટ એટલે માયા અને ક્રોધ એ રક્ષકો છે બધાં.

ક્રોધ તો પોતાના માનને હરકત આવે ત્યારે ક્રોધ કરી લે. પોતાનું માન ઘવાતું હોય.

ક્રોધ ભોળો છે. ભોળો પહેલો નાશ થાય છે. ક્રોધ એ તો દારૂગોળો છે ને દારૂગોળો હોય ત્યાં લશ્કર લડે જ. ક્રોધ ગયો એટલે લશ્કર લડે જ શું કામ ? પછી તો અલિયા-સલિયા બધા ભાગી જવાના. કોઈ ઊભો નહીં રહેવાનો.

×
Share on
Copy