Related Questions

હું મારી જાતને કેવીરીતે રજૂ કરી શકું?

આપણે પહેલાં આપણો મત ના મૂકવો. સામાને પૂછવું કે આ બાબતમાં તમારે શું કહેવું છે ? સામો એનું પકડી રાખે તો અમે અમારું છોડી દઈએ. આપણે તો એટલું જ જોવાનું કે કયે રસ્તે સામાને દુઃખ ના થાય. આપણો અભિપ્રાય સામા ઉપર બેસાડવો નહીં. સામાનો અભિપ્રાય આપણે લેવો. અમે તો બધાનો અભિપ્રાય લઈને 'જ્ઞાની' થયા છીએ. હું મારો અભિપ્રાય કોઈ પર બેસાડવા જઉં તો હું જ કાચો પડી જાઉં. આપણા અભિપ્રાયથી કોઈને દુઃખ ના હોવું જોઈએ.

તારા 'રિવોલ્યુશનો' અઢારસોના હોય ને સામાના છસોના હોય ને તું તારો અભિપ્રાય એના પર બેસાડે, તો સામાનું એન્જિન તૂટી જાય. એના બધાં ગીયર બદલવા પડે.

પ્રશ્નકર્તા : 'રિવોલ્યુશન' એટલે શું ?

દાદાશ્રી : આ વિચારની જે સ્પીડ છે, તે દરેકને જુદી જુદી હોય. કશું બન્યું હોય તો તે એક મિનિટમાં તો કેટલુંય દેખાડી દે, એના બધા પર્યાયો 'એટ એ ટાઈમ' દેખાડી દે. આ મોટા મોટા પ્રેસિડન્ટોને મિનિટના બારસો 'રિવોલ્યુશન' ફરતા હોય, તો અમારા પાંચ હજાર હોય, ભગવાન મહાવીરને લાખ 'રિવોલ્યુશન' ફરતા !

આ મતભેદ પડવાનું કારણ શું ? તમારી વાઈફને સો 'રિવોલ્યુશન' હોય ને તમારા પાંચસો 'રિવોલ્યુશન' હોય અને તમને વચ્ચે 'કાઉન્ટરપુલી' નાખતાં આવડે નહીં એટલે તણખાં ઝરે, ઝઘડા થાય. અરે ! કેટલીક વાર તો એન્જિન હઉ તૂટી જાય. 'રિવોલ્યુશન' સમજ્યા તમે ? તમે આ મજૂરને વાત કરો તો તમારી વાત એને પહોંચે નહીં.

×
Share on
Copy