Related Questions

શું અસંગતતા એ મતભેદનું કારણ છે?

પ્રશ્નકર્તા : કંકાસ ઊભાં થવાનું કારણ શું ? સ્વભાવ ના મળે તેથી ?

દાદાશ્રી : અજ્ઞાનતા છે તેથી. સંસાર એનું નામ કે કોઈ કોઈના સ્વભાવ મળે જ નહીં. આ 'જ્ઞાન' મળે તેનો એક જ રસ્તો છે, 'એડજસ્ટ એવરીવ્હેર'. કોઈ તને મારે તોય તારે તેને 'એડજસ્ટ' થઈ જવાનું.

અમે આ સરળ ને સીધો રસ્તો બતાડી દઈએ છીએ અને આ અથડામણ કંઈ રોજ રોજ થાય છે ? એ તો જ્યારે આપણાં કર્મના ઉદય હોય ત્યારે થાય તેટલાં પૂરતું આપણે 'એડજસ્ટ' થવાનું. ઘરમાં વાઈફ જોડે ઝઘડો થયો હોય તો, ઝઘડો થયા પછી વાઈફને હોટલમાં લઈ જઈને, જમાડીને ખુશ કરીએ. હવે તાંતો ના રહેવો જોઈએ.

×
Share on
Copy