www.dadabhagwan.in
                   


   ટી.વી કાયક્રમો

પ. પૂ. દાદાશ્રીનો દેહવિલય 1988માં સંપૂર્ણ આત્મસમાધિમય થયેલો ત્યારબાદ તેમનું જગત કલ્યાણનું મિશન તેમના અંતેવાસી ડૉ. નીરુબહેન અમીને પૂરજોશમાં ઉપાડી લીધું. ગામેગામ, દેશ-વિદેશ બધે ફરી લાખો લોકોને જ્ઞાનવિધિ કરાવીને, આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવી નિરંતર આત્મસુખમાં રાચતા કરી દીધા હતા. પૂ. નીરુમાનો કાળક્રમે દેહવિલય સંપૂર્ણ આત્મસમાધિમાં તા. 19 માર્ચ 2006 ના રોજ થયો. ત્યાર બાદ દાદા ભગવાનનું જગત કલ્યાણનું મિશન પૂ. દિપકભાઇ દેસાઇ દ્વારા અવિરતપણે ચાલું જ છે.
ટી.વી પર પ્રસારિત થતા પૂ. નીરુમા તથા પૂ. દિપકભાઇના સત્સંગ કાર્યક્રમથી લાખો લોકોને શાંતિ થઇ અને ઝઘડાં-અણબનાવો બંધ થઇ ગયાં હતાં. પ.પૂ. દાદા ભગવાનની અસીમ કૃપાથી જગત કલ્યાણનું મિશન અખંડ ચાલ્યા જ કરશે અને તેમના આશીર્વાદથી અનેકગણું વધુ ચાલ્યા કરશે.

પૂ. નીરૂમાના ટી.વી કાર્યક્રમો
પૂ. દીપકભાઇના ટી.વી કાર્યક્રમો
google
Web www.dadabhagwan.in
show bar