More

સીમંધર સ્વામી કોણ છે?

મહાવિદેહ ક્ષેત્ર તરીકે ઓળખાતી બીજી દુનિયામાં શ્રી સીમંધર સ્વામી હાલમાં જીવતા તીર્થંકર છે. તેમનું મહત્વ એ છે કે તેમને ભજવાથી અને તેમની પ્રત્યે પૂજ્યભાવ અને આધીનતા રાખવાથી, તેઓ પરમ શાંતિ અને મોક્ષ મેળવવાના માર્ગે આપણને માર્ગદર્શન કરી શકે.

simandharswami

સીમંધર સ્વામી ક્યાં છે?

મહાવિદેહ ક્ષેત્રના કુલ ૩૨ વિભાગોમાંથી આઠમા વિભાગ પુષ્પક્લાવતીની રાજધાની પુંડરીકગીરીમાં સીમંધર સ્વામી છે. આપણી પૃથ્વીથી ઈશાન દિશામાં લાખો માઈલ દૂર મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે.

Lord Simandhar Swami

"Lord Simandhar Swami, is a fully Enlightened Pure Soul, who has such great power that one can get full Enlightenment just by looking at Him and thereafter go to moksha in the same life."

મને સીમંધર સ્વામી વિશે કહો....

સત્તરમા તીર્થંકર શ્રી કુંથુનાથ અને અઢારમા તીર્થંકર શ્રી અરનાથની વચ્ચેના સમયગાળા દરમ્યાન ભગવાન સીમંધર સ્વામીનો જન્મ થયો હતો. ભગવાન સીમંધર સ્વામીના પિતા શ્રી શ્રેયાંસ પુંડરીકગીરીના રાજા હતા. તેમની માતાનું નામ સાત્યકી હતું.

યથાસમયે મહારાણી સત્યકીએ અદ્વિતીય રૂપ-લાવણ્યવાળા, સર્વાંગ સુંદર, સુવર્ણ કાંતિવાળા પુત્રને જન્મ આપ્યો. બાળ જિનેશ્વર ત્રણ જ્ઞાન કે જે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અવધિજ્ઞાન સાથે જ જન્મ્યા હતા.

અત્યારે તેમના શરીરની ઊંચાઈ ૩૦૦૦ ફૂટ છે. રાજકુમારી રૂકમણી ભગવાનને પરણનાર ભાગ્યવાન સ્ત્રી બન્યા. જયારે ભગવાન રામના પિતા દશરથ રાજાનું રાજ્ય આપણી પૃથ્વી પર હતું ત્યારે ભગવાન સીમંધરે દીક્ષા લીધી. વીસમા તીર્થંકર મુનિસુવ્રત સ્વામી અને એકવીસમા તીર્થંકર શ્રી નેમિનાથની વચ્ચેનો એ કાળ હતો. દીક્ષા વખતે તેમને ચોથું મન:પર્યવ જ્ઞાન પ્રાપ્ત થયું. હજારો વર્ષ તેઓ સાધુ રહ્યા, તે દરમ્યાન તેમણે જ્ઞાનને આવરણ કરનારા કર્મોનો ક્ષય કર્યો, ભગવાન સર્વજ્ઞ બન્યા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.

જગત કલ્યાણના કામને માટે ભગવાનના ચરણોમાં સમર્પિત એવા ચોર્યાસી ગણધર, દશ લાખ કેવળીઓ, ૧૦૦ કરોડ સાધુઓ, ૧૦૦ કરોડ સાધ્વીઓ, નવસો કરોડ શ્રાવક, નવસો કરોડ શ્રાવિકાઓ, છે. તેમના શાસન રક્ષક દેવ દેવી શ્રી ચાન્દ્રાયણ યક્ષદેવ અને પાંચાન્ગુલી યક્ષિણીદેવી છે.

simandharswami

મહાવિદેહ ક્ષેત્રમાં ભગવાન સીમંધર સ્વામી અને બીજા ઓગણીસ તીર્થંકરો તેમનું ચોર્યાસી લાખ વર્ષનું આયુષ્ય પૂરું કરી નિર્વાણ પામશે. તે વખતે આપણી પૃથ્વી પર આવતી ચોવીસીના આઠમા તીર્થંકર શ્રી ઉદયસ્વામી નું નિર્વાણ થયું હશે અને નવમા તીર્થંકર શ્રી પેઢાડસ્વામી વિહરમાન હશે.

સીમંધર સ્વામી મને કઈ રીતે મદદરૂપ થશે?

simandharswami

'તીર્થંકર' એટલે 'પૂનમ નો ચંદ્રમા' ( કેવળજ્ઞાની ). તીર્થંકર શ્રી સીમંધર સ્વામી મહાવિદેહ ક્ષેત્રમાં છે. આપણી દુનિયા (ભરત ક્ષેત્ર)માં છેલ્લા પચ્ચીસો વર્ષથી તીર્થંકરો જન્મવાના બંધ થયા છે. હાલના બધા તીર્થંકરોમાં, સીમંધર સ્વામી આપણી દુનિયાથી સૌથી નજીક છે અને આપણી દુનિયાના લોકોના ઉદ્ધાર માટે ઉપકારી છે.

સીમંધર સ્વામીનું આયુષ્ય અત્યારે એકલાખ પંચોતેર હજાર વર્ષનું છે અને તેઓ હજી બીજા એકલાખ પચ્ચીસ હજાર વર્ષ જીવનાર છે. માટે તેમની ભક્તિ કરવાથી આપણો આવતો જન્મ ત્યાં થાય અને સીમંધર સ્વામીના દર્શન કરવાથી આપણો મોક્ષ થઇ શકે.

વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી વિશે વધુ વાંચો

×
Share on