Related Questions

શું તમે આત્મજ્ઞાન વિશે જાણવા માંગો છો?

જ્ઞાનવિધિ એ શું છે? આત્મજ્ઞાન એ શું છે?

જ્યારે ‘હું કોણ છું?’ એ પ્રશ્નના જવાબનો મળશે ત્યારે તમને આત્મજ્ઞાનનો અનુભવ થશે. ત્યારે તમને અનુભવ થશે કે તમે શુદ્ધાત્મા છો અને દેહથી જુદા છો.

આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? તમે પોતે કોણ છો તે કેવી રીતે જાણવું?

જ્ઞાનીપુરુષની કૃપાથી બે કલાકમાં આત્મજ્ઞાન પ્રાપ્તિનો વૈજ્ઞાનિક પ્રયોગ કે જેને જ્ઞાનવિધિ કહે છે તેનાથી સરળતાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે એમ છે.

જ્ઞાનવિધિમાં શું થાય છે?

આ બે કલાકની જ્ઞાનવિધિ દરમ્યાન :

  • તમારા પાપકર્મો જ્ઞાનાગ્નિથી ભસ્મીભૂત થઈ જાય છે
  • આત્મા અને દેહ જુદા થઈ જાય છે.
  • તમે ભગવાનની કૃપા પ્રાપ્ત કરો છો.

વ્યક્તિની આત્મજાગૃતિ ઉત્પન્ન થાય છે. એકવાર આત્મજાગૃતિ પ્રાપ્ત થયા પછી, તે ક્યારેય જતી નથી. જયારે “હું આ દેહ તરીકે છું”, એવો અનુભવ તમને જતો રહેશે ત્યારે તમારા નવા કર્મો બાંધવાના બંધ થઈ જાય છે. તમે ‘હું કોણ છું?’ વિશેનું જ્ઞાન અને જાગૃતિની સાથે સાથે ‘કરે છે કોણ?’ (કર્તા કોણ) તેનો પણ અનુભવ કરશો.

ત્યારબાદ, રોજબરોજના વ્યવહારિક ઉદાહરણ દ્વારા તમને જીવન કેવી રીતે જીવવું, તે સમજાવવામાં આવશે કે જેથી નવાં કર્મો ચાર્જ ના થાય. પછી તમે જાણશો કે તમારા પૂર્વના જુના કર્મોને કેવી રીતે સરળતાથી પુરા કરી શકાય અને શુદ્ધાત્માની જાગૃતિ નિરંતર રહેશે.

જ્ઞાનવિધિ માટે શું તૈયારી કરવી જોઈએ?

કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વિના અને ખુલ્લા હૃદય સાથે આવવું જોઈએ. એવી માનસિકતા રાખવી કે, ‘જે કંઈ પણ આધ્યાત્મિક જ્ઞાન મને આપવામાં આવી રહ્યું છે, હું તેને હૃદયથી સ્વીકારવા માંગુ છું અને તેને આત્મસાત કરી અને પછી જે કંઈ પણ સૂચનાઓ આપવામાં આવે; તેને આ આધ્યાત્મિક પથ પર પ્રગતિ કાજે હું ધીમે ધીમે અને નિરંતર અનુસરવા માંગુ છું.’ કોઈપણ ધાર્મિક ક્રિયા, ધ્યાન કે આધ્યાત્મિક ક્રિયાકાંડ કરવાની કે કોઈપણ પ્રકારનો ત્યાગ કરવાની જરૂર નથી.

જ્ઞાનવિધિમાં ભાગ લેવા માટેની કોઈ કિંમત છે?

જ્ઞાનવિધિ અને બધા જ સત્સંગ સંપૂર્ણપણે નિઃશુલ્ક અને કોઈપણ પ્રકારના ગુપ્ત ખર્ચ (કિંમત) વિના છે.

જ્ઞાનવિધિમાં કોણ ભાગ લઈ શકે છે?

જ્ઞાનવિધિ એક વૈજ્ઞાનિક પ્રયોગ છે અને તેનો લાભ અઢાર વર્ષથી ઉપરના વયની કોઈપણ વ્યક્તિ લઈ શકે છે. અહીં પોતાના ધર્મ કે ગુરુને બદલવાની કોઈ જ જરુર નથી; જ્ઞાનીપુરુષનો સત્સંગ કોઈપણ જ્ઞાન ધર્મ, જાતિ, શૈક્ષણિક, વૈવાહિક અને સમાજિક હોદ્દાઓથી પર અને દરેકને માટે સમાન છે.

આત્માનુભવ કોણ આપી શકે અને કહી શકે કે આધ્યાત્મિક જાગૃતિ શું છે?

સ્વયં પ્રયત્નો કરવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થઇ શકતું નથી. જેવી રીતે તમારી તબિયત ખરાબ હોય ત્યારે તમે ડોકટર પાસે દવા લેવા જાવ છો, તેવી રીતે તમને તમારા સાચા સ્વરૂપ (ખરા આત્મા) ને અનુભવવા માટે, તમને પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષ જોઈશે. માત્ર પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષ કૃપાથી જ તમને તમારા સાચા સ્વરૂપની પ્રાપ્તિ થશે.

પરમ પૂજ્ય દાદા ભગવાન એવા જ એક જ્ઞાનીપુરુષ હતા, કે જેમની મહીં આત્મજ્ઞાનનું પ્રાગટ્ય કુદરતી રીતે જ થયું હતું. પરમ પૂજ્ય દાદાશ્રીનાં આશીર્વાદ થકી પૂજ્યશ્રી દીપકભાઈ આજે એ જ આત્મજ્ઞાન વિધિ દેશ-વિદેશોમાં વસતા મુમુક્ષુઓને કરાવી રહ્યા છે, જેથી તેઓ સંસારમાંથી મુકિત મેળવીને મુકિત (મોક્ષ)ના પંથે પ્રગતિ સાધે.

હું જ્ઞાનવિધિ ક્યાં અને ક્યારે પ્રાપ્ત કરી શકું ?

તમારા નજીકના સ્થળે, હવે પછીની જ્ઞાનવિધિની વિગતવાર માહિતી મેળવી શકશો અહીંથી.

અનુભવોને વાંચો અને જુઓ.

અસંખ્ય લોકોએ જ્ઞાનવિધિમાં ભાગ લીધા પછી તેમના જીવનમાં શાંતિનો અનુભવ કર્યો છે. તમે એમના અનુભવો અહીં વાંચી અને જોઈ શકશો.

×
Share on