Related Questions

કર્મ ક્યારે ના બંધાય?

પ્રશ્નકર્તા : કર્મ થતાં ક્યારે અટકે ?

karma

દાદાશ્રી : 'હું શુદ્ધાત્મા છું' એનો અનુભવ હોવો જોઈએ. એટલે તું શુદ્ધાત્મા થઉં ત્યાર પછી કર્મબંધ અટકશે, કર્મની નિર્જરા થયા કરે અને કર્મ થતાં અટકે !

એટલે કર્મ ના બંધાય, તેનો રસ્તો શું ? સ્વભાવ ભાવમાં આવવું તે. 'જ્ઞાની પુરુષ' પોતાના સ્વરૂપનું ભાન કરાવડાવે, પછી કર્મ ના બંધાય. પછી નવાં કર્મો ચાર્જ ના થાય. જૂનાં કર્મો ડિસ્ચાર્જ થયા કરે ને બધાં જ કર્મો પૂરાં થઈ જાય એટલે અંતે મોક્ષ થાય !

આ કર્મની વાત તમને સમજણ પડી આમાં ! જો કર્તા થાય તો કર્મ બંધાય. હવે કર્તાપણું છૂટી જાય, એટલે પછી કર્મ બાંધે નહી.એટલે તમે આજે કર્મ બાંધો છો, પણ જ્યારે હું તમને કર્તાપણું છોડાવી દઈશ એટલે તમને કર્મ બંધાશે નહીં અને જૂનાં છે તે ભોગવી લેવાનાં. જૂનો હિસાબ એટલે ચૂકતે થઈ જાય અને 'કૉઝ' ઊભાં નહીં થાય. 'ઈફેક્ટ' એકલી રહેશે અને પછી ઈફેક્ટ પણ પૂરેપૂરી ભોગવાઈ જાય કે સંપૂર્ણ મોક્ષ થઈ ગયો! 

×
Share on