Related Questions

સારા અને ખરાબ કર્મો માત્ર મનુષ્ય જીવનમાંજ.

પ્રશ્નકર્તા : મનુષ્યભવમાં જ કર્મ બંધાય. સારાં કર્મો પણ અહીંયાં જ બંધાય ને ?

દાદાશ્રી : સારા કર્મો પણ અહીં જ બંધાય ને ખોટાંય અહીં બંધાય.

આ મનુષ્યો કર્મ બાંધે છે. તેમાં જો લોકોને નુકસાન કરનારાં, લોકોને દુઃખ દેનારાં કર્મ હોય તો છે તે જનાવરમાં જાય ને નર્કગતિમાં જાય. લોકોને સુખ આપનારાં કર્મ હોય તો માણસમાં આવે ને દેવગતિમાં જાય. એટલે જેવાં કર્મ એ કરે છે તેના ઉપરથી ગતિ થાય છે. હવે ગતિ થઈ એટલે પછી ભોગવીને પછી પાછું અહીં આવવાનું.

karma

કર્મ બાંધવાનો અધિકાર મનુષ્યોને જ છે, બીજા કોઈને નથી, અને જેને બાંધવાનો અધિકાર છે તેને ચારેય ગતિમાં રખડવું પડે છે. અને જો કર્મ ના કરે, બિલકુલેય કર્મ જ ના કરે તો મોક્ષે જાય. મનુષ્યમાંથી મોક્ષે જવાય. બીજી કોઈ જગ્યાએથી મોક્ષે ના જવાય. કર્મ ના કરે એવું તમે જોયેલું ?

પ્રશ્નકર્તા : ના, એવું નથી જોયું.

દાદાશ્રી : તમે જોયેલા કર્મ ના કરે એવા ? એમણે જોયેલા છે ને તમે નથી જોયા ?!

આ જાનવરો-બાનવરો બધા છે તે ખાય છે, પીએ છે, મારંમારા કરે છે, લઢમ્લઢા કરે છેતો ય કર્મ બંધાય નહીં એમને. એવું માણસને કર્મ ના બંધાય એવી સ્થિતિ છે. પણ 'પોતે' કર્મનો કર્તા ના થાય તો ને કર્મ ભોગવે એટલું જ ! એટલે અહીં અમારે ત્યાં આવે અને 'સેલ્ફ રિયલાઈઝ'નું જ્ઞાન પ્રાપ્ત થાય તો કર્મનું કર્તાપણું છૂટી જાય, કરવાપણું છૂટી જાય, ભોગવવાનું રહે પછી. અહંકાર હોય ત્યાં સુધી કર્મનો કર્તા. 

×
Share on