ધ્યાન કોને કહેવાય?
જે જ્ઞાન છે એના આધારે ધ્યાન ઉત્પન્ન થઇ જ જાય છે. ધ્યાન માટે ધ્યેય નક્કી કરો. પૂજ્ય દીપકભાઈ ધ્યાન વિશેની વધુ સમજણ આ વીડિયોમાં સમજાવે છે.
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો20 મે |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોકોઈ પણ પ્રકારની મનને કેન્દ્રિત કરવાની (માનસિક એકાગ્રતાની) ક્રિયા એ મનોયોગ (ધ્યાન) કહેવાય છે; પરંતુ જો તે કોઈ પણ ધ્યેય વગર કરવામાં આવે તો તેનો કશો ફાયદો થતો નથી. જયારે તમે રેલ્વે સ્ટેશન પર જાવ છો, ત્યારે તમારે ક્યાં જવું છે તે ટીકીટ માસ્ટરને નથી કહેવું પડતું? શું તમારે ક્યા સ્ટેશન પર ઉતરવું છે તે નથી કહેવું પડતું? લોકો એક જ વાત કરે છે કે, “ધ્યાન કરો, ધ્યાન કરો.” પરંતુ અમને એટલું તો કહો, કે અમારે શેના પર ધ્યાન કરવાનું છે! આવા રીલેટીવ ધ્યાનનો શું હેતુ અને ફાયદો છે? સાસુ જ્યારે એમ કહે કે, “તું અક્ક્લ વગરની છે” અથવા તો કોઈ નુકશાન થાય છે ત્યારે જે કંઈ શાંતિ અને સુખનો અનુભવ રીલેટીવ ધ્યાનથી થયો હોય છે, તે જ ક્ષણે તે તૂટી જાય છે. પછી બધો અજંપો અને અંતરદાહ (કઢાપો) ચાલુ થઈ જાય છે. આ રીલેટીવ ધ્યાનથી તમારું કામ નહીં થાય, તે તમને શાશ્વત (કાયમી) શાંતિ નહીં આપી શકે.
આ રીલેટીવ ધ્યાન વિનાશી (ટેમ્પરરી) છે અને તે એકાગ્રતા વધારવામાં મદદ કરે છે પણ બીજુ રીયલ ધ્યાન છે, જે માત્ર જ્ઞાની પુરુષ પાસેથી જ પ્રાપ્ત થઈ શકે. આ રીયલ ધ્યાન તમને કાયમી શાંતિ આપશે. રીયલ ધ્યાન પર વધુ જાણવા માટે વાંચો…
subscribe your email for our latest news and events