Related Questions

પ્રતિક્રમણ કેવી રીતે કરવું?

પ્રશ્નકર્તા : શુદ્ધાત્માનું લક્ષ બેઠા પછી નિરંતર પ્રતિક્રમણ ચાલુ જ હોય છે.

દાદાશ્રી : એટલે તમારી જવાબદારી રહે નહીં. જે બોલો તેનું પ્રતિક્રમણ થાય એટલે જવાબદારી ના રહે ને ! કડક બોલવાનું પણ રાગ-દ્વેષ રહિત બોલવાનું. કડક બોલાઈ જાય તો તરત પ્રતિક્રમણ વિધિ કરી લેવાની.

મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ, ચંદુલાલ તથા ચંદુલાલના નામની સર્વ માયાથી નોખા એવા 'શુદ્ધાત્મા'ને સંભારીને કહેવું કે, 'હે શુદ્ધાત્મા ભગવાન, મારાથી ઊંચે સાદે બોલાયું તે ભૂલ થઈ. માટે તેની માફી માગું છું. અને તે ભૂલ હવે ફરી નહીં કરું એ નિશ્ચય કરું છું. તે ભૂલ નહીં કરવાની શક્તિ આપો.' 'શુદ્ધાત્મા'ને સંભાર્યા અથવા 'દાદા'ને સંભાર્યા ને કહ્યું કે 'આ ભૂલ થઈ ગઈ' એટલે એ આલોચના ને એ ભૂલને ધોઈ નાખવી એ પ્રતિક્રમણ અને એ ભૂલ ફરી નહીં કરું એવો નિશ્ચય કરવો એ પ્રત્યાખ્યાન છે. 

×
Share on