અહિંસા અને આધ્યાત્મિક જાગૃતિ

અહિંસા એટલે મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિંત્‍માત્ર દુઃખ ના થાય એ જાણપણામાં રહેવું જોઈએ, જ્યારે આ સિદ્ધાંત તમારી શ્રદ્ધા અને જાગૃતિમાં દૃઢ રહેશે ત્યારે આધ્યાત્મિક ઉન્નતિ થશે.

સ્થૂળ જીવોથી શરૂ કરી સૂક્ષ્માતીસૂક્ષ્મ જીવોની હિંસા, જેમ કે વાયુકાય- તેઉકાય વગેરેથી માંડીને ઠેઠ ભાવહિંસા, ભાવમરણ સુધીની સાચી સમજ જો આપણને ના હોય તો તે ખરેખર અહિંસામાં પરિણમતી નથી  અને  માત્ર ક્રિયામાં જ અહિંસા રહે છે.

વધારે જાણો જ્ઞાની પુરુષ થકી પ્રકાશમાન થયેલું સ્થૂળહિંસા-અહિંસાથી માંડીને સૂક્ષ્મતમ હિંસા-અહિંસા વિશેનું સચોટ દર્શન.

પ્રસ્તુત વાંચન નિઃશંકપણે મોક્ષમાર્ગના ચાહકોને અહિંસા માટે અતિ અતિ સરળ ગાઈડ સ્વરૂપે ઉપયોગી નિવડશે.

 

 

હિંસા સામે જાગૃતિ

આપણું બ્રહ્માંડ એકેન્દ્રિય જીવ થી પંચેન્દ્રિય જીવ નું બનેલું છે. જાણતા કે અજાણતા આપણાથી કેટલાક જીવોની હિંસા થઇ જતી હોય છે. ભાવમાં રાખવાનું કે આપણા નિમિત્તે કોઈપણ જીવની હિંસા ના થવી જોઈએ અને થાય તો એના પ્રતિક્રમણ કરવા જોઈએ.

play
previous
next

Top Questions & Answers

  1. Q. ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ કેવી રીતે કરવી?

    A. પ્રશ્નકર્તા : 'અહિંસાના માર્ગે ધાર્મિક, આધ્યાત્મિક ઉન્નતિ' એ વિષય પર સમજૂતી આપશો. દાદાશ્રી :... Read More

  2. Q. અહિંસાનું પાલન કેવી રીતે કરવું?

    A. પ્રશ્નકર્તા : એ અહિંસા પાળવાનો ઉપાય બતાવો. દાદાશ્રી : એક તો, જે જીવ આપણાથી ત્રાસ પામે તેને દુઃખ... Read More

  3. Q. જીવોને અભયદાનનું આટલું બધું મહત્વ કેમ આપ્યું છે?

    A. પ્રશ્નકર્તા : તો જૈનધર્મમાં અભયદાનને આટલું બધું મહત્વ કેમ આપ્યું ? દાદાશ્રી : અભયદાનને તો બધા... Read More

  4. Q. અહિંસક કેવી રીતે બનવું?

    A. આપણે મનમાં હિંસકભાવ નહીં રાખવો. 'મારે કોઈની હિંસા કરવી નથી' એવો ભાવ જ સજ્જડ રાખવો અને સવારના... Read More

  5. Q. શું ઈંડા વેજીટેરિયન છે?

    A. પ્રશ્નકર્તા : કેટલાંક લોકો તો એવી દલીલ કરે છે કે ઈંડાં બે પ્રકારનાં હોય છે, એક જીવવાળા અને બીજાં... Read More

  6. Q. દૂધ વેજીટેરિયન છે કે નોન વેજીટેરિયન?

    A. પ્રશ્નકર્તા : જેવી રીતે વેજીટેરિયન ઈંડું ખવાય નહીં, એવી રીતે ગાયનું દૂધ પણ ના ખવાય. દાદાશ્રી :... Read More

  7. Q. શું માંસાહાર આધ્યાત્મિક જાગૃતિ ને અસર કરે છે?

    A. પ્રશ્નકર્તા : એટલે અન્નની અસર મન પર પડે છે, એ પણ નિશ્ચિત છે ? દાદાશ્રી : બધું આ ખોરાકની જ અસર છે.... Read More

  8. Q. ભાવ હિંસા એટલે શું?

    A. જ્યાં ક્રોધ-માન-માયા-લોભ છે એ આત્મહિંસા છે અને પેલી જીવડાંની હિંસા છે. ભાવહિંસાનો અર્થ શો ? તારી... Read More

  9. Q. ભાવ હિંસા કેવી રીતે અટકાવવી? ભાવ મરણ નો અર્થ શું છે?

    A. આખા જગતનાં લોકોને રૌદ્રધ્યાન ને આર્તધ્યાન તો એની મેળે થયા જ કરે. એના માટે કશું કરવાનું જ નહીં. એટલે... Read More

  10. Q. શું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કોઈ અહિંસક બની શકે?

    A. દાદાશ્રી : હવે આ રોડ ઉપર ચંદ્રમાનું અજવાળું હોય તો પેલી આગળની લાઈટ ના હોય, તો ગાડી ચલાવે કે ના... Read More

Spiritual Quotes

  1. અહિંસા એટલે મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એ જાણપણામાં રહેવું જોઈએ
  2. હિંસાની સામે અહિંસા રાખો. સામો માણસ અહિંસાનું હથિયાર વાપરે તો આપણે અહિંસાનું હથિયાર વાપરો, તો સુખ આવશે. નહીં તો અહિંસાથી અહિંસા કોઈ દહાડો બંધ થવાની નથી. અહિંસાથી અહિંસા બંધ થશે.
  3. આમ તો લોકો ભગવાનનું નામ દે છે અને જેમાં ભગવાન રહ્યાં છે એને માર માર કરે છે.
  4. કોઈને માનસિક દુઃખ આપવું, કોઈને છેતરવું, વિશ્વાસઘાત કરવો, ચોરી કરવી એ બધું રૌદ્રધ્યાનમાં જાય છે ને રૌદ્રધ્યાનનું ફળ નર્કગતિ છે.
  5. અહિંસા એટલે કોઈના માટે ખરાબ વિચાર પણ ના આવે. એનું નામ અહિંસા કહેવાય. દુશ્મનને માટે પણ ખરાબ વિચાર ના આવે. દુશ્મનને માટે પણ કેમ એનું કલ્યાણ થાય એવો વિચાર આવે.
  6. એટલે ભગવાને તો શું કહ્યું હતું કે પહેલું, પોતાના કષાય ન થાય એવું કરજે. કારણ કે આ કષાય એ મોટામાં મોટી અહિંસા છે. એ આત્મિંહસા કહેવાય છે, ભાવિંહસા કહેવાય છે
  7. મનુષ્યો જોડે કષાયો કરવા એના જેવી મોટામાં મોટી હિંસા આ જગતમાં કોઈ નથી. એવો એક ખોળી લાવો કે જે ના કરતો હોય, ઘરમાં કષાય ના કરે, હિંસાઓ ના કરે એવો. આખો દહાડો કષાયો કરવા ને પછી અમે અહિંસક છીએ એમ કહેવડાવવું એ ભયંકર ગુનો છે..
  8. માટે કોઈએ નક્કી કર્યું હોય કે 'મારે નથી જ મારવા', તો એને ભાગે કોઈ મરવા નહીં આવે.
  9. અભયદાન તો મોટામાં મોટું દાન છે.
  10. હિંસાના યથાર્થ સ્વરૂપનું દર્શન તો જે હિંસાને સંપૂર્ણ ઓળંગીને સંપૂર્ણ અહિંસક પદમાં બેઠા છે તે જ કરી-કરાવી શકે ! 'પોતે' 'આત્મસ્વરૂપ'માં સ્થિત થાય ત્યારે એ એક જ એવું સ્થાન છે, જ્યાં સંપૂર્ણ અહિંસા વર્તાય ! અને ત્યાં તો તીર્થંકરો અને જ્ઞાનીઓની જ વર્તના !!!

Related Books

×
Share on