Related Questions

દુર્ગા દેવી અને અંબે માતા કોણ છે?

દેવી અંબીકા, જે દુર્ગા માં કે અંબા માતા તરીકે પણ ઓળખાય છે, તેઓને હિન્‍દુસ્તાનના ઘણા ધર્મોએ તેમને સ્વીકાર્યા છે અને તેમની ભક્તિ-આરાધના કરે છે. પશ્ચિમ બંગાળમાં, અંબા માતા દુર્ગા મા તરીકે ઓળખાય છે. તે અંબા મા, બહુચર મા, કાલિકા મા, ભદ્રકાળી મા, મા ભવાની વગેરે ઘણા નામે ઓળખાય છે.

દેવી અંબિકા સહજ પ્રાકૃતિક શક્તિ સૂચવે છે!

દેવી અંબિકા એ આધ્ય શક્તિ છે એટલે કે ઊર્જાનો મૂળ સ્ત્રોત. તેમની પાસે સંસારના વિઘ્નોને દૂર કરવા માટે દૈવી શક્તિ છે અને તે તમારી પ્રકૃતિને ખૂબ શક્તિઓ આપે છે, જેથી તમે સહજ બની શકો.

દેવી અંબિકા તમારી પ્રકૃતિને સહજ બનાવે છે. જ્યારે તમે સહજ સ્થિતિમાં રહીને વર્તન કરો છો, ત્યારે તે તમારી સહજ પ્રકૃતિ સૂચવે છે.

આપણે અંબે માને કઈ રીતે પ્રસન્ન કરી શકીએ?

અંબે મા ત્યારે જ પ્રસન્ન થાય છે જ્યારે આપણે તેમના કાયદાઓ પાળવાના યથાર્થ પ્રયત્નો કરીએ!

શું તમે જાણો છો કે જ્ઞાની પુરૂષ હંમેશા દેવ દેવીઓના કાયદામાં જ રહેતા હોય છે?

જ્ઞાની ક્યારેય તેઓના કોઇ કાયદાને તોડતા નથી, અને તે હંમેશા તેઓને આદર આપે છે, કોઇ પણ મહત્વનું કાર્ય કરતા પહેલા તેમનો અભિપ્રાય લે છે. એટલા માટે ત્રણેય દેવીઓ – દેવી અંબિકા, દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીજી હંમેશા જ્ઞાની પ્રસન્ન રહે છે, હંમેશા તેમની આસ પાસ રહીને તેમનું રક્ષણ કરે છે. બધા દેવ દેવીઓની જ્ઞાની ઉપર હંમેશા કૃપા રહે છે, અને તેઓ હંમેશા તેની સાથે રહે છે, જગતના કલ્યાણના કાર્યમાં અત્યંત સહાય કરે છે!

જો તમે તેઓના કાયદાઓ પાળવાનું નક્કી કરો, તો માતાજી તમારા ઉપર પણ પ્રસન્ન રહેશે.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી ?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિ પૂજાનું મહત્વ શું છે?
  14. ભગવાનના ગુણધર્મો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
  17. દુર્ગા દેવી અને અંબે માતા કોણ છે?
  18. મા સરસ્વતી શું સૂચવે છે?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on