Related Questions

મન કેવી રીતે કાર્ય કરે છે?

વર્તે મન જ્યમ રડાર...

radar and mind

મન એનો ધર્મ બજાવ્યા કરે છે. મન કેવું છે? રડારની પેઠે કામ કરી રહ્યું છે. આ પ્લેનમાં જેમ રડાર હોય છે ને, તે રડારમાંથી દેખાય કે આ બાજુથી ત્રણ એરોપ્લેન લડવા માટે આવી રહ્યાં છે. તે ઘડીએ એ જોનારો ભડકે નહીં. તે ભડકવા માટે રડારમાં નથી દેખાતું. તે વખતે જોનારો દિશા બદલી નાખે કે આ દિશામાંથી આવે છે, માટે આપણે આ બીજી દિશામાં ચાલો. એવો સદુપયોગ કરવાનો છે. આ રડાર જેવો સ્વભાવ છે એનો. તે જે એને નજદીકમાં ભય દેખાય, તો બૂમાબૂમ કરી મેલે. જેમ રડાર ભડકાવેને પેલાને, એવું અહીં મન ભડકાવે. એ કહેશે, 'એય પાછળ પ્લેન આવ્યા, એય પ્લેન આવે છે બધાં.' આપણે કહીએ, 'હા, અમે વાળીએ છીએ. સમજી ગયો.' એટલે કેટલીક ફેર રડારની પેઠે હેલ્પ કરે છે.

આ તો ખાલી મહીં મન છે ને, તે ટિમિડતાવાળું હોય. અમથું જ બૂમાબૂમ કરી મેલે કે 'એ આવ્યા, એ આવ્યા.' ત્યારે કહીએ, 'ભઈ, આવવા દેને, અમે આ બાજુ જઈએ છીએ. તું શું કરવા બૂમાબૂમ કરે છે.' પછી પાછું સત્સંગની વાત કાઢે. પછી એ વાતને પકડી રાખે એવું કશું નથી. આપણે વાંકા છીએ. આપણે ભડકી જઈએ છીએ ને, પછી પેલું મન ખસતું નથી. એને સમજાવીએ એટલે પછી ભડકે નહીં.

પ્રશ્નકર્તા: આજે કોઈ પણ ભગવાન રડારની વાત નથી કરતા.

દાદાશ્રી: હા, તે જ કહું છું ને!

પ્રશ્નકર્તા: 'રડાર' આ જે શબ્દ આપના મોઢે નીકળ્યો તે બરાબર જ છે.

દાદાશ્રી: એવું છે ને, કે આપણને રડાર નિશાન બતાવે કે આવ્યા પાછળ. અને આપણે જોઈએ ત્યારે એ પેલી બાજુ ફરી ગયા હોય. અને એ નિશાન બતાવે છે એ ખોટું નથી. એ આપણે મહીં નોંધ કરી તમારી અને આપણે ચાલીએ આગળ....

કોઈક જગ્યાએ એક્સિડન્ટ થયેલાં હોય, એવી જગ્યાએથી જવાનું થયું તો ત્યાં મન આપણને કહેશે કે 'એક્સિડન્ટ થશે તો?' તો આપણે જાણવું કે અત્યારે મન-રડાર આવું બતાડે છે. એટલે 'હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' એમ આપણે શુદ્ધાત્મામાં પેસી જવું અંદર. પછી એવી જગ્યા જતી રહે ત્યારે પછી આપણે બહાર નીકળવું. અગર તો બહાર ભય જેવું હોય તો આપણે શુદ્ધાત્માની ગુફામાં પેસી જવું. અને તે વખતે એક્સિડન્ટ થઈ ગયો તો આપણે શુદ્ધાત્મામાં રહ્યા એટલે બીજું નુકસાન જ નહીં ને! અને મન બીજું કશું કરતું નથી, દેખાડે જ છે, એમાં આપણને શું નુકસાન? આ જગતના લોકોને શું થાય? એક્સિડન્ટ થશે કહ્યું તે સાથે પોતે તન્મયાકાર. તે એ જ પોતે એક્સિડન્ટ જેવો થઈ જાય. આપણે આત્મા જુદો પાડ્યો એટલે તન્મયાકાર ના થાય. આપણે એનાં જ્ઞાતા-દ્ષ્ટા જ છીએ. પણ રડાર જો કહે તો આપણે શુદ્ધાત્માની ગુફામાં પેસી જવું.

પ્રશ્નકર્તા: આ મન જ્યારે કહે છે, ત્યારે પર્યાય એનાં કંઈક હોય તો જ કહે ને?

દાદાશ્રી: તમને ચેતવણી આપે છે અને જેવી લાગે એવી દેખાડે છે તમને, એમાં એનો ગુનો શો બિચારાનો? એને એવા સંજોગો લાગે ને, તેથી આપણને ચેતવે છે. નહીં તો બોલે નહીં પણ સંજોગો બધા જેવા દેખાય છે તેવા નથી હોતા. પણ એને તો પોતાને જેવું દેખાય છે તેવું કહી દે. એ એની ફરજ છે. મન ડ્યુટી બાઉન્ડ (ફરજથી બંધાયેલું) છે. એટલે રડાર તો જોઈએ જ ને! ત્યારે લોકોને આ રડાર કાઢી નાખવું છે. અલ્યા, માઈન્ડ વગર તો કેમ ચાલે? માઈન્ડ તો જોઈએ જ. એ ભય સૂચવે અગર તો આનંદની જગ્યા હોય તો ત્યાંય એ દેખાડે કે બહુ સરસ, આનંદની જગ્યા છે. એટલે એ રડારનું કામ કરે છે.

જગતના લોકો શું કહે છે, આવો ભય ના બતાવશો. એમને મન ભય બતાડે તે નથી ગમતું. પણ આપણને ભય બતાડે તો શુદ્ધાત્મામાં પેસી જવું.

Related Questions
  1. મન એ શું છે? મનની વ્યાખ્યા શું છે?
  2. મન અને જીવન, તથા મન અને આત્મા વચ્ચે શું સંબંધ છે?
  3. શું જપ અથવા મંત્રો દ્વારા હું મનની શાંતિ પ્રાપ્ત કરી શકુ?
  4. શું એકાંતિક જીવન જીવીને હું મનને સ્થિર કરી શકું?
  5. તમે મનને કેવી રીતે સ્થિર કરો છો? આધ્યાત્મિકતા અને મનની સ્થિરતા વચ્ચે શું સંબંધ છે?
  6. મન કેટલું મજબૂત છે? શા માટે મનને મારવું નહીં?
  7. શા માટે આટલા બધા વિચારો ઉત્પન્ન થાય છે? શું વિચારોને કાબુમાં રાખવા શક્ય છે? શા માટે આપણે વિચારોને દબાવવા ન જોઈએ?
  8. મન કેવી રીતે કાર્ય કરે છે?
  9. શું મન અને મગજ બંને સરખી વસ્તુ છે? મન અને આત્મા વચ્ચે શું તફાવત છે?
  10. શું મનનું નિયંત્રણ એ અંતરશાંતિ કે સમાધિનો પાયો છે?શું મન કાબુમાં છે તે જાણવાની કોઈ કસોટી છે?
×
Share on