મંગળકારી મંત્ર/પ્રાર્થના: સંસારી વિઘ્નો દૂર કરવા માટે

અનાદિ કાળથી દરેક ધર્મના મૂળ પુરુષો હાજર હોય છે જેવાં કે મહાવીર ભગવાન, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન. લોકોને ત્યારે સર્વ ધર્મના મતમતાંતરમાંથી બહાર કાઢી આત્મધર્મમાં સ્થિર કરે છે. અને કાળક્રમે મૂળ પુરુષની ગેર હાજરી થવાથી દુનિયામાં ધીરે ધીરે મતભેદ પડી જઈ ધર્મમાં વાડા-સંપ્રદાયો બની જાય છે. તેનાં પરિણામે સુખ-શાંતિ ગુમાવતા જાય છે.

ધર્મમાં મારા-તારીના ઝઘડા થાય છે. તે દૂર કરવા આત્મજ્ઞાની પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાને નિષ્પક્ષપાતી ત્રિમંત્ર આપ્યો છે. આ ત્રિમંત્રનો મૂળ અર્થ જો સમજીએ તો એમાં કોઈ વ્યક્તિને કે સંપ્રદાયને કે કોઈ પંથને લાગુ પડતું નથી. આત્મજ્ઞાનીથી લઈને ઠેઠ કેવળજ્ઞાની અને નિર્વાણ પામીને મોક્ષ ગતિને પામ્યા છે એવાં ઉચ્ચ જાગૃત આત્માઓને જ નમસ્કાર લખ્યાં છે અને જે નમસ્કાર કરવાથી સંસારના વિઘ્નો દૂર થાય, અડચણોમાં શાંતિ રહે અને મોક્ષના ધ્યેય પ્રતિ લક્ષ બંધાય.

પરમ પૂજ્ય દાદા ભગવાન સમજાવે છે કે આ મંત્ર સાચી સમજણ સાથે બોલનારને ઊંચે ચઢાવે છે. રોજ સવાર-સાંજ પાંચ-પાંચ વખત ઉપયોગપૂર્વક બોલજો સંસારી કાર્યો શાંતિપૂર્વક થશે. અને બહુ અડચણ હોય ત્યારે કલાક-કલાક બોલજો.

ત્રિમંત્રનો અર્થ

ત્રિમંત્ર એક એવો મંત્ર છે કે જે હિંદુ, વૈષ્ણવ અને શિવ ધર્મને સાંકળે. ત્રિમંત્ર એ સંસારી મુશ્કેલીઓ, અડચણો દૂર કરીને શાંતિનો અનુભવ કરાવવાની શકિત સાથેનો મંત્ર અથવા પ્રાર્થના છે. પ્રસ્તુત વીડિયોમાં દાદાશ્રી ત્રિમંત્ર નો અર્થ સમજાવે છે.

play
previous
next

Top Questions & Answers

  1. Q. નવકાર મંત્ર શું છે?

    A. નમો અરિહંતાણં હું એવા ભગવાનને નમસ્કાર કરું છું કે જેમણે બધાજ અંતઃ શત્રુઓ,... Read More

  2. Q. ત્રિમંત્રનો અર્થ શું છે અને ત્રિમંત્રની આરાધનાનો ફાયદો શું છે?

    A. ત્રિમંત્રમાં જૈનોના, વાસુદેવના અને શિવના એ ત્રણેય મંત્રો ભેગા કર્યા છે. ત્રિમંત્રો એ નિષ્પક્ષપાતી... Read More

  3. Q. અરિહંત કોને કહી શકાય?

    A. ઓળખાણ,અરિહંત ભગવાનની અરિહંત ભગવાન એટલે મોક્ષ પહેલાની સ્થિતિ. જ્ઞાનમાં સિદ્ધ ભગવાન જેવી જ... Read More

  4. Q. અરિહંત અને સિદ્ધ વચ્ચે શો તફાવત છે?

    A. પ્રશ્નકર્તા : અરિહંત ભગવાન એટલે કે ચોવીશ તીર્થંકરોને ઉદ્દેશીને વાપર્યો છે કે શું ? દાદાશ્રી : ના,... Read More

  5. Q. આચાર્ય ભગવંતોમાં ક્યા ગુણો હોય છે?

    A. પ્રશ્નકર્તા : 'નમો આયરિયાણં.' દાદાશ્રી : અરિહંત ભગવાને કહેલા આચાર જે પાળે છે અને તેવા આચાર પળાવે... Read More

  6. Q. ઉપાધ્યાય ભગવંતોમાં ક્યા ગુણો હોય છે?

    A. પ્રશ્નકર્તા : 'નમો ઉવજ્ઝાયાણં.' દાદાશ્રી : ઉપાધ્યાય ભગવાન ! એનો શું અર્થ થાય ? જેને આત્મા... Read More

  7. Q. સાધુ કોને કહેવાય?

    A. પ્રશ્નકર્તા : 'નમો લોએ સવ્વસાહૂણં.' દાદાશ્રી : લોએ એટલે લોક, તે આ લોકમાં જેટલા સાધુઓ છે એ બધા... Read More

  8. Q. વાસુદેવ ભગવાન કેવા હોય?

    A. એ વાસુદેવ તો કેવા હોય ? એક આંખથી લાખ માણસ ભડકી જાય એવી તો આંખ હોય, વાસુદેવની. વાસુદેવ બીજ પડે... Read More

  9. Q. આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે કોઈ આ આત્મદશા સાધે છે કે નહીં?

    A. પ્રશ્નકર્તા : આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે આ આત્મદશા સાધે છે કે નહીં ? દાદાશ્રી : હા, તે આપણે... Read More

  10. Q. ૐ એટલે શું?

    A. પ્રશ્નકર્તા : ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે ? દાદાશ્રી : હા, એ સમજીને બોલીએ તો ધર્મધ્યાન... Read More

  11. Q. જય સચ્ચિદાનંદ નો અર્થ શું છે?

    A. આ ત્રિમંત્ર છે, એમાં આ પહેલું જૈન લોકોનું છે, આ વાસુદેવનું અને આ શિવનું છે. અને આ સચ્ચિદાનંદમાં બધા... Read More

Spiritual Quotes

  1. "આ જગતનું એવું છે કે શબ્દથી જ આ જગત ઊભું થયું છે. અને ઊંચા માણસનો શબ્દ બોલો તો તમારું કલ્યાણ થઈ જાય અને ખોટા માણસના શબ્દ બોલો તો અવળું થાય. એટલા માટે આ બધું સમજવાનું છે."
  2. "નવકાર મંત્રને શાથી ભજવાનો ? આ પાંચ પરમેષ્ટિ ભગવંતો અરિહંત ભગવાન , સિદ્ધ ભગવાન , આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, સાધુઓ જ મોક્ષનું સાધન છે. આ જ તારો ધ્યેય રાખજે."
  3. "આ ત્રણે મંત્રો એવાં છે કે અણસમજણવાળો બોલે તોય ફાયદો થાય અને સમજણવાળો બોલે તોય ફાયદો થાય. પણ સમજણવાળાને વધુ ફાયદો થાય અને અણસમજણવાળાને મોઢે બોલ્યો તે બદલનો જ ફાયદો થાય. એક ફક્ત આ રેકર્ડ બોલે છેને, તેને ફાયદો ના થાય. પણ જેમાં આત્મા છેને, એ બોલ્યો તો એને ફાયદો કરે જ !"
  4. વર્તમાન તીર્થંકર સીમંધર સ્વામી એમનાં નામથી એમને માની અને કામ લેવું પડશે, તો જ નમસ્કાર મંત્ર પૂર્ણ થાય. ચોવીસ તીર્થંકરો તો સિદ્ધ થઈ ગયા, તે બધાં 'નમો સિદ્ધાણં'માં આવી જાય છે. જેમ કોઈ કલેક્ટર હોય અને તે ગવર્નર થયા પછી આપણે કહીએ કે 'એય, કલેક્ટર અહીં આવો.' તો કેટલું બધું ખરાબ લાગે, નહીં ?
  5. શ્રીકૃષ્ણ, મહાવીર સ્વામી તો બધાં ભગવાન છે. એ દેહધારી રૂપે ભગવાન કહેવાય છે. એ ભગવાન શાથી કહેવાય છે કે મહીં સંપૂર્ણ ભગવાન પ્રગટ થયા છે.
  6. આ ત્રિમંત્ર છે, એમાં આ પહેલું જૈન લોકોનું છે, આ વાસુદેવનું અને આ શિવનું છે. અને આ સચ્ચિદાનંદમાં બધા મુસ્લીમ, યુરોપીયન બધાય આવી ગયા.
  7. જે કલ્યાણ સ્વરૂપ થયેલા હોય અને જે જીવતા હોય, જેનો અહંકાર જતો રહેલો હોય, એ બધા શિવ કહેવાય. શિવ નામનો કોઈ માણસ નથી. શિવ તો પોતે કલ્યાણ સ્વરૂપ જ છે.
  8. બે હેતુ માટે લોકો મંત્રો બોલે છે. જે ભાવપૂજાવાળા છે તે ઉપર ચઢવા માટે જ બોલે છે ને બીજા આ સંસારની અડચણો છે તે ઓછી થવા માટે બોલે છે.
  9. આત્માની દશા સાધવા જે સાધના કર્યા કરે એ સાધુ. એટલે જગતના સ્વાદની માટે સાધના કરે એ સાધુ નહીં. સ્વાદને માટે, માનને માટે, કીર્તિને માટે, એ બધી સાધના એ જુદી
  10. ભગવાનના શાસ્ત્રો તો બધા છે, પણ શાસ્ત્રની ગેડ બેસવી જોઈએ ને?! એ અનુભવી જ્ઞાની પુરુષના સિવાય ગેડ બેસે જ નહીં અને ઊલટો ઊંધે માર્ગે ચાલ્યો જાય..

Related Books

×
Share on