Related Questions

શા માટે દુનિયામાં ભોગવટો અને યાતનાઓ છે?

દુઃખ બધું અણસમજણનું જ છે આ જગતમાં ! બીજું કંઈ પણ દુઃખ છે એ બધું અણસમજણનું જ છે. પોતે ઊભું કરેલું છે બધું, ના દેખાવાથી ! દાઝે ત્યારે કહેને કે ભઈ, કેમ તમે દાઝયા ? ત્યારે કહે, ભૂલથી દાઝયો, કંઈ જાણી જોઈને દાઝું ? એવું આ બધું ભૂલથી દુઃખ છે. બધા દુઃખ આપણી ભૂલનું પરિણામ. ભૂલ જતી રહેશે એટલે થઈ રહ્યું.

પ્રશ્નકર્તા : કર્મ ચીકણાં હોય છે, તેને લીધે આપણને દુઃખ ભોગવવું પડે છે ?

દાદાશ્રી : આપણાં જ કર્મ કરેલાં, તેથી આપણી જ ભૂલ છે. કોઈ અન્યનો દોષ આ જગતમાં છે જ નહીં. બીજા તો નિમિત્ત માત્ર છે. દુઃખ તમારું છે ને સામા નિમિત્તને હાથે અપાય છે. સસરા મરી ગયાનો કાગળ પોસ્ટમેન આપી જાય, તેમાં પોસ્ટમેનનો શો દોષ ? 

×
Share on