Related Questions

આત્મજ્ઞાનનાં લક્ષણો ક્યા ક્યા છે?

જ્ઞાન લીધા પછી બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારા જ અંદરનું તમે બધું જોયા કરશો, તે વખતે તમે કેવળજ્ઞાન સત્તામાં હશો. પણ અંશ કેવળજ્ઞાન થાય, સર્વાંશ નહીં. અંદર ખરાબ વિચાર આવે તેને જોવા, સારા વિચારો આવે તેને જોવા. સારા ઉપર રાગ નથી અને ખરાબ ઉપર દ્વેષ નથી. સારું-ખોટું જોવાની આપણે જરૂર નથી. કારણ કે સત્તા જ મૂળ આપણા કાબૂમાં નથી, એટલે જ્ઞાનીઓ શું જુએ ? આખા જગતને નિર્દોષ જુએ. કારણ કે આ બધું 'ડિસ્ચાર્જ'માં છે, એમાં એમનો બિચારાનો શો દોષ ? તમને કોઈ ગાળ ભાંડે તે 'ડિસ્ચાર્જ'. 'બોસ' તમને ગૂંચવે તે પણ 'ડિસ્ચાર્જ' જ છે. બોસ તો નિમિત્ત છે. કોઈનો દોષ જગતમાં નથી. જે દોષ દેખાય છે તે પોતાની જ ભૂલ છે અને એ જ 'બ્લંડર્સ' છે અને તેનાથી જ આ જગત ઊભું રહ્યું છે. દોષ જોવાથી, ઊંધું જોવાથી જ વેર બંધાય છે. 

×
Share on