Related Questions

કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?

 

કિશોરાવસ્થાના છોકરાઓ અને છોકરીઓ માટે કિશોરવયના વર્ષો ખાસ કરીને ચિંતાજનક અને બેચેનીભર્યા સમય તરીકે માનવામાં આવે છે, કારણ કે પુખ્તાવસ્થામાં પરિવર્તન થવાનો તેમનો આ સમય મુશ્કેલી ભર્યો બની રહે છે. તેમના જીવનનો આ એક એવો સમય છે જ્યાં તેઓ હંમેશાં પરિવાર અને મિત્રોથી મૂંઝવણ, પડકારો, નબળાઈઓ અને એકલતાનો અનુભવ કરે છે. તે આ સમયગાળા દરમ્યાન, દુર્ભાગ્યવશ, તેમની સર્જાયેલી સમસ્યાઓના કાયમી જવાબ તરીકે થોડા લોકો આત્મહત્યાનો આશરો લઈ લે છે. 

તેથી તમે એ પણ જોયું હશે કે, અત્યારે માનસિક સ્વાસ્થ્ય જેવા મહત્વના વિષય પર માતાપિતા અને બાળકોને સમજણ આપી લોકોને જાગ્રત કરવામાં આવી રહ્યા છે. હતાશા/ડીપ્રેશનના લક્ષણોની જો પહેલાથી જાણ થઇ જાય, તો પછી આત્મહત્યાની વૃત્તિઓ અને આખરે યુવકોની આત્મહત્યાથી સંબંધિત થતી મૃત્યુ ટાળી શકાય છે.

આત્યંતિક ડિપ્રેશન / આત્મહત્યા વિચારોના લક્ષણો નીચે દર્શાવ્યા મુજબ છે:

  • સ્વ-શંકા, મૂંઝવણ અને ગેરસમજ થવાની સતત લાગણી.
  • સફળ થવા માટે તીવ્ર દબાણ, સામાજિક અને વ્યક્તિગત રૂપે.
  • અનુકૂળ થવા માટે, ફિટ થવા અને સામે પક્ષે સ્વીકાર કરાવવા માટેનું તીવ્ર દબાણ.

જ્યારે ઉપરોક્ત દર્શાવેલ એક અથવા એથી વધુ નબળાઈઓનો સમાવેશ આપણા દૈનિક જીવનમાં થાય છે ત્યારે કિશોરો આત્મહત્યા તરફ જવા પ્રેરાય છે.

નીચેના સંજોગો આ લક્ષણો પેદા કરી શકે છે:-

  • શાળામાં શ્રેષ્ઠતા મેળવવાનું દબાણ
  • માતાપિતાના છૂટાછેડા
  • નવા શહેર અથવા રાજ્યમાં સ્થળાંતર કરવું
  • ગુંડાગીરી/ધમકી
  • અતિશય દબાણ
  • ભાવનાત્મક ઉપેક્ષા
  • શારિરીક હિંસા
  • તાણ
  • માનસિક વિકાર
  • માનસિક અથવા શારીરિક શોષણ
  • માતાપિતા દ્વારા થતું શોષણ
  • દયનીય જીવનશૈલી

યુવા આત્મહત્યા નિવારણમાં આધ્યાત્મિક વિજ્ઞાન કેવી ભૂમિકા ભજવી શકે છે?

આધ્યાત્મિક વિજ્ઞાન આત્મહત્યા થવાના કારણોને અને આત્મહત્યા તરફ જવા માટે પ્રેરાઈ રહ્યા હોય, તેવી વ્યક્તિઓને યોગ્ય સમજણ આપી શકાય તે માટેની ઊંડાણપૂર્વક સમજણ પ્રદાન કરે છે. એટલુજ નહિ, તેમના કુટુંબ અને મિત્રોને સમાધાન થાય એવી સમજણ આપે છે.  

એવી ઘણી વ્યક્તિઓ છે કે જેમણે આત્યંતિક હતાશા/ડીપ્રેશન અને આત્મહત્યાના સંબંધી વિચારોનો અનુભવ કર્યો છે અને અક્રમ વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલી આધ્યાત્મિક સમજણથી ઘણો લાભ થયો છે. આ વ્યક્તિઓ વર્તમાને પ્રત્યક્ષ જ્ઞાની એવા, પૂજ્ય દીપકભાઇને મળ્યા છે અથવા સાંભળ્યા છે અને આત્મહત્યાના હાનિકારક પરિણામો અને તેના ભાવિ જીવન પર કેવા પરિણામો આવી શકે છે, તે અંગેની સમજણ પ્રાપ્ત કરી છે. તેમણે આ પ્રકારના વિચારોથી પીડિત વ્યક્તિઓને આવી વિકટ પરિસ્થિતિમાંથી ઉગારવામાં મદદ કરી છે અને શાંતિમય જીવન કેવી રીતે જીવી શકાય તે દર્શાવ્યું છે.

માતા-પિતાનો તથા પોતાના કિશોર બાળક સાથેનો મજબુત સંબંધ એ યુવાનોમાં આત્મહત્યા નિવારણનું મૂળ કારણ છે.

કિશોરો અને તેમના માતાપિતા કેટલીકવાર એવું અનુભવતા હોય છે કે તેઓ જુદી જુદી દુનિયાના છે. બંને તરફથી ઘણી અપેક્ષાઓ સાથે, કેટલીકવાર સાથે મળવું અશક્ય લાગે છે. પરિણામે, માતાપિતા અને કિશોરો વચ્ચેની ગેરસમજ એ રોજિંદા મુદ્દો બની જાય છે, જે દલીલોના ચક્રમાં ફેરવાય છે જે તેમની વચ્ચેના અંતરને વધારી દે છે. 

આ પ્રકારના મતભેદોને અટકાવવા અને કિશોરો અને તેમના માતાપિતા વચ્ચેના પ્રેમાળ સંબંધોને ઉત્તેજન આપવા માટે, બંને પક્ષોએ વસ્તુઓ/સંજોગોને એકબીજાના દ્રષ્ટિકોણથી જોવી જોઈએ. 

માતા-પિતાએ તેમના કિશોર બાળકો સાથે કેવું વર્તન કરવું જોઈએ

  • તમારા બાળક વિશે કોઈ પૂર્વધારણા કલ્પના ન કરવાનો પ્રયાસ કરો; ખુલ્લા મનના બનો.
  • તેમના માતાપિતા નહીં પણ તેમના મિત્ર બનો.
  • ખાતરી કરો કે તમારા શબ્દો તેમને નુકસાન ન પહોંચાડે; બોલતા પહેલા વિચારો.
  • તેમને સંસ્કારી અને આદરણીય રીતે વાત કરો.
  • તેમની સાથે સતત મુશ્કેલીભર્યું વર્તન ના કરશો.
  • તેમને શું કહેવું છે તે સાંભળો અને તેમના દ્રષ્ટિકોણને સમજો.
  • જ્યારે તેઓ તમારી આસપાસ હોય ત્યારે તેમના પૂર્ણ ધ્યાન આપો; તેમના જીવનમાં રસ લો.
  • જ્યારે તેઓ ભૂલ કરે છે ત્યારે તેમને દોષ અથવા ટીકા ન કરો. પરિસ્થિતિ શાંત થયા પછી, તમને પ્રેમથી સમજાવ શકાય.
  • તમે જેવું વર્તન ઈચ્છો છો તેવું જ વર્તન તમારા બાળકો સાથે કરો.
  • બાહ્ય વર્તન કરતાં તેમના સારા ભાવ પર ધ્યાન કેન્દ્રિત કરો.
  • શાંત અને તટસ્થ રહો.
  • તમારા બાળકની ભાવનાત્મક સ્થિતિ પ્રત્યે સંવેદનશીલ બનો.
  • યાદ રાખો કે તમારા બાળકો તમારા પર નિર્ભર છે.
  • તમારા બાળકો પર વિશ્વાસ કરો; શંકાને પ્રવેશવાની મંજૂરી આપશો નહીં.
  • તમારા બાળકોને પ્રેમથી જીતો, જેમ કે તેઓને તમારો આનંદ જોઈ મહીંથી ઉત્સાહ થાય અને તેઓને તમારાથી વિખુટા થવાનું કદી મન ના થાય.

કિશોર બાળકોએ તેમના માતાપિતા સાથે કેવું વર્તન કરવું જોઈએ

  • યાદ રાખો કે માતાપિતા હંમેશાં પોતાના બાળકો માટે શ્રેષ્ઠ ઇચ્છતા હોય છે.
  • ભૂલશો નહીં કે તમારા માતાપિતાએ તમારા માટે કેટલું કર્યું છે. તે માટે આભારી બનો.
  • તેઓ તમને પ્રેમ કરે છે, તેથી તેમને પ્રેમ આપો. તેમને કહો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો.
  • તેમની સાથે ખુલ્લા મને વાતચીત કરો.
  • તમારા માતાપિતા શું કહે છે તે સાંભળો.
  • અમુક જગ્યાએ સમાધાન કરવાનું શીખો.
  • તમારા માતાપિતાને જૂઠું બોલશો નહીં.
  • ક્યારેય ચોરી નહીં કરવી; જો તમને પૈસાની જરૂર હોય, તો તે માટે તમારા માતાપિતાને પૂછો.
  • તમારા માતાપિતા પ્રત્યે કોઈ નારાજગી અને દ્વેષ રાખશો નહીં.
  • તમારા માતાપિતાનું નેગેટીવ જોશો નહીં; સકારાત્મક (પોઝીટીવ) પર ધ્યાન કેન્દ્રિત કરો.
  • મદદ માટે તમારા માતાપિતા સુધી પહોંચો; તેઓ હંમેશાં આધાર પૂરો પાડવા માટે ખુશ છે.
Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
  3. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
  4. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
  7. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
  9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
  10. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યા ને રોકવું તે શીખો.
  11. જ્યારે કંઇક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’
  12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતાં આપઘાતને અટકાવો.
  13. મારો પ્રિયજન મૃત્યુ પામેલ છે. હું એકલતા અનુભવું છું અને હવે મારે હવે જીવવું નથી. શું એકલતામાં આત્મહત્યા એ કોઈ સમાધાન છે?
  14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
  15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  17. લોકો મારા વિષે ધારણાઓ કરે છે. હું કોઈપણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
  18. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું. આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
  19. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
  20. આપઘાતનાં પરિણામો કયા છે?
  21. મરતા માણસ (અંતિમ પળોમાં) માટે ધાર્મિક ક્રિયાઓનું શું મહત્વ છે?
×
Share on