Related Questions

પ્યોરિટી અને મુકિત- આ બંને વૈજ્ઞાનિક રીતે એકબીજાની સાથે કેવી રીતે સંકળાયેલા છે? શું પ્યોરિટીનું અંતિમ પરિણામ મોક્ષ છે?

વિજ્ઞાનથી મુક્તિ

પ્રશ્નકર્તા: મોક્ષમાં જવાની ભાવના છે પણ એ કેડીમાં ખામી છે તો શું કરવું? 

દાદાશ્રી: શેની ખામી છે?

પ્રશ્નકર્તા: કર્મો છે ને? કર્મ તો કર્યા જ કરીએ છીએ.

દાદાશ્રી: કર્મ શેનાથી બંધાય એવું આપણે જાણવું જોઈએ ને?

પ્રશ્નકર્તા: અશુભ ભાવથી અને શુભ ભાવથી.

દાદાશ્રી: શુભ ભાવેય ના કરે ને અશુભ ભાવેય ના કરે, તેને કર્મ બંધાય નહીં. શુદ્ધ ભાવ હોય તેને કર્મ ના બંધાય. અશુભ ભાવથી પાપ બંધાય ને શુભ ભાવથી પુણ્ય બંધાય. પુણ્યનું ફળ મીઠું આવે અને પાપનું ફળ કડવું આવે. ગાળો ભાંડે ત્યારે મોઢું કડવું થઈ જાય છે ને?

પ્રશ્નકર્તા: હા.

દાદાશ્રી: અને ફૂલહાર ચઢાવે તે ઘડીએ? મીઠું લાગે. શુભનું ફળ મીઠું ને અશુભનું ફળ કડવું અને શુદ્ધનું ફળ મોક્ષ!

પ્રશ્નકર્તા: જીવ મુક્તિ ક્યારે પામે?

દાદાશ્રી: શુદ્ધ થાય તો મુક્તિ પામે. શુદ્ધતાને કશું અડે જ નહીં. શુભને અડે. આ શુભનો માર્ગ જ નથી. આ શુદ્ધનો માર્ગ છે. એટલે નિર્લેપ માર્ગ છે.

આ 'વિજ્ઞાન' છે. 'વિજ્ઞાન' એટલે બધી રીતે મુક્ત કરાવડાવે. જો શુદ્ધ થયો તો કશું અડે નહીં અને શુભ છે તો અશુભ અડશે. એટલે શુભવાળાને શુભ રસ્તો લેવો પડે. એટલે શુભમાર્ગી જે કરતા હોય તે બરાબર છે. પણ આ તો શુદ્ધનો માર્ગ. શુદ્ધ ઉપયોગી બધા. એટલે બીજી કશી ભાંજગડ જ નહીં.

આ માર્ગ જુદી જ જાતનો છે. વિજ્ઞાન છે આ! વિજ્ઞાન એટલે જે જાણવાથી જ મુક્ત થવાય. કરવાનું કશું જ નહીં. જાણવાથી જ મુક્તિ! આ બહાર છે તે જ્ઞાન છે. જ્ઞાન એટલે ક્રિયાકારી ના હોય અને આ વિજ્ઞાન ક્રિયાકારી હોય. આ 'વિજ્ઞાન' પ્રાપ્ત થયા પછી અંદર તમને ક્રિયા કર્યા જ કરે. શુદ્ધ ક્રિયા કરે. અશુદ્ધતા એને અડે જ નહીં. આ વિજ્ઞાન જુદી જ જાતનું છે. 'અક્રમ વિજ્ઞાન' છે!!

પ્રશ્નકર્તા: નિષ્કામકર્મ કહ્યું છે તે આ?

દાદાશ્રી: નિષ્કામકર્મ એ જુદી જાતનું છે. નિષ્કામકર્મ એ તો એક જાતનો રસ્તો છે. એમાં તો કર્તાપદ જોઈએ. પોતે કર્તા હોય તો નિષ્કામકર્મ થાય. અહીં કર્તાપદ જ નથી. આ તો શુદ્ધ પદ છે. જ્યાં કર્તાપદ છે ત્યાં શુદ્ધ પદ નથી, શુભ પદ છે.

Related Questions
  1. પૈસાનો સિદ્ધાંત શું છે? અનીતિના પૈસા વાપરવાનું પરિણામ શું આવે? અને તમે પ્રામાણિકતાથી કેવી રીતે વધારે પૈસા કમાઈ શકો?
  2. ચોરી અને ભ્રષ્ટાચારથી પૈસા કમાવવાની જવાબદારી શું આવે?
  3. શા માટે મારે પ્રામાણિકતાથી પૈસા કમાવા જોઈએ? શું નીતિનું ધન, મને મનની શાંતિ આપી શકશે?
  4. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?
  5. પ્યોરિટી અને મુકિત- આ બંને વૈજ્ઞાનિક રીતે એકબીજાની સાથે કેવી રીતે સંકળાયેલા છે? શું પ્યોરિટીનું અંતિમ પરિણામ મોક્ષ છે?
  6. શુધ્ધ ચિત્ત કેવી રીતે કર્મોનું શુદ્ધિકરણ કરે છે? શું પ્રામાણિકતાનાં પરિણામ સ્વરૂપે સંસાર વ્યવહાર શુદ્ધ થઈ શકે?
  7. કેવી રીતે ચિત્તશુધ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?
  8. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
  9. શુદ્ધતાથી મળેલી લક્ષ્મીની નિશાની શું છે? અશુધ્ધ અને ભ્રષ્ટાચારથી મેળવેલા પૈસાના પરિણામ શું આવે છે?
  10. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?
  11. પ્યોરિટીમાંથી ઉદભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો ક્યા ક્યા છે?
  12. શુદ્ધાત્મા એ શું છે? તે આત્માથી કઈ રીતે જુદો છે? શુદ્ધાત્માની જાગૃતિમાં રહેવાથી પ્યોરિટી તરફ કેવી રીતે જવાય?
  13. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારિત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?
  14. મારો અનીતિવાળો વ્યવહાર હોવા છતાં હું કેવી રીતે નીતિથી ધંધો કરી શકું? અપ્રામાણિક હોવા છતાં હું કેવી રીતે પ્રામાણિક બની શકું?
×
Share on