Related Questions

શુદ્ધાત્મા એ શું છે? તે આત્માથી કઈ રીતે જુદો છે? શુદ્ધાત્માની જાગૃતિમાં રહેવાથી પ્યોરિટી તરફ કેવી રીતે જવાય?

શુદ્ધતા વર્તવા કાજે, 'શુદ્ધાત્મા' કહો!

પ્રશ્નકર્તા: આપે શુદ્ધાત્મા શાથી કહ્યો! આત્મા જ કેમ ના કહ્યો? આત્મા ય ચેતન તો છે જ ને?

દાદાશ્રી: શુદ્ધાત્મા એટલે શુદ્ધ ચેતન જ. શુદ્ધ એટલા માટે કહેવાનું કે પહેલાં મનમાં એમ લાગતું હતું કે 'હું પાપી છું, હું આવો નાલાયક છું, હું આમ છું, હું તેમ છું.' એવા બધા પોતાની જાત ઉપરના જે આરોપ હતા, તે આરોપ બધા નીકળી ગયા. શુદ્ધાત્માને બદલે 'આત્મા' એકલો કહેને તો પોતાની શુદ્ધતાનું ભાન ભૂલી જાય, નિર્લેપતાનું ભાન જતું રહે. એટલે 'શુદ્ધાત્મા' કહ્યું.

પ્રશ્નકર્તા: તો શુદ્ધાત્માનો મર્મ શું છે?

દાદાશ્રી: 'શુદ્ધાત્મા'નો મર્મ એ અસંગ છે, નિર્લેપ છે; જ્યારે 'આત્મા' એવો નથી. 'આત્મા' લેપાયેલો છે ને 'શુદ્ધાત્મા' એ તો પરમાત્મા છે. બધા ધર્મવાળા બોલે છે ને, 'મારો આત્મા પાપી છે' તો ય શુદ્ધાત્માને કશો વાંધો નથી.

શુદ્ધાત્મા એ જ સૂચવે છે કે આપણે હવે નિર્લેપ થઈ ગયા, પાપ ગયાં બધાં. એટલે શુદ્ધ ઉપયોગ માટે શુદ્ધાત્મા કહ્યો છે. બાકી 'આત્મા'વાળાને તો શુદ્ધ ઉપયોગ હોય નહીં. આત્મા તો, બધા આત્મા જ છે ને! પણ જે શુદ્ધ ઉપયોગી હોય, તેને શુદ્ધાત્મા કહેવાય.

આત્મા તો ચાર પ્રકારના છે; અશુદ્ધ ઉપયોગી, અશુભ ઉપયોગી, શુભ ઉપયોગી અને શુદ્ધ ઉપયોગી એવા બધા આત્મા છે. એટલે એકલો 'આત્મા' બોલીએ, તો એમાં કયો આત્મા? ત્યારે કહે, 'શુદ્ધાત્મા.' એટલે શુદ્ધ ઉપયોગી એ શુદ્ધાત્મા હોય. હવે ઉપયોગ પાછો શુદ્ધ રાખવાનો છે. ઉપયોગ શુદ્ધ રાખવા માટે શુદ્ધાત્મા છે, નહીં તો ઉપયોગ શુદ્ધ રહે નહીં ને!!

એક જણે પૂછયું કે, 'દાદા, બધે આત્મા કહેવડાવે છે અને તમે એકલાં શુદ્ધ આત્મા કહેવડાવો છો, એવું કેમ?' મેં કહ્યું કે, 'એ જે આત્મા કહે છે ને તે આત્મા જ ન હોય અને અમે શુદ્ધાત્મા કહીએ છીએ, એનું કારણ જુદું છે.' અમે શું કહીએ છીએ? કે તને 'રીયલાઈઝ' એક ફેરો કરી આપ્યું કે તું શુદ્ધાત્મા છું અને આ *ચંદુભાઈ જુદા છે, એવું તને બુદ્ધિથી ય સમજણ પડી ગઈ. હવે *ચંદુભાઈથી ખરાબમાં ખરાબ કામ થઈ ગયું, લોકો નિંદા કરે એવું કામ થઈ ગયું, તે વખતે તારે 'હું શુદ્ધાત્મા છું' એ લક્ષ ના ચૂકવું જોઈએ, એ 'હું અશુદ્ધ છું' એવું ક્યારે ય પણ માનીશ નહીં. એવું કહેવા માટે 'શુદ્ધાત્મા' કહેવો પડે છે. 'તું અશુદ્ધ થયો નથી' એટલે માટે કહેવું પડે છે. અમે જે શુદ્ધાત્મપદ આપ્યું છે, તે શુદ્ધાત્મપદ-શુદ્ધપદ પછી બદલાતું જ નથી. માટે શુદ્ધ મૂક્યું છે. અશુદ્ધ તો, આ દેહ છે એટલે અશુદ્ધિ તો થયા જ કરવાની. કોઈકને વધારે અશુદ્ધિ થાય, તો કોઈકને ઓછી અશુદ્ધિ થાય, એ તો થયા જ કરવાની. અને તેનું પાછું પોતાના મનમાં પેસી જાય કે 'મને તો દાદાએ શુદ્ધ બનાવ્યો તો પણ આ તો અશુદ્ધિ હજી રહી છે.' અને એવું પેસી ગયું તો પાછું બગડી જાય.

*ચંદુલાલની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.

Related Questions
  1. પૈસાનો સિદ્ધાંત શું છે? અનીતિના પૈસા વાપરવાનું પરિણામ શું આવે? અને તમે પ્રામાણિકતાથી કેવી રીતે વધારે પૈસા કમાઈ શકો?
  2. ચોરી અને ભ્રષ્ટાચારથી પૈસા કમાવવાની જવાબદારી શું આવે?
  3. શા માટે મારે પ્રામાણિકતાથી પૈસા કમાવા જોઈએ? શું નીતિનું ધન, મને મનની શાંતિ આપી શકશે?
  4. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?
  5. પ્યોરિટી અને મુકિત- આ બંને વૈજ્ઞાનિક રીતે એકબીજાની સાથે કેવી રીતે સંકળાયેલા છે? શું પ્યોરિટીનું અંતિમ પરિણામ મોક્ષ છે?
  6. શુધ્ધ ચિત્ત કેવી રીતે કર્મોનું શુદ્ધિકરણ કરે છે? શું પ્રામાણિકતાનાં પરિણામ સ્વરૂપે સંસાર વ્યવહાર શુદ્ધ થઈ શકે?
  7. કેવી રીતે ચિત્તશુધ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?
  8. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
  9. શુદ્ધતાથી મળેલી લક્ષ્મીની નિશાની શું છે? અશુધ્ધ અને ભ્રષ્ટાચારથી મેળવેલા પૈસાના પરિણામ શું આવે છે?
  10. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?
  11. પ્યોરિટીમાંથી ઉદભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો ક્યા ક્યા છે?
  12. શુદ્ધાત્મા એ શું છે? તે આત્માથી કઈ રીતે જુદો છે? શુદ્ધાત્માની જાગૃતિમાં રહેવાથી પ્યોરિટી તરફ કેવી રીતે જવાય?
  13. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારિત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?
  14. મારો અનીતિવાળો વ્યવહાર હોવા છતાં હું કેવી રીતે નીતિથી ધંધો કરી શકું? અપ્રામાણિક હોવા છતાં હું કેવી રીતે પ્રામાણિક બની શકું?
×
Share on