Related Questions

કેવી રીતે વસ્તુઓ હકારાત્મક (પોઝિટિવ) લેવી?

સમ્યક્ દ્ષ્ટિએ નુકસાનમાંય નફો

મહાવીર ભગવાને એમના શિષ્યોને શીખવાડ્યું કે તમે બહાર જાવ છો ને લોકો એકાદ લાકડી મારે તો આપણે એમ સમજવું કે લાકડી એકલી જ મારીને, હાથ તો નથી ભાંગ્યોને! એટલી તો બચત થઈ! એટલે આ જ લાભ માનજો. કોઈ એક હાથ ભાંગે તો બીજો તો નથી ભાંગ્યોને! બે હાથ કાપી નાખ્યા ત્યારે કહે, પગ તો છે ને! બે હાથ ને બે પગ કાપી નાંખે તો કહેવું કે હું જીવતો તો છું ને. આંખે તો દેખાય છે ને! લાભાલાભ ભગવાને દેખાડ્યું. તું રડીશ નહીં, હસ, આનંદ પામ. વાત ખોટી નથી ને? ભગવાને સમ્યક્ દ્ષ્ટિથી જોયું. જેથી નુકસાનમાં પણ નફો દેખાય.

આપણને ગાળો દે તો એ ખાવાની (જમે કરી લેવાની). આપણે નેગેટિવ નહીં, પોઝિટિવ લેવાનું. જગતમાં નેગેટિવ તો છે જ. આપણે પોઝિટિવ રાખવું પણ નેગેટિવથી કંટાળવું નહીં.

Reference: દાદાવાણી Sep 2009 (Page #22 - Paragraph #4 & #5)

દુઃખનું કારણ, અણસમજણ

કેટલાંક માણસો બે હજાર જતાં રહે તો કશું અસર ના થાય. એવું બને કે ના બને? કોઈ દુઃખ ઉદયકર્મને આધીન હોતું નથી. બધા દુઃખો એ આપણી અજ્ઞાનતાના છે.

કેટલાંક માણસને વીમો ના ઉતાર્યો હોય, છતાં એનું ગોડાઉન સળગે તે ઘડીએ શાંત રહી શકે છે, અંદર પણ શાંત રહી શકે છે, બહાર ને અંદર બેઉ રીતે અને કેટલાંક લોકો તો, અંદર દુઃખ ને બહાર પણ દુઃખ દેખાડે. એ બધું અજ્ઞાનતા, અણસમજણ. એ ગોડાઉન તો સળગવાનું જ હતું. એમાં નવું છે જ નહીં. પછી તું માથા ફોડીને મરી જઉં તોય એનો ફેરફાર થવાનો નથી.

પ્રશ્નકર્તા: આ કોઈ પણ વસ્તુના પરિણામને સારી રીતે લેવું જોઈએ.

દાદાશ્રી: હા. પોઝિટિવ લેવું, પણ તે જ્ઞાન હોય તો પોઝિટિવ લે. નહીં તો પછી બુદ્ધિ તો નેગેટિવ જ જુએ. આ જગત આખું દુઃખી છે. માછલાં તરફડે એમ તરફડી રહ્યું છે. આને જીવન કેમ કહેવાય તે?

Reference: દાદાવાણી Feb 2010 (Page #7 - Paragraph #1 to #4)

દુઃખ ઊભા નેગેટિવ વલણથી

પ્રશ્નકર્તા: કોઈ પણ વસ્તુના પરિણામને સારી રીતે લેવાની એ મનની ભૂમિકા ન ગણાય?

દાદાશ્રી: પોઝિટિવ લેવું તે મનની ભૂમિકા. પણ તોય જ્ઞાન હોય તો જ પોઝિટિવ લે. નહીં તો નેગેટિવ જ જુએને. આ જગત આખું દુઃખી છે. માછલા તરફડે એમ તરફડી રહ્યું છે. આ પોતાની મિલો હોવા છતાંય! માટે સમજવાની જરૂર છે.

જીવન જીવવાની કળા જાણવાની જરૂર છે. જીવન જીવવાની કળા તો હોય જ ને! કંઈ બધાને મોક્ષ હોતો નથી પણ જીવન જીવવાની કળા તો હોવી જોઈએ ને! ભલે મોહ કરો પણ મોહ ઉપર જીવન જીવવાની કળા તો જાણો, કઈ રીતે જીવન જીવવું. સુખને માટે ભટકે છે ને, તો સુખ ક્લેશમાં હોય ખરું? ક્લેશ તો ઊલટું સુખમાંય દુઃખ લાવે છે. ભટકે છે સુખ માટે અને લાવે છે દુઃખ. જીવન જીવવાની કળા હોય તોય દુઃખ ના લાવે. દુઃખ હોય ને તો એને બહાર કાઢે.

Refrence: દાદાવાણી Sep 2009 (Page #16 - Paragraph #3 to #5)

Related Questions
  1. શા માટે હકારાત્મક (પોઝિટિવ) સુખ આપે છે અને નકારાત્મક (નેગેટિવ) દુઃખ આપે છે?
  2. નકારાત્મક (નેગેટિવ) અને હકારાત્મક (પોઝિટિવ) શબ્દોની અસરો સામેવાળા અને તમારી જાત પર શું થાય છે?
  3. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, આપણી દ્રષ્ટિ નકારાત્મક (નેગેટિવ) સંજોગો સાથે વ્યવહાર કરવા માટે કેવી રીતે વિસ્તૃત (વિશાળ) થાય છે? અને તેની હકારાત્મક બાજુ જુએ છે?
  4. શા માટે મારી સાથે ખોટું થાય છે? હકારાત્મક (પોઝિટિવ) ઊર્જા અને નકારાત્મક (નેગેટિવ) ઊર્જા કેવી રીતે કામ કરે છે?
  5. જે નકારાત્મક (નેગેટિવ) છે તે, ધીમે ધીમે હકારાત્મક બની જાય છે. આની પાછળ કારણ શું છે?
  6. શું હકારાત્મક (પોઝિટિવ) અભિગમ ભગવાન તરફનું છે?
  7. હકારાત્મક (પોઝિટિવ) અહંકાર અને નકારાત્મક (નેગેટિવ) અહંકારના પરિણામો શું છે?
  8. નકારાત્મક (નેગેટિવ) વિચારોની મર્યાદા શું હોવી જોઈએ?
  9. નકારાત્મક (નેગેટિવ) વિચારોને હકારાત્મક વિચારો દ્વારા કેવી રીતે દૂર કરી શકાય?
  10. શું ખુલ્લું મન હકારાત્મક (પોઝિટિવ) બનવામાં મદદ કરે છે? શું ખુલ્લું મન એ હકારાત્મક મન છે?
  11. કેવી રીતે વસ્તુઓ હકારાત્મક (પોઝિટિવ) લેવી?
  12. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, શું જીવન હકારાત્મક (પોઝિટિવ) તરફ વળે છે?
×
Share on