Related Questions

સતી કોને કહેવાય? સતીની સાચી વ્યાખ્યા શું છે?

સતીની વ્યાખ્યા

એક એવી સ્ત્રી, જે એટલી શુદ્ધ હોય કે એને પોતાના પતિ સિવાય કયારેય બીજા કોઈ પુરુષનો વિચાર જ ના આવે, એને સતી કહેવાય છે. તેને મન, વચન અને કાયાથી કોઈ બીજા પુરુષ માટે આકર્ષણ ના થાય.  

એક સતી સ્ત્રીના સર્વોત્કૃષ્ટ સદ્ગુણો :

  • ગમે તેવું બને, પતિ સાથે હોય કે ન હોય અથવા મુકીને જતો રહ્યો હોય, તોય પોતે બીજા પુરુષ પાસે જાય નહી.
  • સતીને એનાં પતિ સિવાય બીજા કોઈનો વિચાર જ ના કરે અને એ ક્યારેય પણ નહીં, એના પતિની તરત જ મૃત્યુ થઈ જાય, જતો રહે તો ય નહીં. એ જ ધણીને ધણી જાણે.
  • પતિ ગમે તેવો હોય, ખુદ ભગવાન પુરુષ થઈને આવ્યો હોય, પણ ના. 'મને મારો ધણી છે, ધણીવાળી છું.' એ સતી કહેવાય. સતીઓ પોતાના પતિને જ ભગવાન જાણે.
  • એક સ્ત્રી કે જે કોઈપણ અપેક્ષા વગર પોતાના પતિને એટલી બધી સમર્પણ હોય કે, કે જે પોતાની સ્વેચ્છાએ જ પોતાના પતિનાં અંતિમ સંસ્કાર વખતે ચિતામાં જંપલાવીને જીવન પુરું કરી દે.

સ્ત્રીઓ સતી કેવી રીતે બની શકે?

  • સતી તો પહેલેથી થયા ના હોય અને બગડી ગયા પછીએ પણ સતી થવાય. જ્યારથી નિશ્ચય કર્યો ત્યારથી સતી થઈ શકે.
  • જે સતીઓનો આદર કરે અને ભજે.
  • એ સતી થવાની ઈચ્છાથી. એનું નામ લીધું હોય તો કો'ક દહાડો સતી થાય. 

સતી થવાના લાભ

  • સતીપણું કર્યું એટલે કપટ તો જવા જ માંડે એની મેળે જ.
  • એક સ્ત્રી જે સતી છે તેના બધા રોગ મટી જાય.
  • સતીપણાથી બધું ખલાસ થઈ જાય. જેટલી સતીઓ થયેલી, એનું બધું ખલાસ થઈ જાય અને એ મોક્ષે જાય.
  • મન-વચન-કાયાથી શીલવાનપણું રાખે, તે અનુપમ ફળ લે.

આ કાળમાં કોઈને સતી કહી શકાય?

આ કળિયુગમાં ક્યાંથી હોય ? સતયુગમાંય કોઈક જ સતીઓ હોય, તો અત્યારે કળિયુગમાં ક્યાંથી હોય ?

આ કાળમાં સ્ત્રીઓ સતી નથી થઈ શક્તી એટલે સ્ત્રીઓનો દોષ નથી, સ્ત્રીઓ તો દેવી જેવી છે ! સ્ત્રીઓ અને પુરુષોમાં એ તો આત્મા જ છે, ફકત ખોખાંનો ફેર છે. 'ડિફરન્સ ઓફ પેકીંગ !' સ્ત્રી એ એક જાતની 'ઇફેક્ટ' છે, તે અજ્ઞાનતાના લીધે આત્મા પર સ્ત્રીની 'ઇફેક્ટ' વર્તે. આત્મજ્ઞાન સાથે, આ સ્ત્રીની ઈફેક્ટ આત્મા પર ના પડે. અને તે જ મોક્ષ છે.

Related Questions
  1. બ્રહ્મચારીનાં લક્ષણો ક્યા ક્યા છે?
  2. બ્રહ્મચર્ય માટે આધ્યાત્મિક જીવન કેવી રીતે મદદરૂપ થાય છે? આત્મજ્ઞાન અને બ્રહ્મચર્ય વચ્ચે શું સંબંધ છે?
  3. ભાગ્યે જ જાણીતા એવા બ્રહ્મચર્યના ફાયદાઓ
  4. વિષયનાં જોખમો શું છે?
  5. સ્વપ્નદોષ એ શું છે? સ્વપ્નદોષ શેના કારણે થાય છે? સ્વપ્નદોષને કઈ રીતે અટકાવી શકાય?
  6. અધ્યાત્મમાં વીર્ય એટલે શું? ઉર્ધ્વગામી વીર્યશકિત અધ્યાત્મમાં કઈ રીતે મદદ કરી શકે?
  7. સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં આકર્ષણનું વિજ્ઞાન શું છે?
  8. બ્રહ્મચર્ય પાળવામાં ખોરાક શું ભાગ ભજવે છે? કેવા પ્રકારનો ખોરાક બ્રહ્મચર્ય પાળવા માટે હીતકારી છે?
  9. બ્રહ્મચર્ય પાળવામાં મન શું ભાગ ભજવે છે?
  10. સતી કોને કહેવાય? સતીની સાચી વ્યાખ્યા શું છે?
  11. બ્રહ્મચર્ય વ્રત અંગેની હકીકતો શું છે?
×
Share on