Related Questions

અનીતિનાં પૈસાની શું ઈફેક્ટ આવે છે?

મુંબઇમાં એક ઊંચા સંસ્કારી કુટુંબનાં બેનને મેં પૂછયું કે, 'ઘરમાં ક્લેશ તો નથી થતો ને ?' ત્યારે એ બેન કહે, 'રોજ સવારમાં ક્લેશના નાસ્તા જ હોય છે !' મેં કહ્યું, 'ત્યારે તમારે નાસ્તાના પૈસા બચ્યા, નહીં ?' બેન કહે, 'ના, તે ય પાઉં પાછા કાઢવાના, પાઉંને માખણ ચોપડતા જવાનું.' તે ક્લેશે ય ચાલુ ને નાસ્તા ય ચાલુ ! અલ્યા, કઇ જાતના જીવડાઓ છે ?

પ્રશ્નકર્તા : કેટલાકના ઘરમાં લક્ષ્મી જ એવા પ્રકારની હશે એટલે ક્લેશ થતો હશે ?

money

દાદાશ્રી : આ લક્ષ્મીને લીધે જ આવું થાય છે. હંમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે. આ લક્ષ્મી માઠી ઘરમાં પેઠી છે, તેનાથી ક્લેશ થાય છે. અમે નાનપણમાં નક્કી કરેલું કે બનતા સુધી ખોટી લક્ષ્મી પેસવા જ ના દેવી, છતાં સંજોગોવશાત્ પેસી જાય તો તેને ધંધામાં રહેવા દેવી, ઘરમાં ના પેસવા દેવી, તે આજે છાસઠ વરસ થયાં પણ ખોટી લક્ષ્મી પેસવા દીધી નથી, ને ઘરમાં કોઇ દહાડો ક્લેશ ઊભો થયો ય નથી. ઘરમાં નક્કી કરેલું કે આટલા પૈસાથી ઘર ચલાવવું. ધંધો લાખો રૂપિયા કમાય, પણ આ પટેલ સર્વિસ કરવા જાય તો શું પગાર મળે ? બહુ ત્યારે છસો-સાતસો રૂપિયા મળે. ધંધો એ તો પુણ્યૈના ખેલ છે. મારે નોકરીમાં મળે એટલા જ પૈસા ઘેર વપરાય, બીજા તો ધંધામાં જ રહેવા દેવાય. ઇન્કમટેક્ષવાળાનો કાગળ આવે તે આપણે કહેવું કે 'પેલી રકમ હતી તે ભરી દો.' ક્યારે ક્યો 'એટેક' થાય તેનું કશું ઠેકાણું નહીં અને જો પેલા પૈસા વાપરી ખાય તો ત્યાં ઇન્કમટેક્ષવાળાનો 'એટેક' આવ્યો, તે આપણે અહીં પેલો 'એટેક' આવે ! બધે 'એટેક' પેસી ગયા છે ને ? આ જીવન કેમ કહેવાય? તમને કેમ લાગે છે ? ભૂલ લાગે છે કે નથી લાગતી ? તે આપણે ભૂલ ભાંગવાની છે.

×
Share on