Related Questions

ધંધામાં ટ્રીક... શું મારે વાપરવી જોઈએ?

લક્ષ્મી શાથી ખૂટે છે ? ચોરીઓથી. જ્યાં મન, વચન, કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે. લક્ષ્મીનો અંતરાય ચોરીથી છે.

Business

પૈસા કમાવવા માટે અક્કલ વાપરવાની ના હોય. અક્કલ તો લોકોનું ભલું કરવા માટે જ વપરાય.

જ્ઞાન જાણવાથી પ્રકાશમાં આવે કે શું કરવાથી પોતે સુખી થાય અને શું કરવાથી દુઃખી થાય છે ? અક્કલવાળા તો ટ્રીક વાપરીને બધું બગાડે છે.

ટ્રીક શબ્દ જ ડિક્શનરીમાં ના હોવો જોઈએ. 'વ્યવસ્થિત'નું જ્ઞાન શા માટે આપ્યું છે ? 'વ્યવસ્થિત'માં જે હોય તે ભલે હો. અગિયારસો રૂપિયા નફો હોય તો ભલે હો અને ખોટ હોય તો તે પણ ભલે હો. આ તો 'વ્યવસ્થિત'ના હાથમાં સત્તા છે, આપણા હાથમાં સત્તા નથી. જો આપણા હાથમાં સત્તા હોય તો કોઈ માથાના વાળ ધોળા જ ના થવા દે. ગમે તે ટ્રીક ખોળી કાઢે ને કાળાને કાળા જ વાળ રાખે.

ટ્રીક વગરનો માણસ સરળ લાગે. તેનું મોઢું જોઈએ તોય રાજી થઈ જવાય. પણ ટ્રીકવાળાનું મોઢું તો ભારે લાગે. દિવેલ પીધેલા જેવું લાગે. પોતે 'શુધ્ધાત્મા' થયા પછી આ બધો માલ ચોખ્ખો કરવો પડશે ને ? જેટલું લિયા એટલું દિયા તો કરવું જ પડશે ને ! અને ટ્રીકથી ભરેલો માલ માર ખાઈને પણ દિયા તો કરવો પડશે જ ને ? તેથી જ અમે કહીએ છીએ કે 'ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ પોલિસી એન્ડ ડીસ્ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલિશનેસ.

×
Share on