Related Questions

ગુરુતમ બનવાની સ્પર્ધામાંથી કેવી રીતે બહાર નીકળવું? શા માટે નમ્ર કે વિનમ્ર (લઘુતમ) રહેવું જોઈએ?

ગુરુતમનો યોગ થાય ત્યારે અહીં ભારે થાય, ગુરુતમ થાય. ગુરુનો અર્થ જ ભારે અને ભારે એટલે ડૂબે. અને ડૂબે એટલે એ ડૂબે તો ડૂબે, પણ એની જોડે બેસનારા ય ડૂબે. હા, પણ ગુરુ ક્યારે ના ડૂબે ? કે એની પાસે ગુરુકિલ્લી હોય ત્યારે ના ડૂબે. લઘુ એટલે હલકો ને ગુરુ એટલે ભારે. આ લોકોને મોટા થવું છે ને, તે ગુરુતમ યોગ જ ઝાલ્યો છે બધાએ. બધાને મોટા થવું છે, તે માર ખાઈને મરી ગયા. પણ પહેલો નંબર કોઈનો લાગતો નથી. કારણ કે 'રેસકોર્સ'માં નંબર લાગે ? કેટલા ઘોડાને ઈનામ મળે ? પાંચસો ઘોડા દોડતા હોય, એમાં કેટલા ઘોડાને પહેલું ઇનામ મળે ? પહેલું ઇનામ તો પહેલા ઘોડાને જ મળે ને ?! એમ બધું હાંફી હાંફીને મરી જાય. માટે લઘુતમ યોગ પકડજો.

Competition

પ્રશ્નકર્તા: હા, પણ એની વિધિ શું ?

દાદાશ્રી: એની વિધિ તો, આ જગતમાં બધાનાં શિષ્ય થવાનું. કોઈ નાલાયક કહે તો એના શિષ્ય આપણે થવું કે, 'ભઈ, તું મારો ગુરુ. આજ તેં મને શીખવાડ્યું કે હું નાલાયક છું એ !'

સંદર્ભ : દાદાવાણી Magazine October 1998 (Page #10)

ગુરુતામાં હરીફાઈ !

અને આપણે કોઈના ઉપરી ઓછાં છીએ ? ઊલટાં આપણે જ એમના હાથ નીચેના, ત્યારે તો એ પાંસરા હેંડે. નહીં તો પાંસરા ના હેંડે. આપણે ઉપરી થઈએ તો એ અવળા ચાલે. આપણે કહીએ કે, 'અમે તમારા શિષ્ય.' ત્યારે એ સીધા ચાલે. નહીં તો ચાલે નહીં એ સીધા. સહુને ગુરુ થવાની બહુ મઝા આવે છે ને જગત આખું 'રિલેટિવ'માં જ ગુરુતા દેખાડવા જાય છે. એકમેકની હરીફાઈઓ હઉ ચાલે છે. પેલો કહે, 'મારે એકસો આઠ શિષ્યો.' ત્યારે બીજો કહે, 'મારા એકસો વીસ શિષ્યો.' આ બધું ગુરુતા કહેવાય. 'રિલેટિવ'માં તો લઘુતમ જોઈએ. તો પડાય નહીં, કશી ઉપાધિ નહીં, દુઃખ અડે નહીં.

નહીં તો પછી અહીંથી ભેંસ ને પાડા થવું પડે છે. અહીંથી મરીને, એને જેવાં ક્રોધ-માન-માયા-લોભ હોય ને, તે જગ્યાએ લઈ જાય. એટલે એમ ને એમ તો આ લોકોનો મતભેદ જાય એવો નથી. એ તો અવતાર બદલાય ને, તો એની મેળે જાય. નહીં તો ના જાય. એવા સરળ માણસો નથી ને ! કહેશે, 'હું કંઈક છું.' અલ્યા, શું છે તે ?!

હવે આ 'રિલેટિવ'માં કોણ લઘુતમ ખોળે ? ખોળે ખરું કોઈ ? આ ગાડીમાં-ટ્રેનમાં, બધે ખોળ ખોળ કરે તો એકુંય જડે ? ત્યારે આ બાવાઓમાં કોઈ જડે ? બધા 'હમ, હમ' કર્યા કરે. 'હમ ઇતના શાસ્ત્ર જાનતા હૈ, ઇતના જાનતા હૈ, યે જાનતા હૈ' કહેશે.

સંદર્ભ : દાદાવાણી Magazine October 1998 (Page #8)

એમાં 'રેસકોર્સ' જ નહીં    

અત્યાર સુધી તો ગુરુતમ થવાનો પ્રયત્ન કર્યો હતો ને ? હા, આમના કરતાં હું મોટો થઉં, આમનાં કરતા હું મોટો થઉં ! જુઓ ને, 'રેસકોર્સ' ચાલ્યો છે. તેમાં ઈનામ કોને ? પહેલા ઘોડાને જ ફક્ત. ને બીજા બધાને ? દોડે એટલું જ. એટલું જ દોડે, તો યે એમને ઇનામ નહીં.

પ્રશ્નકર્તા: દાદા, લઘુતમપદની અંદર 'રેસકોર્સ' ખરું ?

દાદાશ્રી: ના, 'રેસકોર્સ' હોય નહીં. લઘુતમ આવ્યું ત્યાં 'રેસકોર્સ' હોય નહીં. 'રેસકોર્સ' તો ગુરુતમમાં હોય બધું. એટલે મારે તો લઘુતમ પદ અને બુદ્ધિ નહીં, તેથી મારે કોઈની જોડે લેવાય નહીં ને દેવાય નહીં ને ! બુદ્ધિનો છાંટો જ નહીં ને !

સંદર્ભ : Book Excerpt: આપ્તવાણી-૯ (Page #344 - Paragraph #3 to #5)

લઘુતમ અહંકારથી મોક્ષ તરફ !

પ્રશ્નકર્તા: એ લઘુતમનો અર્થ કેવી રીતે કર્યો ? જે આપણો અહંકાર છે એ અહંકાર ઝીરો ડિગ્રી પર આવે એ લઘુતમ છે ?

દાદાશ્રી: નહીં. અહંકાર તો એમનો એમ જ છે. પણ અહંકારની માન્યતા એવી થાય છે કે હું બધાથી નાનો છું અને એ પણ એક જાતનો અહંકાર જ છે. એવું છે, આ લઘુનો અર્થ 'નાનો છું' થયું. પછી લઘુતર એટલે કે નાનાથીયે હું નાનો છું. અને લઘુતમ એટલે મારાથી બધા જ મોટા છે એવો અહંકાર. એટલે એ પણ એક જાતનો અહંકાર છે !

હવે જે ગુરુતમ અહંકાર છે, એટલે કે મોટા થવાની ભાવનાઓ, હું આ બધાથી મોટો છું એવી માન્યતાઓ છે, એનાથી આ સંસાર ઊભો થયો છે. જ્યારે લઘુતમ અહંકારથી મોક્ષ તરફ જવાય. લઘુતમ અહંકાર એટલે 'હું તો આ બધાથી નાનો છું' એમ કરીને વ્યવહાર બધો ચલાવવો. એનાથી મોક્ષ તરફ ચાલ્યો જાય. 'હું મોટો છું' એવું માને છે તેથી આ જગત 'રેસકોર્સ'માં ઊતરે છે અને એ બધા ભાન ભૂલીને અવળે રસ્તે જઈ રહ્યા છે. જો લઘુતમનો અહંકાર હોયને, તે લઘુ થતો થતો એકદમ લઘુતમ થઈ જાય. એટલે એ પરમાત્મા થઈ જાય !

સંદર્ભ : દાદાવાણી Magazine April 1999 (Page #18)

Related Questions
  1. પૈસા માટે સ્પર્ધામાં ઉતરવું લાભદાયી છે? શું પૈસા માટેની સ્પર્ધા નકામી છે?
  2. ધંધાની સ્પર્ધામાં થતી પૈસાની ચિંતા કે નુકશાનના ભયને કેવી રીતે દૂર કરાય?
  3. કોઇ મને હરાવવા માટે આવે ત્યારે કેવી રીતે જીતાય? જીતવા માટે શ્રેષ્ઠ માર્ગ કયો છે?
  4. જયારે મને સફળતા મળતી હોય અને લોકો મને નીચે પાડવા પ્રયત્ન કરે ત્યારે શું કરવું? ઈર્ષાળુ લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
  5. સ્પર્ધાની શું ખરાબ અસરો છે? શું તમે સ્પર્ધાથી વસ્તુઓની ખરીદી કરો છો? શું સામાજિક સ્પર્ધા સારી છે?
  6. સ્પર્ધામાં ઉતરવું યોગ્ય છે? કેમ તમારે સ્પર્ધા ના કરવી જોઈએ?
  7. ધર્મમાં સ્પર્ધાની શું અસરો હોય છે? શું ધાર્મિક સ્પર્ધા અથવા ધાર્મિક સાંપ્રદાયિક્તા યોગ્ય છે?
  8. ગુરુતમ બનવાની સ્પર્ધામાંથી કેવી રીતે બહાર નીકળવું? શા માટે નમ્ર કે વિનમ્ર (લઘુતમ) રહેવું જોઈએ?
  9. કેવી રીતે સ્પર્ધા ટીકામાં પરિણામે છે? તમે અન્ય લોકોની ટીકા કરો ત્યારે શું થાય છે?
  10. આ વિશ્વમાં એવી કોઈ પણ જગ્યા છે કે જ્યાં સ્પર્ધા ના હોય?
×
Share on