Related Questions

મેં કોઈને દુભાવ્યા છે તો મારે કેવી રીતે માફી માંગવી?

પ્રશ્નકર્તા : સામાનું મન ભાંગ્યું હોય તો તેમાંથી છૂટવા શું કરવું ?

pratikraman

દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાં. અને સામો મળે તો મોઢે બોલવું કે ભઈ, મારામાં અક્કલ નથી, મારી ભૂલ થઈ, એમ કહેવું, આવું બોલવાથી એના ઘા રુઝાય.

પ્રશ્નકર્તા : શું ઉપાય કરવો કે જેથી તરછોડનાં પરિણામ ભોગવવાનો વારો ના આવે ?

દાદાશ્રી : તરછોડના માટે બીજો કોઈ ઉપાય નથી, એક પ્રતિક્રમણ કર કર કરવાં. જ્યાં સુધી સામાનું મન પાછું ના ફરે ત્યાં સુધી કરવાં. અને પ્રત્યક્ષ ભેગાં થાય તો ફરી પાછું મીઠું બોલીને ક્ષમા માગવી કે, 'ભઈ, મારી તો બહુ ભૂલ થઈ, હું તો મૂરખ છું, અક્કલ વગરનો છું.' એટલે સામાવાળાના ઘા રુઝાતા જાય. આપણે આપણી જાતને વગોવીએ એટલે સામાને સારું લાગે, ત્યારે એના ઘા રુઝાય.

અમને પાછલાં અવતારના તરછોડનું પરિણામ દેખાય છે. તેથી તો હું કહું કે, કોઈને તરછોડ ના વાગે. મજૂરને ય તરછોડ ના વાગે. અરે છેવટે સાપ થઈને ય બદલો વાળે. તરછોડ છોડે નહીં. એક પ્રતિક્રમણ બચાવે.

×
Share on