Related Questions

ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?

બે પેઢી વચ્ચેના ગાળાને ઓછો કરવા માટે માતા પિતાએ પહેલ અવશ્ય કરવી જોઇએ. જ્યારે બાળક સોળ વર્ષનું થાય, ત્યારથી તમારે તેના મિત્રની જેમ વર્તવું જોઇએ. તેની સાથે મિત્રતાપૂર્વક વાતો કરો કે જેથી તમારા શબ્દો વધુ અસરકારક સાબિત થાય. જો માતા પિતા એક માતા કે પિતા તરીકે જ વર્ત્યા કરશે તો બાળક તેમના ઉપર ક્યારેય ધ્યાન નહિ આપે.

ટીનએજર્સ સાથે વર્તન કરતા પહેલા તેમના મિત્ર કઈ રીતે થવું તે જાણવું જરૂરી છે. નીચે તે માટેની રીતો દર્શાવેલ છે:

  • તમારા બાળકોના રસ વિશેની વાતો કરો, સાથે ચાલવા જાઓ, સાથે રમત રમો, સાથે ચા પીઓ, વગેરે.
  • સૌ પ્રથમ, તમારે તેઓ સાથે મિત્ર તરીકે રહેવું છે તે માટેનો દ્રઢ નિશ્ચય કરો અને પછી તમે તેવું કરી શકશો. જો તમારા મિત્ર કશું ખોટું કરે છે, તો તમે કેટલી હદ સુધી તેની ચિંતા કરશો? તમે માત્ર તેને તે મુદા વિશે સલાહ જ આપશો જે તે સાંભળશે, પરંતુ તમે તેના ઉપર કચ કચ નહિ કરો.
  • તમે તમારા મિત્રને તે જેવો છે તેવો જ સ્વીકારી લો છો. જ્યારે તમને પૂછે ત્યારે જ તમે સલાહ આપો છો – જેમ કે તમે કહો છો તે સાચું છે, પરંતુ તમે તેને એવું પણ કહો છો કે તે જે કરવા ઇચ્છે કે તેને જે યોગ્ય લાગે તે કરવા માટે તે સ્વતંત્ર છે અને તમે તો માત્ર સૂચન જ કરો છો. આ જ રીતે, તમે પણ તે જ કરશો જે ઇચ્છતા હોવ, તેના માટેનો આદર કે લાગણીને દુભાવ્યા વિના. જો બાળકને કંઇ ન કરવાનું દબાણપૂર્વક કહેવામાં આવે છે, ત્યારે તે ખરેખર તેવું જ કરશે કારણ કે માતા પિતા અને બાળકનો અહંકાર સામસામે ટકરાય છે.
  • આ વાતનો મતલબ એવો જરાય નથી કે તમે હંમેશા તેની સામે સારા જ રહો. ઘણી વખત ટીનએજર્સ એટલા હોશિયાર હોય છે કે તેઓ તમારી સાથે દલીલ કરવામાં ઊતરી જાય છે, ત્યારે તેની સાથે ખેંચાય જશો નહિ. માત્ર એટલું જ કહો કે હું આ બાબત ઉપર વિચારી જોઇશ. તેઓ કદાચ તમને લાગણીશીલ બનાવવા આરોપો કરશે. થોડી પીછેહઠ કરો અને શાંત રહો.
  • તેઓના ઉચ્ચ શિક્ષણ માટે તમારી મર્યાદાને પાર ન કરો. તમારે તેઓને કહેવું કે તમે લોન લીધી છે અને તેઓ લોન ભરવા માટે જવાબદાર છે અથવા તેઓને લોન લેવા માટે કહો.
  • જો તમે તેઓ વિશે ખરાબ વિચારવા લાગો, તો તમારે તરત જ પ્રતિક્રમણ કરી લેવું જોઇએ. (કોઇ પણ ખરાબ કાર્ય માટે પશ્ચાતાપ પૂર્વક માફી માગવી)

પરમ પૂજ્ય દાદાશ્રી આજની જનરેશન માટે સુંદર શોધખોળ કરી છે કે આજનો યુવાવર્ગ હેલ્ધી માઈન્ડવાળો છે. એમના મોહમાં મસ્ત રહે પણ કષાયો ઓછા, મમતા ઓછી, તેજોદ્વેષ એવા અપલક્ષણોથી દૂર, ભણેલા પણ ગણતર ઓછું.

સમય સાથે અનૂરૂપ થતા શીખો. જો તમારો છોકરો નવી ટોપી અથવા ટેટૂ લગાવીને ઘરે આવે, તો તેને એવું ન પૂછો કે, “તું આવું ક્યાંથી શીખી લાવ્યો?” તેના બદલે તેની સાથે ભળી જાઓ અને પૂછો, “તે આવી સરસ ટોપી ક્યાંથી લીધી? કેટલાની આવી? તને ખૂબ સરસ લેતાં આવડે છે!” આ રીતે તમારે એડજસ્ટ થઈ જવું જોઇએ. આપણો ધર્મ શું કહે છે, “અગવડમાં પણ સગવડ જૂઓ.” પાંચ ઇન્‍દ્રિયોનું વિજ્ઞાન અગવડતા દર્શાવે છે, અને આત્મા સગવડ બતાવે છે. તેથી હંમેશા પોતાની જાતમાં જ રહો.

કેટલાક માતા પિતા તેઓની યુવાન દીકરી બાબતે ચિંતા કરતા હોય છે. અહીં પરમ પૂજ્ય દાદાશ્રી વ્યવહારૂકતા કઇ રીતે અપનાવવી તેની નીચેની વાતચીત દ્વારા સમજણ આપે છે:

પ્રશ્નકર્તા: હું મારા કિશોરાવસ્થાએ પહોંચેલા બાળકોને સ્વતંત્રતા આપી શકતો નથી. મને તેઓ ઉપર વિશ્વાસ બેસતો નથી અને શંકાઓ થયા કરે છે. મારે શું કરવું જોઇએ?

દાદાશ્રી : મેં એક માણસને તેની દીકરી વિશે ચિંતા કરતો જોયો હતો. મેં તેને કહ્યું કે અત્યારનો સમય આજના જે વાતાવરણમાં આપણે રહીએ છીએ તે લોકો ઉપર ખૂબ જ ખરાબ અસર ઊભી કરે છે અને તેમાં તમારી દીકરી પણ બાકાત રહી શકે નહિ. હું તેને જે કહી રહ્યો હતો તે વાત તે સમજી ગયો, તેથી જ્યારે તેની દીકરી કોઇ સાથે ભાગી ગૈ, ત્યારે તેને મારા શબ્દો યાદ આવ્યા. તે મારી પાસે આવ્યો અને મને કહેવા લાગ્યો કે મેં તેને જે કાંઇ કહ્યું તે સાચું પડ્યું અને જો મેં તેને આવું ન સમજાવ્યું હોત તો તે માણસ આ બાબતને લઇને મરી જાત. આવું આ જગત છે. આખું આડેધડ છે, અને લોકોએ તે સ્વીકારવું જોઇએ કે જે કંઇ બને છે તે ન્યાય છે. શું વ્યક્તિએ આવી બાબતો માટે પોતાની જિંદગી બગાડવી જોઇએ? ના, આ મૂર્ખતા છે. લોકો માત્ર આવી બધી બાબતો છૂપાવે છે અને પોતે ઉદાર દિલવાળો છે તેવો દાવો કરે છે.

મારા એક સંબંધીને ચાર દીકરીઓ હતી જે કોલેજમાં જતી હતી. તે બધી બાબતોથી વાકેફ હતો અને તેની દીકરીઓ વિશેની ચિંતા વ્યક્ત કરી. તેણે મને કહ્યું કે તેની દીકરીઓ હવે મોટી થઈ ગઈ છે અને કોલેજ જવા લાગી છે, તેને તેમના ઉપર વિશ્વાસ નથી. તેથી મેં તેને કહ્યું કે તમારે તેઓની કોલેજે જવું જોઇએ અને તેમની આસપાસ ફરવું જોઇએ, પરંતુ આવું તે કેટલા દિવસ ચાલુ રાખી શકશે. મેં તેમને કહ્યું કે તે મૂર્ખ છે કારણ કે તે જાણતો નથી કે કોના ઉપર વિશ્વાસ કરવો જોઇએ અને કોના ઉપર ન કરવો જોઇએ. આવું કરવાને બદલે તો તેણે તેની દીકરીઓને સમજાવવું જોઇએ કે તેઓ ખાનદાન પરિવારની છે અને આ તેઓની ફરજ છે કે આખા પરિવારની આબરૂ સાચવી રાખે. માતા પિતાએ આ રીતે તેઓના બાળકોની સવચેતી રાખવાની છે, અને પછી, જે કંઇ બને તે યોગ્ય છે. તેઓએ શંકાશીલ ન બનવું જોઇએ. જેઓને ખૂબ સાંસારિક જાગૃત્તિ હોય છે તેઓ વધુ શંકાશીલ હોય છે. પરંતુ આ શંકાઓ તેમને ક્યાં લઈ જશે?

માટે, તમારા મનમાં જે કંઇ શંકાઓ ઉદભવે, તેને તરત જ ઉખાડી નાખવી જોઇએ. તમે તો જ્યારે તમારી દીકરીઓ સામાન્ય મનોરંજન માટે બહાર જતી હોય તો પણ તેના ઉપર શંકા કરો છો. શું આવી શંકાઓ તમને ખુશ રાખી શકે છે?

જો તમારી દીકરી રાતે મોડી ઘરે આવે તો પણ તેના ઉપર શંકા ન કરવી જોઇએ. તમારી શંકાઓ નાબૂદ કરી નાખો તે તમારા જ ફાયદામાં છે. આ બધી માનસિક ઉત્તાપો કરવાનો શું અર્થ છે? વ્યક્તિના જીવનમાં કશો ફેર પડશે નહિ. તમારા દીકરા દીકરીઓને કારણ વગર દુ:ખ ન પહોંચાડો. માત્ર તેઓને એટલું જ કહો કે તેઓએ રાતે મોડું ઘરે ન આવવું જોઇએ કારણ કે ખાનદાન કુટુંબની યુવાન વ્યક્તિ રાતે મોડે સુધી બહાર રહે તે યોગ્ય નથી. તમારે તેઓ સાથે શાંતિથી વાતો કરવી જોઇએ અને વાત સમજાવવી જોઇએ, પરંતુ તમારે તે શું જૂએ છે અથવા શું કરે છે તેના ઉપર શંકાઓ ન કરવી જોઇએ. જો તમારી દીકરી ઘરે ફરીથી મોડી આવે, તો ફરીથી તમારે આ જ રીતે તેને સાવચેત કરવાની. જો તમે તેને ઘર બહાર કાઢી મૂકશો, તો ખબર નહિ તે ક્યાં જશે. તમને આમાંથી શું મળશે? તેના બદલે, જે ઓછું નુકસાનકારક હોય તેવું સમાધાન અપનાવવું એ જ તમારા માટે ફાયદાકારક છે. અને આ માટે હું દરેકને કહું છું કે તમારી દીકરી રાતે ઘરે મોડી આવે તો પણ, તેને ઘરમાં અંદર આવવા દેજો. કેટલાક માતા પિતા એટૅલા કડક હોય છે કે તેઓ દીકરીને ઘરમાં આવવા દેતા નથી અને તેઓને બહાર કાઢી મૂકે છે. આ ખૂબ વિચિત્ર સમય છે, ખૂબ અજંપા અને પીડાઓથી ભરેલો. વધારામાં, આ કળિયુગ છે. તેથી તમારે તેઓને શાંતિથી વાતને સમજાવવી જોઇએ.

બાળકોના લગ્ન સંબંધી ચિંતા છે?

દાદાશ્રી: તમારી દીકરીઓ તેના પોતાના કર્મો લઈને જ આવી હોય છે. તમારે તેમના માટે ચિંતા કરવાની જરૂર નથી. માત્ર તેઓની સરસ સંભાળ રાખો. તેઓ પહેલેથી જ તેમના માટે લાયક હોય તેવી વ્યક્તિ લઈને જ જન્મી હોય છે. શું તમારે ઠેરઠેર લોકોને એવું કહેતા ફરવું જોઇએ કે તમારી દીકરી માટે છોકરાને જન્મ આપે? તે પહેલેથી તૈયાર જ હોય છે. જ્યારે તમારી દીકરી ઉંમર લાયક થાય છે, ત્યારે તમે ચિંતાતુર બની જાઓ છો, પરંતુ તમે જાણતા નથી કે આ સંસારમાં તેના માટે લાયક લાયક છોકરો પહેલેથી જ તેની રાહ જોઇ રહ્યો હોય છે. તેથી ચિંતા કરવાનું બંધ કરો અને શાંતિથી સૂઇ જાઓ.

ચિંતાથી અંતરાય કર્મો બંધાય છે અને તેનાથી કામ થવામાં વિલંબ થાય છે. જો તમારો કોઇ મિત્ર તમને તમારી દીકરી માટે કોઇ લાયક છોકરો બતાવે તો તમારે તેઓને મેળવવા માટેની ગોઠવણ કરવી જોઇએ. પરંતુ જો તમે ચિંતા કરશો, તો તમારી ચિંતા તો વધારામાં દુ:ખનું કારણ બનશે. માત્ર તમારી જાતને પૂછો કે આ સંસારમાં કશું તમારા હાથમાં છે. શું તમે કોઇ પણ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી શકો છો? શું તમે જાતે સંડાસ જવાની શક્તિ પણ ધરાવો છો? શું દરેક ક્રિયા પાછળ કોઇ બીજી શક્તિ કામ કરતી હોય તેવું નથી લાગતું?

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
×
Share on