Related Questions

તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?

એટલે છોકરાને તો ફક્ત શું આપવા-કરવાનું. એક ફલેટ આપવાનો. આપણે રહેતા હોઈએ તે. તે ય હોય તો આપવું. આપણે બતાવી દેવું કે 'ભઈ, અમે ના હોઈએ કે તે દહાડે તારું, ત્યાં સુધી માલિકી મારી ! ગાંડા કરીશ તો કાઢી મેલીશ, કહીએ. વહુ સાથે કાઢી મેલીશ. અમે છીએ ત્યાં સુધી તારું નહિ. અમારા ગયા પછી બધું તારું. વીલ બધું કરી નાખવું. આપણા બાપે આપ્યું હોય એટલું આપણે એને આપવાનું. એટલો હક્કદાર છે. ઠેઠ સુધી છોકરાને મનમાં એમ રહે કે હજુ કે 'બાપા પાસે હજુ પચાસેક હજાર છે.' આપણી પાસે હોય તો લાખ. પણ એ મનમાં જાણે કે 40-50 હજાર આપશે. એ લાલચમાં રાખવો ઠેઠ. એની વહુને કહેશે, 'જા, ફર્સ્ટ ક્લાસ બાપાને જમાડ, ચા-નાસ્તા લાવ.' રોફભેર રહેવું આપણે. એટલે આપણા બાપાએ જે કંઈ ઓરડી આપી હોય તે એને આપી દો.

કોઈ જોડે લઈ જવા દેતા નથી. આપણને બાળે છે જતી વખતે. તો પછી છોકરાં માટે બહુ મૂકી જાય તો ? છોકરાં માટે બહુ મૂકી જાય તો છોકરાં શું કરે ? હવે ધંધા-નોકરી કરવાની જરૂર નથી. પીવાનું રાખે અને નિરાંતે એમાંથી દારૂડિયા થાય બધાં. કારણ કે સોબત એવી મળી આવે પછી. આ દારૂડિયા જ થયેલા છે ને બધાં ? એટલે છોકરાંને તો આપણે પધ્ધતસરનું આપવું જોઈએ. આ વધારે આપીએ તો દુરૂપયોગ થાય. હંમેશાં જોબ (નોકરી)માં જ રહે એવું કરી આપવું જોઈએ. નવરો પડે તો દારૂ પીવે ને ?

કોઈ બીઝનેસ એને ગમતો હોય તો કરી આપવો. ક્યો ધંધો ગમે છે તે પૂછી અને એને જે ધંધો ઠીક લાગે એ કરી આપવાનો. અને પચ્ચીસ-ત્રીસ હજાર બેંકના લઈ આપવા. લોન ઉપર તે ભર્યા કરે એની મેળે અને થોડાક આપણે આપી દેવા. એને જોઈતી હોય તેમાં અડધી રકમ આપણે આપવી ને અડધી બેંકની લોન ભર્યા કરે. એટલે પચ્ચીસ હજારની કહીએ બેંકમાંથી લોન લે. એ લોન તું હપ્તા ભરજે, કહીએ. એટલે હપ્તા ભરે, એ છોકરો ડાહ્યો થાય.

એટલે છોકરાને રીતસર પધ્ધતિસર આપી અને બીજું સારે રસ્તે આપણે લોકોનાં સુખને માટે વાપરી દેવું. લોકોને સુખ કેમ પડે, લોકોના દિલ ઠારવાથી, એ તમારી જોડે આવશે મિલકત. આમ રોકડું નથી આવતું, પણ આ ઓવરડ્રાફ્ટ રીતે આવે છે. રોકડું તો જવા જ ના દે ને ત્યાં આગળ ! આમ ઓવરડ્રાફ્ટ કરે, લોકોને ખવડાવી દે, બધાનું દિલ ઠારે, કોઈને અડચણ હોય તો ભાંગે. આ રસ્તો છે આગળથી ડ્રાફ્ટ મોકલવાનો. એટલે પૈસાનો સદ્ઉપયોગ કરો. વરીઝ-બરીઝ કરવાની નહીં. ખાવો-પીવો, ખાવા-પીવામાં અડચણ ના કરો. એટલે હું કહું છું કે, 'વાપરી નાખો, ને ઓવરડ્રાફ્ટ લો. 

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
×
Share on