www.dadabhagwan.in
                   


   

અનુક્રમણિકા 
1.
સીમંધર સ્વામી પધારો
2.
ત્રિમંદિરે પ્રાણ પ્રાતિષ્ઠા
3.
પધારો સીમંધર સ્વામીશ્રી
4.
ઉતારો પ્રભુ, ચેતના આજે...
5.
ચલો ન્યુજર્સીમાં જઈએ
6.
સાન હોઝેમાં ગુરુપૂનમે

 

(1). સીમંધર સ્વામી પધારો

સીમંધર સ્વામી પધારો, આપની ચેતના ઉતારો.
મોક્ષદાતા, તારણહારા (૨) સીમંધર સ્વામી પધારો...
'દાદા' સાક્ષીએ સ્વીકારો, વંદન હ્રદયના હજારો !

હ્રદયો ચોખ્ખાં કર્યા, ભાવો શુદ્ધ કર્યા, અશ્રુ વરસાવીયાં !
માનવ મોક્ષે વળ્યા, આતમ દીવા પ્રગટ્યાં !
હ્રદયો ખાલી કરી, આપની વાટ જોઈ !
આનંદવિભોર કરાવો, વહેલા આવીને તમે, વહેલા...
પહેલી પૂજા અમ સહુની તમને જ હો, સહુની...
અડાલજ ક્ષેત્રે પધારી, કાયમ આપ રહો.કાયમ... (૪)
અડાલજ ક્ષેત્રે પધારી, સહુ પર કૃપા ઉતારો, સહુ પર...
આપની આંખનો નઝારો, ભવઅંતનો કિનારો !સીમંધર....
મુક્તિ દેતા, સ્વમાં રહેતા (૨) સીમંધર...

અડાલજ ક્ષેત્રે મહાવિદેહ સ્થાપજો પ્રભુ, ભક્તિમાં રાખજો પ્રભુ.
સીમંધર સીટીથી મહાવિદેહ ખેંચજો પ્રભુ.
હવે અન્ય ઈચ્છા નથી, મોક્ષની લગની લાગી.
સીમંધર સ્વામી, ચરણોમાં લેજો પ્રભુ, ચરણોમાં...
મોક્ષના ઠેકેદાર, અંત સમયે હાજર રહો, અંત સમયે...
હવે તો છું હું તમારો, કેવળ સ્વરૂપ પમાડો. કેવળ...(૪)
હવે તો છું હું તમારો, મોક્ષમાં એન્ટ્રી દેજો, મોક્ષમાં...
રાત-દિન ભક્તિ કરું, અનુસંધાનમાં રહું.સીમંધર...
તમે મારા, દિલના પ્યારા (૨) સીમંધર...

આખા બ્રહ્માંડના છો સ્વામી પ્રભુ, તારણહાર પ્રભુ !
દ્રષ્ટિ માત્રથી મોક્ષના દાની પ્રભુ !
એક દ્રષ્ટિ અહીં, આજ કરી દયો પ્રભુ !
સહુના દિલના દુલારા, છો આપ પ્રભુ, છો આપ...
મોક્ષની બાંહેધરી, તમ ભક્તિથી થાય, તમ ભક્તિથી...
આજ દર્શન આપી, ત્વમ શરણે લેજો. ત્વમ શરણે... (૪)
આજ દર્શન આપી, વિરહો અમારો ઠારો, વિરહો...
હવે છે આલંબ તમારો, સંસાર ચક્રથી તારો !
સીમંધર સ્વામી પધારો, દર્શન દઈને ઉગારો !
હે વીતરાગી, કેવળજ્ઞાની ! (૨) સીમંધર સ્વામી પધારો...

અનંતકાળથી અમે સહુ ભટક્યા પ્રભુ, ખૂબ રખડ્યા, પ્રભુ !
કળિકાળમાં ચઢતાં જ લપસ્યા પ્રભુ !
દાદાએ દ્રષ્ટિ ખોલી, પલમાં તાર્યા પ્રભુ !
અમને મળ્યું જે કંઈ, સહુને મળજો પ્રભુ, સહુને...
અનંત સુખના સાગર, બુંદ એક આપજો પ્રભુ, બુંદ એક...
ભરતક્ષેત્રે પધારી, સહુના કલ્યાણ કરો. સહુના... (૪)
ભરતક્ષેત્રે પધારી, કળજુગી જીવોને તારો, કળજુગી...
જ્યાં છે તમારો સહારો, મોક્ષનો વારો છે અમારો ! સીમંધર સ્વામી પધારો...
વર્તમાને, તીર્થંકર છો (૨)
દાદા સાક્ષીએ સ્વીકારો, વંદન હ્રદયના હજારો !
સીમંધર સ્વામી પધારો, આપની ચેતના ઉતારો ! (૪)

જય સચ્ચિદાનંદ.

ટોપ

 

(2). ત્રિમંદિરે પ્રાણ પ્રાતિષ્ઠા,

ત્રિમંદિરે પ્રાણ પ્રાતિષ્ઠા,
આવો આવો દેવી દેવો (૨)

તેંત્રીસ કોટી દેવી દેવો ભરતક્ષેત્રે પધારો,
ત્રણેવ પ્રભુની પ્રાણ પ્રાતિષ્ઠા ત્રિમંદિર ઉજવાય.
વીતરાગ શાસન દેવી દેવો, પ્રાણ પ્રાતિષ્ઠે પધારો,
નિષ્પક્ષપાતી શાસન દેવો, પ્રાણ પ્રાતિષ્ઠે પધારો.

(હો) તેંત્રીસ કોટી દેવી દેવો.... પધારો.

સ્વામી સીમંધર વિદેહથી પધારે, પ્રભુની ભવ્ય ભરત યાત્રા,
શ્રી કૃષ્ણ શીવશક્તિ સાથમાં સોહાયે, દેવી દેવો વધાવે,

(હો) તેંત્રીસ કોટી દેવી દેવો.... પધારો.

યોગશ્વર શ્રી કૃષ્ણ બીરાજે, સંગે શ્રી નાથજી,
સાથમાં તીરુપતી બાલાજી છે, શીવ કલ્યાણી સ્થપાય.

(હો) તેંત્રીસ કોટી દેવી દેવો.... પધારો.

અભેદ ભાવના ત્રિપક્ષની અહીં, હ્રદય દાદાશ્રીનંુ,
ધર્મનો પાયો, ઐક્યે સધાય, વિશ્વે શાંતિ પમાય.
હો, તેંત્રીસ કોટી દેવી દેવો, ભરત ક્ષેત્રે પધારો,
ત્રણેવ પ્રભુની પ્રાણ પ્રાતિષ્ઠા, ત્રિમંદિરે ઉજવાય.

ત્રિમંદિરે પ્રાણ પ્રાતિષ્ઠા,
આવો આવો દેવી દેવો (૨)

જય સચ્ચિદાનંદ.

ટોપ

 

(3). પધારો સીમંધર સ્વામીશ્રી

પધારો સીમંધર સ્વામીશ્રી,
ત્રિમંદિરે ચેતના ઉતારો,
પધારો, ઓ ઓ...

તરસે ધરતી, ભરત ભૂમિની,
મોક્ષની આશે, પ્રાણ મૂકીને,
જ્ઞાની મળતાં, જાગ્યો આતમ, (૨)
આપ્તપુરુષનો સહારો, પધારો સીમંધર સ્વામીશ્રી,

ત્રિમંદિરે ચેતના ઉતારો
પધારો સીમંધર સ્વામીશ્રી....
પધારો, ઓ ઓ...

કળિ કાદવમાં ખૂપેલાને,
અનંત ભવથી રખડેલાને,
કરુણા સાગર કરુણા રેડીને, (૨)
ભૂલકાને આજે ઊગારો, સીમંધરી શક્તિ અહીં વરસી

ખૂલી ગઈ, મોક્ષની બારી,
પધારો સીમંધર સ્વામીશ્રી....
પધારો, ઓ ઓ...

જિનમૂદ્રા અકર્તા પદ,
વાત્સલ્ય નીતરે, નેણ સ્વચ્છ,
હ્રદય ઠારિણી, કષાયો કાપીણી, (૨)
સ્વાદ્વાદે કિનારો, સીમંધરી સુભક્તિ ઊભરી,

નાચી ઊઠયા, ગાંધર્વો કિન્નરી,
પધારો સીમંધર સ્વામીશ્રી....
ત્રિમંદિરે ચેતના ઉતારો...

પધારો, ઓ ઓ...

જય સચ્ચિદાનંદ.

ટોપ

 

(4). ઉતારો પ્રભુ, ચેતના આજે...

ઉતારો પ્રભુ, ચેતના આજે...
મહાવિદેહથી આસન છોડી,
ત્રિમંદિરીયે વસો,

ઉતારો પ્રભુ ચેતના આજે, આવો સીમંધર સ્વામી,
આવો સીમંધર સ્વામી, આવો સીમંધર સ્વામી,

ધરતી ઝંખે સૌરાષ્ટ્રની, જ્ઞાન જ્યોત પ્રગટાવો,
પુણ્યશાળી રાજકોટી જન, ત્રિમંદરનો લહાવો,

પ્રભુ, અમારા પ્રેમને પારખી, આપ શરણે લેશો,
પ્રભ, તમારી કૃપા-શક્તિથી, ભરત ક્ષેત્રે તારો.

ઉતારો પ્રભુ ચેતના આજે....

જગ કલ્યાણી ભાવથી રંગેલ, રોમ રોમ આપના,
લાવણ્યમય ચરમ શરીરી, દેવી દેવો ખેંચાય,

શાસ્ત્રો લખે નહીં, વદે તે શાસ્ત્રો, સ્યાદ્વાદ વહાય,
બ્રહ્માંડે સર્વોતમ પુણ્યૈ, યુગો યુગો વખણાય.

ઉતારો પ્રભુ ચેતના આજે...

કેવળ જ્ઞાની બ્રહ્માંડે નાયક, આશ્ચર્યો સર્જાય,
ત્રિમંદિરના દર્શન માત્રથી, મોક્ષ સાંધો સંધાય,

સકલ પાપોના આપ છો નાશક, અનંત ગુણ ધારક,
અખીલ વિશ્વના આપ ઉદ્ધારક, અમી દ્ષ્ટિ આપો,

ઉતારો પ્રભુ ચેતના આજે...

હ્રદય રંગોળી ફૂલો સજાવી, ભક્તિ નહીં કાચી,
પ્રથમ પૂજા પ્રભુ અમ સ્વીકારો, મોક્ષ ખપ સાચી,

પ્રભુ, અમારંુ આજનંુ આહવાન, અબઘડી ઝીલશો,
મોક્ષનો સિક્કો આજે મારો, ભાવો અમ વાંચી,

ઉતારો પ્રભુ ચેતના આજે,
આવો સીમંધર સ્વામી....(૨)
આવો આવો મારા સ્વામી....(૪)
આવો આવો મારા સ્વામી....
આવો આવો મારા સ્વામી.... (બધા સાથે ગાવાનંુ)

જય સચ્ચિદાનંદ.

ટોપ

 

(5). ચલો ન્યુજર્સીમાં જઈએ

ચલો ન્યુજર્સીમાં જઈએ, ગુરુપૂનમ ઉજવીએ (૨)
ગુરુપૂનમ ઉજવીએ (૩) ચલો ન્યુજર્સીમાં.....

મહાત્માઓ આનંદથી નાચે, દાદાની કૃપા આજ યાચે (૨)
પૂર્ણ દર્શન કરીએ (૩) ચલો ન્યુજર્સીમાં.....

અભેદતાના રંગે રંગાય, દાદાની હાજરી વર્તાય (૨)
ચાલો સહુને નમીએ (૩) ચલો ન્યુજર્સીમાં.....

દાદા આજ કૃપા વરસાવો, મહાત્માઓને પૂર્ણ કરાવો (૨)
કચાશ કરી દો પૂરી (૩) ચલો ન્યુજર્સીમાં.....

દાદા આજ પૂજા સ્વીકારો, દરસ કરે તેને આજ તારો (૨)
પ્રેમ સર્વ ધરીએ (૩) ચલો ન્યુજર્સીમાં.....

દાદા તુમ બીન ના રહેવાય, વિરહો કેમે ના સહેવાય (૨)
આજે સાક્ષાત આવો (૩) ચલો ન્યુજર્સીમાં.....

જય સચ્ચિદાનંદ.

ટોપ

 

(6). સાન હોઝેમાં ગુરુપૂનમે

સાન હોઝેમાં ગુરુપૂનમે, લાગે સહુને દાદા જ મારા
પૂર્ણ દાદા દર્શન દેતા... આજે ઉતારે, સહુના પારા.
સાન હોઝેમાં....

બોલો મહાત્માઓ ! ક્યારે ગણ્યું તમે, પૈસા કમાવું નિકાલી ?
ભાવતા ભોજન નિકાલી માન્યા, સમજુ આ તો બોલે ખાલી,
તૃષા છીપાવા પીધા સાગર (૨), મીઠા નથી આ તો ખારા,
સાન હોઝેમાં...

યુ. એસ. એ.નો મોહ કેટલો કાઢયો ? ભારતે મૃત્યુ કોણે રે માંગ્યું ?
દાદાની વાત તો સાવ રે ભૂલ્યાં, કરુણા નીતરે હ્રદયે વાગ્યંુ,
અમ ભૂમી ભારતનંુ વરદાન (૨) દાદા વ્હારે છેલ્લે તારા...
સાન હોઝેમાં...

બેન્ક ને શેર ને મ્યુચ્યુલ ફંડમાં, જમા તમે કેટલું કરીયું ?
હિસાબ દો તમે આજે મને સહુ, શુદ્ધાત્મા ખાતે શું વધીયું ?
દાદ મળ્યા છતાં એળે જાશે, આવા ને આવા જન્મારા...
સાન હોઝેમાં...

હની મની ને સની ને બેનીને, સમર્પી દ્યો દાદા ચરણે,
હજી રહ્યાં જો સંસાર શરણે, રાચી રહેયો સદા ભાવ મરણે,
દાદા દર્શન આજ કરીને, (૨) કાઢી લેજો કામ પ્યારા...
સાન હોઝેમાં...

ઘરને વરને રીપેર કરવા, હોમી આત્માની લક્ષ્મી,
મહીં સમું તું કરીશ ક્યારે ? પ્રકૃતિ ભારે વસમી !
પ્રકૃતિથી છુટવા માટે (૨) અક્રમના મારગ છે ન્યારા..
સાન હોઝેમાં..

આવતી સાલ ડો નહીં સૂધરો તો દાદા તમોથી રીસાઈ જશે,
ગુરુપૂનમે નહીં આવે દાદા, પ્રોમીસ આપીને લ્યો કૃપા
નહીં જાગો તો ખોશો તમારંુ, ન મલે બીજા તારણહારા..
સાન હોઝેમાં...

મહાત્માઓ ઉવાચ :-

જેવા છે તેવા તમારા શરણે, સમાવી લો કરુણાના સાગર,
ઢબ્બુઓના તારક કળિકાળે, ભૂલકાઓના હે ગ્રાન્ડ ફાધર !
નહીં છોડીએ તમારા ચરણો, પંપાળો કે બૂટથી મારો...
સાન હોઝેમાં...

જય સચ્ચિદાનંદ.

ટોપ

google
Web www.dadabhagwan.in
show bar