વાંચો અનુભવો

દીપાલી મેહતા

દીપાલી મેહતા , India

જ્ઞાનવિધિ પછી .....આપણે પોતાના આત્મા સાથે જોડાઈએ છીએ.

હું હંમેશા મને સુખી કરી શકે અને મારી પાસે ટકી રહે એવું કશુંક શોધતી હતી. એવું કશુંક કે જે ગહન, શાશ્વત, અને શાંતિપૂર્ણ હોય.

હું  INFOSYS માં કામ કરતી કોમ્પ્યુટર એન્જીનીયર છું, અને મારી સંભાળ રાખનાર એક જવાબદાર પતિ ને પરણેલી છું. એટલે બહાર ના લોકો ને એમ લાગે કે હું સંપૂર્ણ જીવન જીવું છું, પરંતુ અંદર મને હંમેશા કશુંક ખૂટે છે એમ લાગતું હતું. હું આંતરમુખી વ્યક્તિ હતી, હંમેશા દુઃખી રહેતી, મારી આજુબાજુ ની નાની વસ્તુઓ /વ્યક્તિઓ થી પરેશાન રહેતી. હું મારી લાગણીઓ શબ્દો માં વ્યક્ત કરી શકતી ન હતી, અને મોટેભાગે ચુપ રહેતી. જ્ઞાનવિધિ લીધા પછી મારી જીંદગી અને જીંદગી પ્રત્યે નો અભિગમ સંપૂર્ણ બદલાઈ ગયા.

જ્ઞાન લીધા પહેલાં :

હું વાંચતી /સાંભળતી /અનુભવતી રહેતી  અને મને ખાતરી છે કે તમને પણ ક્યારેક જીવન માં આવું લાગ્યું હશે.

  • 'પોઝીટીવ વિચારશો તો તમારી ઝીંદગી પોઝીટીવ વસ્તુઓ થી ભરેલી હશે.'.... પરંતુ પાંચ માંથી ચાર વિચારો નેગેટીવ હોય છે.  મેં કેટલાક લાઈફ સાયન્સ (જીવન વિજ્ઞાન) ના કોર્સ કર્યા છે, તેમના શિક્ષણ ની અસર મને એક, બે કે થોડા દિવસ રહી પરંતુ એમાંનું કશું મારા અંદર ના આત્મા ને સદાકાળ અસર થાય એમ સ્પર્શ્યું નહિ !!
  • 'તમારી જાત ને બદલો અને જગત બદલાશે.'.... વ્યવહાર માં એવું થતું દેખાતું નથી કારણકે  મને હંમેશા એવું થાય છે કે જો ભૂલ બીજા ની હોય તો મારે શા માટે બદલાવું જોઈએ !!
  • 'તમે જ તમારી જાત નું નિયંત્રણ કરો'.... પરંતુ હકીકત માં મેં જોયું છે કે મારું કામ- મારું જીવન, અરે મારો મૂડ અને મારી લાગણીઓ પણ મારી આજુબાજુ ના લોકો અને વસ્તુઓ થી પ્રભાવિત છે. મારા કામ ના પ્રયત્નો નું મૂલ્યાંકન/પુરસ્કાર મારા સમોવડિયા (મારા પતિ ના કુટુંબીજનો) જેવુ નથી થતું. શા માટે મારા મૂડ નું નિયંત્રણ બીજા ના હાથ માં હોય છે?!! જો તમારા વિચારો અલગ હોય તો, જયારે તમે ખરાબ મૂડ માં હો ત્યારે આ બાબત નો વિચાર કરજો તમને ચોક્કસપણે મળી આવશે કે બહાર ના કોઈક કારણ ને લીધે તમારો મૂડ બગડ્યો છે.!
  • 'જયારે તમે ગુસ્સે થાઓ છો, ત્યારે એ ગુસ્સો બીજા કરતાં તમને વધારે દુ:ખી ( શારીરિક/માનસિક રીતે ) કરે છે!!'.... હું એ જાણું છું અને મેં એ અનુભવ્યું પણ છે. છતાં પણ વ્યવહાર માં જયારે એનો ઉપયોગ કરવા નો વારો આવે છે ત્યારે મને તેની કોઈ દૂરગામી અસર દેખાતી નથી, અને તે ઘડીએ ગુસ્સો ઠાલવી દેવાનું મન થાય છે!!
  • શા માટે મારું જીવન આ ઘરેડ માં રીતે ચાલે છે?.... અને મને કામ કરતાં આવા કડક અને પરેશાન કરનારા  ઘરાકો/ઉપરી/પ્રસંગો મળ્યા કરે છે જયારે પેલા માણસ ને હમેશાં હળવા સંજોગો માં કામ કરવા નું હોય છે.!
  • 'કર્મ નો સિદ્ધાંત'...તમે તમારું કર્મ કર્યે જાઓ ફળ નો વિચાર ના કરો'. પણ કેમ? હું એમ વિચારું છું કે પહેલામાં પહેલું પરિણામ નજર સમક્ષ હોય તો જ કામ કરવાનો ઉત્સાહ આવે છે. ભગવાન કૃષ્ણ નો મહાન ઉપદેશ સમજવા માં કે જેનાથી અર્જુન નો એજ ભવે મોક્ષ થયો હતો !!... મારાથી કશુંક મહત્વ નું સમજવાનું રહી  જાય છે. એટલે કર્મ નું વિજ્ઞાન શું છે ?
  • આપણે બધા માનીએ છીએ કે ભગવાન આપણી અંદર છે-બધામાં છે. તો હું જેને ધિક્કારું છું તે વ્યક્તિમાં એ મને કેમ નથી દેખાતા !
  • જૈન હોવાથી, હું નાનપણ માં પાઠશાળા (જૈન ધર્મ શીખવતી શાળા) જતી અને ત્યાં અથવા મારા પિતાજી પાસેથી જૈન ધર્મ ના સિદ્ધાંતો સાંભળતી જેમ કે સ્યાદવાદ, અનેકાંતવાદ, ભાવના, પાપ - પુણ્ય એ લોખંડ - સોના ની સાંકળો છે. એટલે બન્ને સંસાર માં બાંધતી સાંકળો છે, તીર્થંકરો ની જેમ આપણે બધા પણ બંધન થી મુક્ત થઇ મોક્ષ મેળવી શકીએ છીએ. પરંતુ જેમ જેમ હું મોટી થઈ અભ્યાસ- વ્યવસાય અને લગ્ન થયા, હું જીવન માં આગળ વધી, અને જૈન ધર્મ થી દૂર થઈ. જયારે પણ હું નીરાશ થતી કે મને મન ની શાંતિ ની જરૂર હોય ત્યારે હમેશાં હું દેરાસર (જૈન મંદિર) જતી અને દરરોજ નવકાર મંત્ર નું રટણ કરતી, પરંતુ એ મારી ભૌતિક જરૂરીયાત માટે હતું.
  • 'જીવન અને મૃત્યુ'.... જો મારા મૃત્યુ બાદ હું પ્રેમ/પૈસો/ઘર/મોભો આ બધું અહીં જ મૂકીને જવાની હોઉં તો શા માટે મારે આવી બધી ચીજો માટે રોજ ની હાડમારી માં પડવું જોઈએ? મૃત્યુ પછી શું થાય છે? મૃત્યુ પછી આપણે જે વ્યક્તિ ને જાણતા હોઈએ તેનું શરીર આપણી સામે હોય છે પરંતુ તેમાં જીવ નથી. તો હું ખરેખર કોણ છું?

આવા સવાલો હમેશાં મારા મન માં ઉદભવતા અને હું પુસ્તકો વાંચતી કે ક્યારેક કોઈ 'કોર્સ'નાં ૧-૨ સત્રો કરી તેના જવાબ મેળવવા મથતી.

દરમ્યાન મારા ભાઈ અને માતા કે જેમણે ૨૦૦૪ માં જ્ઞાન લીધું હતું તેમણે મને જ્ઞાન લેવા કહ્યું પરંતુ હું એટલી ઉત્સુક ન હતી. હું વિચારતી કે મારું જીવન સારું ચાલે છે. મારા લગ્ન થયા પછી હું મારા પતિ સાથે જુદી-જુદી જગ્યાએ ફરવા જતી, પરંતુ બધું જ અલ્પકાળ નું હતું. તે પૂરું થઇ જતું અને હું કંઇક નવું શોધવા લગતી....

પછી મારી મમ્મી માં બદલાવ જોયો.... જો કે તે અમારી સાથે ના વ્યવહાર માં હમેશાં પ્રેમાળ હતી પરંતુ મેં જોયું કે હવે તેને જીવન માં જે કંઈ પણ મળે તેનાથી તે હમેશાં ખુશ રહેતી અને તેને કશું અડતું ન હતું. તે કદી ફરીયાદ ન કરતી, આ વાત મને સ્પર્શી ગઈ અને હું તેને કહેતી, મારે તારા જેવા થવું છે.

મારી લાંબી રજાઓ માં મને મારી મમ્મી સાથે રહેવાનો, દાદાશ્રી ના પુસ્તકો વાંચવાનો, ટીવી પર નીરુમા નો સત્સંગ જોવાનો મોકો મળ્યો, તેનાથી મને જ્ઞાન લેવા માટે ની ખૂબ જરૂરી એવી પ્રેરણા મળી.

મારા કેટલાક સવાલો ના જવાબ મને ટીવી પર સત્સંગ જોવાથી, પુસ્તકો વાંચવા થી મળ્યા પરંતુ જયારે મેં જ્ઞાન લીધું ત્યારે મને બધા સવાલો ના જવાબ મળી ગયા.

 

જ્ઞાનવિધિ પછી:

તે દિવસે મારું જીવન બદલાઈ ગયું. જયારે મેં જાન્યુઆરી ૨૦૦૬ માં નીરુમા પાસે થી જ્ઞાનવિધિ લીધી ત્યારે મારો જીવન પ્રત્યે નો અભિગમ સાવ અલગ હતો. ફક્ત બે કલાક માં મારું મારા આત્મા સાથે જોડાણ થયું. એક ઉત્કૃષ્ટ અનુભવ!!! આ ફક્ત મને જ નહિ, પરંતુ જેમણે જ્ઞાનવિધિ લીધી એ બધાને આત્મસાક્ષાત્કાર અને જુદાપણાનો અનુભવ થાય છે, પછી ભલે તે ગામડા ની અભણ નિર્દોષ સ્ત્રી હોય કે દુનિયા ના કોઈ પણ ધર્મ નો વ્યવસાયિક હોય.

જ્ઞાનવિધિ પછી ..... અમે અમારા આત્મા સાથે જોડાયા. લગભગ છેલ્લા છ વરસ થી હું આ અનુભવું છું. હવે દીપાલી ના જીવન માં ઉતાર ચડાવ આવે છે પરંતુ જ્ઞાનવિધિ દરમ્યાન મળેલી પાંચ આજ્ઞા વાપરવા થી બધી મુંઝવણો દૂર થાય છે. ક્યારેક મુંઝવણ મારા થી મોટી હોય તો, હું દરરોજ ટીવી પર સત્સંગ જોઉં તેનાથી અથવા દીપકભાઈ ને સત્સંગ માં પ્રશ્ન પૂછવા થી જવાબ મળી જાય છે. તમે કાંઈપણ પૂછો, બધું જ પૂછો અને તમને હમેશાં સંતોષકારક અને તર્કસંગત જવાબો મળશે.

દીપકભાઈ કહે છે... બધા જીવો સુખ ખોળે છે કીડીઓ ને પણ મીઠાશ ગમે છે, જો તમે કીડીઓ તરફ મીઠું (નમક) નાખશો તો તેઓ ભાગી જશે, તેમ બધા મનુષ્યો પણ સુખ ખોળે છે. બધા જીવો ને સુખ નું આકર્ષણ હોય છે, તે આત્મા નો ગુણધર્મ છે. જેમ આપણને સાજા થવા માટે ડોકટર ની જરૂર પડે છે - આપણે પુસ્તક વાંચી ને ઓપન હાર્ટ સર્જરી નથી કરી શકતા, તેવી જ રીતે આત્મા ને જાણવા માટે જ્ઞાનીપુરુષ ની જરૂર પડે છે. ગંદા પાણી માંથી તેમાંના મૂળભૂત તત્વો હાયડ્રોજન અને ઓક્સિજન વૈજ્ઞાનિક પ્રયોગ થી જુદા પાડી શકાય....એટલે આ જ્ઞાનવિધિ નો વૈજ્ઞાનિક પ્રયોગ છે જે  બધા 'મારું' માંથી ખરા (રીયલ) 'હું' ને જુદું પાડે છે.

દાદાશ્રી અને નીરુમા સદેહે આ પૃથ્વી પર નથી. હવે ફક્ત દીપકભાઈ આપણી સાથે છે. તેથી હું તમને બધા ને વિનંતી કરું છું કે આ તક નો લાભ લઇ જ્ઞાનવિધિ લો. તમારે ફક્ત એક વખત જ જ્ઞાન લેવા ની જરૂર છે. પછી તમને આ દુનિયા ને જોવા માટે નવા ચશ્માં/આંતરચક્ષુ (દિવ્ય દ્રષ્ટિ ) મળશે અને આત્મા,આત્મસાક્ષાત્કાર, મુક્તિ, મોક્ષ, રાગ-દ્વેષ વગેરે શબ્દો.... ફક્ત શબ્દો નહિ રહે પણ તમને તેનો અર્થ સમજાશે.... ખરો અર્થ સમજાશે. હું કોણ છું નો ખરો અર્થ, શા માટે કેટલાક ખરાબ પ્રસંગો/દુઃખો આવે છે? આ જીવન નો ખરો હેતુ શું છે....કે હું ક્ષણે ક્ષણે આર્તધ્યાન, રૌદ્રધ્યાન, કર્યા કરતી હતી તે મને ખબર નહોતી? પરંતુ જ્ઞાન પછી તમને ખબર પડે કે ના પડે તમે શુક્લધ્યાન માં હો છો ! હકીકત માં આપણે અહીં કળીયુગ માં છીએ કારણકે, આપણે મોહ-માયા ના અંધાપા થી આખી ચોવીસી વટાવી આવ્યા છીએ !! માટે જ્ઞાનવિધિ નું સમયપત્રક ખાસ જોતા રહેજો. જ્ઞાનવિધિ માં જ્ઞાન મેળવવા પોઝીટીવ ભાવ કરજો....અને તમારા કુટુંબીજનો ને મિત્રો ને સાથે લઇ જજો..

Regards
દીપાલી મેહતા

SHOW MORE
ડો. મહેશ પી. તીલવાની

ડો. મહેશ પી. તીલવાની, India

પહેલાં હું દરરોજ છ કલાક ચલચિત્રો જોતો, અને હવે હું દરરોજ છ કલાક સત્સંગ જોઉં છું !

મેં જ્ઞાન લીધું અને ત્યારપછી હું દાદા ના પુસ્તકો વાંચતો, પૂજ્ય દીપકભાઈ અને પૂજ્ય નીરુમા ને સાંભળતો. મને લાગ્યું કે માનસશાસ્ત્ર અને મનોચિકિત્સા નું મારું બધું જ્ઞાન, તેમની પાસે થી મળેલી સમજ ના પ્રમાણ માં ક્ષુલ્લક હતું. પહેલાં હું દરરોજ છ કલાક ચલચિત્રો જોતો, અને હવે હું દરરોજ છ કલાક સત્સંગ જોઉં છું !

Regards
ડો. મહેશ પી. તીલવાની

SHOW MORE
જહાન્વી શાહ

જહાન્વી શાહ , India

મારી શોધ અહીં પૂરી થાય છે કેમકે હું શાશ્વતતા અનુભવું છું!

છેલ્લા બે વરસ થી હું આત્મજ્ઞાન ની શોધ માં સંઘર્ષ કરી રહી હતી. જયારે મારા દાદા જ્ઞાનવિધિ ના કાર્યક્રમ માં ગયા ત્યારે પહેલીવાર મને એ માટે જીજ્ઞાસા જાગી. અમે જયારે મુંબઈ માં હતા ત્યારે એમણે અડાલજ માં જ્ઞાનવિધિ લીધી. અને બે વરસ પછી મને પણ એ લેવાનો મોકો મળ્યો! મારી શોધ અહીં પૂરી થાય છે કેમકે હું શાશ્વતતા અનુભવું છું!

થોડા દિવસો પહેલાં મને પૂજ્ય દીપકભાઈ પાસેથી અમદાવાદ માં જ્ઞાન મળ્યું, પહેલાં હું કોણ હતી અને હવે હું કોણ છું એમાં મને ખુબ મોટો ફરક જણાય છે. અને હવે મને ખાતરી છે કે હું ચોક્કસપણે મારા વહાલા કૃષ્ણને મળવા જેટલી ઊંચાઈએ પહોંચી શકીશ.

Regards
જહાન્વી શાહ

SHOW MORE
હિમાંશુ કુશવાહા

હિમાંશુ કુશવાહા , India

જ્ઞાન પછી એવી એક પણ ચિંતા કે નિરાશા નથી, જે મારા મનને અસર કરી શકે!

જ્ઞાનવિધિ પહેલાં

હું મધ્યમવર્ગી કુટુંબ માંથી છું, જ્યાં નોકરી નું ખુબ દબાણ હોય છે કારણકે અમે બધા પૈસા માટે સંધર્ષ કરતાં હોઈએ છીએ. હું BCA માં ભણતી હતી ત્યારે એક કંપની કોલેજ માં કર્મચારીઓ ની ભરતી માટે આવી હતી તેમાં મારી પસંદગી ન થઇ. તેનાથી હું ગમગીન થઇ વિષાદથી ઘેરાઈ ગઈ; પરિણામે મારે ૩ મહિના દવા લેવી પડી. આ ઉપરાંત મારાથી એટલા બધા ઝઘડા થતા કે કોઈ મારાથી ખુશ ન હતું.

જ્ઞાનવિધિ પછી

જયારે હું MCA ના ત્રીજા સીમેસ્ટર માં ભણતી હતી ત્યારે ૧૩ કંપનીઓ એ મને નાપસંદ કરી હતી. પરંતુ મને મનથી અસર કરી શકે એવી એકપણ વ્યથા કે નિરાશા ન હતી. હું યથાશક્તિ સંઘર્ષ કરતી હતી. આજે મને નોકરી મળી છે અને હું કેનેરા બેંક માં ઓફિસર તરીકે કામ કરું છું.

જુઓ મિત્રો, આ જ્ઞાન એક વિદ્યાર્થી ને ઘણું ઉપયોગી છે. મને ખરેખર એમ લાગે છે કે ક્યાંથી અથવા કઈ બજાર માંથી મને આટલો બધો હકારાત્મક અભિગમ, (પોઝીટીવ એટીટ્યુડ), સમર્પણ, એકાગ્રતા, તાણમુક્ત મન, શાંતિ, અને સુખ મળી શકશે? 

આ બધું મને સફળતા તરફ દોરી ગયું છે.

અંત માં આ જ્ઞાન બધાને મદદ કરે છે.

 

Regards
હિમાંશુ કુશવાહા

SHOW MORE
ગીતા પટેલ

ગીતા પટેલ, USA

મારા કોઈપણ પ્રયત્ન વિના, જ્ઞાન સ્વયંક્રિયાકારી છે

મેં આ જ્ઞાન ૧૯૯૨માં લીધું, પરંતુ ૧૯૯૪માં મેં ગુરુપૂર્ણિમામાં ભાગ લીધો, ત્યાં સુધી મને તેની મહાનતાની ખબર ન હતી. 

ગુરુપૂર્ણિમા વખતે મેં એક પુસ્તક મેળવ્યું, મારી માતાએ તેનું પહેલું પાનું વાંચ્યું અને મને કહ્યુંકે  તેણીના હૃદયને તે સ્પર્શ્યું હતું અને તે ખરેખર મહાન હતું. તે વખતે હું ગુજરાતી વાંચતી ન હતી કારણકે મારો ઉછેર દક્ષિણ ભારતમાં થયો હતો અને મને ગુજરાતી આવડતું ન હતું. પરંતુ બીજા એક મહાત્માએ મને દાદાનું અક્રમ મેગેઝીન આપ્યું, ત્યાં દાદાના ફોટા નીચે લખ્યું હતું "તમે જે શક્તિ માંગશો તે મળશે". મને વાંચવાથી આનંદ થયો, તેથી મેં દાદાના પુસ્તકનું જ્ઞાન વાંચી અને સમજી શકું એવી શક્તિ માગી. હું થોડું હિન્દી જાણતી હતી તેથી મારી માતાના સમજાવ્યા પ્રમાણે મેં વાંચવાની શરૂઆત કરી. બીજા વર્ષે ૧૯૯૫માં મેં નીરુમાને મારા ઘરે પધારવા આમંત્રણ આપ્યું. તેમની એક દિવસની મુલાકાતમાં તેમણે મને દાદાનું જ્ઞાન અને કેટલાક શબ્દો સમજાવ્યા. તે દિવસથી હું વધારે દાદાના પુસ્તકો વાંચવા લાગી અને અંતે દાદાનું ગુજરાતી વાંચવામાં કાબેલિયત મેળવી અને ત્યારથી દાદાનું કોઈપણ પુસ્તક અને સંદેશ વાંચવાનું અને મોક્ષે જવાની ઈચ્છા કરવાનું ચૂકતી નથી.

કામ પરનો અનુભવ : મારા રોજના કામ પર અમારા ડીપાર્ટમેન્ટના નવા બોસ સાથે મારે અથડામણ થવા લાગી હતી. ૧૯૯૬માં દાદાની જ્ઞાનવાણી મને સહેલાઈથી મળતી ન હતી, મારી પાસે ફક્ત દાદાની પાંચ આજ્ઞાની કેસેટ હતી. દરરોજ કામ પર જવા પહેલાં હું દાદાની પાંચ આજ્ઞાની ટેપ અને પ્રતિક્રમણ પુસ્તકની પ્રાર્થના સાંભળતી. એક મહિના પછી મારી બીજા ડીપાર્ટમેન્ટમાં બદલી થઇ જ્યાં મેં એક વર્ષ કામ કર્યું અને પછી જાણવા મળ્યુંકે મારા જુના બોસને હટાવવામાં આવ્યા હતા. મને મારું જૂનું કામ પાછું મળ્યું અને ત્યારથી મારી દાદાના જ્ઞાન પર શ્રદ્ધા વધી અને મેં તારણ કાઢ્યુંકે મારા કોઈપણ પ્રયત્ન વિના દાદાનું જ્ઞાન સ્વયંક્રિયાકારી છે.

Regards
ગીતા પટેલ

SHOW MORE
રાહુલ ભટ્ટ

રાહુલ ભટ્ટ , USA

તેઓ ફક્ત આ જ્ઞાન આપે છે. મારે મારા ભગવાન કે મારા ગુરૂ બદલવા નહી પડે

જ્ઞાન પહેલાં:

હું પૂજ્ય શ્રી આશારામ બાપુજીનો અનુયાયી છું. મને ૨૦૦૩માં એમની પાસેથી મંત્ર દીક્ષા મળી. હું તેમના સત્સંગ નિયમિત સાંભળતો. મેં તેમની પાસેથી જાણ્યુંકે, મોક્ષ મેળવવા માટે તમે કંઈ પ્રયત્ન ના કરો તો આ મનુષ્ય અવતાર વ્યર્થ છે. મને જીવનની આધ્યાત્મિક બાજુનું મહત્વ સમજાયું. મને આધ્યાત્મિક જગતમાં દીક્ષિત કરવા માટે હું દિલથી તેમનો આભારી છું. તેઓ તેમના બધા અનુયાયીઓને હમેશાં કહેતાંકે મારી (મારા શરીર) પાછળ પડશો નહી મારી અંદરના માલિક (ગુરૂ તત્વ)નો પુરેપુરો આદર કરો. તે દિવસોમાં મારો મોટાભાગનો સમય ત્રણ કામોમાં જતો (૧)નોકરી કરવામાં (૨) મારા કુટુંબની સંભાળ રાખવામાં અને (૩) મારી સાધનામાં. આ રીતે મેં ત્રણ વર્ષ પસાર કર્યા, તે દરમ્યાન મને લાગ્યુંકે ધીમે ધીમે મારી ચિત્તશુદ્ધિ થઇ રહી હતી. પરંતુ મારો ક્રોધ ઓછો થતો ન હતો. મારી પત્ની, મારા પુત્ર અને મારી પુત્રી સાથે મારું વર્તન ઘણું કઠોર હતું. મારો અહંકાર કાબુમાં લેવા મેં ઘણાં પ્રયત્ન કર્યા પરંતુ મને જરાપણ સફળતા મળી નહી. હું આખા જગતમાં શુદ્ધાત્મા જોઈ શકતો હતો પરંતુ મારા કુટુંબમાં જોઈ શકતો ન હતો. મને લાગ્યું કે મારી સાધનામાં કંઇક ખૂટી રહ્યું છે. તે દરમ્યાન હું પૂજ્ય દાદાશ્રીના કેટલાક પુસ્તકોના સંપર્કમાં આવ્યો. આપ્તવાણી વાંચવાની શરૂઆત કરી. નીરુમાના સત્સંગો પણ સાંભળવાની શરૂઆત કરી. જયારે પહેલીવાર મેં પ્રતિક્રમણ વિષે પૂજ્ય નીરુમા નો સત્સંગ સાંભળ્યો,  ત્યારે મને મારા કુટુંબ સાથેની અથડામણ અને ક્રોધનું કારણ સમજાયું. આની મારા પર ઊંડી અસર થઇ; પરંતુ તેનાથી મારા માટે એક કોયડો ઉભો થયો, મને એમ લાગ્યુંકે જો હું દાદાના રસ્તે ચાલુ છું તો મારા ગુરુજી સાથે વિશ્વાસઘાત કરું છું. મેં આ પ્રશ્ન પૂજ્ય નીરુમાને પૂછ્યો. તેમણે કહ્યું, મારે મારા ગુરુજીને છોડવાની જરૂર નથી. તેઓ ફક્ત આ જ્ઞાન આપે છે. મારે મારા ભગવાન કે ગુરૂ બદલવાની જરૂર નથી. મને આ ખુલાસાથી સંતોષ થયો. હું જુલાઈ ૨૦૦૫માં પૂજ્ય નીરુમા પાસે જ્ઞાન લેવા ગયો. ( પૂજ્ય નીરુમાની સાનહોઝે, કેલિફોર્નિયામાં, છેલ્લી ગુરુપૂર્ણિમા )       

જ્ઞાન પછી :

પૂજ્ય મા પાસેથી જ્ઞાન અને આશીર્વાદ લીધા પછી મેં જોયુંકે ઓચિંતો મારો ક્રોધ ઓછો થવા લાગ્યો હતો. મેં અને મારી પત્ની બન્નેએ અમારા ઘરે નિયમિત સત્સંગ (વીસીડી જોવી,અથવા દાદાવાણી કે આપ્તવાણી વાંચવી) શરુ કર્યો. હું સતત પૂજ્ય દાદાશ્રીને પ્રાર્થના કરતો, કે મને નિરંતર જાગૃતિમાં રહેવાય એવી શક્તિ આપો. આ પ્રાર્થનાએ મને ખૂબ મદદ કરી. એક વર્ષ પછી મેં સામાયિક કરવાના શરુ કર્યા અને મને એના અદભૂત પરીણામ મળ્યા. પૂજ્ય દાદાશ્રીની કૃપાથી હવે હું આખા જગત પ્રત્યે નિર્દોષ દ્રષ્ટિ કેળવવાનો પ્રયત્ન કરું છું. છેલ્લા એક વર્ષમાં મારા આખા કુટુંબે પૂજ્ય મા અને પૂજ્ય દીપકભાઈ પાસેથી જ્ઞાન લીધું છે.

જુલાઈ ૨૦૦૬માં પૂજ્ય દીપકભાઈએ મારા શહેર રાલેની મુલાકાત લીધી. મને ત્રણ દિવસ તેમની ખૂબ નજીક રહેવાની તક મળી. હું પૂજ્ય દીપકભાઈની સાદાઈ અને વિનમ્રતાથી ખૂબજ પ્રભાવિત થયો. તેમના સત્સંગે મારી સાધનામાં વધારે બળ આપ્યું અને હવે હું મારા સ્વભાવમાં ઘણો સુધારો જોઈ રહ્યો છું. મેં મારી અંદરની શક્તિમાં ઝડપથી વધારો થતો અનુભવ્યો.

પોતાના જીવનમાં શાંતિ મેળવવા પૂજ્ય દાદાનું જ્ઞાન લેવાની બધાને, હું ભલામણ કરીશ. હું આ જ્ઞાનના માર્ગે ચાલું છું એટલે આ જ્ઞાન લેવાનું નથી કહેતો પરંતુ એ શ્રેષ્ઠ છે તેથી હું બધાં મુમુક્ષુઓને અનંત કાળ સુધી પરમ શાંતિમાં રહેવા માટેની આ તક ઉઠાવી લેવા ભલામણ કરું છું.

Regards
રાહુલ ભટ્ટ

SHOW MORE
નીતિન સંઘવી

નીતિન સંઘવી, India

જીવનમાં સૌથી અમૂલ્ય વસ્તુ....... “શુદ્ધાત્મા”ની જાગૃતિ

જય સચ્ચિદાનંદ,

મને જીવનમાં સૌથી અમૂલ્ય વસ્તુ ...... "શુદ્ધાત્મા"ની જાગૃતિ આપવા માટે હું દાદાશ્રી અને દાદા ભગવાન પરિવાર પ્રત્યે મારી ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

હું જૈન કુટુંબનો છું. મારા પિતા જૈન આચાર્યોને અંત:કરણપૂર્વક સમર્પિત થયેલા ધાર્મિક માણસ હતા અને સંસારમાં રહેવા છતાં વૈરાગી જીવન જીવતા હતા. મને નાનપણથી જીવનનું પરમ સત્ય અને તેના રહસ્યો જાણવાની ઉત્સુકતા હતી. મને રોજિંદા ક્રિયાકાંડમાં રસ ન હતો કારણકે મને તેનો અર્થ સમજાતો ન હતો. છેલ્લા ૧૦ વર્ષ કરતાં વધારે સમયથી મેં દુનિયાના કોઈપણ સ્થળના વિદ્વાનના પ્રવચનો અને પુસ્તકોમાંથી આધ્યાત્મિક સામગ્રીની શોધ શરુ કરી હતી. પરમ સત્યના લક્ષણો સમજવા માટે મેં મરણિયા પ્રયાસો કર્યા પરંતુ તે બધા પ્રયત્નો બુદ્ધિના સ્તરેથી હતા, મને તેનાથી સંતોષ ન થયો. વ્યવહારમાં તેનો કોઈ અનુભવ ન થયો.

ફેબ્રુઆરી ૨૦૦૮ની સુંદર સવારે હું સમય પસાર કરવા માટે ટીવીની ચેનલો બદલાવતો હતો ત્યાં મને ઝી- ગુજરાતી દેખાઈ. મેં પૂજ્યશ્રી દીપકભાઈનો સત્સંગ અને પ્રશ્નોત્તરી જોયા. મને તેમનાં ખૂબ જ ખેંચાણ થયું, ત્યાં જે કહેવાતું હતું તેને મારું હૃદય સ્વીકારતું હતું. ત્યારથી, હું દાદા ભગવાનનો સંદેશો આપતાં(ની વાતો કરતાં) પૂજ્યશ્રી દીપકભાઈનો સત્સંગ સાંભળવા દરરોજ વહેલો ઊઠવા લાગ્યો. એક અઠવાડિયામાં પૂજ્યશ્રી સત્સંગ માટે કોલકત્તા આવ્યા. મેં બધા દિવસે સત્સંગો સાંભળ્યા અને છેલ્લા દિવસે ૧૭ ફેબ્રુઆરી ૨૦૦૮ના રોજ જ્ઞાનવિધિમાં ભાગ લીધો  લીધી. કેવી રીતે એ અનુભવનું વર્ણન કરું!!! હું જેની શોધમાં હતો તે તરફ મને દિશા મળી. તે રાત્રે હું ઊંડી સમાધિમાં હતો અને "હું શુદ્ધાત્મા છું"એ રટણ બીજે દિવસે સવાર સુધી સતત ચાલુ રહ્યું. આ બધું એટલું ઝડપથી બની ગયું કે થોડા દિવસમાં હું દાદાનો મહાત્મા બની ગયો.

અને ત્યારપછી ક્યાંય અટક્યો નથી.... જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ. એક વર્ષથી વધારે સમય વીતી ગયો...રીલેટીવ સંસાર મારા માટે, મોટા ભાગે ઓગળી ગયો, લગભગ અદ્રશ્ય થઇ ગયો. મેં બધી ૧૪ આપ્તવાણીઓ લગાતાર એક પછી એક વાંચી કાઢી.(એટલે સુધી કે ત્યારે મેં છાપાના મથાળા જોવાનું પણ બંધ કરી દીધું હતું). એ પૂરી કરતાં મને ૧૧ મહિનાથી થોડો વધારે સમય લાગ્યો. માય ગૂડ્નેસ...દાદાશ્રીનું આવું અદભૂત વિજ્ઞાન આધ્યાત્મના આકાંક્ષીઓ માટે ખુલ્લું કરવા માટે હું પૂજ્ય નીરુમા અને પૂજ્યશ્રીનો અત્યંત આભારી છું. પૂજ્ય નીરુમા...હું તમારા સમર્પણ ભાવે થયેલાં  પ્રયત્નો માટે તમને નમસ્કાર કરું છું. જ્ઞાનવિધિનો અનુભવ એટલો પ્રગાઢ હતો કે મને વારંવાર તેની ઈચ્છા થવા લાગી અને ૨૦૦૮ દરમ્યાન મેં તે અનુભવ ચાર વખત કર્યો. દાદાના  જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરવાથી, અઘરી સમસ્યાઓ હું સરળતાથી અને નીરાકુળતાથી હલ કરવા લાગ્યો - સમભાવે નિકાલ થવા લાગ્યો. હું લોકો અને જીવોમાં શુદ્ધાત્મા જોતો અને તેમને સન્માન આપતો થયો. દાદાનું જ્ઞાન હમેશાં જરૂરના સમયે ઉપયોગી થતું...જ્યારેપણ હું પાંચ આજ્ઞાથી દૂર થતો, મને અંદરથી ટકોર આવતી અને મને સાચો રસ્તો દેખાતો. મારી અત્યંત જરૂરિયાતના સમયે મને દાદાની હાજરી વર્તાતી. હવેતો એક જ ઈચ્છા છે કે ભગવાન સીમંધર સ્વામી મને મહાવિદેહ ક્ષેત્રે ખેંચે અને અંતે, જે બીજ દાદાએ વાવ્યું છે તેનું ફળ, મુક્તિ - મોક્ષનો અનુભવ થાય.

ખરેખર દાદાએ ચમત્કાર કર્યો છે. દાદાશ્રીએ પોતાના અનુભવો ખુલ્લા કર્યા તેથી આખી પ્રક્રીયા સરળ થઇ છે, તે વધારે આનંદદાયક છે. વાસ્તવમાં દાદાશ્રીની શોધમાં રીયલ/રીલેટીવ... કર્મ ( કર્મબીજ, કર્મફળ, અને કર્મફળ-પરીણામ). વિશ્રશા/ પ્રયોગશા/ મીશ્રશા, હું - બાવો અને મંગળદાસ, વ્યસ્થિત, ફાઈલ, જુદાપણાની જાગૃતિ, દ્રવ્ય - ભાવ - નો કર્મ, અનુભવ - લક્ષ - પ્રતીતિ, પ્રજ્ઞાશક્તિ, પ્રારબ્ધ - પુરુષાર્થ, એ,એ - બી,બી અને બીજા ઘણા અગોચર તત્વો છે. આપ્તવાણી ૧૪માં જણાવ્યા પ્રમાણે હવે પછી પ્રકાશિત થનાર "પાવર ચેતન"ની હું કાગને ડોળે રાહ જોઈ રહ્યો છું.

દાદા પરિવાર સાથે જોડાયા પછી હું વીતી ગયેલા વર્ષ ઉપર નજર નાખું છું તો મારી જાતને ભાગ્યશાળી માનું છું. કોલકત્તા, અડાલજ, નરોડા, મુંબઈ અને અમદાવાદની જ્ઞાનવિધિમાં બેસવાથી, માર્ચ ૨૦૦૮માં પૂજ્ય નીરુમાના સમાધી સ્થળનું લોકાર્પણ, ઓગસ્ટ ૨૦૦૮માં પારાયણ, અને નવેમ્બર ૨૦૦૮ની જન્મજયંતીમાં, ભાગ લેવાથી મને શક્તિ મળી હોય એવું લાગે છે. મારા કોઈપણ પ્રયત્ન વિના દાદાશ્રીના આશીર્વાદ મારી ઉપર વરસી રહ્યા છે. ઘણી વખત હું વિચારું છું કે જો દાદા ન મળ્યા હોત તો મારું શું થાત? હું મારું હવે પછીનું જીવન અડાલજમાં, જ્ઞાનીના સાનિધ્યમાં વિતાવવા માગું છું એટલે મારી કોલકત્તાની ફાઈલો ઓછી કરવા લાગ્યો છું.        

Regards
નીતિન સંઘવી

SHOW MORE
રાહુલ પટેલ

રાહુલ પટેલ , USA

હું મારા ભવિષ્ય માટે ખુબ ચિંતિત રહેતો પરંતુ હવે તે બધું બદલાઈ ગયું છે.

મારું નામ રાહુલ પટેલ છે હું લોવેલ માસ્સેચુસેત્સ, યુએસએથી છું. મારા માતાપિતા બન્નેએ દાદાશ્રી પાસેથી જ્ઞાન લીધું હતું પરંતુ સન ૨૦૦૦ સુધી તેઓ એ માટે ગંભીર ન હતા. ત્યાર પછી મારા પિતા હમેશાં કહેતાંકે આ જ્ઞાન અદભૂત છે, ક્યારેક તેઓ કહેતાં જગતે કળિયુગમાં આવું જ્ઞાન ક્યારેય જોયું નથી અને આ તક ઇતિહાસમાં ફરી ક્યારેય નહી આવે. તેથી મેં જાન્યુઆરી ૨૦૦૫માં તેમના કેટલાક અંગ્રેજી પુસ્તકો વાંચવાનું નક્કી કર્યું અને ત્યારપછી હવે હું ખરેખરો સમર્પિત છું. હું જ્ઞાન લેવા માટે ખુબ ઉત્સુક હતો અને એપ્રિલ ૨૦૦૫માં દીપકભાઈ પાસેથી એ લીધું. આ પહેલાં હું બીજા કોઈપણ અમેરિકન છોકરા જેવો હતો, માંસાહાર કરતો અને મારા ભવિષ્ય માટે ખુબ ચિંતિત રહેતો પરંતુ હવે બધું બદલાઈ ગયું છે, દાદાના જ્ઞાનનો આભાર. 

Regards
રાહુલ પટેલ

SHOW MORE
રાજુ

રાજુ, USA

કરોડો ડોલર ખર્ચવા છતાંપણ આવું સુખ મળવું અશક્ય છે.

મને ખબર નથી કે કેવી રીતે આની શરૂઆત કરું, પરંતુ દાદાના વિજ્ઞાને અમારી જિંદગી બદલી નાખી છે. મેં ૧૯૮૫માં દાદાને પરમાત્મા નહી પણ સંત પુરુષ જાણીને તેમની પાસેથી જ્ઞાન લીધું. મારા પતિ મને જ્ઞાનવિધિમાં લઇ ગયા તે મારા માટે દાદાના પહેલા અને છેલ્લા દર્શન હતા. પછી મારો દીકરો જન્મ્યો તેને અમે હિરાબા ના  દર્શન માટે લઇ ગયા અને હીરાબા સાથે ફોટો પાડ્યો. જ્ઞાનવિધિ પછી, દાદાના જ્ઞાન અને સત્સંગમાં ન રહીને મેં કમનસીબે કેટલો મૂલ્યવાન સમય વેડફ્યો તેની મને ખબર ન હતી.

પછી ૧૫ વર્ષ અમે સંસારમાં ખોવાઈ ગયા. ૧૯૯૬માં અમે અમેરિકા આવ્યા ત્યારે હું મારા પતિ કરતાં એક મહિનો પાછળ આવી. મારા પતિ ભારતથી પુસ્તકો અને દાદાની પ્રસાદી, સુખડનો હાર જે તેમને દાદા પાસેથી મળ્યો હતો તે લાવવાનો મને આગ્રહ કરતા હતા, મને એની પર બહુ ગુસ્સો આવતો હતો કારણકે જે પુસ્તકો અને હારને તેઓ વર્ષોથી અડ્યા નથી તે તેમને શા માટે જોઈએ છે? પરંતુ છેવટે પતિનો હુકમ હતો એટલે હું તે મારી સાથે લાવી અને તેમણે તેને અમારા મંદિરમાં મૂક્યા. દાદાની કૃપા હતી કે મારા પતિના સત્સંગ છૂટવા લાગ્યા એટલે તેમણે પેલા પુસ્તકો વાંચવાના ચાલુ કર્યા, તે દરમ્યાન મારા પતિના બહેને જણાવ્યુંકે તમે જે દાદાને ભારતમાં અનુસરતા હતા તેમની વાત અહીં કોઈ કરે છે, લોવેલમાં સત્સંગની માહિતી મળવાથી મારા પતિ એકદમ ઉત્તેજિત થઇ ગયા. પરંતુ મારા માટે તે હજી નીરસ હતું. પરંતુ હું સત્સંગમાં ગઈ કારણકે મારા પતિ, ફાઈલ ત્રણ અને ચારને સારા વર્તનના સંસ્કાર મળશે, એવો મારો આશય હતો. પહેલીવાર હું લોવેલના સત્સંગ ગ્રુપમાં ગઈ. બધા મહાત્માના પ્રેમ અને ભાવથી હું ખુબ પ્રભાવિત થઇ. તેઓ બધા ખુબ રાજી થયાકે, અમે સત્સંગની ખોજમાં હતા અને દાદાને વ્યક્તિગત મળ્યા હતા. મારી શરૂઆત ફક્ત સમય પસાર કરવા અને સામાજિક વ્યવહાર માટે થઇ. પરંતુ હવે હું ખરેખરી દાદાના માર્ગ પર છું ત્યારે મને ખબર પડે છે કે દાદાને ન ઓળખીને મેં શું ગુમાવ્યું છે. જયારે ઘરના બધા દાદાના માર્ગે હોય ત્યારે ઘર ફક્ત મધુરુ નહી પણ સ્વર્ગ બની જાય છે એ વાતમાં કોઈ શંકા નથી. મેં અને મારા પતિએ નક્કી કર્યું છે કે અમારો વધારે સમય અમે દાદાનું જ્ઞાન વધારે ઊંડાણથી સમજવામાં, સત્સંગમાં અને સેવા કરવામાં પસાર કરીશું. દાદાનું જ્ઞાન તમને કેટલું સુખ આપી શકે તેનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી, પરંતુ હું, બધાને એટલું જરૂર કહીશકે આને દુનિયાની કોઈ ચીજ સાથે સરખાવી ન શકાય. જો થઇ શકે તો તમે પૂજ્ય દીપકભાઈ, જે હાલમાં દાદાની છેલ્લી કડી છે તેમની પાસેથી જ્ઞાન લો. દાદાનું યશનામકર્મ હજીપણ કામ કરી રહ્યું છે માટે આ તક ગુમાવશો નહી. જો તમે આ વાંચો છો તો ફક્ત અનુભવ માટે જ્ઞાનવિધિ લો અને આ દવા તમારી અંદર કામ કરશે અને તમને દરેક જાતની સામાજિક બાબતોના ભોગવટા અને ચિંતાથી મુક્ત કરશે. કરોડો ડોલર ખર્ચવા છતાંપણ આવું સુખ મળવું શક્ય નથી.

રાજુને નીરુમાનો વિરહો ખુબ લાગે છે પરંતુ તેઓ મારા સપનામાં આવીને મને સંતોષ આપે છે. નીરુમાના દુઃખદ સમાચાર પછી હું તેમની નજીક ન જઇ શકી તેનું મને દુઃખ થયું અને હું આંખોમાં આંસુ સાથે સૂતી, તે જ રાતે તેઓ મારા સપનામાં આવ્યા અને કહ્યું ચાલો આપણે દર્શન કરવા જઈએ. તે વખતે તેમની સાથે કોઈ ન હતું અને મને તેમની સાથે વાત કરવાની તક મળી. બીજે દિવસે મેં મારા પતિને સ્વપ્નની વાત કરી તો તેઓ કશું બોલ્યા નહી અને પદ ગાવા લાગ્યા, "પગલાં સુણાય દેખાય નહી, દિલ કેરા દરવાજા ખખડાવે મહી". કવિરાજના પદની એક કડી મને પણ કહેવાનું ગમશે કે  કે "બોલ્યા છતાંય ઓળખ્યા નહી, પછી માથા કુટીને રોશે, ધોળે દિવસે પછડાટો ખાઈને વિચર્યા તે સ્થાનો જ ખુંદશે". રાજુને હજીપણ તે દિવસોનો ખેદ છે જયારે દાદા મામાની પોળમાં હતા અને અમે તેની નજીક રહેવા છતાં અમે એકવારપણ સત્સંગમાં ન ગયા હતા. ૧૫ વર્ષ પછી જયારે મને ભાન થયું ત્યારે ખાસ સુરત મંદિર, કેલનપુર અને અડાલજ ગઈ. અમારે માટે દાદાનું બીજું સ્વરૂપ પૂજ્ય દીપકભાઈ છે, અને હવે હું તેમનું સાનિધ્ય ખોવા નથી માગતી માટે દરરોજ દેવી દેવતાઓ અને સીમંધરસ્વામીને પ્રાર્થના કરું છું કે તેમને દાદા અને નીરુમાનું જગતકલ્યાણનું કામ પૂરું કરવા માટે ખૂબ શક્તિ અને દીર્ઘ આયુષ્ય આપે.

Regards
રાજુ

SHOW MORE
રાલ્ફ પાર્કર

રાલ્ફ પાર્કર, USA

આ જ્ઞાન કામ કરી રહ્યું છે. મને વધારે સમય પસાર કરવો ગમશે

હયુસ્ટન જતાં રસ્તામાં હું પ્રતિક્રમણ પુસ્તક વાંચતો હતો, ત્યારે મને ફાઈલ#૧ના જીવનનાં જુના અનુભવો જોતાં શુદ્ધાત્માના જુદાપણાનું ભાન થયું. હું ખરેખર આ અનુભવોને મારા (ફાઈલ#૧ના) ભવિષ્યના કર્મો માંથી ધોઈ શકું છું અને મારી ખરાબ વર્તણુંકથી જેને મેં દુઃખ પહોંચાડ્યું છે તેના તરફથી આવનારી દુઃખોની હારમાળામાંથી છૂટી શકું છું.... ભારતીય કુટુંબ, રેણુ, રોહિત અને તેમની દીકરી કિંજલ સાથે મેં શની-રવિ રજાનો અદભૂત અનુભવ કર્યો. મેં તેમનો દાદા ભગવાન અને સીમંધર સ્વામી પ્રત્યેનો અનન્ય પ્રેમ જોયો. બે દિવસ હું સત્સંગમાં ગયો, વીસીડી જોઈ, દાદાશ્રીનાં પવિત્ર ચરણોનો સ્પર્શ કર્યો અને તેમના આશીર્વાદનો અનુભવ કર્યો. હું મારા રોજિંદા જીવનમાં જુદાપણાનો અનુભવ કરી શકું છું, હવે મારા જીવનની ચીકણી ફાઈલોનો નિકાલ કરવા મારી પાસે સાધન છે. મેં જે વ્યક્તિ સાથે છેલ્લા ૧૦ વર્ષો સુધી ધ્યાન કર્યું છે, તેણે જોયું છે કે રાલ્ફ પાર્કરથી શુદ્ધાત્મા અલગ હોવાનું મને ભાન થયું છે તેથી તે મારી સાથે આ રસ્તે જોડાવા માગે છે. આ જ્ઞાન કામ કરી રહ્યું છે. મને સત્સંગ અને સત્સંગીઓ સાથે વધારે સમય પસાર કરવો ગમશે.   

Regards
રાલ્ફ પાર્કર

SHOW MORE
જેન એસ્માન્ન

જેન એસ્માન્ન , Denmark

પહેલાં કોઈપણ આધ્યાત્મિક સમુદાયમાં મને આટલો સારો આવકાર નથી મળ્યો.આદર સત્કાર અને સ્નેહ અસીમ હતા.

૯ સપ્ટેમ્બર ૨૦૦૬ના મને આત્મસાક્ષાત્કાર થયો. એ આમ બન્યું :  મારી આખી જીન્દગી હું શોધખોળ કરતો રહ્યો, જેમ આપણામાંના ઘણા કરે છે તેમ, આ ગુરૂ કે પેલા ગુરૂના આશીર્વાદ મેળવતો, દિવસના કલાકો ધ્યાન ધરતો, વગેરે. પણ હું કઈ પામ્યો નહિ. મેં અનહદ સુખનો અનુભવ કર્યો, ઉચ્ચ સ્થિતિના સુંદર અનુભવો કર્યા, પણ થોડી ક્ષણોના આભાસ સિવાય હું "જેન" થી જુદો પડ્યો ન હતો, અને જે ક્ષણિક છે તે વાસ્તવિક નથી; તેથી કહું છું કે હું કઈ પામ્યો ન હતો. ૩૦ વર્ષોના પરિશ્રમ પછી, મેં શોધ છોડી દીધી હતી. પછી મારા એક મિત્રે મને ઈ-મેઈલ દ્વારા www.dadashri.org ની માહિતી આપી મને પૂછ્યું, કે હું આ ગુરૂ ને જાણતો હતો? હું જાણતો ન હતો, પરંતુ દાદાશ્રીના ચિત્રથી હું એકદમ આકર્ષાયો અને મને લાગ્યું એમની પાસે શક્તિ (આધ્યાત્મિક શક્તિ ) હતી. હકીકત માં તેઓ તરત મારા મનમાં છવાઈ ગયા હતા. મારે બને તેટલું જલ્દી જ્ઞાનવિધિ મેળવવી હતી. યાદ રહે, હું આના વિષે કશું જાણતો ન હતો અને પહેલાં ક્યારેય આના વિષે સાંભળ્યું ન હતું. પહેલા ક્યારેય પણ જે ખેંચાણ અનુભવ્યું હોય, તેનાં કરતાં ઘણી વધારે તીવ્રતાથી કોઈ શક્તિ મને ખેંચી રહી હતી. હું તેમને રૂબરૂ મળી શક્યો નહોતો તેથી તેમના ઉત્તરાધિકારી(અનુગામી) દીપકભાઈને મળી શકું એટલા માટે મેં ખોળી કાઢ્યું કે વહેલામાં વહેલી તક સિંગાપોરમાં હતી. હું ડેન્માર્કમાં રહું છું એટલે આ ખુબ લાંબી મુસાફરી હતી, છતાંપણ હું ને મારો મિત્ર તેમને મળવા ઉપડ્યા.

મારે કહેવું જોઈએકે, પહેલાં કોઈપણ આધ્યાત્મિક સમુદાયમાં મને આટલો સારો આવકાર મળ્યો ન હતો. આદરસત્કાર અને સ્નેહ અસીમ હતા. સત્સંગો ગુજરાતીમાં હોવાથી અમે તેનો એકપણ શબ્દ સમજતા ન હતા, પરંતુ અમારા માટે ખાસ અનુવાદક રાખવામાં આવ્યો હતો જેણે સંપૂર્ણ રોકાણ દરમ્યાન અમારી ખૂબજ સંભાળ પણ રાખી. ત્યાં આશરે ૧૫૦ ભારતીયો હતા જે ગુજરાતી સમજતા હતા, અને અમે બે જણ ડેન્માંર્કનાં હતા. પરંતુ અમને ક્યારેય અમે બહારના હતા એવું લાગ્યું નહી, હકીકતમાં અમને ઘર જેવી સહજતા લાગે એવું એ લોકો ઇચ્છતા હતા. અમને એક સરસ ભારતીય કુટુંબના ઘરે રાત્રી ભોજન માટે આમંત્રિત પણ કરવામાં આવ્યા હતા.      

અમને સમજાવવામાં આવ્યુંકે દીપકભાઈ પાસે, એવી વિશિષ્ટ(આત્મિક) શક્તિ છે, જેનાથી તે પોતાનાં અવાજ દ્વારા અમારી અંદરની ઉચ્ચ આધ્યાત્મિક શક્તિને જગાડી શકે છે અને અમારે ફક્ત તેમના બોલેલા વાકયો ફરીથી મોટેથી બોલવાના હતા. મોટાભાગના વાક્યો ગુજરાતીમાં હતા, એટલે મને તેનો અર્થ ન્હોતો સમજાતો અને તેમને સાચી રીતે બોલવામાં મને મુશ્કેલી થઇ રહી હતી. પરંતુ અમારા માટે કેટલાક મહત્વના વાક્યો તેઓ અંગ્રેજીમાં પણ બોલ્યા.

તરત જ કોઈ તીવ્ર ગરમ શક્તિ મારા મસ્તકમાંથી અંદર રેડાઇ રહી હોય અને મારું સહસ્ત્રાર ચક્ર ખુલી ગયું હોય એવો મને અનુભવ થયો. પછી મગજમાં જાણે લાખો પરપોટા અંદર ફૂટી રહ્યા હોય એવો ઉકળાટ અનુભવ્યો.

એક શક્તિની લહર મારામાં ઉઠી અને હું આનંદ વિભોર થઇ ગયો, એટલે સુધીકે હું જોરથી હસ્યા વગર ન રહી શક્યો અને મારે કેટલાક વાક્યો બોલવાના રહી ગયા. મને એ સ્પષ્ટ થઇ ગયુંકે, જેની મને તલાશ હતી તે મને અપાઈ રહ્યું હતું: મારા શુદ્ધાત્માનો સાક્ષાત્કાર અને “જેન” અને મારી વચ્ચે સંપૂર્ણ જુદાપણું. આ જુદાપણું અને સહસ્ત્રાર નો એવોજ ઉઘાડ આજે પણ છે.

આ અનુભવ પછી, મને દરેકમાં શુદ્ધ સ્વ; શુદ્ધાત્મા સિવાય બાકીનું બધું મિથ્યા (આભાસ) લાગ્યું. મિથ્યા (આભાસ) હોવા છતાં લોકો કેવી રીતે બોલીચાલી શકે છે, તેનું મને આશ્ચર્ય થયું. આ સ્પષ્ટ દ્રષ્ટિ બીજે દિવસે પણ વધતી રહી અને મને આશ્ચર્ય પમાડતી રહી. ખાલીપણાનો આ અનુભવ વધઘટ થવા છતાં આજે પણ ટકી રહ્યો છે. આ આત્મસાક્ષાત્કાર અંદર અને બહાર બન્ને સ્તરે છે. આ આભાસ ધીમેથી આનંદમાં બદલાઈ રહ્યો છે.

કોઈપણ મહાવરા વિના, ધ્યાન કરવા માટે જયારે હું મારી આંખો બંધ કરું છું ત્યારે તરત જ  અને સરળતાથી હું શુદ્ધાત્મામાં સરકી જાઉં છું અને આનંદ ઉભરાય છે. આજેપણ એ ચાલુ છે. હું દાદાશ્રીનો, આ જ્ઞાનને આ જગતમાં લાવવા માટે અને દીપકભાઈનો, મને તે આપવા માટે અત્યંત આભારી છું.

Regards
જેન એસ્માન્ન

SHOW MORE
રોબ મરાબી

રોબ મરાબી, Canada

બધાએ આ જ્ઞાન લેવું જોઈએ, જો તમે ડિપ્રેશનમાં, દુઃખી કે નાસીપાસ છો

જ્ઞાન લેવુંએ આશીર્વાદ હતા! ઘણા વર્ષોની "હું કોણ છું"ની શોધ પછી છેવટે મને એ મળ્યું. હવે શાંતિ, પરમ શાંતિ, સુખ મારો ખરો સ્વભાવ થઇ ગયો છે. જ્ઞાન લીધા પછી મારા દુઃખો ઘટી ગયા છે! અને હું જાણું છું કે સાચું સુખ અને પ્રેમ ક્યાં છે - (મારા સુખ માટે હું સાધનો પર કે બીજા પર આધાર રાખતો નથી) દરેકે આ જ્ઞાન લેવું જોઈએ - જો તમે ડિપ્રેસનમાં, દુઃખી છો, તમને કંઇક ખૂટતું લાગે છે, જો તમે તમારા જીવનમાં દુઃખ, દર્દ અનુભવ્યા હોય તો તેનો અહીં અંત આવશે.

Regards
રોબ મરાબી

SHOW MORE
Load More
×
Share on