www.dadabhagwan.in
                   


   સંક્ષિપ્ત પુસ્તકો

 
નાના પુસ્તકો
સંક્ષિપ્ત પુસ્તકો
ગ્રંથ
આપ્તવાણી
     
       

સહજતા

સાહજિક એટલે મન-વચન-કાયાની ક્રિયા જે થઇ રહી છે, એમાં ડખલ ના કરવી. મનના ધર્મમાં કે બીજા કોઇનામાં ડખો ના કરે. મન-વચન-કાયા એ ચાલ્યા કરે એનું નિરીક્ષણ કર્યા કરવું.

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

સંપૂર્ણ અહિંસા, ત્યાં પ્રગટે કેવળજ્ઞાન !

હિંસા વગરનું જગત છે જ નહીં, જગત જ આખું હિંસામય છે. જ્યારે તમે પોતે જ અહિંસાવાળા થશો તો જગત અહિંસાવાળું થાય અને અહિંસાના સામ્રાજ્ય વગર કોઇ દહાડો ય કેવળજ્ઞાન નહીં થાય, જે જાગૃતિ છે એ પૂરી આવશે નહીં. હિંસા નામે ય ના હોવી જોઇએ. હિંસા કોની કરે છે ? આ બધું પરમાત્મા જ છે, બધા જીવમાત્ર પરમાત્મા જ છે. કોની હિંસા કરશો ? કોને દુઃખ દેશો ?!

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

ચમત્કાર કે જાદુગરી

ચમત્કાર એટલે મૂરખ બનાવવાનો ધંધો ! આપણને સમજણ ના પડેને, એને આપણે ચમત્કાર કહીએ ! પણ એ હોય છે શું ? એ વિજ્ઞાન છે. જે વિજ્ઞાન આપણે જાણતા ના હોય, એને ચમત્કારરૂપે દેખાડે અને બીજું, એ નજરબંધી કરે. બાકી, આ ચમત્કાર જેવું હોતું નથી એટલું તમારે નક્કી માનવું. જ્યાં કિંચિત્માત્ર ચમત્કાર છે, એને જાદુગરી કહેવાય.

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

ગુરુને જ્ઞાનીમાં ફેર આટલો !

આ બધા ગુરુઓનો ધંધો શું હોય ? કેમ કરીને મોટા થવું, ગુરુપણું વધારવું. લઘુ ભણી ના જાય. વ્યવહારમાં ગુરુપણું વધતું ગયું, નામ નીકળ્યું કે 'ભઇ, આમને એકસો આઠ શિષ્ય છે.' એટલે નિશ્ચયમાં એટલું લઘુ થયું, લઘુત્તમ થતું જાય છે. વ્યવહારમાં ગુરુ થવા માંડ્યા એ પડવાની. નિશાની છે.
હું મારી જાતને આખા જગતનો શિષ્ય માનું છું અને લઘુતમ સ્વરૂપ છું. આ સિવાા મારું બીજું કોઇ સ્વરૂપ નથી. અને 'દાદા ભગવાન' એ ભગવાન છે, અંદર પ્રગટ થયા છે તે !

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
 

 

   

કર્તાભાવથી કર્મબંધન !

કર્મ શેનાથી બંધાય છે ? 'હું કરું છું' એ કર્તાભાવ છે. કરે છે બીજો કોઇ ને આરોપ કરે છે કે મેં કર્યું. એ કર્તાભાવથી કર્મ બંધાય છે. હવે 'કર્તા કોણ છે' એ જાણવું પડે. એટલે પછી કર્મ ના બંધાય ને મુક્તિ થાય !

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

જગતથી છૂટવા માટે....

જગત આખું ય નિર્દોષ છે. મને પોતાને અનુભવમાં આવે છે. તમને એ અનુભવમાં આવશે ત્યારે તમે આ જગતથી છૂટ્યા. નહીં તો કોઇ એક પણ જીવ દોષિત લાગશે ત્યાં સુધી તમે છૂટ્યા નથી.

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

મોક્ષ હેતુક, પુણ્યાનુબંધી પુણ્ય

સમકિત પ્રાપ્તિ માટે પુણ્યાનુબંધી પુણ્ય જોઇએ. ક્રોધ-માન-માયા-લોભ ઘટવા જોઇએ. તો એ સમક્તિ ભણી જાય. આપણે મોક્ષમાં જવાની જ એકલી ઇચ્છા હોવી જોઇએ અને એ ઇચ્છાર્થે જે જે કરવામાં આવે છે તે ક્રિયા પુણ્ય બાંધે છે કારણ કે હેતુ મોક્ષનો છે ને માટે. પછી પોતાની પાસે આવ્યું હોય તે ભેલાડે ! પારકાને માટે ભેલાડે, એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. દરેક ક્રિયામાં બદલાની ઇચ્છા ના રાખે, સામાને સુખ આપતી વખતે કોઇ પણ જાતના બદલાની ઇચ્છા ના રાખે, એનું નામ પુણ્યાનુબંધી પુણ્ય !

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

શુધ્ધ પ્રમ સ્વરૂપ એ જ પરમાત્મા !

એટલે 'જ્ઞાની'નો શુધ્ધ પ્રેમ જે દેખાય, આમ ઉઘાડો દેખાય, એ જ પરમાત્મા છે. પરમાત્મા એ બીજી કોઇ વસ્તુ જ નથી. શુધ્ધ પ્રેમ જે દેખાય છે, જે વધે નહીં ઘટે નહીં, એક ધારો જ રહ્યા કરે, એનું નામ પરમાત્મા, ઉઘાડા-ખુલ્લા પરમાત્મા ! અને જ્ઞાન એ સૂક્ષ્મ પરમાત્મા, એ સમજતાં વાર લાગે. એટલે પરમાત્મા બહાર ખોળવા જવાનાં નથી. બહાર તો આસક્તિ છે બધી.

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

કલેશ વગરનું ઘર, મંદિર જેવું !

જ્યાં કલેશ ના હોય ત્યાં ભગવાનનો વાસ નક્કી છે, એની તમને હું 'ગેરેન્ટી' આપું છું. અને કલેશ તો બુદ્ધિ અને સમજણથી ભાંગી શકે એમ છે. બીજું કંઈ ન આવડે તો એને સમજણ પાડવી કે, 'ક્લેશ થશે તો આપણા ઘરમાંથી ભગવાન જતાં રહેશે. માટે તું નક્કી કર કે મારે ક્લેશ નથી કરવો.' ને નક્કી કર્યા પછી ક્લેશ થઈ જાય તો જાણવું કે આમાં આપણી સત્તા બહાર થયેલું છે. તેના માટે પશ્ચાતાપ લેવો.
એક જ અવતાર ક્લેશ વગરનું જીવન જીવ્યો તો ય મોક્ષે જવાની લિમિટમાં આવી ગયો.

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

આ છે હિન્દુસ્તાનનું આર્ય નીરીત્વ !

''આપણા સંસ્કાર છે આ તો. લઢતા લઢતા એંસી વર્ષ થાય બેઉને, તો ય પણ મરી ગયા પછી માજી તેરમાને દા'ડે સરવણીમાં, 'કાકાને આ ભાવતું હતું, તે ભાવતું હતું.' બધું મુંબઇથી મંગાવીને મૂકે. ત્યારે એક છોકરો કહે છે, 'માજી, આ કાકાએ તો તમને છ મહિના ઉપર પાડી નાખ્યા હતા. તો તમે તે ઘડીએ અવળું બોલતા હતા કાકાનું ?!' 'તો ય પણ આવા ધણી ફરી નહીં મલે !!!' એવું કહે એ ડોસીમા !

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

પ્રતિક્રમણ વિધિ

પ્રત્યક્ષ 'દાદા ભગવાન'ની સાક્ષીએ દેહધારી *............ ના મન-વચન-કાયાના યોગ, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન, આપની સાક્ષીએ આજ દિન સુધી જે જે #............. દોષ થયા છે, તેની ક્ષમા માગું છું, પશ્ચાત્તાપ કરું છું. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરું છું ને ફરી આવા દોષો ક્યારેય પણ નહીં કરું, એવો દ્રઢ નિશ્ચય કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. હે દાદા ભગવાન ! મને એવો કોઈ પણ દોષ ન કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. * જેની પ્રત્યે દોષ થયો હોય, તે સામી વ્યક્તિનું નામ લેવું. # જે દોષ થયા હોય, તે મનમાં જાહેર કરવા. (તમે શુદ્ધાત્મા અને જે દોષ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવવું. 'ચંદુલાલ' પાસે દોષોનું પ્રતિક્રમણ કરાવવું.)

 

   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

સત્ય ને અસત્ય, આ બે વચ્ચેનો ભેદ શું ?

અસત્ય તો અસત્ય છે જ પણ આ જે સત્ય છેને, એ વ્યવહાર સત્ય છે, સાચું સત્ય નથી. આ જમાઇ એ કાયમના જમાઇ ના હોય, સસરો એ કાયમનો ના હોય. નિશ્ચય સત્ય હોય એને સત્ કહેવાય, એ અવિનાશી હોય અને વિનાશી એને સત્ય કહેવાય. આ સત્ય પણ પાછું અસત્ય થઇ જાય, અસત્ય ઠરે. છતાં સંસારિક સુખ જોઇતાં હોય તો અસત્ય પરથી સત્યમાં આવવું જોઇએ અને મોક્ષે જવું હોય તો આ સત્ય પણ અસત્ય ઠરશે ત્યારે મોક્ષ થશે ! એટલે આ સત્ય અને અસત્ય બેઉ કલ્પિત જ છે ખાલી. પણ જેને સંસારિક સુખ જોઇએ, એણે સત્યમાં રહેવું કે જેથી બીજાને દુઃખ ના થાય. પરમ સત્ય પામતાં સુધી જ આ સત્યની જરૂર છે.

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

'દાદા'નું ગણિત !

પૈસાનો તો મેં હિસાબ કાઢ્યો. મેં કહ્યું, 'આ પૈસા આપણે વધાર વધાર કરીએ તો કેટલા સુધી જશે ?' પછી હિસાબ કાઢ્યો કે અહીં આગળ કોઇનો નંબર પહેલો લાગ્યો નથી આ દુનિયામાં. લોકો કહે છે કે 'ફોર્ડનો પહેલો નંબર છે.' પણ તો ચાર વર્ષ પછી કો'ક બીજાનું નામ સંભળાતું હોય. એટલે કોઇનો નંબર ટકતો નથી. વગર કામના અહીં દોડધામ કરીએ, આનો શો અર્થ ? પહેલા ઘોડાને ઇનામ હોય, બીજાને થોડુંક આપે ને ત્રીજાને આપે. ચોથાને ફીણ કાઢીને મરી જવાનું ? મેં કહ્યું, 'આ રેસકોર્સમાં હું ક્યાં તરું ?' તે આ લોકો તો ચોથો, પાંચમો કે બારમો, સોમો નંબર આપે ને ! તે અલ્યા શું કરવા ફીણ કાઢીએ આપણે ! ફીણ ના નીકળે પછી ? પહેલો આવવા દોડ્યો અને આવ્યો બારમો, ચા ય ના પાય પછી. તમને કેમ લાગે છે ?

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

મા-બાપ છોકરાનો વ્યવહાર

અમારે એક છોકરો ને એક છોકરી હતા. છોકરાનો જન્મ થયો ત્યારે મેં ભઇબંધોને પેંડા ખવડાવ્યા. ૧૯૨૮માં જન્મેલો. પછી એકત્રીસમાં એ ઓફ થઇ ગયો. એટલે પછી મેં બધાને પેંડા ખવડાવ્યા. તે પહેલાં તો બધાં એમ જ સમજ્યા કે આ તો બીજો કંઇ છોકરો હશે, તેથી આ પેંડા ખવડાવતા હશે. પેંડા ખવડાવતા સુધી મેં ફોડ ના પાડયો. ખવડાવ્યા પછી મેં બધાને કહ્યું, 'પેલા ભાઇ, ગેસ્ટ આવ્યા હતા ને તે ગયા !!'

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

'આ તો ઓરીજીનલ ટેપરેકોર્ડર છે' !

ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. 'આ માલિકીભાવ વિનાની વાણી છે' ! અમારી વાણી ચેતનને સ્પર્શીને નીકળેલી પ્રત્યક્ષ સરસ્વતી છે ! ગોડ હેઝ નોટ ક્રીયેટેડ ધીસ વર્લ્ડ એટ ઓલ.

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

વર્તમાન તીર્થંકરશ્રી સીમંધર સ્વામી

ઘેર ઘેર સીમંધર સ્વામીના ફોટા પૂજાશે ને આરતીઓ થશેને ઠેર ઠેર સીમંધર સ્વામીનાં દેરાસરો બંધાશે, ત્યારે દુનિયાનો નકશોકંઇ ઓર જ હશે !!

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

એણે જીત્યું જગત !

''અબ્રહ્મચર્યના વિચારો આવે, બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરે, એ બહુ ચી વાત છે. બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરે એટલે કોઇને બે વર્ષે, કોઇને પાંચ વર્ષે પણ એવો ઉદય આવી જાય ! જેણે અબ્રહ્મચર્ય જીત્યું એણે આખું જગત જીત્યું. બ્રહ્મચર્યવાળા પર તો સાસન દેવ દેવીઓ બહુ ખુશ રહે !!!''

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       
google
Web www.dadabhagwan.in
show bar