www.dadabhagwan.in
                   


   ગ્રંથ

 
નાના પુસ્તકો
સંક્ષિપ્ત પુસ્તકો
ગ્રંથ
આપ્તવાણી
 
     
       

આ છે હિન્દુસ્તાનનું આર્ય નીરીત્વ !

''આપણા સંસ્કાર છે આ તો. લઢતા લઢતા એંસી વર્ષ થાય બેઉને, તો ય પણ મરી ગયા પછી માજી તેરમાને દા'ડે સરવણીમાં, 'કાકાને આ ભાવતું હતું, તે ભાવતું હતું.' બધું મુંબઇથી મંગાવીને મૂકે. ત્યારે એક છોકરો કહે છે, 'માજી, આ કાકાએ તો તમને છ મહિના ઉપર પાડી નાખ્યા હતા. તો તમે તે ઘડીએ અવળું બોલતા હતા કાકાનું ?!' 'તો ય પણ આવા ધણી ફરી નહીં મલે !!!' એવું કહે એ ડોસીમા !

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

'દાદા'નું ગણિત !

પૈસાનો તો મેં હિસાબ કાઢ્યો. મેં કહ્યું, 'આ પૈસા આપણે વધાર વધાર કરીએ તો કેટલા સુધી જશે ?' પછી હિસાબ કાઢ્યો કે અહીં આગળ કોઇનો નંબર પહેલો લાગ્યો નથી આ દુનિયામાં. લોકો કહે છે કે 'ફોર્ડનો પહેલો નંબર છે.' પણ તો ચાર વર્ષ પછી કો'ક બીજાનું નામ સંભળાતું હોય. એટલે કોઇનો નંબર ટકતો નથી. વગર કામના અહીં દોડધામ કરીએ, આનો શો અર્થ ? પહેલા ઘોડાને ઇનામ હોય, બીજાને થોડુંક આપે ને ત્રીજાને આપે. ચોથાને ફીણ કાઢીને મરી જવાનું ? મેં કહ્યું, 'આ રેસકોર્સમાં હું ક્યાં તરું ?' તે આ લોકો તો ચોથો, પાંચમો કે બારમો, સોમો નંબર આપે ને ! તે અલ્યા શું કરવા ફીણ કાઢીએ આપણે ! ફીણ ના નીકળે પછી ? પહેલો આવવા દોડ્યો અને આવ્યો બારમો, ચા ય ના પાય પછી. તમને કેમ લાગે છે ?

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

મા-બાપ છોકરાનો વ્યવહાર

અમારે એક છોકરો ને એક છોકરી હતા. છોકરાનો જન્મ થયો ત્યારે મેં ભઇબંધોને પેંડા ખવડાવ્યા. ૧૯૨૮માં જન્મેલો. પછી એકત્રીસમાં એ ઓફ થઇ ગયો. એટલે પછી મેં બધાને પેંડા ખવડાવ્યા. તે પહેલાં તો બધાં એમ જ સમજ્યા કે આ તો બીજો કંઇ છોકરો હશે, તેથી આ પેંડા ખવડાવતા હશે. પેંડા ખવડાવતા સુધી મેં ફોડ ના પાડયો. ખવડાવ્યા પછી મેં બધાને કહ્યું, 'પેલા ભાઇ, ગેસ્ટ આવ્યા હતા ને તે ગયા !!'

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

એણે જીત્યું જગત !

''અબ્રહ્મચર્યના વિચારો આવે, બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરે, એ બહુ ચી વાત છે. બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરે એટલે કોઇને બે વર્ષે, કોઇને પાંચ વર્ષે પણ એવો ઉદય આવી જાય ! જેણે અબ્રહ્મચર્ય જીત્યું એણે આખું જગત જીત્યું. બ્રહ્મચર્યવાળા પર તો સાસન દેવ દેવીઓ બહુ ખુશ રહે !!!''

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

અરે, આવું તો ન જાણ્યું કદિ !

''લોકોને અબ્રહ્યમર્ચની વાતમાં શું નુકસાન અને શું ફાયદો, તથા એની કેટલી બધી જવાબદારીઓ છે, એ સમજમાં આવે અને બ્રહ્મચર્ય પાળે, એટલા માટે જ બ્રહ્મચર્ય ઉપર અમે બોલ્યા છીએ, એનંુ આ 'પુસ્તક' બન્યું છે. બધાં એ એવંુ કહ્યંુ છે કે 'અબ્રહ્મચર્ય ખોટંુ છે, બ્રહ્મચર્ય પાળવંુ જોઈએ' 'અલ્યા ભઈ, કેવી રીતે અબ્રહ્મચર્ય બંધ થાય ?' એનો રસ્તો જ બતાડ્યો નથી. માટે આ 'પુસ્તક'માં બધો રસ્તો જ છે. તે લોકો વાંચીને વિચારે કે આટલંુ બધું આમાં નુકસાન થાય છે ?! અરે, આવંુ તો આપણે જાણતા જ ન હતા !''

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

પ્રતિક્રમણ વિધિ

પ્રત્યક્ષ 'દાદા ભગવાન'ની સાક્ષીએ દેહધારી *............ ના મન-વચન-કાયાના યોગ, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન, આપની સાક્ષીએ આજ દિન સુધી જે જે #............. દોષ થયા છે, તેની ક્ષમા માગું છું, પશ્ચાત્તાપ કરું છું. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરું છું ને ફરી આવા દોષો ક્યારેય પણ નહીં કરું, એવો દ્રઢ નિશ્ચય કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો.
હે દાદા ભગવાન ! મને એવો કોઈ પણ દોષ ન કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો.
* જેની પ્રત્યે દોષ થયો હોય, તે સામી વ્યક્તિનું નામ લેવું.
# જે દોષ થયા હોય, તે મનમાં જાહેર કરવા.
(તમે શુદ્ધાત્મા અને જે દોષ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવવું. 'ચંદુલાલ' પાસે દોષોનું પ્રતિક્રમણ કરાવવું.)

 

   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

'આ તો ઓરીજીનલ ટેપરેકોર્ડર છે' !

ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ.
'આ માલિકીભાવ વિનાની વાણી છે' !
અમારી વાણી ચેતનને સ્પર્શીને નીકળેલી પ્રત્યક્ષ સરસ્વતી છે !
ગોડ હેઝ નોટ ક્રીયેટેડ ધીસ વર્લ્ડ એટ ઓલ.

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       

સકળ સૂત્રની કૂંચી

'મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે.' તે સકળ સૂત્રની કૂંચી (ચાવી) છે. આ કૂંચી જેને હાથ લાગી ગઈ, તેને કશા જ સૂત્ર વાંચવાની જરૂર નથી.

- દાદાશ્રી
   
ડાઉનલોડ
વાંચો
ખરીદો
 
ટોપ
       
google
Web www.dadabhagwan.in
show bar