|
| |
|
|
|
|
| |
|
| |
 |
જ્ઞાન સ્થપાશે યુગો સુધી આપ્તવાણી થકી !
જગત 'જેમ છે એમ' બધા ફોડ થયા છે, બધાં ફોડ પડી જવા દો. એકવાર જેટલી વાણી નીકળી જાય ને, એટલી નીકળી જવા દો. લોકો પૂછતાં જશે ને નવા નવા ફોડ નીકળતાં જશે. રોજ રોજ નીકળવા માંડે છે એ બધું છપાઈ જશે ને ! પછી એમાંથી બધું તારણ કાઢી અને લોકો જ્ઞાનનું સ્થાપન કરશે. એટલે આપ્તવાણીઓમાં તો આત્માનો અનુભવ મહીં કહેવામાં આવ્યો છે. એમાં બધું આવી જાય છે.
હું જે બોલું છું તે એક શબ્દેય 'આમણે' નીચે પડવા દીધો નથી. બધાં શબ્દો આમાં ટેપરેકર્ડમાં સંઘરી રાખ્યા છે અને વિજ્ઞાન છેને ! આ જગતમાં બધા શાસ્ત્રો જે છે, પુસ્તકો છે તે બધાં જ્ઞાનમય છે, આ એકલું વિજ્ઞાનમય છે. વિજ્ઞાન એટલે ઈટસેલ્ફ ક્રિયાકારી, તરત ફળ આપનારાં છે. 'મોક્ષ' તરત જ આપે.
- દાદાશ્રી
|
|
|
|
|
|
| |
|
|
| |
|
|
|
 |
એનું નામ આપ્તવાણી !
''આપ્તવાણી એટલે આપ્તપુરુષની વાણી. એક તીર્થંકર સાહેબને આપ્તપુરુષ કહેવાય અને તીર્થંકર સાહેબના હાથ નીચેનાં, તે આપ્તપુરુષ કહેવાય. આપ્તપુરુષ તે સંસારમાં પણ સર્વસ્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય, એનું નામ આપ્તપુરુષ ! અને આપ્તપુરુષની વાણી તે આપ્તવાણી કહેવાય ! એ વાણી અવિરોધાભાસ હોય, સિદ્ધાંત હોય. એમાં કશું ચાળવાનું ના હોય. જે બોલે એ બધુંય શાસ્ત્ર જ ! ચોવીસ તીર્થંકરોના આગમ જ એ બોલ્યા કરે !! જે વાણી અજોડ કહેવાય. જે વાણી શાસ્ત્રમાં લખવા યોગ્ય હોય. તેનાં આ બધાં પુસ્તકો છપાય છે.
''એટલે આ પુસ્તક બોલશે આ બધું, સારું બોલશે અને આ પુસ્તકો બોલે છે જ ! લોકોને હેલ્પ કરે છે. હજુ તો ઘણાં લોકોનું સારું થશે. આખા જગતનું કલ્યાણ થશે !''
- દાદાશ્રી
|
|
|
|
|
|
| |
|
|
| |
|
|
|
 |
આપ્તવાણીએ આણ્યાં યુગ પરિવર્તન !
''આ તો યુગ પરિવર્તન થાય છે. ધર્મનો યુગ પરિવર્તન થાય છે. તેનાં જ આ પુસ્તકો. નહિ તો આ આપ્તવાણી ત્રીજી તો ઓહોહો.... થઈ ગઈ છે વાત ! પહેલી, બીજી આપ્તવાણીમાં તો આપણે શાસ્ત્રમાં વર્ણન કરેલું છે. એટલે આ જગતનું વર્ણન કરવા ગયા છે અને ત્રીજી-ચોથીમાં આત્માનાં ફોડ પાડ્યા. હજુ જે બધી આવશે તે ઓર જાતની આવશે. પહેલી-બીજી તો જગત શું છે ? આપણે શું લેવા-દેવા ? એ કહેવા માંગે છે અને આ ત્રીજી આપ્તવાણીએ આત્માનાં ફોડ પાડ્યા છે. તેથી બૂમાબૂમ થઈ રહી છે ને !''
- દાદાશ્રી
|
|
|
|
|
|
| |
|
|
| |
|
|
|
 |
આપ્તવાણી-કેવી ક્રિયાકારી !!
આ 'જ્ઞાની પુરુષ'ની વાણી છે ને પાછી તાજી છે. હમણાનાં પર્યાય છે એટલે એ વાંચતાં જ આપણા બધા પર્યાયો બદલાતા જાય તેમ આનંદ ઉત્પન્ન થતો જાય. આમ કરતાં કરતાં એમ ને એમ સમક્તિ થઈ જાય કોઈને ! કારણ કે આ વીતરાગી વાણી છે. રાગ-દ્વેષ રહિત વાણી હોય તો કામ થાય, નહીં તો કામ થાય નહીં. મહાવીર ભગવાનની વીતરાગ વાણી હતી, તેની અસર આજ સુધી ચાલે છે, ૨૫૦૦ વર્ષ થયાં તો ય તેની અસર થાય છે, તો 'જ્ઞાની પુરુષ'ની વાણીની ય અસર થાય, બે-ચાર પેઢી સુધી તો થાય જ.
વીતરાગ વાણી વગર બીજો કોઈ ઉપાય નથી, મોક્ષે જવા માટે.
- દાદાશ્રી
|
|
|
|
|
|
| |
|
|
| |
|
|
|
 |
આપ્તવાણી, તમામ ધર્મોનો સાર !
આપ્તવાણી દિવસે દિવસે બહુ ચે ચઢશે. આખા જગતના ખુલાસાઓ એમાંથી જડશે. ક્રિશ્ચિયનો ય આમાંથી પ્રાપ્તિ કરશે અને મુસલમાનોનું આમાંથી મળશે. એટલે આ આપ્તવાણીઓમાંથી આના આ જ લોકો કાઢી લેશે, એની જ જરૂર છે.
આપ્તવાણી વાંચીને તો કેટલાય માણસો કહે છે કે અમારે બીજું ધર્મનું પુસ્તક વાંચવાની જરૂર નહીં પડે. એટલે આ આપ્તવાણીઓથી જ ચાલશે બધું. આપણાં પુસ્તકો લોકોને હેલ્પ બહુ કરશે.
તેથી મેં બધાને કહેલું કે હવે પુસ્તકો છપાય, છપાય કરો એક વાર. છપાઈ ગયું ને હવે એનાં ઉપરથી લોકો બીજા છાપશે. પણ આ ખોવાઈ જવાનું નથી હવે. આ વાત નહીં ખોવાઈ જાય હવે.
- દાદાશ્રી
|
|
|
|
|
|
| |
|
|
| |
|
|
|
 |
જગકલ્યાણી :આપ્તવાણી
નિરંતર, સવારે દાતણ કરતી વખતે ય આ (ટેપ મશીન) મૂકવામાં આવે છે. એક શબ્દ બોલે એ છોડતા નથી આ લોકો. અને પછી પુસ્તકો છપાય એનાં. આ વાંચશે તો કલ્યાણ થઈ જાય. આ વાણી વાંચતા જ દિલ ઠરી જાય. આ કાળની મોટામાં મોટી અજાયબી છે. લોક તો અમેરિકામાં આફરીન થઈ ગયા આ આપ્તવાણી વાંચીને. જગતને બહુ કલ્યાણકારી છે ને ! જગતને હિતકારી છે ને ! આખા જગતનો કાટ કાઢી નાખે એવી વાણી છે આ.
- દાદાશ્રી
|
|
|
|
|
|
| |
|
|
| |
|
|
|
 |
આમાં છે વિજ્ઞાન !!!
જ્ઞાની પુરુષ પાસે આત્મા-અનાત્માની લક્ષ્મણ રેખા સમજી લેવી જોઈએ. એમના ફોડ ત્રણે ય કાળ સત્ય હોય. લાખો વર્ષો પછી પણ એનો એ જ 'પ્રકાશ' હોય.
એટલે આ બધું સાયન્સ છે, વિજ્ઞાન છે આખું. હું વિજ્ઞાન આજ અઠ્ઠાવીસ વર્ષથી બોલું છું, તો ય એ વિજ્ઞાન પૂરું થયું નથી. એ બધું આ ટેપરેકર્ડમાં રેકર્ડ થયેલું છે. એના બધાં પુસ્તકો છપાશે. એટલે આ તો બહુ મોટું સાયન્સ છે. રોજ બે-ત્રણ ટેપો નીકળ્યા જ કરે. તે કેટલાય વર્ષોથી બોલું છું. આખા જગતના કલ્યાણ માટે છે આ બધું.
- દાદાશ્રી
|
|
|
|
|
|
| |
|
|
| |
|
|
|
 |
તમામ શાસ્ત્રો સમાયા ૧૪ આપ્તવાણીમાં !!!
પ્રશ્નકર્તા : તમે જે ૩૫૬ ડિગ્રી ઉપર બેઠા છો, તો તમારે દરેક ડિગ્રીનંુ જે જ્ઞાન છે એ આપ્તવાણીમાં આપવંુ જોઈએ ને ?
દાદાશ્રી : હા, તે આ આપ્તવાણીઓ ચૌદ નીકળશે, ને બધી પૂરી થશે. તે બધામાં ભેગંુ થશે ત્યારે એમાં પૂરંુ જ્ઞાન આવી જશે. એટલે મણકા પૂરા થવા જોઈએ ને ? હજુ તો નવમો ભાગ છપાયો છે. હજુ તો બીજી પાંચ બાકી રહી.
પ્રશ્નકર્તા : ચૌદ આપ્તવાણી કેવી થશે, નવમી આપ્તવાણી આટલી સુંદર છે તો ?
દાદાશ્રી : બધા શાસ્ત્રોની અંદર જે જ્ઞાન પ્રગટ છે ને, એ બધંુ આ ચૌદ આપ્તવાણીમાં આવી જશે. એટલે બહાર પછી બીજા શાસ્ત્રોની લોકોને હેલ્પ લેવાની જરૂર ના રહે. આ નવા શાસ્ત્રો, આ નવી વાત, આ બધંુય નવંુ જ મૂકાશે. આ સરળ ભાષા છે, તે લોકોને અનુકૂળ આવે છે. અને એમાં બધો જ મોક્ષમાર્ગ બતાવી દીધેલો છે, કંઈ બાકી રાખ્યંુ નથી.
- દાદાશ્રી
|
|
|
|
|
|
| |
|
|
| |
|
|
|
 |
આપ્તવાણી એટલે જીવંત પ્રાસરણ ! - શ્રેણી - ૧૦ પૂર્વાર્ધ
પ્રશ્નકર્તા : આપ્તવાણી વાંચતી વખતે ઘણાં લોકોને અનુભૂતિ થાય છે. એ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની ઉપસ્થિતિને કારણે છે ? કે આપના ગયા પછી પણ એ પ્રમાણે અનુભૂતિ રહેવાની ?
દાદાશ્રી : એ અનુભૂતિ પછી પમ રહેશે જ. કારણ કે પેલાં જે જ્ઞાન હતા એ ક્રમિક જ્ઞાન હતા. ને ક્રમિક જ્ઞાનમાં ચેતન ના હોય. અને આ વિજ્ઞાન છે. એટલે ચેતનવાળું હોય એટલે અનુભૂતિવાળા હોય. એટલે આ પુસ્તક વાંચે, તે એને દાદા આમ દેખાય, બીજું બધું દેખાય, દાદા બોલતા સંભળાય, પછી અને અનુભૂતિ થાય.
પ્રશ્નકર્તા : જ્ઞાન નથી લીધું હોતું એમને પણ આપ્તવાણી વાંચીને એવો અનુભવ થાય છે.
દાદાશ્રી : હા. તો ય એને અનુભવ થાય છે. કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે ને એટલે. વિજ્ઞાન સંપૂર્ણ છે. ફૂલ સ્ટોપ છે. અને પેલું ક્રમિકનું એ જ્ઞાન છે, વિજ્ઞાન નથી. એટલે અનુભવ ના થાય. એ જ્ઞાન કરવું પડે આપણે. અને આ અક્રમ એ સમજવું પડે. પુસ્તક સમજી જાય તો એને અનુભવ ઉત્પન્ન થઈ જાય.
- દાદાશ્રી
|
|
|
|
|
|
| |
|
|
| |
|
|
|
 |
અઢાર હજાર વર્ષો વંચાશે આપ્તવાણી ! - શ્રેણી - ૧૦ ઉત્તરાર્ધ
આ વાણી અઢાર હજાર વર્ષ સુધી હેલ્પ કરશે. મહાવીર ભગવાનનું જ્યાં સુધી શાસન ચાલશે ત્યાં સુધી રહેશે. પછી બંધ થઈ જાય છે. પછી વાણી ને પુસ્તકો ને મંદિરો બધું બંધ થઈ જાય છે. છઠ્ઠા આરામાં મંદિર છે નહિ કે પુસ્તક નથી. ધડમધડા, ધડમધડા, ધડમધડા, ધડમધડા, ધડમધડા, કચર, કચર, કચર, કચર, કચર સામસામી ! હજી અઢાર હજાર વર્ષ સુધી ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં, ત્યાં ચોથા આરામાં જઈ શકશે. આ કેવી સુંદર વાણી છે ! માલિકી વગરની વાણી જોયેલી ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : સાંભળેલી ય નહીં. તે આ માલિકી વગરની વાણી સાંભળો તો ખરાં ?
પ્રશ્નકર્તા: હા.
દાદાશ્રી : આ આટલા હજારો પુસ્તકો આપ્તવાણીનાં બહાર પડ્યા છે ને તે ઉગશે, પચાસ વર્ષે, સો વર્ષે, ત્યારે હિન્દુસ્તાનની બધી જાહોજલાલી થશે. આનાં શબ્દ ઉપરથી બહુ બહુ મોટું મોટું 'એ' જામશે. આ પુસ્તક તો જેમ જેમ લોકોના જાણવામાં આવશે ને તેમ તેમ એની કિંમત સમજાશે.
- દાદાશ્રી
|
|
|
|
|
|
| |
|
|
| |
|
|
|
 |
વાસ્તવિકતા વર્ણવે, આપ્તવાણી ! - શ્રેણી - ૧૧ પૂર્વાર્ધ
આપ્તવાણીમાં જગતની બધી વાસ્તવિકતાઓ અમે ખુલ્લી કરી છે. આ લોકો માની બેઠાં છે કે 'ઉપર ભગવાન છે ! ને ભગવાન બધું કરે છે !!' આ બધી અણસમજણ છે. આ લોકોનાં મનમાંથી ખોટી માન્યતાઓ બધી કાઢવા માટે અમે આપ્તવાણીમાં બધા જ ચોખ્ખા ફોડ પાડી દીધા છે. કે 'ક્યા આધારે જગત ચાલે છે ? કોણ કરે છે ?' તેટલા માટે આ આપ્તવાણી છે. એ બધી અણસમજણો કાઢી નાખશે અને પછી ચોખ્ખું કહ્યું છે કે 'જેને મોક્ષ જોઈતો હોય તો આવજો અમારી પાસે.' બાકી મોક્ષ કંઈ પુસ્તકમાં અપાય નહીં !!
- દાદાશ્રી
|
|
|
|
|
|
| |
|
|
| |
|
|
|
 |
જગત ખોળે તે જડે, આપ્તવાણીમાં ! - શ્રેણી - ૧૧ ઉત્તરાર્ધ
કોઈ શાસ્ત્રનો આધાર નથી, કોઈ પુસ્તકનાં આધારે આ બોલ્યા નથી. અમે જોઈને બધું કહીએ છીએ આ. એટલે અમને જે જ્ઞાન થયેલું એના આધારે અમે જોયું કે, 'આત્મા શું છે ? હું કોણ છું ? જગત શી રીતે ચાલે છે ? કોણ ચલાવે છે ?' એ બધું દેખાયંુ ને તે બધું જેમ છે તેમ કહી નાખ્યું. જગત લૌકિક જાણે છે, અલૌકિક જાણતું નથી. અમે અલૌકિક વાત આ પુસ્તકમાં કરી છે, જે અમે વાસ્તવિક જોયું તે ! જગતના લોકો વાસ્તવિક શું છે તે ખોળે છે. અમે આમાં કહ્યું છે તે બધું વાસ્તવિક કહ્યું છે. બહુ દહાડા લૌકિક સાંભળ્યું અને વાસ્તવિક સાંભળે ત્યારે આ પઝલનું સોલ્યુશન આવે !!
- દાદાશ્રી
|
|
|
|
|
|
| |
|
|
| |
|
|
|
 |
આત્માનુભવની શ્રેણીઓ પ્રકાશે આપ્તવાણીઓ... - શ્રેણી-૧૨ પૂર્વાર્ધ
આ આપ્તવાણીનું પુસ્તક તો ઓર જ જાતનું છે. અનુભવ વાણી કોઈ દહાડોય હોય જ નહીંને ! અધ્યાત્મના અનુભવનું પુસ્તક હોઈ શકે નહીં. તે આ આપ્તવાણીમાં એ અનુભવ જ છે, દ્રષ્ટાંતો જ અનુભવના છે. અમે ડુંગરની ઉપર રહીને બધું ડુંગરનું વર્ણન કર્યું છે. કોઈ જગ્યાએ પૂરેપૂરો અનુભવ બહાર પડેલો જ નથી. કારણ કે આ લોકોને અનુભવના સ્ટેશને આવીને 'અનુભવ શું છે' એટલો થોડો ભાગ બહાર પડ્યો છે ને બીજો બધો આગળ અનુભવ કહેવાનું બંધ થઈ ગયું છે. જ્યારે આપણી આ આપ્તવાણી તો પૂર્ણ અનુભવની જ વાણી છે અને આ અનુભવની વાણી તો ઠેઠ સુધી ચાલશે.
- દાદાશ્રી
|
|
|
|
|
|
| |
|
|
| |
|
|
|
 |
પાપો ભસ્મીભૂત કરાવે આપ્તવાણી ! - શ્રેણી-૧૨ ઉત્તરાર્ધ
પ્રશ્નકર્તા : આપ્તવાણી વાંચતાં જ બે કલાક સંસાર અદ્રશ્ય થઈ ગયો !
દાદાશ્રી : તે આવાં બે કલાક આવતાં જ નથી. સંસારમાં હાજરી તોડવી એ તો બહુ મોટી વાત છે અને આપ્તવાણી વાંચવામાં જગત ભૂલાય તો નર્યા પાપ ધોઈ નાખે. આમાં તો પાપો બધા ભસ્મીભૂત થઈ જાય. કારણ કે આમાં તો નથી સંસારમાં ને નથી મોક્ષમાં, વચલા ગાળામાં હોય. આમાં સંસાર બિલકુલેય નથી. એટલે આપ્તવાણી કામ કાઢી નાખે એવી છે.
આ આપ્તવાણી લોકોને બહુ હેલ્પ કરશે, જો આગળ લોકોના હાથમાં આવશે તો ! કારણ કે દરેક ખૂણાની સમજ એમાં મૂકેલી છે. એવો કોઈ ખૂણો નથી કે જે સમજ મૂકવાની બાકી રહી હોય. અને હજુ તો આવી બધી ચૌદ સુધી આપ્તવાણીઓ આવશે, તે ઓર જાતની આવશે !
- દાદાશ્રી
|
|
|
|
|
|
| |
|
|
| |
|
|
|
 |
આપ્તવાણીથી રચાયા આધુનિક શાસ્ત્રો ! - શ્રેણી-૧૩ પૂર્વાર્ધ
જગતનો ઉદય સારો હોય ત્યારે 'જ્ઞાની પુરુષષ' પ્રગટ થઈ જાય અને એમની 'દેશના' જ 'શ્રુતજ્ઞાન' છે. એમના એક જ વાક્યમાં શાસ્ત્રોનાં શાસ્ત્રો આખાં આવી જાય !
શાસ્ત્રમાં લખ્યંુ છે કે સત્ય બોલો. ત્યારે લોકો કહે છે કે, 'અમારાથી સત્ય બોલાતંુ નથી.' માટે હવે કોઈ કળજુગી શાસ્ત્રો આપે તો કામ થાય. કળજુગની અસર થાય નહીં અને મોક્ષે લઈ જાય એવાં શાસ્ત્રો હવે લખાશે. શાસ્ત્રોની વાતો તો જૂની દવા થઈ ગઈ, હવે નવી દવા જોઈએ. આ ખરે ટાઈમે સાયન્સ આવ્યંુ છે. એટલે કંઈ ઓર જ વિજ્ઞાન છે આ !
આ આપ્તવાણી તો નવા શાસ્ત્રો લખે એવી વાત છે, નહીં તો આટલાં બધા શાસ્ત્રો, એમાં ક્યાંથી પાર આવે ? આ તો એક કલાકમાં બધું આખું વિજ્ઞાન સમજી જાય છે.
- દાદાશ્રી
|
|
|
|
|
|
| |
|
|
| |
|
|
|
 |
અહોહો અદ્ભૂત અદ્ભૂત આ આપ્તવાણીઓ! - શ્રેણી-૧3 ઉત્તરાર્ધ
આ બધી આપ્તવાણીઓ બુદ્ધિ વગરની વાણી નીકળી છે, તેનાથી જ લખાઈ છે. એટલે આ ટેપરેકર્ડ નીકળી છે ને, તે માલિકી વગરની વાણી છે. એ વીતરાગ વાણી કહેવાય છે ! પુસ્તક વાંચીને લોકો કહે છે કે 'આ વીતરાગી વાત છે બધી, આ દાદાની. અહોહો ! આવાં અદ્ભૂત પુસ્તકો ' એવંુ ઘણાં લોકોને સમજાઈ ગયંુ છે. જે વાંચનાર છે, આની અલૌકિકતા ઉપર એ આફ્રિન રહ્યાં કરે છે.
અમારે એક એક શબ્દમાં અનંતા અનંતા શાસ્ત્રો રહ્યાં છે આ સમજે અને પાંસરો હેંડ્યો તો કામ જ કાઢી નાખે. એકાવતારી થઈ જવાય એવંુ આ વિજ્ઞાન છે ! લાખો અવતાર કપાઈ જશે. આ વિજ્ઞાનથી તો રાગે ય ડી જાય અને દ્વેષે ય ડી જાય ને વીતરાગ થઈ જવાય. અગુરુ-લઘુ સ્વભાવનો થઈ જાય. એટલે આ વિજ્ઞાનનો જેટલો લાભ ઉઠાવાય તેટલો ઓછો છે.
- દાદાશ્રી
|
|
|
|
|
|
| |
|
|
| |
|
|
|
 |
સમાયો સિદ્ધાંત, આપ્તવાણીમાં !- શ્રેણી-૧4 ભાગ 1
પ્રશ્નકર્તા : દાદા, આપે આપ્તવાણીમાં તો બધાં શાસ્ત્ર અંદર મૂકી દીધાં છે. પ્રત્યેક પ્રશ્શનનો તરત ઉકેલ જડી જતો હોય છે, સ્વયંભૂ ઉકેલ !
દાદાશ્રી : શાસ્ત્રોમાંય આવું તો હોય નહીં. આપ્તવાણીમાં તો આખો સિદ્ધાંત મૂકેલો છે. સિદ્ધાંત એટલે અવિરોધાભાસ. જ્યાંથી જુઓ ત્યાંથી તાળો મળે એવો આ સિદ્ધાંત કહેવાય છે.
એટલે આપણું આ અક્રમ વિજ્ઞાન આખું સૈદ્ધાંતિક સ્વરૂપે છે. જ્યાંથી પૂછો ત્યાં સિદ્ધાંતમાં જ પરિણમે, કારણ કે સ્વભાવિક જ્ઞાન છે આ. કોઈ પણ વસ્તુ જ્ઞાનમાં આવેલી, ફરી એ વસ્તુ અજ્ઞાનમાં ન જાય, વિરોધાભાસ ઉત્પન્ન ના થાય. દરેકના સિદ્ધાંતને હેલ્પ કરી કરીને સિદ્ધાંત આગળ વધતો જાય ને કોઈનોય સિદ્ધાંત તોડે નહીં. આગળ જે વીતરાગો થઈ ગયા, તેમનો જ સિદ્ધાંત છે આ.
- દાદાશ્રી
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
 |
જ્ઞાનબીજ સચવાયું, આપ્તવાણીમાં !- શ્રેણી-૧4 ભાગ 2
આપણી 'આપ્તવાણી' માત્ર એક જો જીવતી રહેશે ને, તો હિન્દુસ્તાનમાંથી જ્ઞાન નહીં જાય. એ તો જ્ઞાનબીજ છે. આમાં પૂર્ણ ધર્મ આવી જાય છે ને સમજવો સરળ છે. પેલાં શાસ્ત્રો કરતાંય વધુ વિગતવાર.
એમાં અંગ્રેજી શબ્દો શા માટે મૂક્યા છે કે અત્યારના જુવાનીયાઓને કામ લાગે. આમને શાસ્ત્રોનંુ કોઈ સાધન જ પછી જરૂર નથી રહેતંુ.
એટલે આપ્તવાણીથી હિન્દુસ્તાનમાં જ્ઞાનબીજ રહેશે. નહીં તો હિન્દુસ્તાનમાં જ્ઞાનબીજ ફ્રેક્ચર થઈ ગયા છે. જેમ જેમ આપ્તવાણી હિન્દુસ્તાનના લોકોને પહોંચશે અને જ્યારે લોકોને આ જ્ઞાન ઊગશે, ત્યારે હિન્દુસ્તાનની જાહોજલાલી ઓર જ હશે !
- દાદાશ્રી
|
|
|
|
| |
|