www.dadabhagwan.in
                   
બ્રહ્મા-વિષ્ણુ-મહેશ

પ્રાકૃત ગુણને મજબૂત કરવા અર્થે...

પ્રશ્નકર્તા : પણ શાસ્ત્રમાં વર્ણન આવે છે એ બધું બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ તો એ બધું શું છે ?

દાદાશ્રી : એ તો પ્રકૃતિને મજબૂત કરવા માટે આ મૂર્તિઓ મૂકેલી છે. વિષ્ણુ રજોગુણી છે, મહેશ તમોગુણી છે અને બ્રહ્મા સત્ત્વગુણી છે. એ ત્રણેય ગુણોને મજબૂત કરવા માટે આપણા લોકોએ મૂર્તિઓ સ્થાપી છે. એટલે આમની પૂજા કરવાથી આ ગુણ મજબૂત થાય પણ એ ગુણો પાછાં ધીમે ધીમે નાશ થાય.

અને મહાદેવજી એ તો ત્રિગુણને માટે છે. ત્રણ ગુણો દબાવવા માટે. સત્ત્વ, રજસ્ અને તમો ગુણ.

સત્ત્વગુણ છે તે બ્રહ્મા ! સત્ત્વગુણ કોને કહેવાય ? સાધુ-સંતો જે ભગવાનને માર્ગે વળ્યા હોય, એ બધા સત્ત્વગુણમાં. અને રજોગુણી કોને કહેવાય ? આખો દહાડો એક દસ મિનિટ બેસવું હોય, બેસાડવો હોયને તો એને વીંછી કરડે એવું લાગે. આખો દહાડો કામ કર કર કર્યા કરે. એ રજોગુણી એ જોયેલા તમે ? આખો દહાડો કામ કર્યા કરે, બે કલાક એને બેસવાનું હોય તો એનાથી બેસાય નહીં એ બધા રજોગુણી કહેવાય.

અને આખો દહાડો વાસનામાં પડી રહે, કામ કરે નહીં, એ બધા તમોગુણી.

પ્રશ્નકર્તા : આ સત્ત્વ, રજસ્ અને તમો એ ત્રણ ગુણો છે. એને ને તત્ત્વોને શો સંબંધ છે ?

દાદાશ્રી : આ સત્ત્વ, રજસ્ અને તમો એ ગુણોને શું કરવાના ? એ તો વિનાશી ગુણો છે, પ્રકૃતિના ગુણો છે અને તત્ત્વો એ અવિનાશી છે.

આ જે સત્ત્વ, રજસ્, તમો એ જે ગુણો છે ને, તે ગુણોનાં અધિષ્ઠાતા દેવ છે, તે જેને એ ગુણોની જરૂર હોય તે બ્રહ્મા, વિષ્ણુ કે મહેશને ભજે. એટલા માટેનું છે એ. બીજું કંઈ નથી ?

પ્રશ્નકર્તા : એટલે એમની દેવતાઓમાં ગણતરી થાય ?

દાદાશ્રી : ખરીને ! પણ તે એના જે ગુણ હોયને, તે ગુણના એ અધિષ્ઠાતા દેવ છે. એ આ તમો ગુણવાળા શિવ હોય અને રજોગુણવાળા વિષ્ણુ કહેવાય ને સાત્ત્વિક ગુણવાળા બ્રહ્મા કહેવાય. તે તે દેવોનું પૂજન કરો તો સારું એ ગુણ વધે. પણ છેવટે તો આત્મા જાણવો પડશે.

પ્રશ્નકર્તા : તો પછી આ બધા બ્રહ્મા, વિષ્ણુ ને મહેશને પૂજવાનો કશો અર્થ જ નહીં ને ?

દાદાશ્રી : અર્થ ખરો ને ! માણસે પ્રકૃતિને મજબૂત કરવી જોઈએ ને ? પ્રકૃતિ મજબૂત કરે તો આગળ વધે.

આયુર્વેદ ગૂંથાયું ધર્મમાં !

મહાદેવજીનું લિંગ એટલા માટે બનાવેલું, તે ત્યાં આગળ બિલિપત્ર નાખે. પણ બિલિપત્રમાં દવા છે તે લોકો જાણતા નથી ! અને બિલિપત્ર નાખ નાખ કરે છે. એટલે આ જો એને ભજે. જે લોકો આવાં છે, વાસનાવાળાને એ બધાં. તેમની વાસનાઓ શાંત થતી જશે અને પછી આગળ વધતા જાય. અને આ રજોગુણી છે, તે બધાં વિષ્ણુને ભજવાના ! આખો દહાડો બેસી જ ના રહેવાય.

એટલે આ સત્ત્વ, રજ ને તમોગુણ દબાવવાના સાધન છે બધાં. જેટલું જેટલું દેવોને ધરાવ્યું છે, એ બધું કિંમતી છે, કૃષ્ણ ભગવાનને તુલસીપત્ર, એ બધું સારામાં સારી દવા છે અને મહાદેવજીને બિલિપત્ર ચઢાવેલું, ગણપતિને ધરો ચઢાવે. કહે છે કે ગણપતિના જેવું શરીરને મજબૂત બનાવવું હોય તો ધરોનો રસ પીવો એટલે આ બધી દવાઓ છે. પીપળાના પાનમાં બહુ જબરજસ્ત શક્તિ છે, એ સારામાં સારું છે. એમાં જબરજસ્ત ઈલેક્ટ્રિક શક્તિ ભરેલી છે. પણ આ બધું સંસારમાં શાંતિ રહે એ માટેનું છે. 'આપણે' શુધ્ધાત્મા થયા એટલે જેને હવે આમાં રહેવું જ નથી, એને બહુ ધ્યાન આપવાની જરૂર નથી. 'ચંદુભાઈને' રહેવું હોય તે કરે

 

google
Web www.dadabhagwan.in
show bar