સીમંધર સીટી શું છે?

આ ૩૫ એકરમાં ફેલાયેલ, કુલ ૬૦૦ મહાત્માઓના (જેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે)ના કુટુંબોને સીંગલ રૂમ, ફ્લેટ્સ, ટ્વીન બંગલાઓ, બંગલાઓ વગેરેમાં આવાસી સુવિધા આપતી સ્વપ્નનગરી છે. આ શાંતિ, શાશ્વત સુખ, અને આત્મજ્ઞાનને આખા જગતમાં ફેલાવતું વિશાળ આધ્યાત્મિક શહેર છે.

close

સીમંધર સીટી

આ વિડિયો સીમંધર સીટીનો પરિચય કરાવે છે, જે પરમ પૂજ્ય દાદાશ્રીની ભાવના મુજબ બનેલું એક શહેર છે. અહીં આત્મજ્ઞાન પામેલા આત્માર્થીઓ સાથે રહે છે. આ ભાવના પૂજ્ય નીરુમા અને પૂજ્ય દીપકભાઈના માર્ગદર્શન હેઠળ સાકાર થઈ છે.

play

પરમ પૂજ્ય દાદાશ્રીની ભાવના હતી -

“અનુયાયીઓ સાથે રહેતા હોય તેવું એક શહેર હોય તો તેમને સરળતાથી પરમ દશા પામવામાં સહાયક થશે. આવું આધ્યાત્મિક વાતાવરણ, તેમને ભગવાન શ્રી સીમંધર સ્વામીની ભક્તિ વધારવામાં અને પરિણામે મોક્ષ મેળવવામાં મદદરૂપ થશે."

પૂજ્ય નીરુમાએ તેમની આ ઈચ્છા પૂરી કરી અને ૨૯ ડિસેમ્બર, ૨૦૦૨ના રોજ આ સીમંધર સીટીનું ઉદ્ઘાટન થયું.

સીમંધર સીટીમાં પૂજ્ય નીરુમા અને પૂજ્ય દીપકભાઈના નિવાસસ્થાન, "વાત્સલ્ય" અને બ્રહ્મચારી ભાઈઓ-બહેનો, જેમણે આખા વિશ્વમાં અક્રમ વિજ્ઞાનનો પ્રસાર કરવા પોતાનું જીવન સમર્પણ કર્યું છે, તેમના નિવાસસ્થાન - “આપ્તસંકુલ”નો સમાવેશ થાય છે.

આખું સીટી સુઆયોજિત અને આધુનિક છે. આખું સીટી ઝળહળતી લાઈટોથી પ્રકાશિત, સ્વચ્છ ડામર/કોન્ક્રીટના રસ્તાઓ, લૅન્ડસ્કેપથી બનાવેલા સુંદર નાના-મોટા બગીચાઓ, જુદી જુદી રમતો રમવા માટેના પ્લે ગ્રાઉન્ડ' ફૂલ-છોડ અને વૃક્ષોની હારમાળાથી સુંદર રીતે આયોજિત થયેલું છે.

સીટીમાં ઘણીબધી સુવિધાઓ છે. સીટીમાં તળાવ, વૉકિંગ ટ્રેક, ક્લબ હાઉસ, અંબા હેલ્થ સેન્ટર એન્ડ હોસ્પિટલ, ગેસ પાઈપલાઈન, ઝડપી ઈન્ટરનેટ અને ઇન્ટરકોમની સુવિધાઓ ઉપલબ્ધ છે.

તદુપરાંત, પોતાની આધ્યાત્મિક પ્રગતિ સાધવા, દુનિયાના જુદા જુદા ભાગોમાંથી આવેલા બધા રહેવાસીઓ માટે, આ સીટી એક મોટા કુટુંબની ભાવનાનું પ્રતિક છે.

ટૂંકમાં, આ સીટી, સ્વચ્છ સીટી, ગ્રીન સીટી અને પ્યોર સીટીનું રૂપક છે.

સીમંધર સીટીને 360 ડિગ્રી પેનોરમા દ્વારા નિહાળો

સીમંધર સીટીમાં કેવી રીતે પહોંચવું?

સીમંધર સીટી, અમદાવાદ શહેર (ગુજરાત, ભારત)થી આશરે ૨૦ કિલોમીટર અને અમદાવાદ એરપોર્ટથી આશરે ૧૮ કિલોમીટર દૂર આવેલું છે.

મેપ જુઓ... Simandhar City Map

×
Share on