એક સાથે ૫૦૦૦ વ્યક્તિઓને જમાડી શકાય એવું અત્યંત આધુનિક રસોડું ઉણોદરીના નામે મંદિરના સંકુલમાં આવેલું છે. મંદિરની પવિત્રતાના ધ્યેયને અનુરૂપ એવું સાદું પરંતુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે. સેવાર્થીઓ કે જેમણે માનવજાતિની સેવામાં પોતાનું જીવન ન્યોછાવર કર્યું છે. તેઓ રસોઈ બનાવે છે.
ફૂડકોર્ટમાં પ્રણાલીગત અને પ્રાશ્ચાત્ય પ્રકારના ફાસ્ટ ફૂડ અને ઠંડા પીણા ચોખ્ખા ફળોના રસ, પેસ્ટ્રીજ અને આઈસક્રીમ મળે છે.
ફૂડકોર્ટમાં પોતાની બેકરી છે જેમાં જુદી જુદી જાતની બ્રેડ, બિસ્કિટ અને પેસ્ટ્રીઝ બનાવવામાં આવે છે. વાનગીઓની ગુણવત્તા અને સ્વાદ ફરી ફરી વ્યક્તિને મુલાકાત લેવા માટે ફરજ પાડે છે.