પરમ પૂજ્ય દાદા ભગવાને ભાવેલું કે એક એવું નગર હોય જ્યાં બધાં જ જ્ઞાન પામેલા મહાત્માઓ વસે, જેથી દાદાશ્રીની પાંચ આજ્ઞા સહેજેય પળાય. છાપરાંવાળા ઘરો હોય, સીટી જાણે અમેરીકાનું હોય એવું લાગે. ત્યાં આવનાર દરેક વ્યક્તિ આ આહ્લાદક, દીવ્ય વાતાવરણમાં પુલક્તિ થઈ ઉઠે.
અને ખરેખર એવું અદ્ભૂત સીટી, અડાલજ ગામે, અમદાવાદ શહેરથી ૧૮ કી.મી. દૂર નિર્માણ થયું છે. શ્રી સીમંધર સ્વામી ત્રિમંદિરમાં બિરાજે છે અને પરમ પૂજ્ય દાદા ભગવાને વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામીની સાચી ઓળખાણ કરાવી, તેથી આ સીટીનું નામ અપાયું છે - સીમંધર સીટી.
આત્મજ્ઞાની પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરુમા)ની આદર્શ રાહબળ હેઠળ આ સીટીનું ૨૦૦૨ની સાલમાં નિર્માણ થયું છે.
આ સીટી ૫૫ એકર જમીન ઉપર પથરાયેલી છે, કે જયાં ૬૦૦ મહાત્માઓના કુટુંબ સહિતના એપાર્ટમેન્ટ ફલેટ, જોડીયા બંગલાઓ, વિગેરે આવેલા છે.
આ સીટીમાં પૂજ્ય નીરુમા, જ્યાં રહેતા હતા તે 'વાત્સલ્ય' સૌ પ્રથમ નજરે ચઢે છે. જ્યાં હાલ પ્રત્યક્ષ આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈ દેસાઈ રહે છે. 'વાત્સલ્ય' ની પાછળ પૂજ્ય નીરુમાની સમાધિ આવેલ છે.
આપ્તપુત્રો અને આપ્તપુત્રીઓ કે જેઓ બ્રહ્મચારી છે અને માનવજાતિની સેવા માટે તેમનું જીવન ન્યોછાવર (સમર્પિત) કરેલું છે તેમના 'આપ્તસંકુલ' મકાનો આવેલા છે.
આ નગરીમાં સાધક નિવાસો, ગુરૂકુળ, શાળા, ૨૪ કલાકની એ.ટી.એમ. સગવડતાવાળી બેંક, પ્રોવિઝન સ્ટોર, હોસ્પિટલ, ભોજનશાળા, અતિથિગૃહ, વડીલોના આશ્રય માટે 'નિરાંત', ઈન્ટરનેટ જોડાણ અને ઈન્ટરકોમ સેવા ઉપલબ્ધ છે
સીમંધર સીટી પાસે ભવ્ય નિષ્પક્ષપાતી ત્રિમંદિર અને તેની નીચે વિશાળ સત્સંગ હોલ આવેલ છે, જ્યાં રોજ હજારો લોકો દર્શન અને સત્સંગનો લાભ લે છે.
સુંદર બાગ-બગીચા, ચોખ્ખા રસ્તાઓ, વૃક્ષો, ફુવારા સીમંધર સીટીની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.
સીમંધર સીટીની સફળતામાં પરમ પૂજ્ય દાદા ભગવાનની ભાવના, પૂજ્ય ડૉ. નીરુમાનું આદર્શ રાહબળ અને પ્રત્યક્ષતાએ પૂજ્ય દીપકભાઈનો સુંદર સાથે....