'સત' એટલે શાશ્વત અને 'સંગ' એટલે સામીપ્યમાં રહેવું - એટલે શાશ્વત 'આત્માના' નજીકમાં રહેવું.
અહીં સત્સંગ પ્રશ્નોત્તરીના રૂપમાં થાય છે જયાં પૂ. દીપકભાઈ મહાત્માઓ અને જાહેર જનતાના પ્રશ્શનોના ઉત્તર આપે છે. કોઈપણ નાત, જાત, ધર્મ વિગેરેના ભેદભાવ વગર જાહેર જનતા માટે સત્સંગ ખુલ્લો હોય છે. જુદા જુદા ધર્મો (સંપ્રદાયો)ને લગતા પ્રશ્નો આવરી લેવામાં આવે છે અને વ્યક્તિગત અને સમાજીક પ્રશ્નો જેવા કે પેઢીના અંત્તર, લગ્નજીવનમાં સંવાદિતતા, પૈસાનો ઉમદા ઉપયોગ, ક્રોધ, ચિંતા વિગેરે સમાવાયેલા હોય છે. પૂજયશ્રીના ઉત્તરો પ્રશ્ન પૂછનારના જીવનમાં આશીર્વાદ રૂપ નીવડે છે.
આ સત્સંગ આખા દેશમાં અને વિશ્વના જુદા જુદા દેશો જેવા કે અમેરિકા, બ્રિટન, કેનેડા, જર્મની, દુબઈ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, આફ્રિકા વિગેરેમાં યોજાય છે.