પરમ પૂજય દાદાશ્રીએ આપેલ દ્ષ્ટિ ગોઠવી જ્ઞાનમંદિરની સર્વ પ્રવૃત્તિ અને કાર્યવાહીનું આયોજન કરવામાં આવ્યું છે.
અહીં બાળકમાં વિનય, વિવેક, આદર સત્કાર, નિષ્ઠા, પ્રામાણિકતા વિગેરે ગુણો વિકસિત થાય એવું ઘડતર આપવામાં આવે છે. બાળકની આંતરીક શક્તિઓ પ્રગટ થાય એ માટે પુષ્ટિ આપવામાં આવે છે.
ખૂબ સુંદર આરામદાયક અને પોતાની બધી જરૂરિયાતને આવરી લે એવી નિવાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકોને સહકાર અને સહ્રયતાથી એકત્ર રહી પોતાના નિવાસને સ્વચ્છ, સુંદર અને કાયમ વ્યવસ્થિત રાખવાની કેળવણી આપવામાં આવે છે.
સંસ્કારીત વાતાવરણથી એનામાં એવું સ્થબળ ઉત્પન્ન થાય છે જેથી તે બીજા જોડે મૈત્રી કેળવે છે. એનું સ્વતંત્ર વ્યક્તિત્વ ખીલે છે. જીવનમાં આવતી ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં સ્થિરતા ઉત્પન્ન કરી પાર પડી શકે છે આથી તેનું નૈતિકબળ, આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય છે જે એના જીવનની મૂડી બને છે.